'મહાભારત'ની દ્રૌપદી એટલે રૂપા ગાંગુલીનો આજે બર્થ-ડે છે. રૂપા ગાંગુલીને સાચી ઓળખ બીઆર ચોપડાનો શૉ મહાભારત દ્વારા મળી હતી. ટીવી અને હિન્દી ફિલ્મો સિવાય રૂપા ગાંગુલી બંગાળી ફિલ્મોમાં પણ જાણીતું નામ છે. આજે રૂપા ગાંગુલી પોતાનો 54મો જન્મદિવસ ઉજવી રહી છે અને એનો જન્મ 25 નવેમ્બર 1966ના રોજ કલ્યાણીમાં થયો છે. તો ચાલો જાણીએ એમના વિશે વધુ