11મી ડિસેમ્બર 1965ના રોજ જન્મેલી કિમી કાટકરે 80 અને 90ના દાયકામાં પોતાની માંજરી આંખોથી અને હૉટ ફિગરથી બૉલીવુડ ગવ્યું હતું. 20 વર્ષની વયે તેણે પથ્થર દિલ નામની ફિલ્મમાંથી ડેબ્યુ કર્યું. તેમાં તે સપોર્ટિંગ એક્ટ્રેસ હતી. ત્યાર બાદ એડવેન્ચર્સ ઑફ ટારઝન ફિલ્મમાં તેણે હેમંત બિરજેની હિરોઇન તરીકે કામ કર્યું. કિમી કાટકર ટારઝન ગર્લ તરીકે ઓળખાવા લાગી.
ટારઝન વાળી આ ફિલ્મ બહુ ચર્ચામાં હતી કારણકે તેના ગીતો અને હૉટ સીન્સ બહુ લોકોને બહુ પસંદ પડ્યા હતા. ટારઝન કી બેટીને નામે ફિલ્મ 2002માં આ ફિલ્મની સિક્વલ બની હતી.
કિમી કાટકરે વર્દી, મર્દ કી ઝૂબાન, મેરા લહૂ, દરિયા દિલ, ગૈર કાનૂની, જૈસી કરની વૈસી ભરની, શેરદિલ, ઝૂલ્મ કી હિંમત વગેરે ફિલ્મોમાં કામ કર્યું.
તમને કિમી કાટકરનું સાચું નામ ખબર છે? તેનું નામ હતું નયનતારા કાટકર.
તમે માનશો કે કિમી કાટકરે પરંપરા ફિલ્મ જે યશ ચોપરાની હતી તેમાં કામ કરવાની ના પાડી હતી.
કિમીએ ના પડી એટલે બાહુબલીની રમ્યાને આ રોલ મળ્યો હતો.
હમ ફિલ્મમાં કિમી કાટકરે અમિતાભ બચ્ચનની એક્ટ્રેસનો રોલ કર્યો અને તેમનું જુમ્મા ચુમ્મા ગીત તો સુપર હિટ હતું. તેમાં રજનીકાંત અને ગોવિંદા પણ હતા.
જુઓ જુમ્મા ચુમ્મા સોંગની આ ઝલક.
હમની સફળતા પછી કિમી કાટકરે પોતાની સફર ધીમી કરી અને ઓછી ફિલ્મો સાઇન કરવાનું શરૂ કર્યું. તે માત્ર ડાન્સ નંબર્સ કરતી હતી.
90ના દાયકામાં કિમીએ ગોવિંદા સાથે ઘણા ડાન્સ રૂટિન્સ કર્યા.
1002માં તેની ફિલ્મ હમલા આવી હતી અને પછી તે શો બિઝમાંથી ગાયબ થઇ ગઇ અને તેણે ત્યારબાદ લગ્ન કરી લીધા હતા.
90ના દાયકામાં કિમીએ ફોટોગ્રાફર શાંતનુ શૌરી સાથે લગ્ન કર્યા અને મેલબોર્ન ઑસ્ટ્રેલિયા શિફ્ટ થઇ ગઇ. આ પહેલાં શાંતનુએ એક્ટ્રેસ માલવિકા તિવારી સાથે લગ્ન કર્યા હતા.
શાંતનુ અને કિમીને સરસ મજાનો દીકરો છે શાંતનુ શૌરી.
આ છે કિમી કાટકરના તેના મિત્રો અને ફેમિલી સાથેની લાક્ષણિક તસવીરો. અહિં કિમી કાટકર છે પુનમ ઢિલ્લોં સાથે.
ગૌહર ખાન અને કિમી કાટકરની આ સેલ્ફીમાં જુઓ કોણ હૉટ છે.
અરશદ વારસીની પત્ની મારિયા ગોરેટ્ટી સાથે કિમી કાટકર.
આ જુઓ સુનિલ ગ્રોવરની કિમી કાટકર સાથેની સેલ્ફી.
પાર્ટી મોડમાં કિમી કાટકર.
કિમી કાટકર મેકઅપ વિના દેખાઇ હતી એક ફૂડ ફેસ્ટિવલમાં, ઓળખવું થઇ ગયું મુશ્કેલ.
કિમી કાટકર અને વિક્રાંત મેસી... તે લગ્ન પછી જાહેર સમારોહમાં ઓછી જ દેખાતી હોય છે.
કિમી કાટકરે તેના કિલીંગ લૂક્સ ઘણા જાળવ્યા છે અને ફેશન સેન્સ પણ.
જુઓ આ ગોર્જિયસ બ્લકે ડ્રેસમાં કિમી કેટલી સરસ લાગે છે, તેની સાથે આ તસવીરમાં સામે કોણ છે? સ્માઇલ તો ટિના અંબાણી જેવું લાગે છે, એક જમાનાની કોન્ટેમ્પરરી એક્ટ્રેસિઝ
મિત્રો સાથે કિમી કાટકર.
ઇવેેન્ટમાં કિમી કાટકરનો ચાર્મ ચોક્કસ દેખાઇ આવે છે.
કિમી કાટકરના ફેન્સ પણ તેને સ્ક્રીન પર મિસ કરતા હશે.
આ છે કિમીના દીકરા સિદ્ધાર્થના જન્મદિવસની કૅક... જુઓ કિમીની તસવીર છે તેના પતિ શાંતનુ સાથે જે કૅકનો હિસ્સો છે.
આ જિપ્સી લૂકમાં કેટલી કૂલ લાગે છે કિમી કાટકર.
90ના દાયકામાં તે ગણી બોલ્ડ અને સેક્સી એક્ટ્રેસ ગણાતી.
તમને આ સુપરહીરો કોશ્ચ્યુમ સોંગ યાદ છે?
કિમી કાટકર સાથે ડાબેથી બીજા છે અસીમ મર્ચન્ટ સાથે બીજા ગેસ્ટ્સ, આમાં જે બીજા બે ચહેરા છે તે એ જમાનાના જાણીતા મૉડલ્સ છે.
કિમી કાટકરનું એક અજીબ કનેક્શન છે પુસ્તક શાંતારામના લેખક સાથે. એ પુસ્તક લખનાર ગ્રગરી ડેવિસ રોબર્ટ્સ ઑસ્ટ્રેલિયન ફ્યુજિટીવ હતા જે ભારત ભાગી આવ્યા હતા અને ફિલ્મોમાં એક્સ્ટ્રાઝ તરીકે કામ કરતા હતા. કિમીની પાંચ પાપી ફિલ્મમાં પણ તેમણે કામ કર્યુ ંહતું.
હેપ્પી બર્થ ડે કિમી કાટકર...
90ના દાયકામાં કિમી કાટકરનું નામ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી હૉટ એક્ટ્રેસમાં ગણાતું. આજે 11 ડિસ્મબરે તે 55 વર્ષની થઇ. તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મેળવેલી સફળતા પર નજર કરીએ, જાણીએ ત્યારે કેટલી હૉટ હતી અને જોઇએ આજકાલ શું કરી રહી છે આ જુમ્મા ચુમ્મા ગર્લ