હવે 'સરગમ કી સાડેસાતી'માં Ojas Rawal દેખાશે 'બ્રહ્મચારી'ના પાત્રમાં

Updated: 11th February, 2021 12:29 IST | Shilpa Bhanushali
 • ટેલીવિઝન શૉ 'સરગમ કી સાડેસાતી' એ સિટકૉમ જૉનર કૉમેડીમાં પ્રસ્તુત થનારો શૉ હશે, આ જૉનર વિશે ઓજસ રાવલ જણાવે છે કે, "આ જૉનર એટલે મારું ગમતું એક પ્લેગ્રાઉન્ડ."

  ટેલીવિઝન શૉ 'સરગમ કી સાડેસાતી' એ સિટકૉમ જૉનર કૉમેડીમાં પ્રસ્તુત થનારો શૉ હશે, આ જૉનર વિશે ઓજસ રાવલ જણાવે છે કે, "આ જૉનર એટલે મારું ગમતું એક પ્લેગ્રાઉન્ડ."

  1/8
 • કથાવસ્તુ એ પ્રકારનું છે જેમાં એક છોકરી છે સરગમ, અને તેના પરિવારની આ વાત છે. આ પરિવારમાં સરગમના વડસસરા, પછી સસરા અને તેમના પાંચ દીકરા જેમાંથી એક સાથે સરગમના લગ્ન થયા છે. આમ કુલ સાત અને સૌથી મોટા જેઠનો એક નાનકડો દીકરો છે. જેની હાફ ટીકીટમાં ગણતરી થાય એટલે આ સાડાસાત લોકો. આમ બને છે 'સરગમ કી સાડેસાતી'

  કથાવસ્તુ એ પ્રકારનું છે જેમાં એક છોકરી છે સરગમ, અને તેના પરિવારની આ વાત છે. આ પરિવારમાં સરગમના વડસસરા, પછી સસરા અને તેમના પાંચ દીકરા જેમાંથી એક સાથે સરગમના લગ્ન થયા છે. આમ કુલ સાત અને સૌથી મોટા જેઠનો એક નાનકડો દીકરો છે. જેની હાફ ટીકીટમાં ગણતરી થાય એટલે આ સાડાસાત લોકો. આમ બને છે 'સરગમ કી સાડેસાતી'

  2/8
 • સીરિયલના કલાકારોની વાત કરીએ તો ગુજરાતી ખ્યાત નામ કલાકાર દર્શન જરીવાલા, ગુજરાતી રંગમંચનું ખૂબ જ જાણીતું નામ સનત વ્યાસ પણ આ સીરિયલમાં છે. દર્શન જરીવાલા આ શૉમાં પાંચ દીકરાઓમાંના એક ઓજસના પિતાનું પાત્ર ભજવે છે જ્યારે સનત વ્યાસ દાદાનું પાત્ર ભજવતા જોવા મળશે. સરગમનું પાત્ર અંજલી તત્રારી જેણે સોની ટીવી પર આવતી 'મેરે ડેડ કી દુલ્હન'માં પણ કામ કર્યું છે.

  સીરિયલના કલાકારોની વાત કરીએ તો ગુજરાતી ખ્યાત નામ કલાકાર દર્શન જરીવાલા, ગુજરાતી રંગમંચનું ખૂબ જ જાણીતું નામ સનત વ્યાસ પણ આ સીરિયલમાં છે. દર્શન જરીવાલા આ શૉમાં પાંચ દીકરાઓમાંના એક ઓજસના પિતાનું પાત્ર ભજવે છે જ્યારે સનત વ્યાસ દાદાનું પાત્ર ભજવતા જોવા મળશે. સરગમનું પાત્ર અંજલી તત્રારી જેણે સોની ટીવી પર આવતી 'મેરે ડેડ કી દુલ્હન'માં પણ કામ કર્યું છે.

  3/8
 • એપિસોડિક સીરિયલ હોવાથી દર વખતે ઘરમાં તેમની રમૂજ થાય તે કૉમિક હશે. શૉનું કથાનક ગાઝિયાબાદનું છે એટલે કે પરિવાર ત્યાં રહે છે તેવું બતવવામાં આવશે. તેમની ધમાલ મસ્તી, જીવનના અનુભવને કઈ રીતે દર્શાવે છે તે જોવા જેવી બાબત રહેશે.

  એપિસોડિક સીરિયલ હોવાથી દર વખતે ઘરમાં તેમની રમૂજ થાય તે કૉમિક હશે. શૉનું કથાનક ગાઝિયાબાદનું છે એટલે કે પરિવાર ત્યાં રહે છે તેવું બતવવામાં આવશે. તેમની ધમાલ મસ્તી, જીવનના અનુભવને કઈ રીતે દર્શાવે છે તે જોવા જેવી બાબત રહેશે.

  4/8
 • ઓજસ રાવલ પોતે આ સીરિયલમાં 'આસ્તિક અવસ્થી'નું પાત્ર ભજવે છે. આસ્તિક બધાં કરતાં જુદાં પ્રકારનું પાત્ર છે. પોતાના લેડીઝ સ્પેશિયલના પાત્ર અમર દેસાઇ સાથેની તુલના કરતાં આસ્તિકનું પાત્ર સાવ જૂદું છે. 

  ઓજસ રાવલ પોતે આ સીરિયલમાં 'આસ્તિક અવસ્થી'નું પાત્ર ભજવે છે. આસ્તિક બધાં કરતાં જુદાં પ્રકારનું પાત્ર છે. પોતાના લેડીઝ સ્પેશિયલના પાત્ર અમર દેસાઇ સાથેની તુલના કરતાં આસ્તિકનું પાત્ર સાવ જૂદું છે. 

  5/8
 • 'અમર દેસાઇ'ને જ્યાં ઘરે પત્ની અને બહાર અફેર હતું ત્યારે આસ્તિક અવસ્થી બ્રહ્મચારી છે. ઇશ્વરથી ડરતો અને પરિવારને ખૂબ જ પ્રેમ કરતો પાત્ર એટલે આસ્તિક અવસ્થી.

  'અમર દેસાઇ'ને જ્યાં ઘરે પત્ની અને બહાર અફેર હતું ત્યારે આસ્તિક અવસ્થી બ્રહ્મચારી છે. ઇશ્વરથી ડરતો અને પરિવારને ખૂબ જ પ્રેમ કરતો પાત્ર એટલે આસ્તિક અવસ્થી.

  6/8
 • ખૂબ જ આજ્ઞાકારી દીકરો, કહ્યાગરો, જેમ પિતાજી કહે તેમ કરવું એ પ્રકારનું પાત્ર એટલે આસ્તિક અવસ્થી. એટલું જ નહીં પણ તે બ્રહ્મચારી સંગઠનના જે ગુરુજી હોય તેમના જે ગુરુવાણી હોય તે બધું જ જે ખરેખર ખૂબ જ ફની હોય છે તે તેણે પાળવાનું  અને તે ખૂબ જ શિસ્તબદ્ધ રીતે આ બધું કરે છે. 

  ખૂબ જ આજ્ઞાકારી દીકરો, કહ્યાગરો, જેમ પિતાજી કહે તેમ કરવું એ પ્રકારનું પાત્ર એટલે આસ્તિક અવસ્થી. એટલું જ નહીં પણ તે બ્રહ્મચારી સંગઠનના જે ગુરુજી હોય તેમના જે ગુરુવાણી હોય તે બધું જ જે ખરેખર ખૂબ જ ફની હોય છે તે તેણે પાળવાનું  અને તે ખૂબ જ શિસ્તબદ્ધ રીતે આ બધું કરે છે. 

  7/8
 • આસ્તિક અવસ્થીના પાત્રને ભજવવામાં આવતી મુશ્કેલી વિશે વાત કરતા ઓજસ રાવલ જણાવે છે કે, "મૂળ તો કૉમેડી ખૂબ જ સરળતાથી કૂદરતી ભેટ તરીકે મળી છે એટલે એમાં વાંધો આવતો નથી. પણ, આસ્તિકના પાત્રમાં જીવંતતા લાવવા માટે થોડીક મહેનત કરવી પડી છે. કારણકે આસ્તિકનું પાત્ર એક એવું પાત્ર છે જે ખૂબ જ કહ્યાગરો દીકરો, ખૂબ જ શિસ્તબદ્ધ અને પાછો બ્રહ્મચારી એટલે તેને એક પ્રકારની ઓપ આપવી એ એક પડકાર રહ્યો. ડિરેક્ટર કેદાર શિંદે જે રીતે અપેક્ષા રાખે તેવું કામ કરવું અને જે કામ કઢાવે છે તેના ઉપર 100 ટકા ખરા ઉતરવું એ મારી માટે મને લાગે છે મોટો પડકાર છે."

  આસ્તિક અવસ્થીના પાત્રને ભજવવામાં આવતી મુશ્કેલી વિશે વાત કરતા ઓજસ રાવલ જણાવે છે કે, "મૂળ તો કૉમેડી ખૂબ જ સરળતાથી કૂદરતી ભેટ તરીકે મળી છે એટલે એમાં વાંધો આવતો નથી. પણ, આસ્તિકના પાત્રમાં જીવંતતા લાવવા માટે થોડીક મહેનત કરવી પડી છે. કારણકે આસ્તિકનું પાત્ર એક એવું પાત્ર છે જે ખૂબ જ કહ્યાગરો દીકરો, ખૂબ જ શિસ્તબદ્ધ અને પાછો બ્રહ્મચારી એટલે તેને એક પ્રકારની ઓપ આપવી એ એક પડકાર રહ્યો. ડિરેક્ટર કેદાર શિંદે જે રીતે અપેક્ષા રાખે તેવું કામ કરવું અને જે કામ કઢાવે છે તેના ઉપર 100 ટકા ખરા ઉતરવું એ મારી માટે મને લાગે છે મોટો પડકાર છે."

  8/8
 • loading...

ફોટોઝ વિશે

22મી ફેબ્રુઆરીથી સોમવારથી શુક્રવાર રાતે 8.30 વાગ્યે Sony TV પર રિલીઝ થનારી ઓજસ રાવલ (Ojas Rawal)ની આ બીજી સીરિયલ છે. આ પહેલા ઓજસ રાવલે (Ojas Rawal) સોની ટીવી પર જ ટેલિકાસ્ટ થતી સીરિયલ લેડીઝ સ્પેશિયલ (Ladies Special)માં પણ કામ કર્યું હતું. લગભગ બે વર્ષ પછી તે ફરી ટેલિવીઝન પર દેખાવાના છે. આ વખતે તેઓ બ્રહ્મચારી એવા આસ્તિક અવસ્થીનું પાત્ર ભજવવાના છે.

First Published: 10th February, 2021 15:37 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK