Diwali 2020: જુઓ બૉલીવુડવાલી દિવાળી

Updated: 16th November, 2020 21:32 IST | Shilpa Bhanushali
  • કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન અને તૈમુરે ધર્મશાળામાં દિવાળી સેલિબ્રેટ કરી. 

    કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન અને તૈમુરે ધર્મશાળામાં દિવાળી સેલિબ્રેટ કરી. 

    1/14
  • પ્રિયંકા ચોપડા જોનસે હસબન્ડ નિક જોનસ સાથે લંડનમાં દિવાળી મનાવી હતી. બન્નેના હાથમાં દિવાળીના પ્રતીક સમાન દીવડો છે. પ્રિયંકાએ ફૂલોની ડિઝાઇનવાળી સાડી પહેરી છે, તો નિકે બ્લૅક ટી-શર્ટ અને ફૂલોની ડિઝાઇનવાળું જૅકેટ પહેર્યું છે. સાથે જ તેમણે સૌને દિવાળીની શુભકામના પાઠવી છે.

    પ્રિયંકા ચોપડા જોનસે હસબન્ડ નિક જોનસ સાથે લંડનમાં દિવાળી મનાવી હતી. બન્નેના હાથમાં દિવાળીના પ્રતીક સમાન દીવડો છે. પ્રિયંકાએ ફૂલોની ડિઝાઇનવાળી સાડી પહેરી છે, તો નિકે બ્લૅક ટી-શર્ટ અને ફૂલોની ડિઝાઇનવાળું જૅકેટ પહેર્યું છે. સાથે જ તેમણે સૌને દિવાળીની શુભકામના પાઠવી છે.

    2/14
  • બૉલીવુડની દિવાળી એટલે રોશનીઓનો ઝગમગાટ. ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે સેલિબ્રિટીઝ પ્રકાશના આ પર્વને મનાવે છે. સલમાન ખાને પારંપરિક મરૂન કુર્તો પહેર્યો હતો અને સૌને સુરક્ષિત દિવાળી ઊજવવાની અને નવા વર્ષની શુભેચ્છા આપી છે. 

    બૉલીવુડની દિવાળી એટલે રોશનીઓનો ઝગમગાટ. ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે સેલિબ્રિટીઝ પ્રકાશના આ પર્વને મનાવે છે. સલમાન ખાને પારંપરિક મરૂન કુર્તો પહેર્યો હતો અને સૌને સુરક્ષિત દિવાળી ઊજવવાની અને નવા વર્ષની શુભેચ્છા આપી છે. 

    3/14
  • વિકી કૌશલે પણ બે હાથ જોડીને પોતાનો ફોટો શૅર કર્યો હતો અને સૌને દિવાળીની શુભેચ્છા આપી છે.

    વિકી કૌશલે પણ બે હાથ જોડીને પોતાનો ફોટો શૅર કર્યો હતો અને સૌને દિવાળીની શુભેચ્છા આપી છે.

    4/14
  • પોલૅન્ડમાં દિવાળીના પાવન અવસરે હરિવંશરાય બચ્ચનના સ્ટૅચ્યુ પાસે ઝળહળતો દદીવો પ્રગટાવીને તેમને સન્માન આપવામાં આવ્યું છે. એ સ્ટૅચ્યુનો ફોટો ટ્વિટર પર શૅર કરીને અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું, ‘પોલૅન્ડના વ્રોક્લોમાં તેમણે બાબુજીને સન્માન આપતાં તેમના સ્ટૅચ્યુની નજીક દીવો પ્રગટાવ્યો હતો, જે ઘણા ગર્વની વાત છે.’

    પોલૅન્ડમાં દિવાળીના પાવન અવસરે હરિવંશરાય બચ્ચનના સ્ટૅચ્યુ પાસે ઝળહળતો દદીવો પ્રગટાવીને તેમને સન્માન આપવામાં આવ્યું છે. એ સ્ટૅચ્યુનો ફોટો ટ્વિટર પર શૅર કરીને અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું, ‘પોલૅન્ડના વ્રોક્લોમાં તેમણે બાબુજીને સન્માન આપતાં તેમના સ્ટૅચ્યુની નજીક દીવો પ્રગટાવ્યો હતો, જે ઘણા ગર્વની વાત છે.’

    5/14
  • ધર્મશાળામાં હૉરર-કૉમેડી ‘ભૂત પોલીસ’નું શૂટિંગ ચાલી રહ્યુ છે એથી સૈફ અલી ખાન, અર્જુન કપૂર, યામી ગૌતમ અને જૅકલિન ફર્નાન્ડિસે ધર્મશાળામાં સાથે મળીને દિવાળીનો આનંદ લીધો હતો. સાથે જ સૌને દિવાળીની શુભકામના પણ આપી છે. 

    ધર્મશાળામાં હૉરર-કૉમેડી ‘ભૂત પોલીસ’નું શૂટિંગ ચાલી રહ્યુ છે એથી સૈફ અલી ખાન, અર્જુન કપૂર, યામી ગૌતમ અને જૅકલિન ફર્નાન્ડિસે ધર્મશાળામાં સાથે મળીને દિવાળીનો આનંદ લીધો હતો. સાથે જ સૌને દિવાળીની શુભકામના પણ આપી છે. 

    6/14
  • બીજી તરફ બૉલીવુડનું હૉટ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટે પણ સાથે દિવાળી મનાવી છે. આ બન્નેએ પોતાના શેફ અને ઘરના સ્ટાફ સાથે દિવાળી સેલિબ્રેટ કરી છે. રણબીરે રેડ કુર્તો અને બ્લૅક પૅન્ટ પહેર્યું છે. માથા પર લાલ ચાંદલો પણ કર્યો છે. તો આલિયા બ્લૅક અનારકલીમાં ઘણી સુંદર દેખાઈ રહી છે.

    બીજી તરફ બૉલીવુડનું હૉટ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટે પણ સાથે દિવાળી મનાવી છે. આ બન્નેએ પોતાના શેફ અને ઘરના સ્ટાફ સાથે દિવાળી સેલિબ્રેટ કરી છે. રણબીરે રેડ કુર્તો અને બ્લૅક પૅન્ટ પહેર્યું છે. માથા પર લાલ ચાંદલો પણ કર્યો છે. તો આલિયા બ્લૅક અનારકલીમાં ઘણી સુંદર દેખાઈ રહી છે.

    7/14
  • કાર્તિક આર્યને પણ ટ્રેડિશનલ લુક અપનાવતાં કુર્તો પહેર્યો હતો. એ કુર્તાની કિંમત લગભગ ૭૪,૦૦૦ રૂપિયા આંકવામાં આવી છે. કુર્તા પર એમ્બ્રૉઇડરી કરી છે. આ ફોટોને શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી, ‘હવે દિવાળી આવી ગઈ છે તો બધું ઠીક થઈ જશે.’ 

    કાર્તિક આર્યને પણ ટ્રેડિશનલ લુક અપનાવતાં કુર્તો પહેર્યો હતો. એ કુર્તાની કિંમત લગભગ ૭૪,૦૦૦ રૂપિયા આંકવામાં આવી છે. કુર્તા પર એમ્બ્રૉઇડરી કરી છે. આ ફોટોને શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી, ‘હવે દિવાળી આવી ગઈ છે તો બધું ઠીક થઈ જશે.’ 

    8/14
  • દિવાળી દરમ્યાન કલાકારો પોતાની સુંદરતાના ઓજસ પાથરતા હોય છે. દિવાળી એટલે ઉજાસ, દીવડા, શણગારનું પ્રતીક. તો એવામાં સોળ શણગાર સજવાથી આપણી બૉલીવુડની સેલિબ્રિટીઝ કદી પાછળ નથી પડતી. કૅટરિના કૈફે ગુલાબી સાડી પહેરી છે અને હાથમાં દીવો રાખ્યો છે. સાથે જ તેણે પ્રેમ અને પ્રકાશના પર્વની સૌને શુભકામના આપી છે. 

    દિવાળી દરમ્યાન કલાકારો પોતાની સુંદરતાના ઓજસ પાથરતા હોય છે. દિવાળી એટલે ઉજાસ, દીવડા, શણગારનું પ્રતીક. તો એવામાં સોળ શણગાર સજવાથી આપણી બૉલીવુડની સેલિબ્રિટીઝ કદી પાછળ નથી પડતી. કૅટરિના કૈફે ગુલાબી સાડી પહેરી છે અને હાથમાં દીવો રાખ્યો છે. સાથે જ તેણે પ્રેમ અને પ્રકાશના પર્વની સૌને શુભકામના આપી છે. 

    9/14
  • શાહિદ કપૂરે તેની વાઇફ મીરા રાજપૂત સાથે દિવાળી સેલિબ્રેટ કરી છે. શાહિદે બ્લૅક કુર્તો પહેર્યો છે તો મીરાએ બ્લૅક ડ્રેસ પહેર્યો છે. સૌના જીવનમાં પ્રેમ અને ઉજાસ પથરાય એવી કામના તેમણે કરી છે.

    શાહિદ કપૂરે તેની વાઇફ મીરા રાજપૂત સાથે દિવાળી સેલિબ્રેટ કરી છે. શાહિદે બ્લૅક કુર્તો પહેર્યો છે તો મીરાએ બ્લૅક ડ્રેસ પહેર્યો છે. સૌના જીવનમાં પ્રેમ અને ઉજાસ પથરાય એવી કામના તેમણે કરી છે.

    10/14
  • પ્રેગ્નન્સી-ગ્લો સ્પષ્ટ ઝળકે છે અનુષ્કાના ચહેરા પર અનુષ્કા શર્માના ચહેરા પર પ્રેગ્નન્સી-ગ્લો ઝળકી રહ્યો છે. તેણે ઑફ વાઇટ ડ્રેસ પહેર્યો છે. તો બેબી-બમ્પ પણ ફોટોમાં સાફ જોઈ શકાય છે. તેણે સૌને દિવાળીની શુભકામના આપી છે. અનુષ્કા હાલમાં દુબઈથી પાછી ફરી છે. તે હસબન્ડ વિરાટ કોહલી સાથે દુબઈમાં આયોજિત આઇપીએલમાં ગઈ હતી. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુષ્કાએ કૅપ્શન આપી હતી, ‘ઘરે બેસીને જમવા માટે તૈયાર થઈને બેઠી છું. એ ખરેખર ખૂબ સરસ રહ્યું.’

    પ્રેગ્નન્સી-ગ્લો સ્પષ્ટ ઝળકે છે અનુષ્કાના ચહેરા પર
    અનુષ્કા શર્માના ચહેરા પર પ્રેગ્નન્સી-ગ્લો ઝળકી રહ્યો છે. તેણે ઑફ વાઇટ ડ્રેસ પહેર્યો છે. તો બેબી-બમ્પ પણ ફોટોમાં સાફ જોઈ શકાય છે. તેણે સૌને દિવાળીની શુભકામના આપી છે. અનુષ્કા હાલમાં દુબઈથી પાછી ફરી છે. તે હસબન્ડ વિરાટ કોહલી સાથે દુબઈમાં આયોજિત આઇપીએલમાં ગઈ હતી. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુષ્કાએ કૅપ્શન આપી હતી, ‘ઘરે બેસીને જમવા માટે તૈયાર થઈને બેઠી છું. એ ખરેખર ખૂબ સરસ રહ્યું.’

    11/14
  • દસ વર્ષ જૂનો ફોટો શૅર કરીને ખુશી વ્યક્ત કરી અમિત સાધે અમિત સાધ પોતાનો ૧૦ વર્ષ જૂનો ફોટો શૅર કરીને ખૂબ ખુશ છે. ફોટોમાં તેણે વાઇટ શર્ટ પહેર્યો છે. તે ભીડવાળા રસ્તા પર ઊભો છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અમિતે કૅપ્શન આપી છે, ‘મને ૨૦૧૦નો આ ફોટો મળી આવ્યો. એક દાયકો પસાર થયો છે એનો આભાર માનું છું અને હજી તો મારે ઘણું બધું કરવાનું બાકી છે.’

    દસ વર્ષ જૂનો ફોટો શૅર કરીને ખુશી વ્યક્ત કરી અમિત સાધે
    અમિત સાધ પોતાનો ૧૦ વર્ષ જૂનો ફોટો શૅર કરીને ખૂબ ખુશ છે. ફોટોમાં તેણે વાઇટ શર્ટ પહેર્યો છે. તે ભીડવાળા રસ્તા પર ઊભો છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અમિતે કૅપ્શન આપી છે, ‘મને ૨૦૧૦નો આ ફોટો મળી આવ્યો. એક દાયકો પસાર થયો છે એનો આભાર માનું છું અને હજી તો મારે ઘણું બધું કરવાનું બાકી છે.’

    12/14
  • જેક્લિન અને યામી કયા મંદિરમાં દર્શન કરી આવ્યાં? જેક્લિન ફર્નાન્ડિસને તેની કો-સ્ટાર યામી ગૌતમે ઉમદા એક્ટર કહી છે. તેઓ હાલમાં ધરમશાળામાં ‘ભુત પોલીસ’નું શૂટિંગ કરી રહ્યા છે. તેમની સાથે સૈફ અલી ખાન અને અર્જુન કપૂર પણ લીડ રોલમાં છે. દિવાળીનાં તહેવારને ધ્યાનમાં રાખતાં જેક્લિન અને યામીએ ધરમશાલામાં આવેલા દેવીનાં મંદિરમાં જઈને દર્શન કર્યા હતાં. એ દરમ્યાન બન્નેએ સાથે ફોટો ક્લીક કર્યો હતો. એ ફોટોને ઇન્સ્ટાસ્ટોરી પર શેર કરીને યામીએ કેપ્શન આપી હતી કે મારા માટે આ આશીર્વાદ સમાન સાંજ રહી હતી, કે હું એક ઉમદા એક્ટર સાથે છું.

    જેક્લિન અને યામી કયા મંદિરમાં દર્શન કરી આવ્યાં?
    જેક્લિન ફર્નાન્ડિસને તેની કો-સ્ટાર યામી ગૌતમે ઉમદા એક્ટર કહી છે. તેઓ હાલમાં ધરમશાળામાં ‘ભુત પોલીસ’નું શૂટિંગ કરી રહ્યા છે. તેમની સાથે સૈફ અલી ખાન અને અર્જુન કપૂર પણ લીડ રોલમાં છે. દિવાળીનાં તહેવારને ધ્યાનમાં રાખતાં જેક્લિન અને યામીએ ધરમશાલામાં આવેલા દેવીનાં મંદિરમાં જઈને દર્શન કર્યા હતાં. એ દરમ્યાન બન્નેએ સાથે ફોટો ક્લીક કર્યો હતો. એ ફોટોને ઇન્સ્ટાસ્ટોરી પર શેર કરીને યામીએ કેપ્શન આપી હતી કે મારા માટે આ આશીર્વાદ સમાન સાંજ રહી હતી, કે હું એક ઉમદા એક્ટર સાથે છું.

    13/14
  • દિવાળી નિમિત્તે ભાઈની વાઇફને દેવી કહી કંગનાએ તાજેતરમાં પોતાના ભાઈ અક્ષત રનોટ સાથે લગ્નના બંધનમાં બંધાયેલી રીતુને કંગના રનોટે દેવીનું સંબોધન કર્યું હતું. અક્ષત અને રીતુના વિવાહ રાજસ્થાનના ઉદયપુરમાં શાહી અંદાજમાં સંપન્ન થયા હતાં ભાઈ-ભાભી અને બહેન રંગોલી ચંડેલ સાથેનો ફોટો ટ્વિટર પર શૅર કરીને કંગનાએ ટ્વીટ કર્યું હતું, ‘દિવાળીના દિવસોમાં મહાલક્ષ્મી ઘરે આવે છે. અમારા ઘરે પણ દેવી આવ્યાં છે. આજે અમારી ભાભી પહેલી વખત પોતાના ઘરે આવી રહી છે. આ રિવાજને અંદરેરા એટલે કે ગૃહપ્રવેશ કહેવામાં આવે છે. સૌને દિવાળીની હાર્દિક શુભકામના.’

    દિવાળી નિમિત્તે ભાઈની વાઇફને દેવી કહી કંગનાએ
    તાજેતરમાં પોતાના ભાઈ અક્ષત રનોટ સાથે લગ્નના બંધનમાં બંધાયેલી રીતુને કંગના રનોટે દેવીનું સંબોધન કર્યું હતું. અક્ષત અને રીતુના વિવાહ રાજસ્થાનના ઉદયપુરમાં શાહી અંદાજમાં સંપન્ન થયા હતાં ભાઈ-ભાભી અને બહેન રંગોલી ચંડેલ સાથેનો ફોટો ટ્વિટર પર શૅર કરીને કંગનાએ ટ્વીટ કર્યું હતું, ‘દિવાળીના દિવસોમાં મહાલક્ષ્મી ઘરે આવે છે. અમારા ઘરે પણ દેવી આવ્યાં છે. આજે અમારી ભાભી પહેલી વખત પોતાના ઘરે આવી રહી છે. આ રિવાજને અંદરેરા એટલે કે ગૃહપ્રવેશ કહેવામાં આવે છે. સૌને દિવાળીની હાર્દિક શુભકામના.’

    14/14
  • loading...

ફોટોઝ વિશે

કોરોનાકાળ દરમિયાન માત્ર સામાન્ય લોકોમાં જ નહીં પણ બોલીવુડ સેલેબ્સમાં પણ દિવાળી ઉજવવાનો ઉત્સાહ જળવાયેલો છે અને આ તસવીરો પરથી તેનો અંદાજ આવી જાય છે. જુઓ તસવીરો....

First Published: 16th November, 2020 19:03 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK