ઓમ પુરીના આ 9 અવતાર તમે નહીં જોયા હોય

Jan 06, 2019, 14:52 IST
 • 18 ઓક્ટોબર, 1950ના રોજ જન્મેલા ઓમપુરી આર્ટ ફિલ્મો અને મસાલા ફિલ્મો બંને માટે જાણીતા હતા. અર્ધ સત્ય, આક્રોશ અને જાને ભી દો યારોંમાં તેમના પર્ફોમન્સ યાદગાર રહ્યા છે. ઓમ પુરી સંખ્યાબંધ પાકિસ્તાની, બ્રિટિશ અને હોલીવુડની ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે.

  18 ઓક્ટોબર, 1950ના રોજ જન્મેલા ઓમપુરી આર્ટ ફિલ્મો અને મસાલા ફિલ્મો બંને માટે જાણીતા હતા. અર્ધ સત્ય, આક્રોશ અને જાને ભી દો યારોંમાં તેમના પર્ફોમન્સ યાદગાર રહ્યા છે. ઓમ પુરી સંખ્યાબંધ પાકિસ્તાની, બ્રિટિશ અને હોલીવુડની ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે.

  1/9
 • ઓમ પુરી પેરેલલ સિનેમાનો પણ જાણીતો ચહેરો હતા. નસીરુદ્દીન શાહ, શબાના આઝમી, અને સ્મિતા પાટિલ જેવા એક્ટર્સ સાથે તેણે ભૂમિકા, આક્રોશ, સ્પર્ષ, ભવની ભવાઈ, એલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હૈ, મિર્ચ મસાલા, સદગતિ, આરોહણ, અર્ધ સત્ય અને મંદી જેવી ક્લાસિક ફિલ્મો આપી છે.

  ઓમ પુરી પેરેલલ સિનેમાનો પણ જાણીતો ચહેરો હતા. નસીરુદ્દીન શાહ, શબાના આઝમી, અને સ્મિતા પાટિલ જેવા એક્ટર્સ સાથે તેણે ભૂમિકા, આક્રોશ, સ્પર્ષ, ભવની ભવાઈ, એલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હૈ, મિર્ચ મસાલા, સદગતિ, આરોહણ, અર્ધ સત્ય અને મંદી જેવી ક્લાસિક ફિલ્મો આપી છે.

  2/9
 • ઓમ પુરીએ 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. 1982માં અર્ધ સત્ય ફિલ્મમાં પોલીસ ઈન્સ્પેક્ટરના રોલ માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. 1990માં તેમને પદ્મ શ્રીથી પણ સન્માનિત કરાયા હતા. તસવીરમાં: સત્યજીત રેની ફિલ્મ 'સદગતિ'માં સ્મિતા પાટિલ સાથે ઓમ પુરી

  ઓમ પુરીએ 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. 1982માં અર્ધ સત્ય ફિલ્મમાં પોલીસ ઈન્સ્પેક્ટરના રોલ માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. 1990માં તેમને પદ્મ શ્રીથી પણ સન્માનિત કરાયા હતા.

  તસવીરમાં: સત્યજીત રેની ફિલ્મ 'સદગતિ'માં સ્મિતા પાટિલ સાથે ઓમ પુરી

  3/9
 • સંખ્યાબંધ આર્ટ ફિલ્મોમાં કામ કર્યા બાદ ઓમ પુરીએ મેઈન સ્ટ્રીમ સિનેમામાં ઝંપલાવ્યું. અહીં પણ વિજેતા, ઘાયલ, દ્રોહકાલ, માચિસ, ઘાતક, લેથલ, ચાચી 420, ખૂબસૂરત, પુકાર, હેરાફેરી જેવી ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો તસવીરમાં: 1999ની બ્રિટિશ કોમેડી ડ્રામા ફિલ્મ 'East is East'માં લિન્ડા બેસેટ સાથે ઓમ પુરી

  સંખ્યાબંધ આર્ટ ફિલ્મોમાં કામ કર્યા બાદ ઓમ પુરીએ મેઈન સ્ટ્રીમ સિનેમામાં ઝંપલાવ્યું. અહીં પણ વિજેતા, ઘાયલ, દ્રોહકાલ, માચિસ, ઘાતક, લેથલ, ચાચી 420, ખૂબસૂરત, પુકાર, હેરાફેરી જેવી ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો

  તસવીરમાં: 1999ની બ્રિટિશ કોમેડી ડ્રામા ફિલ્મ 'East is East'માં લિન્ડા બેસેટ સાથે ઓમ પુરી

  4/9
 • ઓમ પુરીએ આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં પણ ખ્યાતિ મેળવી હતી. માય સન ઈઝ ફેન્ટાસ્ટિક, ઈસ્ટ ઈઝ ઈસ્ટ, ધ પેરોલ ઓફિસર્સ જેવી બ્રિટિશ ફિલ્મોમાં ઓમ પુરી કામ કરી ચૂક્યા છે. તસવીરમાં: શબાના આઝમી અને પેટ્રિક સ્વાયેઝ સાથે હોલીવુડી ફિલ્મ 'સિટી ઓફ જોય'માં ઓમ પુરી

  ઓમ પુરીએ આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં પણ ખ્યાતિ મેળવી હતી. માય સન ઈઝ ફેન્ટાસ્ટિક, ઈસ્ટ ઈઝ ઈસ્ટ, ધ પેરોલ ઓફિસર્સ જેવી બ્રિટિશ ફિલ્મોમાં ઓમ પુરી કામ કરી ચૂક્યા છે.

  તસવીરમાં: શબાના આઝમી અને પેટ્રિક સ્વાયેઝ સાથે હોલીવુડી ફિલ્મ 'સિટી ઓફ જોય'માં ઓમ પુરી

  5/9
 • ઓમ પુરીએ 1976માં મરાઠી ફિલ્મ ઘાશીરામ કોટવાલથી ડેબ્યુ કર્યો હતો. તસવીરમાં: ઓમ પુરી અને સ્મિતા પાટિલ

  ઓમ પુરીએ 1976માં મરાઠી ફિલ્મ ઘાશીરામ કોટવાલથી ડેબ્યુ કર્યો હતો.

  તસવીરમાં: ઓમ પુરી અને સ્મિતા પાટિલ

  6/9
 • 2015માં સલમાન ખાન સાથે બજરંગી ભાઈજાનમાં કામ કર્યું હતું. જેમાં તેમણે ઈમામની ભૂમિકા ભજવી હતી. તસવીરમાં: વિવાદિત ફિલ્મ આસ્થામાં ઓમ પુરી અને રેખા

  2015માં સલમાન ખાન સાથે બજરંગી ભાઈજાનમાં કામ કર્યું હતું. જેમાં તેમણે ઈમામની ભૂમિકા ભજવી હતી.

  તસવીરમાં: વિવાદિત ફિલ્મ આસ્થામાં ઓમ પુરી અને રેખા

  7/9
 • બજરંગી ભાઈજાન બાદ ઓમ પુરીએ સલમાન ખાન અને કબીર ખાન સાથે ટ્યુબલાઈટમાં કામ કર્યું હતું. તસવીરમાં: બોલીવુડના કિંગના કોસ્ચ્યુમમાં ઓમ પુરી

  બજરંગી ભાઈજાન બાદ ઓમ પુરીએ સલમાન ખાન અને કબીર ખાન સાથે ટ્યુબલાઈટમાં કામ કર્યું હતું.

  તસવીરમાં: બોલીવુડના કિંગના કોસ્ચ્યુમમાં ઓમ પુરી

  8/9
 • 6 જાન્યુઆરી, 2017ના રોજ મુંબઈમમાં ઓમ પુરીનું નિધન થયું હતું. ઓમ પુરી તેમના ઘરમાં મળી આવ્યા હતા. પાછળથી હાર્ટ એટેકને કારણે તેમનું નિધન થયું હોવાનો ખુલાસો થયો હતો. તસવીરમાં: રાજેશ્વરી સચદેવ અને ઓમપુરી

  6 જાન્યુઆરી, 2017ના રોજ મુંબઈમમાં ઓમ પુરીનું નિધન થયું હતું. ઓમ પુરી તેમના ઘરમાં મળી આવ્યા હતા. પાછળથી હાર્ટ એટેકને કારણે તેમનું નિધન થયું હોવાનો ખુલાસો થયો હતો.

  તસવીરમાં: રાજેશ્વરી સચદેવ અને ઓમપુરી

  9/9
 • loading...

ફોટોઝ વિશે

દિગ્ગજ એક્ટર ઓમપુરીની પુણ્ય તિથિ નિમિત્તે તેમના રૅર ફોટોગ્રાફ્સ સાથે યાદ કરો તેમની બોલીવુડની સફર

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK