HBD Kitu Gidwani: 80-90ના દાયકામાં દૂરદર્શનમાં રાજ કરતી હતી આ અભિનેત્રી

Published: 22nd October, 2020 16:43 IST | Keval Trivedi
  • કિટુ ગિદવાનીનો જન્મ 22 ઑક્ટોબર, 1967ના રોજ મુંબઈમાં એક સિંધી કુટુંબના ઘરે થયો હતો. જન્મ વખતે કિટુનું નામ કૌશલ્યા રાખવામાં આવ્યું હતું. ભારત-પાકિસ્તાન ભાગલા વખતે તેમના વાલી પાકિસ્તાનથી ભારતમાં આવ્યા અને વરલીના રેફ્યુજી કેમ્પમાં રહેતા હતા. ફોર્ટની કોનવન્ટ સ્કૂલમાં તે ભણ્યા છે. દૂરદર્શનમાં જૂનુન અને સ્વાભિમાનમાં તેમનું પાત્ર સર્વશ્રેષ્ઠ ગણાય છે.

    કિટુ ગિદવાનીનો જન્મ 22 ઑક્ટોબર, 1967ના રોજ મુંબઈમાં એક સિંધી કુટુંબના ઘરે થયો હતો. જન્મ વખતે કિટુનું નામ કૌશલ્યા રાખવામાં આવ્યું હતું. ભારત-પાકિસ્તાન ભાગલા વખતે તેમના વાલી પાકિસ્તાનથી ભારતમાં આવ્યા અને વરલીના રેફ્યુજી કેમ્પમાં રહેતા હતા. ફોર્ટની કોનવન્ટ સ્કૂલમાં તે ભણ્યા છે. દૂરદર્શનમાં જૂનુન અને સ્વાભિમાનમાં તેમનું પાત્ર સર્વશ્રેષ્ઠ ગણાય છે.

    1/13
  • ગ્રેજ્યુએશન વખતે કીટુને ફ્રેન્ચમાં રસ હતો અને તેમણે ફ્રેન્ચ અને ઈંગ્લીશ નાટકોમાં કામ કરવાનું પણ શરૂ કર્યું હતું. થોડાક વર્ષો બાદ તેમણે ટેલિવીઝનમાં કામ કરવાનું શરૂ કર્યું પરંતુ તેમનો ફર્સ્ટ લવ હજી પણ થિયેટર જ છે.

    ગ્રેજ્યુએશન વખતે કીટુને ફ્રેન્ચમાં રસ હતો અને તેમણે ફ્રેન્ચ અને ઈંગ્લીશ નાટકોમાં કામ કરવાનું પણ શરૂ કર્યું હતું. થોડાક વર્ષો બાદ તેમણે ટેલિવીઝનમાં કામ કરવાનું શરૂ કર્યું પરંતુ તેમનો ફર્સ્ટ લવ હજી પણ થિયેટર જ છે.

    2/13
  • બાળપણમાં કીટુ ગિદવાની રેસ્ટલેસ અને હાયપર ગર્લ હતી. જોકે એક્ટિંગના લીધે તે પોતાને એક્સપ્રેસ કરતા શીખી હતી. ફોટોઃ કીટુ અને તેમના સ્વાભિમાન કો-સ્ટાર રોહિત રોય.

    બાળપણમાં કીટુ ગિદવાની રેસ્ટલેસ અને હાયપર ગર્લ હતી. જોકે એક્ટિંગના લીધે તે પોતાને એક્સપ્રેસ કરતા શીખી હતી. ફોટોઃ કીટુ અને તેમના સ્વાભિમાન કો-સ્ટાર રોહિત રોય.

    3/13
  • મધર્સ ડેના દિવસે તેમણે બાળપણનો આ ફોટો ઈન્સ્ટાગ્રામમાં શૅર કર્યો હતો, જેમાં તેમના માતા પણ દેખાય છે.

    મધર્સ ડેના દિવસે તેમણે બાળપણનો આ ફોટો ઈન્સ્ટાગ્રામમાં શૅર કર્યો હતો, જેમાં તેમના માતા પણ દેખાય છે.

    4/13
  • આજની પેઢી કિટુ ગિદવાનીને તેમના ફેશન, ધોબી ઘાટ, જાને તુ યા જાને ના, સ્ટુન્ડ ઓફ ધ યર, ઓકે જાનુના પાત્રને લીધે તેમ જ નેટફ્લિકની ઓરિજિનલ ગોસ્ટ સ્ટોરીઝમાં તેમના કામના લીધે ઓળખે છે પરંતુ ભારતીય ટેલિવીઝનમાં તે પહેલાથી જ ફેમસ છે. એર હોસ્ટેસ, સ્વાભિમાન અને જૂનુન જેવી સિરિયલો આજે પણ લોકો યાદ કરે છે.

    આજની પેઢી કિટુ ગિદવાનીને તેમના ફેશન, ધોબી ઘાટ, જાને તુ યા જાને ના, સ્ટુન્ડ ઓફ ધ યર, ઓકે જાનુના પાત્રને લીધે તેમ જ નેટફ્લિકની ઓરિજિનલ ગોસ્ટ સ્ટોરીઝમાં તેમના કામના લીધે ઓળખે છે પરંતુ ભારતીય ટેલિવીઝનમાં તે પહેલાથી જ ફેમસ છે. એર હોસ્ટેસ, સ્વાભિમાન અને જૂનુન જેવી સિરિયલો આજે પણ લોકો યાદ કરે છે.

    5/13
  • વર્ષ 1984માં કીટુ ગિદવાનીને હોલી ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું, આ ફિલ્મમાં આમિર ખાને પણ પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે 1985માં ત્રિષ્ણાથી તે ફેમસ થયા હતા.

    વર્ષ 1984માં કીટુ ગિદવાનીને હોલી ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું, આ ફિલ્મમાં આમિર ખાને પણ પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે 1985માં ત્રિષ્ણાથી તે ફેમસ થયા હતા.

    6/13
  • આ ફોટો શક્તિમાનના સેટનો છે. કીટુ મુકેશ ખન્ના સાથે જોવા મળે છે. શક્તિમાન સિરિયલના શરૂઆતના અમૂક એપિસોડમાં તેમણે ગીતા વિશ્વાસનો રોલ કર્યો હતો.

    આ ફોટો શક્તિમાનના સેટનો છે. કીટુ મુકેશ ખન્ના સાથે જોવા મળે છે. શક્તિમાન સિરિયલના શરૂઆતના અમૂક એપિસોડમાં તેમણે ગીતા વિશ્વાસનો રોલ કર્યો હતો.

    7/13
  • કીટુએ 1997માં આવેલી ડાન્સ ઓફ ધ વિન્ડ અને 1998ની અર્થમાં પણ કામ કર્યું છે. ડાન્ય ઓફ ધ વિન્ડ ભારત સહિત યુકે, જર્મની સમાવિષ્ટ પાંચ દેશોમાં રિલીઝ થઈ હતી. કીટુને આ ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો.

    કીટુએ 1997માં આવેલી ડાન્સ ઓફ ધ વિન્ડ અને 1998ની અર્થમાં પણ કામ કર્યું છે. ડાન્ય ઓફ ધ વિન્ડ ભારત સહિત યુકે, જર્મની સમાવિષ્ટ પાંચ દેશોમાં રિલીઝ થઈ હતી. કીટુને આ ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો.

    8/13
  • ઘણા ઓછા લોકોને ખબર હશે કે કીટુ ગિદવાની એક ટ્રેન્ડ ડાન્સર પણ છે. ઘણા વખત પહેલા કીટુએ કહ્યું હતું કે, હું નાની હતી ત્યારે મારી બિલ્ડિંગમાં એક જણ ભરતનાટ્યમ કરી રહ્યું હતું. એ જોઈને મે મારી મમ્મીને કહ્યું કે મારે પણ આ શીખવું છે. હું થોડા વર્ષ સુધી શીખી હતી. પદ્મ શ્રી ડૉ.ઈલીયાના સિટારીસ્ટીના નેજા હેઠળ હું ચાઉ શીખી. ત્યાર બાદ મે શામક દાવર એકેડમીમાં તાલિમ લીધી, ત્યા હું લેટિન બોલરૂમ ડાન્સિંગ શીખતી હતી. 12 વર્ષ આર્ગેન્ટાઈન ટેન્ગો શીખી. હવે ક્યુબન અને આફ્રિકન મ્યુઝીકની ધૂનમાં હું આફ્રિકન રૂમ્બા શીખી રહી છું.

    ઘણા ઓછા લોકોને ખબર હશે કે કીટુ ગિદવાની એક ટ્રેન્ડ ડાન્સર પણ છે. ઘણા વખત પહેલા કીટુએ કહ્યું હતું કે, હું નાની હતી ત્યારે મારી બિલ્ડિંગમાં એક જણ ભરતનાટ્યમ કરી રહ્યું હતું. એ જોઈને મે મારી મમ્મીને કહ્યું કે મારે પણ આ શીખવું છે. હું થોડા વર્ષ સુધી શીખી હતી. પદ્મ શ્રી ડૉ.ઈલીયાના સિટારીસ્ટીના નેજા હેઠળ હું ચાઉ શીખી. ત્યાર બાદ મે શામક દાવર એકેડમીમાં તાલિમ લીધી, ત્યા હું લેટિન બોલરૂમ ડાન્સિંગ શીખતી હતી. 12 વર્ષ આર્ગેન્ટાઈન ટેન્ગો શીખી. હવે ક્યુબન અને આફ્રિકન મ્યુઝીકની ધૂનમાં હું આફ્રિકન રૂમ્બા શીખી રહી છું.

    9/13
  • ડાન્સના મહત્વને સમજાવતા તેમણે કહ્યું કે, હ્દય અને મગજ સંબંધિત બિમારી માટે ડાન્સ ખૂબ જ ગુણકારી છે. ફોટોઃ ઈન્ડિયન બોલરૂમ ડાન્સર અને કોરિયોગ્રાફર સંદિપ સોપારકરના બર્થ ડે સેલિબ્રેશનમાં ડાબેથી જેસી રાંધવા, મંદિરા ભેદી, અરમેનિયન ચેમ્પિયન બોલરૂમ ડાન્સર ટાઓ પોર્ચન લીન્ચ, સ્માઈલી સુરી અને કીટુ ગિદવાની. (8 ઑક્ટોબર, 2010).

    ડાન્સના મહત્વને સમજાવતા તેમણે કહ્યું કે, હ્દય અને મગજ સંબંધિત બિમારી માટે ડાન્સ ખૂબ જ ગુણકારી છે. ફોટોઃ ઈન્ડિયન બોલરૂમ ડાન્સર અને કોરિયોગ્રાફર સંદિપ સોપારકરના બર્થ ડે સેલિબ્રેશનમાં ડાબેથી જેસી રાંધવા, મંદિરા ભેદી, અરમેનિયન ચેમ્પિયન બોલરૂમ ડાન્સર ટાઓ પોર્ચન લીન્ચ, સ્માઈલી સુરી અને કીટુ ગિદવાની. (8 ઑક્ટોબર, 2010).

    10/13
  • કીટુ ગિદવાનીને પ્રાણીઓ પ્રત્યે પણ ખૂબ જ લગાવ છે જે તેમના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ જોતા સમજાય છે.

    કીટુ ગિદવાનીને પ્રાણીઓ પ્રત્યે પણ ખૂબ જ લગાવ છે જે તેમના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ જોતા સમજાય છે.

    11/13
  • 30 વર્ષની કારકિર્દીમાં ટીવી ઉદ્યોગ ઉપરાંત મુવીઝ અને થિયેટરમાં પોતાનું પ્રભુત્વ રાખ્યા બાદ હવે ડિજિટલ દુનિયામાં પણ તેમની એક્ટિંગની લોકો સરાહના કરે છે. ગોસ્ટ સ્ટોરીઝમાં તેમણે ધ્રુવ (અવિનાશ તિવારી)ની માતાનો રોલ કર્યો છે. 

    30 વર્ષની કારકિર્દીમાં ટીવી ઉદ્યોગ ઉપરાંત મુવીઝ અને થિયેટરમાં પોતાનું પ્રભુત્વ રાખ્યા બાદ હવે ડિજિટલ દુનિયામાં પણ તેમની એક્ટિંગની લોકો સરાહના કરે છે. ગોસ્ટ સ્ટોરીઝમાં તેમણે ધ્રુવ (અવિનાશ તિવારી)ની માતાનો રોલ કર્યો છે. 

    12/13
  • હેપ્પી બર્થ ડે કીટુ!

    હેપ્પી બર્થ ડે કીટુ!

    13/13
  • loading...

ફોટોઝ વિશે

આજે અભિનેત્રી કિટુ ગિદવાનીનો 53મો જન્મદિવસ છે. દૂરદર્શનમાં 80થી 90 દાયકામાં તેમનું રાજ હતું. વર્ષો થઈ ગયા પણ તેમના ચહેરા ઉપર એ જમાનાનો તેજ હજી યથાવત છે. આજે આ ખાસ દિવસે તેમના વિશે વધુ જાણીએ...

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK