ગુજરાતી સંસ્કૃતિનો નાના પડદે પણ જલવો, તમને યાદ છે આ ધારાવાહિકો?

Updated: Apr 02, 2019, 17:15 IST | Falguni Lakhani
 • આજકાલ TRP ચાર્ટમાં ટોપ કરી રહી છે સ્ટાર પ્લસની સિરીયલ યે રિશ્તે હૈ પ્યાર કી. જેમાં હીરો અબીર ગુજરાતી પરિવારમાંથી આવે છે. આ ધારાવાહિકમાં ગુજરાતની રહેણી-કહેણી અને સંસ્કૃતિને બતાવવામાં આવી છે. અને આ જોઈને યાદ આવી એવી ધારાવાહિકની જેમાં પહેલા પણ ગુજરાતી પરિવાર અને તેની લાઈફસ્ટાઈલ બતાવવામાં આવી હતી.  

  આજકાલ TRP ચાર્ટમાં ટોપ કરી રહી છે સ્ટાર પ્લસની સિરીયલ યે રિશ્તે હૈ પ્યાર કી. જેમાં હીરો અબીર ગુજરાતી પરિવારમાંથી આવે છે. આ ધારાવાહિકમાં ગુજરાતની રહેણી-કહેણી અને સંસ્કૃતિને બતાવવામાં આવી છે. અને આ જોઈને યાદ આવી એવી ધારાવાહિકની જેમાં પહેલા પણ ગુજરાતી પરિવાર અને તેની લાઈફસ્ટાઈલ બતાવવામાં આવી હતી.

   

  1/9
 • ક્યુંકી સાસ ભી કભી બહુ થી અને તેનો વિરાણી પરિવાર. આ ધારાવાહિકને કોણ ભૂલી શકે. પહેલી એવી ધારાવાહિક જેણે વર્ષો સુધી લોકોના દિલ પર રાજ કર્યું. તેમાં પણ ખાસ કરીને દક્ષાચાચીના પાત્રમાં સાંભળવા મળતો અરરરર...નો લહેકો આજે પણ લોકોને યાદ છે.  

  ક્યુંકી સાસ ભી કભી બહુ થી અને તેનો વિરાણી પરિવાર. આ ધારાવાહિકને કોણ ભૂલી શકે. પહેલી એવી ધારાવાહિક જેણે વર્ષો સુધી લોકોના દિલ પર રાજ કર્યું. તેમાં પણ ખાસ કરીને દક્ષાચાચીના પાત્રમાં સાંભળવા મળતો અરરરર...નો લહેકો આજે પણ લોકોને યાદ છે.

   

  2/9
 • સબ ટીવી પર આવતી ધારાવાહિક ભાખરવડી. જેમાં એક ગુજરાતી અને મરાઠી પરિવાર વચ્ચેને ખાટા-મીઠા સંબંધોની વાત છે. જે. ડી. મજેઠિયાની આ સીરિયલમાં મજેદાર વાત એ છે કે ગુજરાતી અભિનેતા દેવેન ભોજાણી મરાઠી વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યો છે. જેમાં ગુજરાતી વેપારીના સ્વભાવને ખૂબ જ સારી રીતે બતાવવામાં આવ્યો છે.

  સબ ટીવી પર આવતી ધારાવાહિક ભાખરવડી. જેમાં એક ગુજરાતી અને મરાઠી પરિવાર વચ્ચેને ખાટા-મીઠા સંબંધોની વાત છે. જે. ડી. મજેઠિયાની આ સીરિયલમાં મજેદાર વાત એ છે કે ગુજરાતી અભિનેતા દેવેન ભોજાણી મરાઠી વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યો છે. જેમાં ગુજરાતી વેપારીના સ્વભાવને ખૂબ જ સારી રીતે બતાવવામાં આવ્યો છે.

  3/9
 • દયાબેન અને જેઠાલાલ. આમને તો કોણ ન ઓળખે? ગુજરાતી લેખક, ગુજરાતી પ્રોડ્યુસર અને ગુજરાતી પરિવારની આસપાસ ફરતી આ સિરીયલે દર્શકોના મનમાં અનેરૂ સ્થાન બનાવ્યું છે. ગડા પરિવાર, તેમની સામે આવતી મુશ્કેલીઓ, તેમનો સ્વભાવ દરેક વસ્તુને આ સિરીયલમાં આબાદ રીતે ઝીલવામાં આવી છે.

  દયાબેન અને જેઠાલાલ. આમને તો કોણ ન ઓળખે? ગુજરાતી લેખક, ગુજરાતી પ્રોડ્યુસર અને ગુજરાતી પરિવારની આસપાસ ફરતી આ સિરીયલે દર્શકોના મનમાં અનેરૂ સ્થાન બનાવ્યું છે. ગડા પરિવાર, તેમની સામે આવતી મુશ્કેલીઓ, તેમનો સ્વભાવ દરેક વસ્તુને આ સિરીયલમાં આબાદ રીતે ઝીલવામાં આવી છે.

  4/9
 • ટીવીની લાડલી ગોપી વહૂ અને તેનો મોદી પરિવાર. આમને તો કોણ ભૂલી શકે? ખાસ કરીને સાસુમા કોકિલાના પાત્રમાં જોવા મળતા રૂપલ પટેલનું પાત્ર તો ઘર ઘરમાં જાણીતું બન્યું હતું.

  ટીવીની લાડલી ગોપી વહૂ અને તેનો મોદી પરિવાર. આમને તો કોણ ભૂલી શકે? ખાસ કરીને સાસુમા કોકિલાના પાત્રમાં જોવા મળતા રૂપલ પટેલનું પાત્ર તો ઘર ઘરમાં જાણીતું બન્યું હતું.

  5/9
 • પારેખ પરિવાર અને તેમની કૉમેડી ઑફ એરરર્સ. આમને તો ભાઈ કોઈ ભૂલી ન શકે. હંસા હોય, પ્રફુલ્લ કે બાપુજી. હિમાંશુ અને જયશ્રી. દરેક પાત્રને ખૂબ જ બારીકીથી બતાવવામાં આવ્યું છે. ખિચડીની બે સિઝન આવી હતી. આ બંને સિઝનમાં પારેખ પરિવારે એવી ધૂમ મચાવી કે તેના પરથી મોટા પડદા પર ફિલ્મ પણ આવી હતી. (તસવીર સૌજન્યઃ યૂટ્યૂૂબ)

  પારેખ પરિવાર અને તેમની કૉમેડી ઑફ એરરર્સ. આમને તો ભાઈ કોઈ ભૂલી ન શકે. હંસા હોય, પ્રફુલ્લ કે બાપુજી. હિમાંશુ અને જયશ્રી. દરેક પાત્રને ખૂબ જ બારીકીથી બતાવવામાં આવ્યું છે. ખિચડીની બે સિઝન આવી હતી. આ બંને સિઝનમાં પારેખ પરિવારે એવી ધૂમ મચાવી કે તેના પરથી મોટા પડદા પર ફિલ્મ પણ આવી હતી.

  (તસવીર સૌજન્યઃ યૂટ્યૂૂબ)

  6/9
 • 2006માં ઝી ટીવી પર આ ધારાવાહિક શરૂ થઈ હતી. ગુજરાતી પરિવારની દીકરીઓ અને તેની સફરને દર્શાવતી આ ધારાવાહિક ખૂબ જ લોકપ્રિય થઈ હતી. ખાસ કરીને આ ધારાવાહિકમાં ગુજરાતના પરિવાર અને તેના મૂલ્યોને ખૂબ જ સારી રીતે બતાવવામાં આવ્યા હતા. (તસવીર સૌજન્યઃ યૂટ્યૂૂબ)  

  2006માં ઝી ટીવી પર આ ધારાવાહિક શરૂ થઈ હતી. ગુજરાતી પરિવારની દીકરીઓ અને તેની સફરને દર્શાવતી આ ધારાવાહિક ખૂબ જ લોકપ્રિય થઈ હતી. ખાસ કરીને આ ધારાવાહિકમાં ગુજરાતના પરિવાર અને તેના મૂલ્યોને ખૂબ જ સારી રીતે બતાવવામાં આવ્યા હતા.

  (તસવીર સૌજન્યઃ યૂટ્યૂૂબ)

   

  7/9
 • મુંબઈનો ઉચ્ચ મધ્યમવર્ગીય સારાભાઈ પરિવાર અને તેમની વાતો. આમને કોઈ ભૂલે? આ ધારાવાહિકમાં મુંબઈમાં રહેતા ગુજરાતી પરિવાર અને તેમની હાઈ-ફાઈ રહેણી કહેણીને બતાવવામાં આવી હતી. આ ધારાવાહિકની બીજી સિઝન હોટસ્ટાર પર પણ આવી હતી. જેને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી.

  મુંબઈનો ઉચ્ચ મધ્યમવર્ગીય સારાભાઈ પરિવાર અને તેમની વાતો. આમને કોઈ ભૂલે? આ ધારાવાહિકમાં મુંબઈમાં રહેતા ગુજરાતી પરિવાર અને તેમની હાઈ-ફાઈ રહેણી કહેણીને બતાવવામાં આવી હતી. આ ધારાવાહિકની બીજી સિઝન હોટસ્ટાર પર પણ આવી હતી. જેને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી.

  8/9
 • ગુજરાતના રણ પ્રદેશને કેન્દ્રમાં રાખીને બનેલી આ ધારાવાહિકની મુખ્ય નાયિકા પણ ગુજરાતી જ છે. 2010માં આવેલી આ ધારાવાહિકમાં ગુજરાતના ગ્રામ્ય જીવનને ખૂબ જ સારી રીતે બતાવવામાં આવ્યું હતું. (તસવીર સૌજન્યઃ યૂટ્યૂૂબ)

  ગુજરાતના રણ પ્રદેશને કેન્દ્રમાં રાખીને બનેલી આ ધારાવાહિકની મુખ્ય નાયિકા પણ ગુજરાતી જ છે. 2010માં આવેલી આ ધારાવાહિકમાં ગુજરાતના ગ્રામ્ય જીવનને ખૂબ જ સારી રીતે બતાવવામાં આવ્યું હતું.

  (તસવીર સૌજન્યઃ યૂટ્યૂૂબ)

  9/9
 • loading...

ફોટોઝ વિશે

જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાતીઓ બધે છવાયેલા રહે છે. તેમની રહેણી કહેણી પણ એકદમ યૂનિક હોય છો. તે તેને બતાવવામાં નાનો પડદો પણ કેમ પાછળ રહે? આજે અમને તમને અપાવીશું એવી સિરીયલ્સની યાદ જેમાં બતાવવામાં આવી રહી છે ગુજરાતી પરિવારની કહાની.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK