રાહુલ અંતાણીઃ નાના પડદાના 'જિગર આત્મારામ પટેલ'ના જુઓ અનસીન ફોટોઝ

Updated: Jun 27, 2019, 13:32 IST | Bhavin
 • કલર્સ ગુજરાતી પર આવતી સિરીયલ લક્ષ્મી સદૈવ મંગલમના જિગર આત્મારામ પટેલનું પાત્ર ખૂબ જ લોકપ્રિય થયું છે. આ પાત્ર ભજવી રહ્યા છે ગુજરાતી એક્ટર રાહુલ અંતાણી. ખાસ કરીને સિરીયલમાં તેમની બોલવાની સ્ટાઈલના હજ્જારો લોકો ફૅન બની ચૂક્યા છે. 

  કલર્સ ગુજરાતી પર આવતી સિરીયલ લક્ષ્મી સદૈવ મંગલમના જિગર આત્મારામ પટેલનું પાત્ર ખૂબ જ લોકપ્રિય થયું છે. આ પાત્ર ભજવી રહ્યા છે ગુજરાતી એક્ટર રાહુલ અંતાણી. ખાસ કરીને સિરીયલમાં તેમની બોલવાની સ્ટાઈલના હજ્જારો લોકો ફૅન બની ચૂક્યા છે. 

  1/10
 • મૂળ ગુજરાતી એવા રાહુલ અંતાણી મુંબઈમાં જનમ્યા અને મોટા થયા છે. તેમણે વિલે પાર્લેની નરસી મોન્જી કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. અને બાંદરાની એક કોલેજમાંથી એમબીએની ડિગ્રી મેળવી છે. 

  મૂળ ગુજરાતી એવા રાહુલ અંતાણી મુંબઈમાં જનમ્યા અને મોટા થયા છે. તેમણે વિલે પાર્લેની નરસી મોન્જી કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. અને બાંદરાની એક કોલેજમાંથી એમબીએની ડિગ્રી મેળવી છે. 

  2/10
 • રાહુલ કોલેજ સમયથી એક્ટિંગ કરી રહ્યા છે. કોલેજમાં અભ્યાસ દરમિયાન જ તેઓ નાટકોની કોમ્પિટિશનમાં ભાગ લેતા હતા અને કોલેજના નાટકો ડિરેક્ટ પણ કરતા હતા. રાહુલ અંતાણીનું કહેવું છે કે તેમના માતપિતાનો પણ સફળતામાં મોટો ફાળો છે કે તેમણે એક્ટિંગ કરવા માટે પરવાનગી આપી. 

  રાહુલ કોલેજ સમયથી એક્ટિંગ કરી રહ્યા છે. કોલેજમાં અભ્યાસ દરમિયાન જ તેઓ નાટકોની કોમ્પિટિશનમાં ભાગ લેતા હતા અને કોલેજના નાટકો ડિરેક્ટ પણ કરતા હતા. રાહુલ અંતાણીનું કહેવું છે કે તેમના માતપિતાનો પણ સફળતામાં મોટો ફાળો છે કે તેમણે એક્ટિંગ કરવા માટે પરવાનગી આપી. 

  3/10
 • કોલેજ બાદ રાહુલે એમબીએની ડિગ્રી પર નોકરી સ્વીકારી. પરંતુ મૂળ નાટકનો જીવ એટલે રંગમંચ છૂટતું નહોતું. અને તેમના ફેન્સ ઓફિસમાં પણ હતા. એક દિવસ તેમના બોસના ફેમિલી મેમ્બર્સે કહ્યું કે આના તો અમે ફૅન છીએ. આ ઘટના બાદ બોસે તેમને સલાહ આપી કે આટલી સારી એક્ટિંગ કરે છે, તો એમાં જ ધ્યાન આપ.

  કોલેજ બાદ રાહુલે એમબીએની ડિગ્રી પર નોકરી સ્વીકારી. પરંતુ મૂળ નાટકનો જીવ એટલે રંગમંચ છૂટતું નહોતું. અને તેમના ફેન્સ ઓફિસમાં પણ હતા. એક દિવસ તેમના બોસના ફેમિલી મેમ્બર્સે કહ્યું કે આના તો અમે ફૅન છીએ. આ ઘટના બાદ બોસે તેમને સલાહ આપી કે આટલી સારી એક્ટિંગ કરે છે, તો એમાં જ ધ્યાન આપ.

  4/10
 • બોસની સલાહ બાદ રાહુલ અંતાણી નોકરી છોડીને ફૂલ ટાઈમ એક્ટર બની ગયા. અને સૌથી પહેલું જ નાટક હોમી વાડિયા અને અમી ત્રિવેદી સાથે કર્યું. જેના માટે તેમને ટ્રાન્સ મીડિયાનો બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો. 

  બોસની સલાહ બાદ રાહુલ અંતાણી નોકરી છોડીને ફૂલ ટાઈમ એક્ટર બની ગયા. અને સૌથી પહેલું જ નાટક હોમી વાડિયા અને અમી ત્રિવેદી સાથે કર્યું. જેના માટે તેમને ટ્રાન્સ મીડિયાનો બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો. 

  5/10
 • અત્યાર સુધી રાહુલ અંતાણી 12 નાટકો ડિરેક્ટ કરી ચૂક્યા છે, 12 નાટકોમાં એક્ટિંગ કરી છે. અને એક્ટિંગ ડિરેક્શન બંને કર્યું હોય તેવા તેમના 6 નાટકો છે. 

  અત્યાર સુધી રાહુલ અંતાણી 12 નાટકો ડિરેક્ટ કરી ચૂક્યા છે, 12 નાટકોમાં એક્ટિંગ કરી છે. અને એક્ટિંગ ડિરેક્શન બંને કર્યું હોય તેવા તેમના 6 નાટકો છે. 

  6/10
 • નાટકો બાદ રાહુલે ટેલિવિઝન પડદે ડેબ્યુ કર્યો. તેમની પહેલી સિરીયલ કાલિંદી હતી. જે ઈટીવી પર પ્રસારિત થતી હતી. બાદમાં તે જુદી જુદી ગુજરાતી સિરીયલમાં એક્ટિંગ કરતા રહ્યા. તેમની હાલની સિરીયલ લક્ષ્મી સદૈવ મંગલમ 500 એપિસોડ પૂર્ણ કરી ચૂકી છે. 

  નાટકો બાદ રાહુલે ટેલિવિઝન પડદે ડેબ્યુ કર્યો. તેમની પહેલી સિરીયલ કાલિંદી હતી. જે ઈટીવી પર પ્રસારિત થતી હતી. બાદમાં તે જુદી જુદી ગુજરાતી સિરીયલમાં એક્ટિંગ કરતા રહ્યા. તેમની હાલની સિરીયલ લક્ષ્મી સદૈવ મંગલમ 500 એપિસોડ પૂર્ણ કરી ચૂકી છે. 

  7/10
 • પર્સનલ લાઈફમાં જિગરને મૂવીઝ જોવી ગમે છે, તેમને વર્લ્ડ સિનેમામાં ખૂબ જ રસ છે. રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન અને રણબીર કપૂર તેમના ફેવરેટ એક્ટર્સ છે. આ ઉપરાંત રાહુલને ક્રિકેટ રમવાનો પણ શોખ છે.

  પર્સનલ લાઈફમાં જિગરને મૂવીઝ જોવી ગમે છે, તેમને વર્લ્ડ સિનેમામાં ખૂબ જ રસ છે. રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન અને રણબીર કપૂર તેમના ફેવરેટ એક્ટર્સ છે. આ ઉપરાંત રાહુલને ક્રિકેટ રમવાનો પણ શોખ છે.

  8/10
 • ગુજરાતી મિડ ડે ડોટ કોમ સાથે વાત કરતા રાહુલે કહ્યું કે પર્સનલ લાઈફમાં હું મારા પાત્ર જિગર આત્મારામ પટેલ જેવો જ છું. હું પણ મજાક કરતો રહું છું. 

  ગુજરાતી મિડ ડે ડોટ કોમ સાથે વાત કરતા રાહુલે કહ્યું કે પર્સનલ લાઈફમાં હું મારા પાત્ર જિગર આત્મારામ પટેલ જેવો જ છું. હું પણ મજાક કરતો રહું છું. 

  9/10
 • પોતાની સિરીયલ માટે રાહુલ કલર્સ ગુજરાતીની ટીમ, સિરીયલના રાઈટર ઈકબાલ મુન્શી, ડિરેક્ટર ચંદર બહેલનો ખૂબ જ આભાર માને છે. આ ઉપરાંત ગુજરાતી દર્શકોનો પણ તે આભાર માને છે. તેમનું કહેવું છે કે ગુજરાતી દર્શકો હવે ગુજરાતી સિરીયલો જોતા થયા છે. એટલે જ સિરિયલો ચાલી રહી છે. 

  પોતાની સિરીયલ માટે રાહુલ કલર્સ ગુજરાતીની ટીમ, સિરીયલના રાઈટર ઈકબાલ મુન્શી, ડિરેક્ટર ચંદર બહેલનો ખૂબ જ આભાર માને છે. આ ઉપરાંત ગુજરાતી દર્શકોનો પણ તે આભાર માને છે. તેમનું કહેવું છે કે ગુજરાતી દર્શકો હવે ગુજરાતી સિરીયલો જોતા થયા છે. એટલે જ સિરિયલો ચાલી રહી છે. 

  10/10
 • loading...

ફોટોઝ વિશે

(Image Courtesy: Rahul Antani Facebook)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK