Arvind Trivedi: ‘લંકેશ’ના અંગત જીવનની આ તસવીરો તમે ભાગ્યે જ જોઈ હશે

Updated: 9th November, 2020 14:26 IST | Rachana Joshi
  • ઉજ્જૈનના મહાબળેશ્વર પાસે ઈંદોરમાં બ્રાહ્મણ કુળમાં અરવિંદ ત્રિવેદીનો જન્મ 8 નવેમ્બર 1938ના રોજ થયો હતો. આજે તેમનો 82મો જન્મદિવસ છે.

    ઉજ્જૈનના મહાબળેશ્વર પાસે ઈંદોરમાં બ્રાહ્મણ કુળમાં અરવિંદ ત્રિવેદીનો જન્મ 8 નવેમ્બર 1938ના રોજ થયો હતો. આજે તેમનો 82મો જન્મદિવસ છે.

    1/27
  • અરવિંદ ત્રિવેદી મૂળ સાબરકાંઠાના ઈડરના કુકડિયા ગામના વતની છે.

    અરવિંદ ત્રિવેદી મૂળ સાબરકાંઠાના ઈડરના કુકડિયા ગામના વતની છે.

    2/27
  • અરવિંદ ત્રિવેદીના પિતા ઈંદોરની એક મિલના મેનેજર પદેથી નિવૃત્ત થયા બાદ મોટાભાઈ ભાલચંદ્રની સહાયતાથી ઉપેન્દ્રભાઈ અને અરવિંદ ભાઈ મુંબઈ આવ્યા હતા અને અહીંથી જ તેમની સફર શરૂ થઈ હતી. તસવીરમાં: અરવિંદ ભાઈ માતા સાથે

    અરવિંદ ત્રિવેદીના પિતા ઈંદોરની એક મિલના મેનેજર પદેથી નિવૃત્ત થયા બાદ મોટાભાઈ ભાલચંદ્રની સહાયતાથી ઉપેન્દ્રભાઈ અને અરવિંદ ભાઈ મુંબઈ આવ્યા હતા અને અહીંથી જ તેમની સફર શરૂ થઈ હતી.

    તસવીરમાં: અરવિંદ ભાઈ માતા સાથે

    3/27
  • અરવિંદ ભાઈએ હંસરાજ મોરારજી પબ્લિક શાળામાંથી શાળાકીય અભ્યાસ પુર્ણ કર્યો અને પછી કોલેજના અભ્યાસ માટે ભવન્સ કોલેજમાં એડમિશન લીધું.

    અરવિંદ ભાઈએ હંસરાજ મોરારજી પબ્લિક શાળામાંથી શાળાકીય અભ્યાસ પુર્ણ કર્યો અને પછી કોલેજના અભ્યાસ માટે ભવન્સ કોલેજમાં એડમિશન લીધું.

    4/27
  • ભવન્સ કોલેજમાં ભણતા-ભણતા તેમણે વિજય મિત્ર મંડળ અને ઈન્ટર કોલેજિયટ નાટ્ય સ્પર્ધામાં ભાગ લઈને અભિનય કરવાની શરૂઆત કરી.

    ભવન્સ કોલેજમાં ભણતા-ભણતા તેમણે વિજય મિત્ર મંડળ અને ઈન્ટર કોલેજિયટ નાટ્ય સ્પર્ધામાં ભાગ લઈને અભિનય કરવાની શરૂઆત કરી.

    5/27
  • અભિનય પ્રત્યેના લગાવ અને નિષ્ઠાને કારણે 1960માં કનૈયાલાલ માણેકલાલ મુન્શીના ભારતીય વિદ્યાભવનમાં સો રૂપિયાના પગારે મેનેજર તરીકે જોડાયા. ભવન્સની સાંસ્કૃતિક અને નાટ્ય પ્રવૃત્તિને આગળ વધારતા ગયા અને સત્તર વર્ષ સુધી મેનેજર પદે રહ્યાં હતા. જ્યારે તેઓ છૂટા પડયા ત્યારે તેમનો પગાર 10,000 રૂપિયા હતો.

    અભિનય પ્રત્યેના લગાવ અને નિષ્ઠાને કારણે 1960માં કનૈયાલાલ માણેકલાલ મુન્શીના ભારતીય વિદ્યાભવનમાં સો રૂપિયાના પગારે મેનેજર તરીકે જોડાયા. ભવન્સની સાંસ્કૃતિક અને નાટ્ય પ્રવૃત્તિને આગળ વધારતા ગયા અને સત્તર વર્ષ સુધી મેનેજર પદે રહ્યાં હતા. જ્યારે તેઓ છૂટા પડયા ત્યારે તેમનો પગાર 10,000 રૂપિયા હતો.

    6/27
  • અંગત જીવનની વાત કરીએ તો અત્યારે અરવિંદ ત્રિવેદી કાંદિવલીમાં રહે છે. તેમની પત્ની નલિની અરવિંદ ત્રિવેદીનું વર્ષ 2018માં નિધન થયું છે. તસવીરમાં: પત્ની સાથે અરવિંદ ભાઈ

    અંગત જીવનની વાત કરીએ તો અત્યારે અરવિંદ ત્રિવેદી કાંદિવલીમાં રહે છે. તેમની પત્ની નલિની અરવિંદ ત્રિવેદીનું વર્ષ 2018માં નિધન થયું છે.

    તસવીરમાં: પત્ની સાથે અરવિંદ ભાઈ

    7/27
  • તેમને ત્રણ દીકરીઓ છે. કવિતા, એકતા અને શ્વેતા. શ્વેતા અમેરિકામાં રહે છે. જ્યારે અરવિંદ ભાઈ દીકરી એકતા સાથે રહે છે.

    તેમને ત્રણ દીકરીઓ છે. કવિતા, એકતા અને શ્વેતા. શ્વેતા અમેરિકામાં રહે છે. જ્યારે અરવિંદ ભાઈ દીકરી એકતા સાથે રહે છે.

    8/27
  • ગુજરાતી ફિલ્મોના સર્જક મનહર રસકપૂરે 1959માં આવેલી ઝવેરચં મેઘાણીની લોકકથા પર આધારિત ફિલ્મ ‘જોગીદાસ ખુમાણ’માં ફક્ત એક લાઈનના ડાયલોગ વાળું પાત્ર ભજવીને ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું.

    ગુજરાતી ફિલ્મોના સર્જક મનહર રસકપૂરે 1959માં આવેલી ઝવેરચં મેઘાણીની લોકકથા પર આધારિત ફિલ્મ ‘જોગીદાસ ખુમાણ’માં ફક્ત એક લાઈનના ડાયલોગ વાળું પાત્ર ભજવીને ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું.

    9/27
  • અરવિંદ ત્રિવેદીએ લગભગ 150 કરતા વધુ ફિલ્મો, સીરિયલો અને નાટકોમાં અભિનય કર્યો છે. તેમણે મુખ્ય નાયક, ખલનાયક, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતાના પાત્રો ભજવ્યા છે.

    અરવિંદ ત્રિવેદીએ લગભગ 150 કરતા વધુ ફિલ્મો, સીરિયલો અને નાટકોમાં અભિનય કર્યો છે. તેમણે મુખ્ય નાયક, ખલનાયક, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતાના પાત્રો ભજવ્યા છે.

    10/27
  • તેમ છતા અરવિંદ ત્રિવેદીને ખરા અર્થમાં લોકપ્રિયતા અપાવી વર્ષ 1987માં દૂરદર્શન પર પ્રસારિત થયેલી રામાનંદ સાગરની ટિવી સીરિયલ ‘રામાયણ’માં ભજવેલા રાવણના પાત્રએ.

    તેમ છતા અરવિંદ ત્રિવેદીને ખરા અર્થમાં લોકપ્રિયતા અપાવી વર્ષ 1987માં દૂરદર્શન પર પ્રસારિત થયેલી રામાનંદ સાગરની ટિવી સીરિયલ ‘રામાયણ’માં ભજવેલા રાવણના પાત્રએ.

    11/27
  • રામાયણનું પાત્ર અરવિંદ ભાઈને કઈ રીતે મળ્યું તે વિશે એકવાર તેમણે કહ્યું હતું કે, રામાનંદ સાગરે રાવણના પાત્ર માટે લગભગ 400 કલાકારોના ઓડિશન અને ઈન્ટરવ્યૂ લીધા હતા. પણ તેમને કોઈ યોગ્ય ન લાગ્યું. દરમિયાન કુંવરબાઈનું મામેરું ફિલ્મમાં ભજવેલી નરસિંહ મહેતાની ભૂમિકાથી પ્રભાવિત થઈને તેમણે અરવિંદ ભાઈનું ઈન્ટરવ્યૂ લીધું અને પછી સ્ક્રીન ટેસ્ટ. ત્યારે તેઓ બોલ્યા કે, આખરે મને મારો રાવણ મળી ગયો.

    રામાયણનું પાત્ર અરવિંદ ભાઈને કઈ રીતે મળ્યું તે વિશે એકવાર તેમણે કહ્યું હતું કે, રામાનંદ સાગરે રાવણના પાત્ર માટે લગભગ 400 કલાકારોના ઓડિશન અને ઈન્ટરવ્યૂ લીધા હતા. પણ તેમને કોઈ યોગ્ય ન લાગ્યું. દરમિયાન કુંવરબાઈનું મામેરું ફિલ્મમાં ભજવેલી નરસિંહ મહેતાની ભૂમિકાથી પ્રભાવિત થઈને તેમણે અરવિંદ ભાઈનું ઈન્ટરવ્યૂ લીધું અને પછી સ્ક્રીન ટેસ્ટ. ત્યારે તેઓ બોલ્યા કે, આખરે મને મારો રાવણ મળી ગયો.

    12/27
  • અરવિંદ ભાઈએ પોતાના ઘરમાં મોરારિ બાપુના હાથે રામની મૂર્તિની સ્થાપના કરાવી હતી. અરવિંદ ત્રિવેદી આજે રામભક્ત બની ગયા છે. આજે પણ લોકો તેમને લંકેશના નામથી ઓળખે છે. તસવીરમાં: અરવિંદ ત્રિવેદી મોરારી બાપુ સાથે

    અરવિંદ ભાઈએ પોતાના ઘરમાં મોરારિ બાપુના હાથે રામની મૂર્તિની સ્થાપના કરાવી હતી. અરવિંદ ત્રિવેદી આજે રામભક્ત બની ગયા છે. આજે પણ લોકો તેમને લંકેશના નામથી ઓળખે છે.

    તસવીરમાં: અરવિંદ ત્રિવેદી મોરારી બાપુ સાથે

    13/27
  • એક ઈન્ટરવ્યૂમાં અરવિંદ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, જ્યારે તે સીરિયલમાં રાવણનું પાત્ર ભજવતા હતા ત્યારે શૂટિંગમાં જતાં સમયે તે રાવણના ફોટાની પૂજા કરતા હતા. કારણકે તેમનું માનવું છે કે, તમે જે પાત્ર ભજવો છો, તેનો આદર કરવો જોઈએ અને તેથી જ તે રાવણની પૂજા કરતા હતા. ત્યારબાદ શૂટિંગથી પરત આવીને તેઓ ઘરે રામની સ્તુતિ કરતા હતાં કારણ કે શૂટિંગ દરમિયાન તેમણે રામ વિશે ઘણી જ ખરાબ વાતો કહેવી પડતી હતી.

    એક ઈન્ટરવ્યૂમાં અરવિંદ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, જ્યારે તે સીરિયલમાં રાવણનું પાત્ર ભજવતા હતા ત્યારે શૂટિંગમાં જતાં સમયે તે રાવણના ફોટાની પૂજા કરતા હતા. કારણકે તેમનું માનવું છે કે, તમે જે પાત્ર ભજવો છો, તેનો આદર કરવો જોઈએ અને તેથી જ તે રાવણની પૂજા કરતા હતા. ત્યારબાદ શૂટિંગથી પરત આવીને તેઓ ઘરે રામની સ્તુતિ કરતા હતાં કારણ કે શૂટિંગ દરમિયાન તેમણે રામ વિશે ઘણી જ ખરાબ વાતો કહેવી પડતી હતી.

    14/27
  • અરવિંદ ત્રિવેદી નાનપણથી જ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘમાં હતા. પછી લંકેશનું પાત્ર તેમને લોકસભા સુધી ખેંચી ગયું અને તેઓ રાજનિતીમાં જોડાયા.

    અરવિંદ ત્રિવેદી નાનપણથી જ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘમાં હતા. પછી લંકેશનું પાત્ર તેમને લોકસભા સુધી ખેંચી ગયું અને તેઓ રાજનિતીમાં જોડાયા.

    15/27
  • અરવિંદ ત્રિવેદી સમાજ સેવાના કાર્યોમાં પણ પહેલેથી જ એક્ટિવ રહે છે. છેલ્લા અનેક વર્ષોથી તેઓ દર ભાદરવી પુનમે વિસામાનું આયોજન કરે છે. તેમણે વર્ષ 1953માં પત્નીની પ્રેરણા અને માતાજીના આર્શિવાદથી આ ભિયાન શરૂ કર્યું હતું. ભાદરવાની પૂનમે માતાજીનો મેળો ભરાય તેમાં પગપાળા જતા શ્રદ્ધાળુઓ માટે તેઓ ચા-દૂધ, કૉફી, ગાંઠિયા-બુંદી, ભોજન અને રાતવાસાનો પ્રબંધ કરે છે.

    અરવિંદ ત્રિવેદી સમાજ સેવાના કાર્યોમાં પણ પહેલેથી જ એક્ટિવ રહે છે. છેલ્લા અનેક વર્ષોથી તેઓ દર ભાદરવી પુનમે વિસામાનું આયોજન કરે છે. તેમણે વર્ષ 1953માં પત્નીની પ્રેરણા અને માતાજીના આર્શિવાદથી આ ભિયાન શરૂ કર્યું હતું. ભાદરવાની પૂનમે માતાજીનો મેળો ભરાય તેમાં પગપાળા જતા શ્રદ્ધાળુઓ માટે તેઓ ચા-દૂધ, કૉફી, ગાંઠિયા-બુંદી, ભોજન અને રાતવાસાનો પ્રબંધ કરે છે.

    16/27
  • અરવિંદ ત્રિવેદીએ તેમની કારર્કિદી દરમિયાન સફળતાના અનેક શિખરો સર કર્યા છે અને ગુજરાતીઓને ગર્વનો અનુભવ કરાવ્યો છે.

    અરવિંદ ત્રિવેદીએ તેમની કારર્કિદી દરમિયાન સફળતાના અનેક શિખરો સર કર્યા છે અને ગુજરાતીઓને ગર્વનો અનુભવ કરાવ્યો છે.

    17/27
  • તસવીરમાં:અરવિંદ ભાઈ તેમના જવાનીના દિવસોમાં

    તસવીરમાં:અરવિંદ ભાઈ તેમના જવાનીના દિવસોમાં

    18/27
  • તસવીરમાં: અરવિંદ ત્રિવેદીની પત્ની અને દીકરીઓ સાથેની જુની તસવીરો

    તસવીરમાં: અરવિંદ ત્રિવેદીની પત્ની અને દીકરીઓ સાથેની જુની તસવીરો

    19/27
  • તસવીરમાં: અરવિંદ ત્રિવેદી શૂટિંગ દરમિયાન

    તસવીરમાં: અરવિંદ ત્રિવેદી શૂટિંગ દરમિયાન

    20/27
  • તસવીરમાં: બ્લેક એન્ડ વાઈટ ફિલ્મોના સેટ પર શૂટિંગ દરમિયાન અરવિંદ ત્રિવેદી

    તસવીરમાં: બ્લેક એન્ડ વાઈટ ફિલ્મોના સેટ પર શૂટિંગ દરમિયાન અરવિંદ ત્રિવેદી

    21/27
  • તસવીરમાં: અરવિંદ ત્રિવેદી સેટ પર

    તસવીરમાં: અરવિંદ ત્રિવેદી સેટ પર

    22/27
  • તસવીરમાં: અરવિંદ ત્રિવેદી દીકરીઓ સાથે

    તસવીરમાં: અરવિંદ ત્રિવેદી દીકરીઓ સાથે

    23/27
  • તસવીરમાં: અરવિંદ ત્રિવેદી દીકરી સાથે

    તસવીરમાં: અરવિંદ ત્રિવેદી દીકરી સાથે

    24/27
  • તસવીરમાં: અરવિંદ ત્રિવેદી પૌત્ર સાથે

    તસવીરમાં: અરવિંદ ત્રિવેદી પૌત્ર સાથે

    25/27
  • તસવીરમાં: કૌસ્તુભ ત્રિવેદીના પપ્પા ભાલચંદ્રભાઈ અરવિંદ ભાઈ અને ઉપેન્દ્ર ભાઈ સાથે

    તસવીરમાં: કૌસ્તુભ ત્રિવેદીના પપ્પા ભાલચંદ્રભાઈ અરવિંદ ભાઈ અને ઉપેન્દ્ર ભાઈ સાથે

    26/27
  • તસવીરમાં: એક કાર્યક્રમમાં અભિનેત્રી સરિતા જોષી, અભિનેતા અરુણ ગોવિલ અને અન્યો સાથે 

    તસવીરમાં: એક કાર્યક્રમમાં અભિનેત્રી સરિતા જોષી, અભિનેતા અરુણ ગોવિલ અને અન્યો સાથે 

    27/27
  • loading...

ફોટોઝ વિશે

વર્ષ 1987માં દૂરદર્શન પર પ્રસારિત થયેલી રામાનંદ સાગરની ટિવી સીરિયલ ‘રામાયણ’માં રાવણનું પાત્ર ભજવીને ફક્ત ગુજરાતમાં જ નહીં પણ દેશ-દુનિયામાં લોકપ્રિય કલાકાર એટલે અભિનેતા અરવિંદ ત્રિવેદી. મુખ્ય નાયક, ખલનાયક, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે અનેક ફિલ્મો સહિત નાટકોમાં અભિનય કર્યો હોવા છતા લોકપ્રિયતા તેમને આ પાત્રએ અપાવી હતી. અત્યારે તેઓ આયુષ્યના 90ના દાયકામાં છે. તાજેતરમાં જ તેમનો જન્મદિવસ ગયો છે ત્યારે જોઇએ અંગત જીવનની કેટલીક વિશેષ તસવીરો અને જાણીએ તેમના વિશે વધુ. આ તસવીરો તેમના ભત્રીજા અને ગુજરાતી રંગભૂમિના જાણીતા પ્રોડ્યુસર કૌસ્તુભ ત્રિવેદીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શૅર કરી છે અને તેમના જીવનના અનેક કિસ્સા પણ જણાવ્યા છે. (તસવીર સૌજન્ય કૌસ્તુભ ત્રિવેદી)

First Published: 8th November, 2020 21:21 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK