આવી રીતે લૉન્ચ થયું નેશનલ અવૉર્ડ વિનર ફિલ્મ 'હેલ્લારો'નું ટ્રેલર, જુઓ તસવીરો

Updated: Oct 14, 2019, 16:27 IST | Falguni Lakhani
 • 66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ તરીકે વિજેતા ઘોષિત થયેલ ગુજરાતી ફિલ્મ "હેલ્લારો" નું  10મી ઓક્ટોબરના રોજ અમદાવાદ ખાતે ટ્રેલર લોન્ચ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

  66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ તરીકે વિજેતા ઘોષિત થયેલ ગુજરાતી ફિલ્મ "હેલ્લારો" નું  10મી ઓક્ટોબરના રોજ અમદાવાદ ખાતે ટ્રેલર લોન્ચ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

  1/16
 • ઈવેન્ટમાં ફિલ્મના નિર્માતા, નિર્દેશક, ફિલ્મની સ્ટાર કાસ્ટ ઉપરાંત ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના કલાકારોએ પણ હાજરી આપી હતી.

  ઈવેન્ટમાં ફિલ્મના નિર્માતા, નિર્દેશક, ફિલ્મની સ્ટાર કાસ્ટ ઉપરાંત ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના કલાકારોએ પણ હાજરી આપી હતી.

  2/16
 • સારથી  પ્રોડક્શન્સ અને હરફનમૌલા ફિલ્મ્સ પ્રસ્તુત  "હેલ્લારો" ને ભારત સરકારના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ટોચનો એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત ફિલ્મમાં અભિનય કરનાર 13 અભિનેત્રીઓને સાર્વત્રિક રીતે સ્પેશિયલ જ્યુરીનો બેસ્ટ એકટ્રેસ માટે નેશનલ એવોર્ડ મળ્યો છે.

  સારથી  પ્રોડક્શન્સ અને હરફનમૌલા ફિલ્મ્સ પ્રસ્તુત  "હેલ્લારો" ને ભારત સરકારના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ટોચનો એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત ફિલ્મમાં અભિનય કરનાર 13 અભિનેત્રીઓને સાર્વત્રિક રીતે સ્પેશિયલ જ્યુરીનો બેસ્ટ એકટ્રેસ માટે નેશનલ એવોર્ડ મળ્યો છે.

  3/16
 • સુવર્ણ કમળ અને રજત કમળ, આ બંને એવોર્ડ જીતનાર હેલ્લારો પહેલી ગુજરાતી ફિલ્મ છે. IFFIના જ્યુરીએ આ નવેમ્બર, 2019 માં ગોવામાં યોજાનારા ભારતના 50 માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ઓપનિંગ ફિલ્મ તરીકે "હેલ્લારો" ની પસંદગી કરી છે. આ ફિલ્મ 8 નવેમ્બર 2019ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે.

  સુવર્ણ કમળ અને રજત કમળ, આ બંને એવોર્ડ જીતનાર હેલ્લારો પહેલી ગુજરાતી ફિલ્મ છે. IFFIના જ્યુરીએ આ નવેમ્બર, 2019 માં ગોવામાં યોજાનારા ભારતના 50 માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ઓપનિંગ ફિલ્મ તરીકે "હેલ્લારો" ની પસંદગી કરી છે. આ ફિલ્મ 8 નવેમ્બર 2019ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે.

  4/16
 • હેલ્લારો એ એક પિરીયડ ડ્રામા જે ગુજરાતના લોક-નૃત્ય સ્વરૂપ, ગરબા પર આધારિત છે, આ વાર્તામાં 13 થી વધુ અભિનેત્રીઓ સાથે મહિલાઓની આત્મ-અભિવ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

  હેલ્લારો એ એક પિરીયડ ડ્રામા જે ગુજરાતના લોક-નૃત્ય સ્વરૂપ, ગરબા પર આધારિત છે, આ વાર્તામાં 13 થી વધુ અભિનેત્રીઓ સાથે મહિલાઓની આત્મ-અભિવ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

  5/16
 • કચ્છ જિલ્લાના વિશાળ રણની મધ્યમાં આ ફિલ્મનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે. ઉપરાંત આ ફિલ્મમાં 1975 ના સમયની કચ્છી સંસ્કૃતિ, ત્યાંના લોકોનો આબેહૂબ પરિવેશ અને પહેરવેશ જોવા મળશે.

  કચ્છ જિલ્લાના વિશાળ રણની મધ્યમાં આ ફિલ્મનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે. ઉપરાંત આ ફિલ્મમાં 1975 ના સમયની કચ્છી સંસ્કૃતિ, ત્યાંના લોકોનો આબેહૂબ પરિવેશ અને પહેરવેશ જોવા મળશે.

  6/16
 • ફિલ્મમાં 450 થી વધારે કચ્છના ભાતીગળ પહેરવેશ એટલેકે ફિલ્મનાં કોસ્ચ્યુમ તૈયાર કરવામાં આવ્યા છે તથા આ ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષે ઉનાળામાં ૩૫ દિવસ સુધી કચ્છમાં કરવામાં આવ્યું હતું.

  ફિલ્મમાં 450 થી વધારે કચ્છના ભાતીગળ પહેરવેશ એટલેકે ફિલ્મનાં કોસ્ચ્યુમ તૈયાર કરવામાં આવ્યા છે તથા આ ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષે ઉનાળામાં ૩૫ દિવસ સુધી કચ્છમાં કરવામાં આવ્યું હતું.

  7/16
 • ફિલ્મના નિર્દેશક અભિષેક શાહ ગુજરાતી ફિલ્મોના જાણીતા કાસ્ટિંગ ડિરેક્ટર છે અને ઘણા વર્ષોથી ગુજરાતી રંગભૂમિ સાથે જોડાયેલા છે.

  ફિલ્મના નિર્દેશક અભિષેક શાહ ગુજરાતી ફિલ્મોના જાણીતા કાસ્ટિંગ ડિરેક્ટર છે અને ઘણા વર્ષોથી ગુજરાતી રંગભૂમિ સાથે જોડાયેલા છે.

  8/16
 • અભિષેક શાહે ફિલ્મને એવોર્ડ મળ્યા પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, " જયારે હું ફિલ્મની વાર્તા વિષે વિચારતો હતો ત્યારે શરદપૂનમ ચાલતી હતી અને વાર્તાની પૃષ્ઠભૂમિ આપણું લોકનૃત્ય ગરબા જ હતું એટલે આ ફિલ્મ  બનવવાનો વિચાર હકીકતમાં પરિણમ્યો."

  અભિષેક શાહે ફિલ્મને એવોર્ડ મળ્યા પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, " જયારે હું ફિલ્મની વાર્તા વિષે વિચારતો હતો ત્યારે શરદપૂનમ ચાલતી હતી અને વાર્તાની પૃષ્ઠભૂમિ આપણું લોકનૃત્ય ગરબા જ હતું એટલે આ ફિલ્મ  બનવવાનો વિચાર હકીકતમાં પરિણમ્યો."

  9/16
 • હિન્દી ફિલ્મ "102 નોટ આઉટ" ના લેખક સૌમ્ય જોશી આ ફિલ્મના સંવાદ લેખક અને ગીતકાર છે. ફિલ્મનું  સંગીત મેહુલ સુરતીનું છે.

  હિન્દી ફિલ્મ "102 નોટ આઉટ" ના લેખક સૌમ્ય જોશી આ ફિલ્મના સંવાદ લેખક અને ગીતકાર છે. ફિલ્મનું  સંગીત મેહુલ સુરતીનું છે.

  10/16
 • ટ્રેલર લૉન્ચ સમયે હાજર દિગ્ગજોને પણ તે ખૂબ જ પસંદ આવ્યું હતું.

  ટ્રેલર લૉન્ચ સમયે હાજર દિગ્ગજોને પણ તે ખૂબ જ પસંદ આવ્યું હતું.

  11/16
 • જ્યારથી ફિલ્મને નેશનલ અવૉર્ડ મળ્યો છે ત્યારથી ફિલ્મને લઈને સૌની ઉત્સુકતા વધી ગઈ છે.

  જ્યારથી ફિલ્મને નેશનલ અવૉર્ડ મળ્યો છે ત્યારથી ફિલ્મને લઈને સૌની ઉત્સુકતા વધી ગઈ છે.

  12/16
 • હેલ્લારો ફિલ્મ  ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા માટે પણ પસંદગી પામી છે.

  હેલ્લારો ફિલ્મ  ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા માટે પણ પસંદગી પામી છે.

  13/16
 • ફિલ્મના ટ્રેલરને પણ સારા પ્રતિભાવો મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો તેના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

  ફિલ્મના ટ્રેલરને પણ સારા પ્રતિભાવો મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો તેના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

  14/16
 • અભિનેત્રીઓમાં શ્રદ્ધા ડાંગર, શચિ જોશી, બ્રિન્દા ત્રિવેદી નાયક, નીલમ પંચાલ, તેજલ પંચાસરા, કૌશાંબી ભટ્ટ, તર્જન ભાડલા, સ્વાતિ દવે, ડેનિશા, રિદ્ધિ યાદવ, જાગૃતિ ઠાકોર, કામિની પંચાલ, એકતાનો સમાવેશ થાય છે.

  અભિનેત્રીઓમાં શ્રદ્ધા ડાંગર, શચિ જોશી, બ્રિન્દા ત્રિવેદી નાયક, નીલમ પંચાલ, તેજલ પંચાસરા, કૌશાંબી ભટ્ટ, તર્જન ભાડલા, સ્વાતિ દવે, ડેનિશા, રિદ્ધિ યાદવ, જાગૃતિ ઠાકોર, કામિની પંચાલ, એકતાનો સમાવેશ થાય છે.

  15/16
 • ફિલ્મમાં જયેશ મોરે, આર્જવ ત્રિવેદી, શૈલેષ પ્રજાપતિ અને મૌલિક નાયક પણ મહત્વની ભૂમિકામાં છે

  ફિલ્મમાં જયેશ મોરે, આર્જવ ત્રિવેદી, શૈલેષ પ્રજાપતિ અને મૌલિક નાયક પણ મહત્વની ભૂમિકામાં છે

  16/16
 • loading...

ફોટોઝ વિશે

નેશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મ હેલ્લારોનું ટ્રેલર હાલમાં જ લૉન્ચ કરવામાં આવ્યું. જુઓ આ પ્રસંગની કેટલીક તસવીરો....

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK