ગરીબ બાળકોએ માંગ્યા પૈસા, બધા માટે ખાવાનું લઇને આવી આ એક્ટ્રેસ, જુઓ તસવીરો

Published: Feb 27, 2019, 18:49 IST | Dhruva Jetly
 • નિધિને તમે બધાએ ટાઇગર શ્રોફની સાથે મુન્ના માઇકલ ફિલ્મમાં જોઈ છે. મુન્ના માઇકલ નિધિની ડેબ્યુ ફિલ્મ છે. આ ફિલ્મ પછી નિધિએ તેલુગુમાં પણ એક ફિલ્મ કરી છે. આ બધા સમય દરમિયાન તે સમાચારોમાંથી ગાયબ જ રહેતી હતી. પરંતુ આજે જ્યારે તેમનો આ અંદાજ જોવા મળ્યો તો ફોટોગ્રાફર્સે તેને તાત્કાલિક કેમેરામાં કેદ કરી લીધી. 

  નિધિને તમે બધાએ ટાઇગર શ્રોફની સાથે મુન્ના માઇકલ ફિલ્મમાં જોઈ છે. મુન્ના માઇકલ નિધિની ડેબ્યુ ફિલ્મ છે. આ ફિલ્મ પછી નિધિએ તેલુગુમાં પણ એક ફિલ્મ કરી છે. આ બધા સમય દરમિયાન તે સમાચારોમાંથી ગાયબ જ રહેતી હતી. પરંતુ આજે જ્યારે તેમનો આ અંદાજ જોવા મળ્યો તો ફોટોગ્રાફર્સે તેને તાત્કાલિક કેમેરામાં કેદ કરી લીધી. 

  1/5
 • તમે જોઈ શકો છો કે નિધિ ગરીબ અને ભૂખ્યાં બાળકોને ખાવાનું વહેંચી રહી છે. સામાન્ય રીતે જ્યારે તમે કોઈ શહેરની સડકો પર કારમાં જઈ રહ્યા હોવ તો રેડલાઇટ પાસે ઘણા બાળકો તમારી પાસે પૈસા માંગે છે. આવા જ એક બાળકે નિધિ અગ્રવાલ પાસે પૈસા માંગ્યા તો નિધિ પોતાના ઘરેથી બધા માટે ખાવાનું બનાવીને આવી. 

  તમે જોઈ શકો છો કે નિધિ ગરીબ અને ભૂખ્યાં બાળકોને ખાવાનું વહેંચી રહી છે. સામાન્ય રીતે જ્યારે તમે કોઈ શહેરની સડકો પર કારમાં જઈ રહ્યા હોવ તો રેડલાઇટ પાસે ઘણા બાળકો તમારી પાસે પૈસા માંગે છે. આવા જ એક બાળકે નિધિ અગ્રવાલ પાસે પૈસા માંગ્યા તો નિધિ પોતાના ઘરેથી બધા માટે ખાવાનું બનાવીને આવી. 

  2/5
 • ફિલ્મી સિતારાઓમાં સમાજસેવાની ભાવના હંમેશાં રહી છે અને આ પ્રકારના નેક કામ માટે નિધિની જેટલી પ્રશંસા કરવામાં આવે તે ઓછી છે. 

  ફિલ્મી સિતારાઓમાં સમાજસેવાની ભાવના હંમેશાં રહી છે અને આ પ્રકારના નેક કામ માટે નિધિની જેટલી પ્રશંસા કરવામાં આવે તે ઓછી છે. 

  3/5
 • ચોક્કસપણે આ વાત આપણા બધા માટે એક મિસાલ છે કે આપણે પણ ગરીબ અને અસહાય બાળકોની સાથે નરમાઈથી વર્તવું જોઈએ અને જેટલું થઈ શકે એટલી આપણે તેમની મદદ કરવી જોઈએ. નિધિએ ન ફક્ત બાળકોને જમાડ્યા પરંતુ તેમની સાથે ફોટા પણ પડાવ્યા.

  ચોક્કસપણે આ વાત આપણા બધા માટે એક મિસાલ છે કે આપણે પણ ગરીબ અને અસહાય બાળકોની સાથે નરમાઈથી વર્તવું જોઈએ અને જેટલું થઈ શકે એટલી આપણે તેમની મદદ કરવી જોઈએ. નિધિએ ન ફક્ત બાળકોને જમાડ્યા પરંતુ તેમની સાથે ફોટા પણ પડાવ્યા.

  4/5
 • આ જ તો આપણા દેશની ઓળખ અને તાકાત છે. એટલા માટે પણ આપણો દેશ ભારત મહાન છે કારણકે અહીંના લોકોમાં સેવાની ભાવના ખૂબ રહેલી હોય છે. 

  આ જ તો આપણા દેશની ઓળખ અને તાકાત છે. એટલા માટે પણ આપણો દેશ ભારત મહાન છે કારણકે અહીંના લોકોમાં સેવાની ભાવના ખૂબ રહેલી હોય છે. 

  5/5
 • loading...

ફોટોઝ વિશે

દેશમાં હાલ અલગ પ્રકારનો માહોલ છે. પાકિસ્તાન અને ભારતમાં જે રીતે યુદ્ધનો માહોલ બની ગયો છે, તે ખબર પર બધાની નજર છે. આ પરિસ્થિતિમાં અમે તમને જણાવી રહ્યા છીએ સમાજનો એક એવો ચહેરો જેની વાચ સામાન્ય રીતે ઓછી થાય છે. આ તસવીરોમાં તમે જોશો અભિનેત્રી નિધિ અગ્રવાલને. નિધિ ગરીબ અને ભૂખ્યાં બાળકોને ખાવાનું વહેંચી રહી છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK