જ્યારે બોલીવુડને ચડ્યો ગુજરાતી રંગ..જુઓ બોલીવુડ બ્યૂટિઝના ગુજરાતી અવતાર

Feb 28, 2019, 15:44 IST
 • ઐશ્વર્યા રાય, હમ દિલ દે ચૂકે સનમ હમ દિલ દે ચૂકે સનમ ગુજરાતી બેકડ્રોપમાં બનેલી કદાચ પહેલી એવી ફિલ્મ હતી જે બ્લોકબસ્ટર રહી હતી. ઐશ્વર્યા રાયે ફિલ્મમાં નંદિની દરબારનું પાત્ર નિભાવ્યું હતું. ફિલ્મ કચ્છમાં પ્રાગ મહેલમાં શૂટ કરવામાં આવી હતી. ફિલ્મમાં ઐશ્વર્યાનો ભવાઈ સંબંધિત 'તા થૈયા થૈયા તા થૈ'નો ડાયલૉગ પણ ખૂૂબ જ લોકપ્રિય બન્યો હતો. સાથે જ ફિલ્મનું ગીત ઢોલી તારો ઢોલ બાજે ગીત આજે પણ એટલું જ લોકપ્રિય છે.

  ઐશ્વર્યા રાય, હમ દિલ દે ચૂકે સનમ

  હમ દિલ દે ચૂકે સનમ ગુજરાતી બેકડ્રોપમાં બનેલી કદાચ પહેલી એવી ફિલ્મ હતી જે બ્લોકબસ્ટર રહી હતી. ઐશ્વર્યા રાયે ફિલ્મમાં નંદિની દરબારનું પાત્ર નિભાવ્યું હતું. ફિલ્મ કચ્છમાં પ્રાગ મહેલમાં શૂટ કરવામાં આવી હતી. ફિલ્મમાં ઐશ્વર્યાનો ભવાઈ સંબંધિત 'તા થૈયા થૈયા તા થૈ'નો ડાયલૉગ પણ ખૂૂબ જ લોકપ્રિય બન્યો હતો. સાથે જ ફિલ્મનું ગીત ઢોલી તારો ઢોલ બાજે ગીત આજે પણ એટલું જ લોકપ્રિય છે.

  1/6
 • દીપિકા પાદુકોણ, રામ લીલા રામલીલા ફિલ્મમાં દીપિકા પાદુકોણે ગુજરાતી યુવતી લીલાની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મમાં પોતાના લુક્સમાં, પોતાના પહેરવેશમાં દીપિકાએ ગુજરાતને એકદમ આત્મસાત કર્યું હતું. તેના ચણિયાચોળી અને ગોળ ઝૂમકાની સ્ટાઇલ ત્યારે ગુજરાતી છોકરીઓમાં પણ ખૂબ ફેમસ થઈ હતી. લહુ મુંહ લગ ગયા અને નગાડા સંગ ઢોલ બાજે ગીતમાં તેણે કરેલા ગરબાના સ્ટેપ્સની પણ લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી.

  દીપિકા પાદુકોણ, રામ લીલા

  રામલીલા ફિલ્મમાં દીપિકા પાદુકોણે ગુજરાતી યુવતી લીલાની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મમાં પોતાના લુક્સમાં, પોતાના પહેરવેશમાં દીપિકાએ ગુજરાતને એકદમ આત્મસાત કર્યું હતું. તેના ચણિયાચોળી અને ગોળ ઝૂમકાની સ્ટાઇલ ત્યારે ગુજરાતી છોકરીઓમાં પણ ખૂબ ફેમસ થઈ હતી. લહુ મુંહ લગ ગયા અને નગાડા સંગ ઢોલ બાજે ગીતમાં તેણે કરેલા ગરબાના સ્ટેપ્સની પણ લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી.

  2/6
 • ડેઈઝી શાહ, જય હો મૂળ ગુજરાતી અભિનેત્રી ડેઈઝી શાહે ફિલ્મ જય હોમાં પણ ગુજરાતી યુવતીની જ ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં તેની  ગુજરાતી બોલવાની લઢણ અને તેના પોષાકો લોકપ્રિય થયા હતા.

  ડેઈઝી શાહ, જય હો

  મૂળ ગુજરાતી અભિનેત્રી ડેઈઝી શાહે ફિલ્મ જય હોમાં પણ ગુજરાતી યુવતીની જ ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં તેની  ગુજરાતી બોલવાની લઢણ અને તેના પોષાકો લોકપ્રિય થયા હતા.

  3/6
 • કંગના રણૌત, સિમરન કંગના રણૌતે ફિલ્મ સિમરનમાં ગુજરાતી યુવતી પ્રફુલ્લ પટેલની ભૂમિકા ભજવી હતી. જેના છૂટાછેડા થયા હોય અને જ્યારે તેના પર દેવું વધી જાય છે ત્યારે તે ચોરીના રવાડે ચડી જાય છે. આ ફિલ્મ તો ખાસ સફળ નહોતી રહી પરંતુ કંગનાના અભિનયના વખાણ થયા હતા.

  કંગના રણૌત, સિમરન

  કંગના રણૌતે ફિલ્મ સિમરનમાં ગુજરાતી યુવતી પ્રફુલ્લ પટેલની ભૂમિકા ભજવી હતી. જેના છૂટાછેડા થયા હોય અને જ્યારે તેના પર દેવું વધી જાય છે ત્યારે તે ચોરીના રવાડે ચડી જાય છે. આ ફિલ્મ તો ખાસ સફળ નહોતી રહી પરંતુ કંગનાના અભિનયના વખાણ થયા હતા.

  4/6
 • અનુષ્કા શર્મા, જબ હેરી મેટ સેજલ ઈમ્તિયાઝ અલીની ફિલ્મ જબ હેરી મેટ સેજલમાં અનુષ્કા શર્માએ ગુજરાતી વકીલની ભૂમિકા ભજવી હતી. જેમાં તેનું નામ સેજલ હતું. અનુષ્કાનો ગુજરાતી લહેકો અને બોલવાની લઢણ દર્શકોને પસંદ આવી હતી.

  અનુષ્કા શર્મા, જબ હેરી મેટ સેજલ

  ઈમ્તિયાઝ અલીની ફિલ્મ જબ હેરી મેટ સેજલમાં અનુષ્કા શર્માએ ગુજરાતી વકીલની ભૂમિકા ભજવી હતી. જેમાં તેનું નામ સેજલ હતું. અનુષ્કાનો ગુજરાતી લહેકો અને બોલવાની લઢણ દર્શકોને પસંદ આવી હતી.

  5/6
 • સાન્યા મલ્હોત્રા, ફોટોગ્રાફ દંગલ ગર્લ સાન્યા મલ્હોત્રા તેની અપકમિંગ ફિલ્મ ફોટોગ્રાફમાં ગુજરાતી યુવતીની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં તેની સાથે નવાઝુદ્દીન સિદ્દીકી પણ છે. ફિલ્મમાં સાન્યા ગુજરાતી બોલતી પણ જોવા મળશે.

  સાન્યા મલ્હોત્રા, ફોટોગ્રાફ

  દંગલ ગર્લ સાન્યા મલ્હોત્રા તેની અપકમિંગ ફિલ્મ ફોટોગ્રાફમાં ગુજરાતી યુવતીની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં તેની સાથે નવાઝુદ્દીન સિદ્દીકી પણ છે. ફિલ્મમાં સાન્યા ગુજરાતી બોલતી પણ જોવા મળશે.

  6/6
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાત અને ગુજરાતીઓ..જ્યાં જ્યાં જાય ત્યાં પોતાની છાપ છોડતા જાય છે. તો બોલીવુડ પણ તેમાંથી કેમ બાકી રહે. આજે અમે તમારી કેટલીક યાદો તાજી કરાવીશું. અમે તમને યાદ કરાવીશું એવી બોલીવુડ ફિલ્મો, જે ગુજરાતી બેકડ્રોપમાં બની હતી. જેમાં હિરોઈન ગુજરાતી યુવતીની ભૂમિકામાં જોવા મળી હતી.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK