સેલિના જેટલીનો જન્મ 24 નવેમ્બર, 1981ના રોજ અફઘાનિસ્તાનના કાબૂલમાં પંજાબી ફૅમિલીમાં થયો હતો. સેલિનાના પિતા વી.કે.જેટલી ભારતીય સેનામાં કર્નલ હતા. જ્યારે અભિનેત્રીની મમ્મી મીતા એક અફઘાન હિંદુ હતી જે ભારતીય સેનામાં નર્સ તરીકે કામ કરતી હતી. સેલિનાનો ભાઈ પણ ભારતીય સેનામાં જ છે.
સેલિનાના પિતાનું વર્ષ 2017માં નિધન થયુ હતું. તે વખતે સેલિના પ્રેગનેન્ટ હતી. તેમના નિધન બાદ સેલિનાએ આ ફોટો શૅર કરીને એક ઈમોશનલ પોસ્ટ પણ લખી હતી.
પિતાના નિધનના 11 મહિના બાદ સેલિનાની મમ્મી નીતા જેટલીનું પણ નિધન થતા અભિનેત્રી ઉપર દુખનો પહાડ આવી પડ્યો હતો. તે વખતે સેલિનાએ મમ્મી સાથેનો આ ફોટો શૅર કરીને પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું.
સેલિના જેટલી મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતી હતી તેમ જ મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં ફોર્થ રનર અપ રહી હતી.
સેલિના જેટલીએ જાનાશીન, નો એન્ટ્રી, અપના સપના મની મની અને ગોલમાલ રિટર્નમાં કામ કર્યુ છે.
સેલિના જેટલીનું એક્ટિંગ કૅરિયર ખાસ રહ્યુ નહી પરંતુ લેઝબિયન ગે બાયોસેક્યુઅલ ટ્રાન્સજેન્ડર (એલજીબીટી)ને સમર્થન આપનાર સેલિબ્રિટીઝમાં તેનું નામ રહ્યુ છે.
સેલિયા જેટલીનું કહેવુ છે કે ભારતમાં એલજીબીટી કોમ્યુનિટી બાબતે લાંબા સમયથી મક્કમ નિર્ણયો લેવાયા નથી, આ સમાજ માટે એક કાયદાની જરૂર છે.
આઈએએનએસને આપેલા એક ઈન્ટરવ્યૂમાં સેલિનાએ કહ્યું હતું કે, ભારત માને કે ન માને પણ દેશમાં લાખો એલજીબીટી નાગરિકો છે, જેમને દરેક નાગરિકની જેમ સરખા માનવીય હક મળવા જોઈએ. એલજીબીટી વ્યક્તિને ઘણા પડકારોનો સામનો કરવો પડે છે, ખાસ કરીને મહિલાઓએ વધુ સામાજિક મુશ્કેલીઓ સામે લડત આપવી પડે છે.
સેલિનાએ એમ પણ કહ્યું કે, હું એલજીબીટી માટે સમર્થન કરતી હતી તો મારા અમૂક મિત્રો, ફૅમિલી મેમ્બર્સ મારો બહિષ્કાર કરતા હતા પરંતુ મે આ બાબત ઉપર વધુ ધ્યાન ન આપીને હુ જે કરતી હતી તે મે ચાલુ રાખ્યું.
વર્ષ 2018માં એલજીબીટી બાબતે સુપ્રિમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા સેલિનાએ આઈએએનએસને કહ્યું કે, એક એલજીબીટી આંદોલનકાર તરીકે હુ આ દિવસ માટે 15 વર્ષની રાહ જોતી હતી. એક સાચી દેશભક્ત તરીકે હુ હંમેશા મારા સિદ્ધાંતોને વળગી રહી. પરંપરાના નામે ભેદભાવ થાય એ ન ચલાવી લેવાય. તેમ જ સંસ્કૃતિમાં હિંસા ન હોવી જોઈએ.
ફ્રી અને ઈક્વલ કેમ્પેઈન કરવા બદલ સેલિના જેટલીને યુનાઈટેડ નેશન્સ ઈક્વાલિટી ચેમ્પિયનનો ખિતાબ મળ્યો હતો.
સેલિના જેટલી સોશ્યલ મીડિયામાં એક્ટિવ રહે છે અને હંમેશાથી જ તેના અંગત જીવનના ફોટો શૅર કરવાની સાથે તેણે એલજીબીટી સંબંધિત પોતાના કામકાજના અપડેટ્સ તે શૅર કરતી રહેતી હતી.
વર્ષ 2010માં સેલિનાએ એક બિઝનેસમેન પીટર હેગ સાથે લગ્ન કર્યા અને દુબઈમાં સેટલ થઈ હતી. કામકાજ માટે તે દુબઈ, સિંગાપોર અને મુંબઈમાં પ્રવાસ કરતી રહેતી હોય છે. આ કપલને 2018માં ટ્વીન બાળકો થયા હતા.
સેલિના તેના પતિ સાથેના ફોટોઝ શૅર કરતી રહેતી હોય છે. તેમ જ ફૅમિલી મેમ્બર્સ સાથે પણ તે ફોટો શૅર કરે છે જે ફૅન્સને ખૂબ જ ગમે છે. સેલિનાને ટ્વીન બાળકો થયા બાદ ફરી તે પ્રેગનેન્ટ થઈ હતી જેમાં ફરી ટ્વીન બાળકોનો જન્મ થયો હતો, જોકે એકની તબિયત સારી નહી રહેતા તે વધુ દિવસ જીવી શક્યો નહોતો.
સેલિનાએ એક વિદેશ પ્રવાસ દરમિયાન તેના બાળકો સાથેનો આ ફોટો શૅર કર્યો હતો, જે ફૅન્સને ખૂબ જ ગમ્યો હતો.
રામ કમલ મુખર્જીએ હિંદી ફિલ્મ અ ટ્રીબ્યુટ ટુ ઋતુપર્ણો ઘોષઃ સીઝન્સ ગ્રીટીન્ગ્ઝમાં કામ કરીને સ્ક્રિનમાં ફરી એન્ટ્રી કરી હતી.
પ્રોફેશનલ લાઈફની સાથે સેલિના તેના ફૅમિલીને પણ પુરતો સમય આપે છે. તેના માટે તેની ફૅમિલી લાઈફ પ્રાયોરિટીમાં છે.
સેલિના જેટલી 39 વર્ષની ઉંમરે પણ એટલી સુંદર દેખાય છે કે કોઈ કહી ન શકે કે આ મહિલા ત્રણ બાળકોની માતા છે.
ઈન્સ્ટાગ્રામમાં પણ અભિનેત્રી એક્ટિવ છે અને સમયાંતરે તે પોતાના અને ફૅમિલી સાથેના ફોટોઝ શૅર કરતી હોય છે જે ફૅન્સને ખૂબ ગમે છે.
પ્રેગનેન્સી વખતે સેલિનાએ આ ફોટો ઈન્સ્ટાગ્રામમાં શૅર કર્યો હતો.
સેલિના જેટલીની ફિલ્મ ‘અ ટ્રિબ્યુટ ટુ ઋતુપર્ણો ઘોષઃ સીઝન્સ ગ્રીટિંગ્સ’ લૉકડાઉન દરમિયાન ઝીફાઈવની શૉર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળી હતી. કલકત્તાનું બૅકડ્રૉપ ધરાવતી આ ફિલ્મ જાણીતા ફિલ્મમેકર ઋતુપર્ણો ઘોષને અર્પણ કરવામાં આવી છે. રામ કમલ મુખરજી નિર્દેશિત આ ફિલ્મમાં મા-દીકરીના સંબંધોની વાત છે જેમાં સેલિના જેટલી દીકરી અને લિલેટ દુબે માના રોલમાં હતા.
11 કલાક પહેલા જ સેલિનાએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં આ ફોટો શૅર કર્યો હતો.
હૅપ્પી બર્થ ડે સેલિના જેટલી !
આજે અભિનેત્રી સેલિના જેટલીનો 39મો જન્મદિવસ છે. ત્રણ બાળકોની આ માતા એલજીબીટી કમ્યુનિટીને સમાન હક અપાવવા અને ભારતમાં ગૅ હકને પ્રોત્સાહન આપવા માટે સપોર્ટ કરે છે. માનવીય હક, મહિલા અને બાળ આરોગ્યને સપોર્ટ કરવાની સાથે સેક્સ વર્કર્સ માટે પુર્નવસવાટ માટે છેલ્લા 15 વર્ષોથી કાર્ય કરી રહી છે. (ફોટોઃ સેલિના જેટલીનું અધિકૃત ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ, એએફપી અને મિડ-ડે આર્કાઈવ્ઝ)