ટીવી અભિનેતા શાહિર શેખે પોતાની ગર્લફ્રેન્ડ રૂચિકા કપૂર સાથે લગ્ન કરી લીધા છે. કોરોના કાળને જોતાં બન્નેએ મુંબઇમાં કૉર્ટ મેરેજ કર્યા. મળતી માહિતી પ્રમાણે, જૂન 2021માં તે પારંપરિક રીતે લગ્ન કરશે. કૉર્ટ મેરેજ પછી શાહિર અને રૂચિકા જમ્મૂ રવાના થઈ ગયા છે. શાહિર જમ્મૂનો નિવાસી છે.