નીલમ પંચાલ: જ્યારે નેશનલ અવૉર્ડ વિનર અભિનેત્રીએ નહોતી ભરી પોતાની સ્કૂલ ફી

Updated: 7th February, 2021 14:47 IST | Shilpa Bhanushali
 • પોતાના બાળપણની વાત કરતાં નીલમ પંચાલે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે પોતાના જીવનનની તે અંગત પળો શૅર કરી જે કદાચ તેમણે દાયકા પહેલા ભૂલાવી દીધી હતી અથવા તેને યાદ ન કરવું તેમની માટે સુખદ હતું. 

  પોતાના બાળપણની વાત કરતાં નીલમ પંચાલે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે પોતાના જીવનનની તે અંગત પળો શૅર કરી જે કદાચ તેમણે દાયકા પહેલા ભૂલાવી દીધી હતી અથવા તેને યાદ ન કરવું તેમની માટે સુખદ હતું. 

  1/16
 • ભૂતકાળના કેટલાક અનુભવો એવા હોય છે જે તમને વર્તમાનમાં ખૂબ જ સારા બનાવી દે છે, અને નીલમ પંચાલ પણ એવા કડવા અનુભવોને ભૂલાવીને પોતે જીવનમાં જોયેલા અંધકારમાંથી શીખ મેળવીને બીજાના જીવનમાં પ્રકાશ પાથરવાની કોઇપણ તક વેડફવા માગતાં નથી. પોતાને જે મદદની જરૂર હતી એક સમયે, તે હાલ બીજાને કરીને ખૂબ જ સંતોષની લાગણી અનુભવે છે.

  ભૂતકાળના કેટલાક અનુભવો એવા હોય છે જે તમને વર્તમાનમાં ખૂબ જ સારા બનાવી દે છે, અને નીલમ પંચાલ પણ એવા કડવા અનુભવોને ભૂલાવીને પોતે જીવનમાં જોયેલા અંધકારમાંથી શીખ મેળવીને બીજાના જીવનમાં પ્રકાશ પાથરવાની કોઇપણ તક વેડફવા માગતાં નથી. પોતાને જે મદદની જરૂર હતી એક સમયે, તે હાલ બીજાને કરીને ખૂબ જ સંતોષની લાગણી અનુભવે છે.

  2/16
 • નીલમ પંચાલે જણાવ્યું કે તેઓ માત્ર સાડાચાર વર્ષના હતાં ત્યારે તેમના પિતાનું નિધન થઈ ગયું હતું. આ ઘટના પછી વિધવા માતા પર ચાર સંતાનોને એકલા ઉછેરવાની જવાબદારી આવી અને તેમાં નીલમ સૌથી નાનાં હતાં.

  નીલમ પંચાલે જણાવ્યું કે તેઓ માત્ર સાડાચાર વર્ષના હતાં ત્યારે તેમના પિતાનું નિધન થઈ ગયું હતું. આ ઘટના પછી વિધવા માતા પર ચાર સંતાનોને એકલા ઉછેરવાની જવાબદારી આવી અને તેમાં નીલમ સૌથી નાનાં હતાં.

  3/16
 • એક તરફ જ્યાં તેમને નાસ્તો અને જમવાનું પણ માંડ મળતું અને સ્કૂલમાં ભણવા માટે પાઠ્યપુસ્તકો તો લગભગ અડધું વર્ષ પતી ગયું હોય ત્યારે ખરીદવા મળતી, જેથી તે અડધી કિંમતે મળી શકે, દરમિયાન ફી તો ક્યાંથી ભરી શકાય?

  એક તરફ જ્યાં તેમને નાસ્તો અને જમવાનું પણ માંડ મળતું અને સ્કૂલમાં ભણવા માટે પાઠ્યપુસ્તકો તો લગભગ અડધું વર્ષ પતી ગયું હોય ત્યારે ખરીદવા મળતી, જેથી તે અડધી કિંમતે મળી શકે, દરમિયાન ફી તો ક્યાંથી ભરી શકાય?

  4/16
 • તેમ છતાં નીલમ પંચાલના મમ્મીએ પોતાની રીતે દરેક શક્ય પ્રયત્નો કરીને પોતાના ઘરેણાં વેચીને પણ તેમની ફી ભરી. તેમણે ઉમેર્યું કે "જ્યારે પણ ફી ભરવામાં મોડું થાય ત્યારે પરીક્ષા દરમિયાન અમારા નામનું લિસ્ટ વર્ગમાં બોલાતું અને તે સમયે લગભગ બધાંને જ ખબર હોય કે મારી ફી બાકી છે અને તે વખતે બધાં ચીડવતા પણ હતા. 

  તેમ છતાં નીલમ પંચાલના મમ્મીએ પોતાની રીતે દરેક શક્ય પ્રયત્નો કરીને પોતાના ઘરેણાં વેચીને પણ તેમની ફી ભરી. તેમણે ઉમેર્યું કે "જ્યારે પણ ફી ભરવામાં મોડું થાય ત્યારે પરીક્ષા દરમિયાન અમારા નામનું લિસ્ટ વર્ગમાં બોલાતું અને તે સમયે લગભગ બધાંને જ ખબર હોય કે મારી ફી બાકી છે અને તે વખતે બધાં ચીડવતા પણ હતા. 

  5/16
 • "મને ખબર હતી કે મારી ફી બાકી છે તે વખતે દુઃખ થતું પણ તે કોઇને કહી શકાય એવું નહોતું. સ્કૂલના શિક્ષકોને પણ ખબર હતી કે મારી મમ્મી વિધવા છે અને અમને ભણાવી રહી છે. હું સ્કૂલમાં સૌથી હોંશિયાર વિદ્યાર્થિની હતી, ઇન્ટરસ્કૂલ કૉમ્પિટીશનમાં પણ મારા લીધે સ્કૂલને અનેક ટ્રોફી અને ઇનામ મળ્યા. પરંતુ જ્યાં મારી ફી ભરવાની વાત આવે તે દરમિયાન મારા શિક્ષકોએ મદદ કરી નહોતી."

  "મને ખબર હતી કે મારી ફી બાકી છે તે વખતે દુઃખ થતું પણ તે કોઇને કહી શકાય એવું નહોતું. સ્કૂલના શિક્ષકોને પણ ખબર હતી કે મારી મમ્મી વિધવા છે અને અમને ભણાવી રહી છે. હું સ્કૂલમાં સૌથી હોંશિયાર વિદ્યાર્થિની હતી, ઇન્ટરસ્કૂલ કૉમ્પિટીશનમાં પણ મારા લીધે સ્કૂલને અનેક ટ્રોફી અને ઇનામ મળ્યા. પરંતુ જ્યાં મારી ફી ભરવાની વાત આવે તે દરમિયાન મારા શિક્ષકોએ મદદ કરી નહોતી."

  6/16
 • આ બધી વાતો કરતી વખતે એવી પણ ક્ષણ હતી જ્યારે તેમના ગળે ડૂમો ભરાઇ આવ્યો. પરંતુ તેમણે જે પણ અનુભવ્યું ત્યાર પછી તે કહે છે, આ જ બધી વસ્તુઓ છે જેણે તેમને સ્ટ્રોન્ગ બનાવી છે.

  આ બધી વાતો કરતી વખતે એવી પણ ક્ષણ હતી જ્યારે તેમના ગળે ડૂમો ભરાઇ આવ્યો. પરંતુ તેમણે જે પણ અનુભવ્યું ત્યાર પછી તે કહે છે, આ જ બધી વસ્તુઓ છે જેણે તેમને સ્ટ્રોન્ગ બનાવી છે.

  7/16
 • પોતાના પહેલાથી સાતમા ધોરણ સુધીના અનુભવ વિશે નીલમ પંચાલ જણાવે છે કે, "તે સમય મારા જીવનનો ખૂબ જ ખરાબ સમય હતો, સ્કૂલમાં સ્વાધ્યાયપોથી ફરજિયાત હતી, તે વખતે મને એમ થતું કે જ્યાં હું ફી નથી ભરી શકતી, ત્યાં સ્વાધ્યાયપોથી ફરજિયાત કેમ છે. એટલિસ્ટ એ ફરજિયાત ન હોય તો કેટલું સારું રહ્યું હોત."

  પોતાના પહેલાથી સાતમા ધોરણ સુધીના અનુભવ વિશે નીલમ પંચાલ જણાવે છે કે, "તે સમય મારા જીવનનો ખૂબ જ ખરાબ સમય હતો, સ્કૂલમાં સ્વાધ્યાયપોથી ફરજિયાત હતી, તે વખતે મને એમ થતું કે જ્યાં હું ફી નથી ભરી શકતી, ત્યાં સ્વાધ્યાયપોથી ફરજિયાત કેમ છે. એટલિસ્ટ એ ફરજિયાત ન હોય તો કેટલું સારું રહ્યું હોત."

  8/16
 • "પરંતુ તે વખતે પણ મને એવા શિક્ષકો મળી રહ્યા જેમણે મને મદદ કરી. તે જ સ્કૂલમાં દેવયાનીબેન પટેલ અને ગાયત્રીબેન હતાં જેમણે મને સ્વાધ્યાયપોથી ખરીદવામાં મદદ કરી, તેમણે સ્કૂલના લોકોની જાણબહાર મને પૈસા આપ્યા જેથી હું તે સ્વાધ્યાયપોથી ખરીદી શકી. એવો પણ સમય હતો જ્યારે મને ચાલુ પરીક્ષાએ ઊભી કરવામાં આવી અને ફી ક્યારે ભરવામાં આવશે તે માટે હું ઘરે પાછી ગઈ હોઉં અને જે તારીખ મમ્મી કહે તે જણાવીને ફરી મને પેપર લખવા દેવામાં આવે. આમ સ્કૂલમાં સૌથી હોંશીયાર હોવા છતાં એટલે કે લગભગ 90 ટકા જેટલા માર્ક લાવતી વિદ્યાર્થિનીને પણ ચાલુ પરીક્ષાએ ઘરે મોકલવામાં આવી હોય."

  "પરંતુ તે વખતે પણ મને એવા શિક્ષકો મળી રહ્યા જેમણે મને મદદ કરી. તે જ સ્કૂલમાં દેવયાનીબેન પટેલ અને ગાયત્રીબેન હતાં જેમણે મને સ્વાધ્યાયપોથી ખરીદવામાં મદદ કરી, તેમણે સ્કૂલના લોકોની જાણબહાર મને પૈસા આપ્યા જેથી હું તે સ્વાધ્યાયપોથી ખરીદી શકી. એવો પણ સમય હતો જ્યારે મને ચાલુ પરીક્ષાએ ઊભી કરવામાં આવી અને ફી ક્યારે ભરવામાં આવશે તે માટે હું ઘરે પાછી ગઈ હોઉં અને જે તારીખ મમ્મી કહે તે જણાવીને ફરી મને પેપર લખવા દેવામાં આવે. આમ સ્કૂલમાં સૌથી હોંશીયાર હોવા છતાં એટલે કે લગભગ 90 ટકા જેટલા માર્ક લાવતી વિદ્યાર્થિનીને પણ ચાલુ પરીક્ષાએ ઘરે મોકલવામાં આવી હોય."

  9/16
 • જૂની માર્કશીટની તસવીરોમાં જોઇ શકાય છે કે અભિનેત્રી નીલમ પંચાલ પોતાના શાળાકીય શિક્ષણ દરમિયાન કેટલા હોંશીયાર હતાં. પણ તેમને પોતાની ઇચ્છા પ્રમાણે ભણવા મળ્યું નહીં, જો તેમને આગળ ભણવા મળ્યું હોત તો કદાચ આપણે આ નેશનલ અવૉર્ડ વિનર અભિનેત્રી ગુમાવી હોત...

  જૂની માર્કશીટની તસવીરોમાં જોઇ શકાય છે કે અભિનેત્રી નીલમ પંચાલ પોતાના શાળાકીય શિક્ષણ દરમિયાન કેટલા હોંશીયાર હતાં. પણ તેમને પોતાની ઇચ્છા પ્રમાણે ભણવા મળ્યું નહીં, જો તેમને આગળ ભણવા મળ્યું હોત તો કદાચ આપણે આ નેશનલ અવૉર્ડ વિનર અભિનેત્રી ગુમાવી હોત...

  10/16
 • પોતાના બાળપણમાં બનેલી સારી ઘટનાઓ વિશે વાત કરતાં અભિનેત્રીએ કહ્યું કે, "સાતમા ધોરણના બીજા સત્રમાં જ મારી સ્કૂલ બદલી, ને મેં R D વિદ્યાલયમાં એડમિશન લીધું. ધોરણ 7ની અડધી ફી જૂની સ્કૂલમાં ભરી હતી અને આ સ્કૂલમાં બીજા સત્રની ફી ભરવાની નહોતી. અહીં મને બધાં જ શિક્ષકોએ ખૂબ જ  મદદ કરી."

  પોતાના બાળપણમાં બનેલી સારી ઘટનાઓ વિશે વાત કરતાં અભિનેત્રીએ કહ્યું કે, "સાતમા ધોરણના બીજા સત્રમાં જ મારી સ્કૂલ બદલી, ને મેં R D વિદ્યાલયમાં એડમિશન લીધું. ધોરણ 7ની અડધી ફી જૂની સ્કૂલમાં ભરી હતી અને આ સ્કૂલમાં બીજા સત્રની ફી ભરવાની નહોતી. અહીં મને બધાં જ શિક્ષકોએ ખૂબ જ  મદદ કરી."

  11/16
 • યોગેશ ત્રિવેદી, કનુભાઇ પટેલ અને બીજા બધાં જ શિક્ષકોએ આ સ્કૂલમાં ખૂબ જ મદદ કરી. આ બધાં શિક્ષકોએ તેમને ખૂબ જ મદદ કરી અને તેમના માટે અભિનેત્રી કહે છે કે, "હું હંમેશાં તેમનો આ ઉપકાર નહીં ભૂલું. ધોરણ એકથી સાત પણ હું ભણી અને 8થી બાર પણ ભણી. પરંતુ, જ્યાં એક સ્કૂલમાં મને શિક્ષકોએ તરછોડી અને જાણે માનવતા મરી પરવારી હોય તેવો વ્યવહાર કર્યો ત્યાં બીજી તરફ બીજી સ્કૂલમાં મને તેટલો જ પ્રેમ અને સ્વીકાર મળ્યો જેથી આજે પણ હું તે સ્કૂલમાં જવાનું પસંદ કરું છું પણ જૂની સ્કૂલના ગાયત્રીબેન વિશે કશી માહિતી નથી, બાકી અન્ય શિક્ષકોને ઘણીવાર મળવાનું થાય છે તેનો આનંદ છે."

  યોગેશ ત્રિવેદી, કનુભાઇ પટેલ અને બીજા બધાં જ શિક્ષકોએ આ સ્કૂલમાં ખૂબ જ મદદ કરી. આ બધાં શિક્ષકોએ તેમને ખૂબ જ મદદ કરી અને તેમના માટે અભિનેત્રી કહે છે કે, "હું હંમેશાં તેમનો આ ઉપકાર નહીં ભૂલું. ધોરણ એકથી સાત પણ હું ભણી અને 8થી બાર પણ ભણી. પરંતુ, જ્યાં એક સ્કૂલમાં મને શિક્ષકોએ તરછોડી અને જાણે માનવતા મરી પરવારી હોય તેવો વ્યવહાર કર્યો ત્યાં બીજી તરફ બીજી સ્કૂલમાં મને તેટલો જ પ્રેમ અને સ્વીકાર મળ્યો જેથી આજે પણ હું તે સ્કૂલમાં જવાનું પસંદ કરું છું પણ જૂની સ્કૂલના ગાયત્રીબેન વિશે કશી માહિતી નથી, બાકી અન્ય શિક્ષકોને ઘણીવાર મળવાનું થાય છે તેનો આનંદ છે."

  12/16
 • ધોરણ 11 અને 12માં અભિનેત્રીએ જૉબ કરવાનું પણ ચાલુ કર્યું. આમ જૉબ પર જતાં હોવાથી અભિનેત્રીને ગણિત માટે ચંદુભાઇ સરે મફત ટ્યૂશન પણ આપ્યા. એટલું જ નહીં આર ડી વિદ્યાલયના પ્રિન્સીપાલ સી એમ પટેલ સાહેબે ધોરણ 12ની બૉર્ડની પરીક્ષાના 250 રૂપિયા પણ ભર્યા. આ જ સ્કૂલમાં એક પીટીના સર હતા નવલસિંહજી તેમણે સ્વાધ્યાયપોથીઓ અને પુસ્તકો માટે મદદ કરી.

  ધોરણ 11 અને 12માં અભિનેત્રીએ જૉબ કરવાનું પણ ચાલુ કર્યું. આમ જૉબ પર જતાં હોવાથી અભિનેત્રીને ગણિત માટે ચંદુભાઇ સરે મફત ટ્યૂશન પણ આપ્યા. એટલું જ નહીં આર ડી વિદ્યાલયના પ્રિન્સીપાલ સી એમ પટેલ સાહેબે ધોરણ 12ની બૉર્ડની પરીક્ષાના 250 રૂપિયા પણ ભર્યા. આ જ સ્કૂલમાં એક પીટીના સર હતા નવલસિંહજી તેમણે સ્વાધ્યાયપોથીઓ અને પુસ્તકો માટે મદદ કરી.

  13/16
 • "મને યાદ છે કે H.L Collegeમાં H R Yadav કરીને એક પ્રૉફેસર હતાં જેમને ખબર પડી કે મારી પાસે ફી ભરવા માટે પૈસા નથી તો તે મને પ્રન્સિપાલ G A Pathak પાસે લઈ ગયાં અને તેમણે મારી ફર્સ્ટ ટર્મની ફી માફ કરાવી અને બસની પાસ માટે રોકડા પૈસા પણ અપાવ્યા. પણ બસની પાસ માત્ર સોમવારથી શુક્રવાર સુધી જ કામ આવે ત્યારે ઘણીવાર મને શનિવાર અને રવિવાર માટે જે ખર્ચ થતો તે પોતે આપતાં. સાથે આ જ કૉલેજમાં ભરુચા સર પણ ખૂબ જ મદદરૂપ થયા હતા."

  "મને યાદ છે કે H.L Collegeમાં H R Yadav કરીને એક પ્રૉફેસર હતાં જેમને ખબર પડી કે મારી પાસે ફી ભરવા માટે પૈસા નથી તો તે મને પ્રન્સિપાલ G A Pathak પાસે લઈ ગયાં અને તેમણે મારી ફર્સ્ટ ટર્મની ફી માફ કરાવી અને બસની પાસ માટે રોકડા પૈસા પણ અપાવ્યા. પણ બસની પાસ માત્ર સોમવારથી શુક્રવાર સુધી જ કામ આવે ત્યારે ઘણીવાર મને શનિવાર અને રવિવાર માટે જે ખર્ચ થતો તે પોતે આપતાં. સાથે આ જ કૉલેજમાં ભરુચા સર પણ ખૂબ જ મદદરૂપ થયા હતા."

  14/16
 • સ્કૂલના શિક્ષક કનુભાઇને મળતી વખતે લીધેલી સેલ્ફીમાં નેશનલ અવૉર્ડ વિનર અભિનેત્રી નીલમ પંચાલ સાથે કનુભાઇ પટેલ.

  સ્કૂલના શિક્ષક કનુભાઇને મળતી વખતે લીધેલી સેલ્ફીમાં નેશનલ અવૉર્ડ વિનર અભિનેત્રી નીલમ પંચાલ સાથે કનુભાઇ પટેલ.

  15/16
 • HL Collegeનાં પ્રૉફેસર યાદવ મેમ જેમના લીધે આપણને બધાંને આ અભિનેત્રી મળી, જો આ પ્રૉફેસરે નીલમને એક્ટિંગ અને ડ્રામામાં જોડાવા માટે પ્રૉત્સાહન ન આપ્યું હોત તો આપણને આટલી સારી અભિનેત્રીને જોવાની તક ક્યારેય ન મળી હોત. તેમના વિશે વાત કરતાં નીલમ પંચાલ જણાવે છે કે, "પ્રૉફેસર યાદવ મેમને લીધે જ આજે હું એક્ટ્રેસ છું. એમણે જ મને કૉલેજમાં ડ્રામામાં જોડાવા પ્રૉત્સાહન આપ્યું એટલું જ નહીં મદદ પણ કરી, બેસીને મને એક્ટિંગ સ્કીલ્સ શીખવતાં, યોગ્ય વિરામ ચિહ્નોનું ઉચ્ચારણ પણ તેમણે જ મને શીખવ્યું છે."

  HL Collegeનાં પ્રૉફેસર યાદવ મેમ જેમના લીધે આપણને બધાંને આ અભિનેત્રી મળી, જો આ પ્રૉફેસરે નીલમને એક્ટિંગ અને ડ્રામામાં જોડાવા માટે પ્રૉત્સાહન ન આપ્યું હોત તો આપણને આટલી સારી અભિનેત્રીને જોવાની તક ક્યારેય ન મળી હોત. તેમના વિશે વાત કરતાં નીલમ પંચાલ જણાવે છે કે, "પ્રૉફેસર યાદવ મેમને લીધે જ આજે હું એક્ટ્રેસ છું. એમણે જ મને કૉલેજમાં ડ્રામામાં જોડાવા પ્રૉત્સાહન આપ્યું એટલું જ નહીં મદદ પણ કરી, બેસીને મને એક્ટિંગ સ્કીલ્સ શીખવતાં, યોગ્ય વિરામ ચિહ્નોનું ઉચ્ચારણ પણ તેમણે જ મને શીખવ્યું છે."

  16/16
 • loading...

ફોટોઝ વિશે

સ્કૂલ ફી ન ભરવા અંગે મિડ-ડેમાં આવેલા અહેવાલના સ્ક્રીનશૉટને શૅર કરતાં નેશનલ અવૉર્ડ વિનર અભિનેત્રી હેલ્લારો ફેમ લીલા એટલે કે નીલમ પંચાલે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી જેમાં તેમણે પોતાના ચાહકોને જણાવ્યું કે તેમની લગભગ દરેક માર્કશીટમાં આવું લખેલું આવતું જેમાં ફી બાકી જોવા મળે. 

First Published: 7th February, 2021 09:00 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK