અભિનેત્રી સાધનાઃ જેમની હેરસ્ટાઇલ એક એવો ટ્રેન્ડ બની જે આજે પણ ગણાય છે 'ઇન થિંગ'

Updated: Sep 02, 2020, 19:13 IST | Keval Trivedi
 • કરાચીના એક સિંધી ફૅમિલીમાં વર્ષ 1941માં સાધના શિવદાસાનીનો જન્મ થયો હતો. તેના પિતાની ફેવરેટ એક્ટ્રેસ સાધના બોઝ હોવાથી તેમણે પુત્રીનું નામ સાધના રાખ્યું હતું. સિંધી ફિલ્મથી કારર્કીદીની શરૂઆત કર્યા બાદ તેમની જોય મુખરજી સાથેની લવ ઈન શિમલા બૉલીવુડ હિટ હતી.

  કરાચીના એક સિંધી ફૅમિલીમાં વર્ષ 1941માં સાધના શિવદાસાનીનો જન્મ થયો હતો. તેના પિતાની ફેવરેટ એક્ટ્રેસ સાધના બોઝ હોવાથી તેમણે પુત્રીનું નામ સાધના રાખ્યું હતું. સિંધી ફિલ્મથી કારર્કીદીની શરૂઆત કર્યા બાદ તેમની જોય મુખરજી સાથેની લવ ઈન શિમલા બૉલીવુડ હિટ હતી.

  1/15
 • સાધના તેમના કુટુંબની એકમાત્ર દીકરી હતી. આઠ વર્ષની હતી ત્યાં સુધી તેમની માતા તેમને ઘરે જ ભણાવતી હતી. 1955માં રાજ કપુરની શ્રી 420 મુવીમાં ‘મુડ મુડ કે ના દેખ મુડ મુડ કે’ સોંગમાં સાધના કોરસ ગર્લ હતી. સિંધી ફિલ્મ અબાનામાં તેમણે ફૂલ-ફ્લેજ ડેબ્યુ કર્યું હતું.

  સાધના તેમના કુટુંબની એકમાત્ર દીકરી હતી. આઠ વર્ષની હતી ત્યાં સુધી તેમની માતા તેમને ઘરે જ ભણાવતી હતી. 1955માં રાજ કપુરની શ્રી 420 મુવીમાં ‘મુડ મુડ કે ના દેખ મુડ મુડ કે’ સોંગમાં સાધના કોરસ ગર્લ હતી. સિંધી ફિલ્મ અબાનામાં તેમણે ફૂલ-ફ્લેજ ડેબ્યુ કર્યું હતું.

  2/15
 • કારર્કીદીની શરૂઆતમાં તેમનું દેવ આનંદ સાથેનું ‘અભી ના જાઓ છોડ કર કે દિલ અભી નહીં ભરા...’ ગીત હજી સુધી કોઈ ભૂલ્યું નથી.

  કારર્કીદીની શરૂઆતમાં તેમનું દેવ આનંદ સાથેનું ‘અભી ના જાઓ છોડ કર કે દિલ અભી નહીં ભરા...’ ગીત હજી સુધી કોઈ ભૂલ્યું નથી.

  3/15
 • સાધનાની રાજેન્દ્ર કુમાર સાથે ઓન-સ્ક્રીન કેમીસ્ટ્રીની પણ ખૂબ ચર્ચા થતી હતી. વાસ્તવિક જીવનમાં પણ આ બંને એક્ટર્સ સારા મિત્રો હતા.

  સાધનાની રાજેન્દ્ર કુમાર સાથે ઓન-સ્ક્રીન કેમીસ્ટ્રીની પણ ખૂબ ચર્ચા થતી હતી. વાસ્તવિક જીવનમાં પણ આ બંને એક્ટર્સ સારા મિત્રો હતા.

  4/15
 • લવ ઈન શિમલા, હમ દોનો, ઈક મુસાફીર એક હસિના, અસલી-નકલી, મેરા મહેબૂબ, વો કૌન થી, મેરા સાયા અને વક્ત જેવી સાધનાની મેમોરેબલ્સ ફિલ્મ છે.

  લવ ઈન શિમલા, હમ દોનો, ઈક મુસાફીર એક હસિના, અસલી-નકલી, મેરા મહેબૂબ, વો કૌન થી, મેરા સાયા અને વક્ત જેવી સાધનાની મેમોરેબલ્સ ફિલ્મ છે.

  5/15
 • આ ફોટો ‘દિલ દૌલત દુનિયા’નો છે જેમાં સાધના, હેલન અને બેલા દેખાય છે. સાધનાની હેલન અને નંદા સાથે મૈત્રી હતી, જેમણે પાછળના વર્ષોમાં સાધનાની મદદ કરી હતી.

  આ ફોટો ‘દિલ દૌલત દુનિયા’નો છે જેમાં સાધના, હેલન અને બેલા દેખાય છે. સાધનાની હેલન અને નંદા સાથે મૈત્રી હતી, જેમણે પાછળના વર્ષોમાં સાધનાની મદદ કરી હતી.

  6/15
 • 60ના દાયકામાં સાધના એક્ટ્રેસ સાધના એક ફેશન આઈકન પણ હતી. આ ફોટામાં તેમણે તે હૅર સ્ટાઈલ રાખી તે લાખો મહિલાઓને ગમી હતી. તે વખતે આ હૅરસ્ટાઈલને ‘સાધના કટ’ નામ આપવામાં આવ્યું હતું.

  60ના દાયકામાં સાધના એક્ટ્રેસ સાધના એક ફેશન આઈકન પણ હતી. આ ફોટામાં તેમણે તે હૅર સ્ટાઈલ રાખી તે લાખો મહિલાઓને ગમી હતી. તે વખતે આ હૅરસ્ટાઈલને ‘સાધના કટ’ નામ આપવામાં આવ્યું હતું.

  7/15
 • સાધનાની હેર સ્ટાઇલ જ નહીં પણ કપડાં અને ઘરેણાંની ફેશન પણ બહુ જલ્દી ટ્રેન્ડ થવા માંડતી. 

  સાધનાની હેર સ્ટાઇલ જ નહીં પણ કપડાં અને ઘરેણાંની ફેશન પણ બહુ જલ્દી ટ્રેન્ડ થવા માંડતી. 

  8/15
 • હૉલીવુડની જાણીતી અભિનેત્રી ઓડ્રી હેપ્બર્નની હેરસ્ટાઇલ આર કે નૈય્યરે જોઇ અને તેમને એ લૂક બહુ જ ગમ્યો. તેઓ પોતાની ફિલ્મની હિરોઇન માટે એવો લૂક ઇચ્છતા હતા જે હિન્દી ફિલ્મોમાં પહેલા જોવા ન મળ્યો હોય. તેમણે સાધના માટે એ હેરસ્ટાઇલ અપનાવી અને તે સાધના કટને નામે જ ફેમસ થઇ ગઇ. આજે આપણે તેને બેંગ્ઝ કે ફ્લિક્સનાં સ્ટાઇલિશ નામે ઓળખીએ છીએ. 

  હૉલીવુડની જાણીતી અભિનેત્રી ઓડ્રી હેપ્બર્નની હેરસ્ટાઇલ આર કે નૈય્યરે જોઇ અને તેમને એ લૂક બહુ જ ગમ્યો. તેઓ પોતાની ફિલ્મની હિરોઇન માટે એવો લૂક ઇચ્છતા હતા જે હિન્દી ફિલ્મોમાં પહેલા જોવા ન મળ્યો હોય. તેમણે સાધના માટે એ હેરસ્ટાઇલ અપનાવી અને તે સાધના કટને નામે જ ફેમસ થઇ ગઇ. આજે આપણે તેને બેંગ્ઝ કે ફ્લિક્સનાં સ્ટાઇલિશ નામે ઓળખીએ છીએ. 

  9/15
 • સાધનાની હેર સ્ટાઇલ અન્ય ફિલ્મોમાં તેમને માટે મુશ્કેલી બની ગઇ હતી કારણકે તેમને પીન-અપ કરવું પડતું. તે ફેશનને મામલે અપડેટેડ રહેતાં અને પોતાના કોસ્ટાર્સને પણ નવા લૂક સજેસ્ટ કરતાં.

  સાધનાની હેર સ્ટાઇલ અન્ય ફિલ્મોમાં તેમને માટે મુશ્કેલી બની ગઇ હતી કારણકે તેમને પીન-અપ કરવું પડતું. તે ફેશનને મામલે અપડેટેડ રહેતાં અને પોતાના કોસ્ટાર્સને પણ નવા લૂક સજેસ્ટ કરતાં.

  10/15
 • જોય મુખર્જીના પિતા શશધર મુખર્જીએ સાધાનાને પોતાની ફિલ્મમાં કામ આપ્યું હતું. 

  જોય મુખર્જીના પિતા શશધર મુખર્જીએ સાધાનાને પોતાની ફિલ્મમાં કામ આપ્યું હતું. 

  11/15
 • 60ના દાયકાની આ ફેમસ એક્ટ્રેસે ઈન્ડસ્ટ્રી છોડતા લોકો તેમને સરળતાથી ભૂલી ગયા હતા.

  60ના દાયકાની આ ફેમસ એક્ટ્રેસે ઈન્ડસ્ટ્રી છોડતા લોકો તેમને સરળતાથી ભૂલી ગયા હતા.

  12/15
 • સાધના મીડિયાથી હંમેશા દૂર રહેતા હતા. તેમના પતિ આરકે નાયરના નિધન બાદ સાંતાક્રૂઝના ઘરને સાચવવામાં મુશ્કેલી નડી હતી, તેમણે પોલીસ પ્રોટેક્શનની પણ માગ કરી હતી.

  સાધના મીડિયાથી હંમેશા દૂર રહેતા હતા. તેમના પતિ આરકે નાયરના નિધન બાદ સાંતાક્રૂઝના ઘરને સાચવવામાં મુશ્કેલી નડી હતી, તેમણે પોલીસ પ્રોટેક્શનની પણ માગ કરી હતી.

  13/15
 • મે 2014માં શાઈના એનસી ફેશન શોમાં તે જોવા મળ્યા હતા.

  મે 2014માં શાઈના એનસી ફેશન શોમાં તે જોવા મળ્યા હતા.

  14/15
 • તેમણે રણબિર કપુર અને અદિતી રાવ હૈદરી સાથે રેમ્પ વોક કર્યું હતું. 25 ડિસેમ્બર, 2015ના રોજ 74 વર્ષની ઉંમરે સાધનાનું મુંબઈમાં નિધન થયું હતું.

  તેમણે રણબિર કપુર અને અદિતી રાવ હૈદરી સાથે રેમ્પ વોક કર્યું હતું. 25 ડિસેમ્બર, 2015ના રોજ 74 વર્ષની ઉંમરે સાધનાનું મુંબઈમાં નિધન થયું હતું.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

આજે બૉલીવુડની ટ્રેન્ડસેટિંગ એક્ટ્રેસ સાધનાની જન્મજયંતિ નિમિત્તે તેમના દુર્લભ ફોટા જોઈએ અને તેમના વિશે વધુ જાણીએ. ફોટોઝઃ મિડ-ડે અને યુટ્યુબ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK