જૂન મહિનો રહેશે ધમાકેદાર, રિલીઝ થશે આ 5 ફિલ્મ

Updated: Jun 01, 2019, 16:32 IST | Sheetal Patel
 • Bharat : સલમાન ખાનની ફિલ્મ 'ભારત' 5 જૂનના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં સલમનાની સાથે કેટરિના કૈફ લીડ રોલમાં દેખાશે. એ સિવાય દિશા પટાણી, જેકી શ્રોફ, સુનીલ ગ્રોવર અને તબૂ પણ ફિલ્મમાં નજર આવશે. ફિલ્મના ડિરેક્ટર અલી અબ્બાસ ઝાફર છે. આ ફિલ્મ રિલીઝ થવા પહેલા જ ઘણી ચર્ચામાં છે. ફિલ્મમાં પહેલા પ્રિયંકા ચોપડાને કાસ્ટ કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા સમયમાં એમણે ફિલ્મ છોડી દીધી બાદ કેટરિના કૈફને ફિલ્મમાં સ્થાન મળ્યું.

  Bharat : સલમાન ખાનની ફિલ્મ 'ભારત' 5 જૂનના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં સલમનાની સાથે કેટરિના કૈફ લીડ રોલમાં દેખાશે. એ સિવાય દિશા પટાણી, જેકી શ્રોફ, સુનીલ ગ્રોવર અને તબૂ પણ ફિલ્મમાં નજર આવશે. ફિલ્મના ડિરેક્ટર અલી અબ્બાસ ઝાફર છે. આ ફિલ્મ રિલીઝ થવા પહેલા જ ઘણી ચર્ચામાં છે. ફિલ્મમાં પહેલા પ્રિયંકા ચોપડાને કાસ્ટ કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા સમયમાં એમણે ફિલ્મ છોડી દીધી બાદ કેટરિના કૈફને ફિલ્મમાં સ્થાન મળ્યું.

  1/5
 • Game Over : અનુરાગ કશ્યપની ફિલ્મ 'ગેમ ઓવર' 14 જૂનના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં તાપસી પન્નૂ લીડ રોલમાં દેખાશે. વીડિયો ગેમ અને તાપસીના આજુ બાજુ ફરનારી આ ફિલ્મ એક થ્રિલર ફિલ્મ છે જેમાં તાપસીને પોતાના ડરથી લડતી જોવા મળશે. આમ તો આ એક તેલુગુ ફિલ્મ છે જે અનુરાગ કશ્યપ (Anurag Kashyap) હિન્દીમાં રજૂ કરશે. આ ફિલ્મ એકસાથે હિન્દી, તામિલ અને તેલુગુ ભાષમાં રિલીઝ કરવામાં આવશે.  

  Game Over : અનુરાગ કશ્યપની ફિલ્મ 'ગેમ ઓવર' 14 જૂનના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં તાપસી પન્નૂ લીડ રોલમાં દેખાશે. વીડિયો ગેમ અને તાપસીના આજુ બાજુ ફરનારી આ ફિલ્મ એક થ્રિલર ફિલ્મ છે જેમાં તાપસીને પોતાના ડરથી લડતી જોવા મળશે. આમ તો આ એક તેલુગુ ફિલ્મ છે જે અનુરાગ કશ્યપ (Anurag Kashyap) હિન્દીમાં રજૂ કરશે. આ ફિલ્મ એકસાથે હિન્દી, તામિલ અને તેલુગુ ભાષમાં રિલીઝ કરવામાં આવશે.  

  2/5
 • Kabir Singh : શાહિદ કપૂરની ફિલ્મ 'કબીર સિંહ' 21 જૂને રિલીઝ થશે. ફિલ્મમાં શાહિદની સાથે કિયારા આડવાણી લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ એક લવ સ્ટોરી છે જેમાં શાહિદ કપૂર ડૉક્ટરનો રોલ ભજવશે. ફિલ્મમાં શાહિદને એક લવિંગ છોકરથી લઈને ગુસ્સેલ, સનકી, જિદ્દી અને નશો કરતો વ્યક્તિ જોવા મળશે. ફિલ્મના ડિરેક્ટર સંદીપ વાંગા છે.

  Kabir Singh : શાહિદ કપૂરની ફિલ્મ 'કબીર સિંહ' 21 જૂને રિલીઝ થશે. ફિલ્મમાં શાહિદની સાથે કિયારા આડવાણી લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ એક લવ સ્ટોરી છે જેમાં શાહિદ કપૂર ડૉક્ટરનો રોલ ભજવશે. ફિલ્મમાં શાહિદને એક લવિંગ છોકરથી લઈને ગુસ્સેલ, સનકી, જિદ્દી અને નશો કરતો વ્યક્તિ જોવા મળશે. ફિલ્મના ડિરેક્ટર સંદીપ વાંગા છે.

  3/5
 • Article 15 : આયુષ્માન ખુરાની 'આર્ટિકલ 15' 28 જૂને રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ જ આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા કરવામાં આવી રહી છે. આર્ટિકલ 15માં સમાજમાં ચાલી રહેલા ઉચ્ચ-નીચ, જાત-પાતને દર્શાવવામાં આવશે. સાથે જ બે છોકરીઓની સાથે થયેલા યૌન શોષણની વાર્તા બતાવવામાં આવશે. ફિલ્મમાં આયુષ્માન એક પોલીસ ઑફિસરનું પાત્ર ભજવશે. આયુષ્માન સિવાય સયોની ગુપ્તા પણ ફિલ્મમાં નજર આવશે. ફિલ્મના ડિરેક્ટર અનુભવ સિન્હા છે.

  Article 15 : આયુષ્માન ખુરાની 'આર્ટિકલ 15' 28 જૂને રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ જ આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા કરવામાં આવી રહી છે. આર્ટિકલ 15માં સમાજમાં ચાલી રહેલા ઉચ્ચ-નીચ, જાત-પાતને દર્શાવવામાં આવશે. સાથે જ બે છોકરીઓની સાથે થયેલા યૌન શોષણની વાર્તા બતાવવામાં આવશે. ફિલ્મમાં આયુષ્માન એક પોલીસ ઑફિસરનું પાત્ર ભજવશે. આયુષ્માન સિવાય સયોની ગુપ્તા પણ ફિલ્મમાં નજર આવશે. ફિલ્મના ડિરેક્ટર અનુભવ સિન્હા છે.

  4/5
 • Khamoshi : તમન્ના ભાટિયા અને પ્રભુદેવાની ફિલ્મ ખામોશી 14 જૂને રિલીઝ થશે. ફિલ્મમાં તમન્ના અને પ્રભુદેવા સિવાય ભૂમિ ચાવલા પણ નજર આવશે. આ એક થ્રિલર ફિલ્મ છે, જેમાં તમન્ના એક મૂક અને બધિર છોકરીનું પાત્ર ભજવી રહી છે.

  Khamoshi : તમન્ના ભાટિયા અને પ્રભુદેવાની ફિલ્મ ખામોશી 14 જૂને રિલીઝ થશે. ફિલ્મમાં તમન્ના અને પ્રભુદેવા સિવાય ભૂમિ ચાવલા પણ નજર આવશે. આ એક થ્રિલર ફિલ્મ છે, જેમાં તમન્ના એક મૂક અને બધિર છોકરીનું પાત્ર ભજવી રહી છે.

  5/5
 • loading...

ફોટોઝ વિશે

જો તમે સિનેમા પ્રેમી છે તો આ મહિનો તમારા માટે ઘણો ધમાકેદાર રહેવાનો છે. સલમાન ખાન (Salman Khan)ની ફિલ્મ 'ભારત' (Bharat)થી લઈને આયુષ્માન ખુરાના (Ayushman Khurrana)ની 'આર્ટિકલ 15' (Article 15) સુધી, આ મહિને એવી પાંચ મોટી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે જે જોરદાર ફિલ્મ છે. ઈશ્ક, મોહબ્બત, ડર, દર્દ અને હિંસા આ મહિને તમે મોટા પડદા પર એકબીજા સામે રૂબરૂ થશે. અમે તમને જણાવી દઈએ કે આ કઈ પાંચ મોટી ફિલ્મ છે. જુઓ અહીં

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK