વાત એ ગુજરાતી અભિનેત્રીઓની, જેણે નાના પડદા પર બનાવી આગવી ઓળખ

Published: Feb 22, 2019, 15:37 IST | Falguni Lakhani
 • અપરા મહેતા...આમને કોણ ન ઓળખે? મૂળ થિએટરના કલાકાર અને ક્યુંકિ સાસ ભી કભી બહુ થી ધારાવાહિકથી ઘર ઘરમાં જાણીતા થયેલા અભિનેત્રી. તેમની જાજરમાન પર્સનાલિટી અને ઠસ્સો લોકોને ખૂબ જ પસંદ છે.

  અપરા મહેતા...આમને કોણ ન ઓળખે? મૂળ થિએટરના કલાકાર અને ક્યુંકિ સાસ ભી કભી બહુ થી ધારાવાહિકથી ઘર ઘરમાં જાણીતા થયેલા અભિનેત્રી. તેમની જાજરમાન પર્સનાલિટી અને ઠસ્સો લોકોને ખૂબ જ પસંદ છે.

  1/10
 • રંગભૂમિથી નાના પડદે આવેલા દિગ્ગજ કલાકાર એટલે સરિતા જોશી. જેમણે પોતાની ભૂમિકાઓથી લોકોના દિલમાં આગવી જગ્યા બનાવી છે. અભિનય તેમની નસ-નસમાં વહે છે. તેમની ભૂમિકાઓએ દર્શકોના દિલ પર અનોખી છાપ છોડી છે.

  રંગભૂમિથી નાના પડદે આવેલા દિગ્ગજ કલાકાર એટલે સરિતા જોશી. જેમણે પોતાની ભૂમિકાઓથી લોકોના દિલમાં આગવી જગ્યા બનાવી છે. અભિનય તેમની નસ-નસમાં વહે છે. તેમની ભૂમિકાઓએ દર્શકોના દિલ પર અનોખી છાપ છોડી છે.

  2/10
 • સરિતા જોશી જેટલા જ ટેલેન્ટેડ છે તેમના પુત્રી કેતકી દવે. પોતાના આગવા લહેકાના કારણે તેમનું દક્ષાચાચીનું પાત્ર ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. કેતકી દવેને માતા પાસેથી અભિનય વારસામાં મળ્યો છે અને આ વારસાને તેમણે સારી રીતે આગળ વધાર્યો છે.

  સરિતા જોશી જેટલા જ ટેલેન્ટેડ છે તેમના પુત્રી કેતકી દવે. પોતાના આગવા લહેકાના કારણે તેમનું દક્ષાચાચીનું પાત્ર ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. કેતકી દવેને માતા પાસેથી અભિનય વારસામાં મળ્યો છે અને આ વારસાને તેમણે સારી રીતે આગળ વધાર્યો છે.

  3/10
 • આમને કોણ ન ઓળખે? આપણા પોતાના હંસાબેન એટલે કે સુપ્રિયા પાઠક. નાના પડદાના આ જાણીતા અભિનેત્રી તેમના કૉમિક ટાઈમિંગ માટે જાણીતા છે. ખાસ કરીને ખીચડીના હંસા પારેખ તરીકેની તેમની ભૂમિકા દર્શકો ક્યારેય નહીં ભૂલી શકે.

  આમને કોણ ન ઓળખે? આપણા પોતાના હંસાબેન એટલે કે સુપ્રિયા પાઠક. નાના પડદાના આ જાણીતા અભિનેત્રી તેમના કૉમિક ટાઈમિંગ માટે જાણીતા છે. ખાસ કરીને ખીચડીના હંસા પારેખ તરીકેની તેમની ભૂમિકા દર્શકો ક્યારેય નહીં ભૂલી શકે.

  4/10
 • સુપ્રિયા પાઠકના બહેન એટલે રત્ના પાઠક. અભિનયના મામલે બંને બહેનો એકબીજાથી ચાર ચાસણી ચડે તેમ છે. સારાભાઈ વર્સિસ સારાભાઈમાં માયા સારાભાઈના પાત્રમાં રત્ના પાઠકનો અભિનય દર્શકોનો દિલ-દિમાગ પર આજે પણ છવાયેલો છે.

  સુપ્રિયા પાઠકના બહેન એટલે રત્ના પાઠક. અભિનયના મામલે બંને બહેનો એકબીજાથી ચાર ચાસણી ચડે તેમ છે. સારાભાઈ વર્સિસ સારાભાઈમાં માયા સારાભાઈના પાત્રમાં રત્ના પાઠકનો અભિનય દર્શકોનો દિલ-દિમાગ પર આજે પણ છવાયેલો છે.

  5/10
 • આપણી પોતાની ગુજ્જુ ગર્લ પ્રાચી દેસાઈ. કસમ સે ધારાવાહિક પોતાની અભિનય કારકીર્દિની શરૂઆત કરનાર પ્રાચી દેસાઈ હવે તો મોટા પડદે પણ એટલી જ સફળ છે.

  આપણી પોતાની ગુજ્જુ ગર્લ પ્રાચી દેસાઈ. કસમ સે ધારાવાહિક પોતાની અભિનય કારકીર્દિની શરૂઆત કરનાર પ્રાચી દેસાઈ હવે તો મોટા પડદે પણ એટલી જ સફળ છે.

  6/10
 • ઘર ઘરમાં જાણીતું નામ એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દયાબેન. મૂળ અમદાવાદના દિશા વાકાણીના લોહીમાં જ અભિનય. થિએટર પણ ઘણા કર્યા પરંતુ તેમને ઓળખ તારક મહેતાથી મળી.

  ઘર ઘરમાં જાણીતું નામ એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દયાબેન. મૂળ અમદાવાદના દિશા વાકાણીના લોહીમાં જ અભિનય. થિએટર પણ ઘણા કર્યા પરંતુ તેમને ઓળખ તારક મહેતાથી મળી.

  7/10
 • નાના પડદાની બબલી, ચુલબુલી અભિનેત્રી એટલે જિયા માણેક. પહેલી ધારાવાહિકથી જ લોકોના દિલ પર રાજ કરનારી આ અભિનેત્રીને તમામ ભૂમિકામાં લોકો પસંદ કરી છે.

  નાના પડદાની બબલી, ચુલબુલી અભિનેત્રી એટલે જિયા માણેક. પહેલી ધારાવાહિકથી જ લોકોના દિલ પર રાજ કરનારી આ અભિનેત્રીને તમામ ભૂમિકામાં લોકો પસંદ કરી છે.

  8/10
 • નાનો પડદો હોય, મોટો પડદો કે વેબ સિરીઝ. આ ગુજરાતી અભિનેત્રીએ તમામ ક્ષેત્રોમાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીત્યા છે. મૂળ અમદાવાદની પૂજા ગોર હાલ વેબ સીરિઝમાં જોવા મળી રહી છે.

  નાનો પડદો હોય, મોટો પડદો કે વેબ સિરીઝ. આ ગુજરાતી અભિનેત્રીએ તમામ ક્ષેત્રોમાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીત્યા છે. મૂળ અમદાવાદની પૂજા ગોર હાલ વેબ સીરિઝમાં જોવા મળી રહી છે.

  9/10
 • આનંદીના પાત્રથી જાણીતી બનેલી અવિકા ગોર આજે પણ દર્શકોના દિલ પર રાજ કરે છે. ખતરાઓ સાથે પણ લડી ચુકેલી આ અભિનેત્રી મૂળ ગુજરાતી છે. અને આજે ગુજરાતનું ગૌરવ વધારી રહી છે.

  આનંદીના પાત્રથી જાણીતી બનેલી અવિકા ગોર આજે પણ દર્શકોના દિલ પર રાજ કરે છે. ખતરાઓ સાથે પણ લડી ચુકેલી આ અભિનેત્રી મૂળ ગુજરાતી છે. અને આજે ગુજરાતનું ગૌરવ વધારી રહી છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતીઓનો દબદબો તમામ ક્ષેત્રે રહ્યો છે. ટીવી હોય થિએટર કે ફિલ્મ, ગુજરાતી કલાકારો હંમેશા આગળ પડતા રહ્યા છે. આજે અમે તમને મળાવીશું આવી જ કેટલીક ગુજરાતી અભિનેત્રીઓ સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK