શિમલામાં થઈ સિઝનની પહેલી હિમવર્ષા, આવો છે નજારો

Published: Dec 12, 2018, 10:09 IST | Sheetal Patel
 • શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. તો હિલ સ્ટેશન શિમલા પણ બરફની ચાદરમાં ઢંકાઈ ચૂક્યુ છે. શિમલા ઉપરાંત હિમાચલ પ્રદેશના કેલાંગ, મનાલી, કંગડ, સ્પિતીમાં બરફવર્ષા થઈ છે. બરફ પડવાને કારણે શિમલાનું કુદરતી સોંદર્ય ખિલી ઉઠ્યુ છે. તસવીરોમાં જુઓ કેવું લાગી રહ્યું છે શિમલા.

  શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. તો હિલ સ્ટેશન શિમલા પણ બરફની ચાદરમાં ઢંકાઈ ચૂક્યુ છે. શિમલા ઉપરાંત હિમાચલ પ્રદેશના કેલાંગ, મનાલી, કંગડ, સ્પિતીમાં બરફવર્ષા થઈ છે. બરફ પડવાને કારણે શિમલાનું કુદરતી સોંદર્ય ખિલી ઉઠ્યુ છે. તસવીરોમાં જુઓ કેવું લાગી રહ્યું છે શિમલા.

  1/8
 • હિમાચલ પ્રદેશમાં છેલ્લા બે દિવસથી વરસાદની સાથે બરફ પડી રહ્યો છે. પરંતુ હિલ સ્ટેશન શિમલામાં બુધવારે પહેલી હિમવર્ષા થઈ. સવારે 11 વાગ્યા બાદ શિમલાના તાપમાનમાં જબરજસ્ત ઘટાડો નોંધાયો છે. સવારે 11 વાગ્યે પારો ગબડીને 0.4 ડિગ્રી પહોંચ્યો હતો.

  હિમાચલ પ્રદેશમાં છેલ્લા બે દિવસથી વરસાદની સાથે બરફ પડી રહ્યો છે. પરંતુ હિલ સ્ટેશન શિમલામાં બુધવારે પહેલી હિમવર્ષા થઈ. સવારે 11 વાગ્યા બાદ શિમલાના તાપમાનમાં જબરજસ્ત ઘટાડો નોંધાયો છે. સવારે 11 વાગ્યે પારો ગબડીને 0.4 ડિગ્રી પહોંચ્યો હતો.

  2/8
 • પહેલી બરફવર્ષાએ પ્રવાસીઓને ખુશખુશાલ કરી દીધા છે. શિમલાનું સોંદર્ય માણવા આવેલા પર્યટકો હિમવર્ષાનો નજારો જોઈને ગદગદ થઈ રહ્યા છે. તો મેદાનોમાં બરફ ઢંકાવાને કારણે આખું શિમલા રૂથી સજાવાયું હોય તેવું લાગી રહ્યું છે.

  પહેલી બરફવર્ષાએ પ્રવાસીઓને ખુશખુશાલ કરી દીધા છે. શિમલાનું સોંદર્ય માણવા આવેલા પર્યટકો હિમવર્ષાનો નજારો જોઈને ગદગદ થઈ રહ્યા છે. તો મેદાનોમાં બરફ ઢંકાવાને કારણે આખું શિમલા રૂથી સજાવાયું હોય તેવું લાગી રહ્યું છે.

  3/8
 • તો હિમવર્ષા ક્યાંક ક્યાંક મુશ્કેલી પણ બની રહી છે. જો કો પ્રવાસીઓને અને સ્થાનિકોને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર તૈયાર છે. નગર નિગમ દ્વારા બરફ સાફ કરવા મશીનરી, ક્રેશર સેન્ડ તૈયાર કરી દેવાયા છે.

  તો હિમવર્ષા ક્યાંક ક્યાંક મુશ્કેલી પણ બની રહી છે. જો કો પ્રવાસીઓને અને સ્થાનિકોને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર તૈયાર છે. નગર નિગમ દ્વારા બરફ સાફ કરવા મશીનરી, ક્રેશર સેન્ડ તૈયાર કરી દેવાયા છે.

  4/8
 • મકાનોની છત અને ખીણ વિસ્તારોમાં બરફ છવાઈ જવાને કારણએ દ્રશ્યો સુંદર લાગી રહ્યા છે. દૂર દૂર સુધી માત્ર બરફ જ છવાયેલો દેખાઈ રહ્યો છે.

  મકાનોની છત અને ખીણ વિસ્તારોમાં બરફ છવાઈ જવાને કારણએ દ્રશ્યો સુંદર લાગી રહ્યા છે. દૂર દૂર સુધી માત્ર બરફ જ છવાયેલો દેખાઈ રહ્યો છે.

  5/8
 • પહેલી હિમવર્ષાને કારણે શિમલામાં આવા દ્રશ્યો ઠેર ઠેર દેખાઈ રહ્યા છે. ઝાડ પર પડેલો બરફ આહલાદક ફિલીંગ આપી રહ્યો છે. જો કે આ ઝાડ નુક્સાન ન કરે તે માટે ટ્રી કમિટીએ સૂકા ઝાડ કાપી નાખવા આદેશ આપ્યા છે.

  પહેલી હિમવર્ષાને કારણે શિમલામાં આવા દ્રશ્યો ઠેર ઠેર દેખાઈ રહ્યા છે. ઝાડ પર પડેલો બરફ આહલાદક ફિલીંગ આપી રહ્યો છે. જો કે આ ઝાડ નુક્સાન ન કરે તે માટે ટ્રી કમિટીએ સૂકા ઝાડ કાપી નાખવા આદેશ આપ્યા છે.

  6/8
 • આવી હિમવર્ષામાં પણ સ્થાનિકો અને પ્રવાસીઓ ફરવા નીકળી રહ્યા છે. તાપમાન 1 ડિગ્રી કરતા ઓછું હોવા છતાં નજારો જોવા માટે લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે.

  આવી હિમવર્ષામાં પણ સ્થાનિકો અને પ્રવાસીઓ ફરવા નીકળી રહ્યા છે. તાપમાન 1 ડિગ્રી કરતા ઓછું હોવા છતાં નજારો જોવા માટે લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે.

  7/8
 • સતત બરફ વર્ષા વચ્ચે પણ દેશના ગૌરવ સમાન ત્રિરંગો લહેરાઈ રહ્યો છે. સિયાચિનમાં માઈનસ 30થી 40 ડિગ્રીમાં ફરજ બજાવતા સૈનિકોની જેમ હિમવર્ષા વચ્ચે રાષ્ટ્રધ્વજ પણ અડીખમ છે.

  સતત બરફ વર્ષા વચ્ચે પણ દેશના ગૌરવ સમાન ત્રિરંગો લહેરાઈ રહ્યો છે. સિયાચિનમાં માઈનસ 30થી 40 ડિગ્રીમાં ફરજ બજાવતા સૈનિકોની જેમ હિમવર્ષા વચ્ચે રાષ્ટ્રધ્વજ પણ અડીખમ છે.

  8/8
 • loading...

ફોટોઝ વિશે

શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. તો હિલ સ્ટેશન શિમલા પણ બરફની ચાદરમાં ઢંકાઈ ચૂક્યુ છે. શિમલા ઉપરાંત હિમાચલ પ્રદેશના કેલાંગ, મનાલી, કંગડ, સ્પિતીમાં બરફવર્ષા થઈ છે. બરફ પડવાને કારણે શિમલાનું કુદરતી સોંદર્ય ખિલી ઉઠ્યુ છે. તસવીરોમાં જુઓ કેવું લાગી રહ્યું છે શિમલા.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK