Mothers Day Special: બોલીવુડની આ અભિનેત્રીઓ છે 'Forever Mothers', જુઓ તસવીરો....

Updated: May 11, 2020, 11:12 IST | Rachana Joshi
  • નીના ગુપ્તા બોલીવુડની મમ્મીઓની યાદીમાં વધુ એક મમ્મીનું નામ જોડાયું છે અને તે છે નીના ગુપ્તા. 'બધાઈ હો', 'પંગા', 'શુભ મંગલ જ્યાદા સાવધાન' વગેરે ફિલ્મોમાં તેમને માતાની ઉત્તમ ભુમિકા નિભાવી છે. 

    નીના ગુપ્તા

    બોલીવુડની મમ્મીઓની યાદીમાં વધુ એક મમ્મીનું નામ જોડાયું છે અને તે છે નીના ગુપ્તા. 'બધાઈ હો', 'પંગા', 'શુભ મંગલ જ્યાદા સાવધાન' વગેરે ફિલ્મોમાં તેમને માતાની ઉત્તમ ભુમિકા નિભાવી છે. 

    1/16
  • નરગીસ જ્યારે પણ બોલીવુડમાં સંઘર્ષશીલ માતાઓની વાત આવે તયારે સૌથી પહેલું નામ આવે નરગીસનું. ફિલ્મ 'મધર ઈન્ડિયા'માં તેમણે રાજેન્દ્ર કુમાર અને સુનિલ દત્તની માતાની ભૂમિકા ભજવી હતી.

    નરગીસ

    જ્યારે પણ બોલીવુડમાં સંઘર્ષશીલ માતાઓની વાત આવે તયારે સૌથી પહેલું નામ આવે નરગીસનું. ફિલ્મ 'મધર ઈન્ડિયા'માં તેમણે રાજેન્દ્ર કુમાર અને સુનિલ દત્તની માતાની ભૂમિકા ભજવી હતી.

    2/16
  • રત્ના પાઠક શાહ આધુનિક જનરેશનની માતાની ભૂમિકામાં રત્ના પાઠક શાહ બહુ સારી રીતે ઉભરી આવે છે. 'જાને તૂ યા જાને ના', 'કપૂર એન્ડ સન્સ' વગેરે ફિલ્મોથી તેમને દર્શકોના દિલમાં માતા તરીકે એક જુદુ સ્થાન ઊભુ કર્યું છે.

    રત્ના પાઠક શાહ

    આધુનિક જનરેશનની માતાની ભૂમિકામાં રત્ના પાઠક શાહ બહુ સારી રીતે ઉભરી આવે છે. 'જાને તૂ યા જાને ના', 'કપૂર એન્ડ સન્સ' વગેરે ફિલ્મોથી તેમને દર્શકોના દિલમાં માતા તરીકે એક જુદુ સ્થાન ઊભુ કર્યું છે.

    3/16
  • અચલા સચદેવ મર્ધસ ડે ના દિવસે સૌ પ્રથમ કોઈ અભીનેત્રીને યાદ કરીએ તો તે છે 'વક્ત' ફિલ્મમાં માતાની ભૂમિકા ભજવનાર અચલા સચદેવ. આ ફિલ્મમાં તેમને ભૂકંપમાં એક બાળક સિવાય બધુ જ ગુમાવી દીધુ હતું. વક્ત સિવાય પણ તેઓએ 'આરઝુ', 'કભી ખુશી કભી ગમ' ફિલ્મમાં માતાની ભુમિકા ભજવી હતી. તેમણે ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'માં કાજોલની દાદીની ભૂમિકા પણ ભજવી હતી.

    અચલા સચદેવ

    મર્ધસ ડે ના દિવસે સૌ પ્રથમ કોઈ અભીનેત્રીને યાદ કરીએ તો તે છે 'વક્ત' ફિલ્મમાં માતાની ભૂમિકા ભજવનાર અચલા સચદેવ. આ ફિલ્મમાં તેમને ભૂકંપમાં એક બાળક સિવાય બધુ જ ગુમાવી દીધુ હતું. વક્ત સિવાય પણ તેઓએ 'આરઝુ', 'કભી ખુશી કભી ગમ' ફિલ્મમાં માતાની ભુમિકા ભજવી હતી. તેમણે ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'માં કાજોલની દાદીની ભૂમિકા પણ ભજવી હતી.

    4/16
  • નિરૂપા રૉય જો 'બોલીવુડની બેસ્ટ મધર' નામનો કોઈ અવૉર્ડ હોત તો તે ચોક્કસ નિરૂપા રૉયને જ મળ્યો હોત. 70 અને 80ના દાયકામાં તેમણે લગભગ બધી જ ફિલ્મોમાં માતાની ભુમિકા ભજવી છે. તે સમયે માતાના રોલ માટે તે પ્રથમ ચોઈસ રહેતા. તેમણે લગભગ એક દાયકા સુધી રીલ લાઈફમાં અમિતાભ બચ્ચનની માતાની ભુમિકા ભજવી છે. તેમણે 'મા', 'મર્દ', 'દિવાર', 'દો બીગા ઝમીન', 'અમર અકબર એન્થોની', 'સુહાગ', 'ગુમરાહ', 'મુક્કદર કા સિંકદર' વગેરે ફિલ્મોમાં માતાની ભૂમિકા ભજવી છે.

    નિરૂપા રૉય

    જો 'બોલીવુડની બેસ્ટ મધર' નામનો કોઈ અવૉર્ડ હોત તો તે ચોક્કસ નિરૂપા રૉયને જ મળ્યો હોત. 70 અને 80ના દાયકામાં તેમણે લગભગ બધી જ ફિલ્મોમાં માતાની ભુમિકા ભજવી છે. તે સમયે માતાના રોલ માટે તે પ્રથમ ચોઈસ રહેતા. તેમણે લગભગ એક દાયકા સુધી રીલ લાઈફમાં અમિતાભ બચ્ચનની માતાની ભુમિકા ભજવી છે. તેમણે 'મા', 'મર્દ', 'દિવાર', 'દો બીગા ઝમીન', 'અમર અકબર એન્થોની', 'સુહાગ', 'ગુમરાહ', 'મુક્કદર કા સિંકદર' વગેરે ફિલ્મોમાં માતાની ભૂમિકા ભજવી છે.

    5/16
  • ફરીદા જલાલ ફરીદા જલાલને બોલીવુડની બબલી એટિટયૂડ વાળી મધર તરીકે ઓળખવામાં આવે છે. 90ના દાયકામાં અને 2000ના શરૂઆતના દાયકામાં બોલીવુડની લગભગ ફિલ્મોમાં ફરીદા જલાલ માતા તરીકે જોવા મળે છે. 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' અને 'કુછ કુછ હોતા હૈ'માં તેમણે ભજવેલી માતાની ભૂમિકા આજે પણ સહુના દિલમાં અલગ જ સ્થાન ધરાવે છે.

    ફરીદા જલાલ

    ફરીદા જલાલને બોલીવુડની બબલી એટિટયૂડ વાળી મધર તરીકે ઓળખવામાં આવે છે. 90ના દાયકામાં અને 2000ના શરૂઆતના દાયકામાં બોલીવુડની લગભગ ફિલ્મોમાં ફરીદા જલાલ માતા તરીકે જોવા મળે છે. 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' અને 'કુછ કુછ હોતા હૈ'માં તેમણે ભજવેલી માતાની ભૂમિકા આજે પણ સહુના દિલમાં અલગ જ સ્થાન ધરાવે છે.

    6/16
  • સુલોચના લટકર 70ના દાયકમાં નિરૂપા રૉય પછી માતા તરીકે ફિલ્મમેકરો જેની પસંદગી કરતા તે અભિનેત્રી એટલે સુલોચના લટકર. તેમણે ફિલ્મોમાં મુખ્ય પાત્રની વિધવા માતા અથવા તો એવી સ્ત્રી જેણે અત્યાચાર અને દુખોનો સામનો કર્યો હોય તેવી જ ભૂમિકા ભજવી છે. 'મજબુર', 'મુક્કદર કા 'સિંકદર', 'આશા', 'જોની મેરા નામ' ફિલ્મો તેમની પ્રખ્યાત ફિલ્મોમાથી છે. 

    સુલોચના લટકર

    70ના દાયકમાં નિરૂપા રૉય પછી માતા તરીકે ફિલ્મમેકરો જેની પસંદગી કરતા તે અભિનેત્રી એટલે સુલોચના લટકર. તેમણે ફિલ્મોમાં મુખ્ય પાત્રની વિધવા માતા અથવા તો એવી સ્ત્રી જેણે અત્યાચાર અને દુખોનો સામનો કર્યો હોય તેવી જ ભૂમિકા ભજવી છે. 'મજબુર', 'મુક્કદર કા 'સિંકદર', 'આશા', 'જોની મેરા નામ' ફિલ્મો તેમની પ્રખ્યાત ફિલ્મોમાથી છે. 

    7/16
  • રીમા લાગૂ રીમા લાગૂને 'રાજશ્રીની માતા' તરીકે પણ ઓળખડામાં આવે છે. 90ના દાયકામાં આવેલી લગભગ ફિલ્મોમાં તેમણે માતાની ભૂમિકા ભજવી છે. 'મૈને પ્યાર કિયા', 'હમ આપકે હૈ કોન' વગેરે ફિલ્મમાં તેમણે ગ્રેસફૂલી માતાનું પાત્ર ભજવ્યું છે. 'હમ સાથ સાથ હૈ' ફિલ્મમાં તે નેગેટીવ ભૂમિકામાં પણ જોવા મળ્યાં હતા. પરંતુ તે પ્રેમાળ માતા તરીકે તે આજે પણ દર્શકોના દિલમાં છે.

    રીમા લાગૂ

    રીમા લાગૂને 'રાજશ્રીની માતા' તરીકે પણ ઓળખડામાં આવે છે. 90ના દાયકામાં આવેલી લગભગ ફિલ્મોમાં તેમણે માતાની ભૂમિકા ભજવી છે. 'મૈને પ્યાર કિયા', 'હમ આપકે હૈ કોન' વગેરે ફિલ્મમાં તેમણે ગ્રેસફૂલી માતાનું પાત્ર ભજવ્યું છે. 'હમ સાથ સાથ હૈ' ફિલ્મમાં તે નેગેટીવ ભૂમિકામાં પણ જોવા મળ્યાં હતા. પરંતુ તે પ્રેમાળ માતા તરીકે તે આજે પણ દર્શકોના દિલમાં છે.

    8/16
  • દિના પાઠક હૃષિકેશ મુખર્જીની ફિલ્મમાં સ્ટ્રીક્ટ માતાની ભૂમિકા ભજવનાર બીજું કોઈ નહીં પણ અભિનેત્રી દિના પાઠક છે. હિન્દી ફિલ્મોની સાથે-સાથે ગુજરાતી ફિલ્મોમાં પણ દિના પાઠક કુશળ અભિનેત્રી તરીકે ઓળખાતા. તેઓ અનેકવાર બિલ્ડ માતાની ભૂમિકામાં પણ જોવા મળ્યા છે. 'ગોલમાલ', 'ખુબસુરત', 'કોશિશ', 'ઉમરાવજાન', 'મિર્ચ મસાલા' વગેરે ફિલ્મોમાં નિભાવેલી માતાની ભૂમિકા માટે પણ તેમને હંમેશા યાદ રાખવામાં આવશે.

    દિના પાઠક

    હૃષિકેશ મુખર્જીની ફિલ્મમાં સ્ટ્રીક્ટ માતાની ભૂમિકા ભજવનાર બીજું કોઈ નહીં પણ અભિનેત્રી દિના પાઠક છે. હિન્દી ફિલ્મોની સાથે-સાથે ગુજરાતી ફિલ્મોમાં પણ દિના પાઠક કુશળ અભિનેત્રી તરીકે ઓળખાતા. તેઓ અનેકવાર બિલ્ડ માતાની ભૂમિકામાં પણ જોવા મળ્યા છે. 'ગોલમાલ', 'ખુબસુરત', 'કોશિશ', 'ઉમરાવજાન', 'મિર્ચ મસાલા' વગેરે ફિલ્મોમાં નિભાવેલી માતાની ભૂમિકા માટે પણ તેમને હંમેશા યાદ રાખવામાં આવશે.

    9/16
  • નુતન નુતન એ નામ બોલીવુડના ઈતિહાસમાં સૌથી મોટું નામ છે. મુખ્ય અભિનેત્રી તરીકે કારર્કિદીની શરૂઆત કર્યા બાદ સુંદરતા અને ઉત્તમ અભિનયથી તેણે સહુના દિલ જીતી લીધા હતા. લીડ રોલમાં તેમણે પાચ ફિલ્મફેર અવૉર્ડ પણ જીત્યા હતા. જો કે કારર્કિદીના અંતિમ તબકક્કામાં તે મુખ્ય અભિનેતાની માતાની ભુમિકામાં જોવા મળ્યા હતા. હકીકતમાં તેની કારર્કિદીની કેટલીક હીટ ફિલ્મો જેવી કે 'મેરી જંગ' અને 'કર્મા'માં તેણે માતાની ભૂમિકા ભજવી હતી.

    નુતન

    નુતન એ નામ બોલીવુડના ઈતિહાસમાં સૌથી મોટું નામ છે. મુખ્ય અભિનેત્રી તરીકે કારર્કિદીની શરૂઆત કર્યા બાદ સુંદરતા અને ઉત્તમ અભિનયથી તેણે સહુના દિલ જીતી લીધા હતા. લીડ રોલમાં તેમણે પાચ ફિલ્મફેર અવૉર્ડ પણ જીત્યા હતા. જો કે કારર્કિદીના અંતિમ તબકક્કામાં તે મુખ્ય અભિનેતાની માતાની ભુમિકામાં જોવા મળ્યા હતા. હકીકતમાં તેની કારર્કિદીની કેટલીક હીટ ફિલ્મો જેવી કે 'મેરી જંગ' અને 'કર્મા'માં તેણે માતાની ભૂમિકા ભજવી હતી.

    10/16
  • જયા બચ્ચન બોલીવુડમાં સફળતા મેળવ્યા બાદ જયા બચ્ચને સિલ્વર સ્ક્રિનમાંથી બ્રેક લીધો હતો અને રીયલમાં માતૃત્વનો અનુભવ કર્યો હતો. પછી તેણે કરણ જોહરની ફિલ્મ 'કભી ખુશી કભી ગમ' દ્વારા કમબેક કર્યું હતું. 'કલ હો ના હો'માં તેમણે ભજવેલી માતાની ભૂમિકા આજે પણ એટલી જ લોકપ્રિય છે. 

    જયા બચ્ચન

    બોલીવુડમાં સફળતા મેળવ્યા બાદ જયા બચ્ચને સિલ્વર સ્ક્રિનમાંથી બ્રેક લીધો હતો અને રીયલમાં માતૃત્વનો અનુભવ કર્યો હતો. પછી તેણે કરણ જોહરની ફિલ્મ 'કભી ખુશી કભી ગમ' દ્વારા કમબેક કર્યું હતું. 'કલ હો ના હો'માં તેમણે ભજવેલી માતાની ભૂમિકા આજે પણ એટલી જ લોકપ્રિય છે. 

    11/16
  • વહીદા રહેમાન નુતનની જેમ મુખ્ય અભિનેત્રી તરીકે કારર્કીદી શરૂ કર્યા બાદ પાછળથી તેમણે અનેક ફિલ્મોમાં માતાની ભૂમિકા ભજવી હતી. માતા તરીકી તેમની ઉત્તમ ફિલ્મોની યાદીમાં 'મશાલ', 'કભી કભી', 'રંગ દે બસંતી' અને 'ચાંદની' છે.

    વહીદા રહેમાન

    નુતનની જેમ મુખ્ય અભિનેત્રી તરીકે કારર્કીદી શરૂ કર્યા બાદ પાછળથી તેમણે અનેક ફિલ્મોમાં માતાની ભૂમિકા ભજવી હતી. માતા તરીકી તેમની ઉત્તમ ફિલ્મોની યાદીમાં 'મશાલ', 'કભી કભી', 'રંગ દે બસંતી' અને 'ચાંદની' છે.

    12/16
  • રાખી ગુલઝાર રાખીએ અનેક ફિલ્મોમાં માતાની ભૂમિકા ભજવી છે. પરંતુ 'કરણ અર્જુન' ફિલ્મ દ્વારા તેણે દર્શકોના દિલમાં એક જુદી જ જગ્યા બનાવી છે. અન્ય અભિનેત્રીઓની જેમ રાખીએ પણ મુખ્ય અભિનેત્રી તરીકે કારર્કીદીની શરૂઆત કરી હતી અને પછી માતાની ભૂમિકા ભજવી હતી. 

    રાખી ગુલઝાર

    રાખીએ અનેક ફિલ્મોમાં માતાની ભૂમિકા ભજવી છે. પરંતુ 'કરણ અર્જુન' ફિલ્મ દ્વારા તેણે દર્શકોના દિલમાં એક જુદી જ જગ્યા બનાવી છે. અન્ય અભિનેત્રીઓની જેમ રાખીએ પણ મુખ્ય અભિનેત્રી તરીકે કારર્કીદીની શરૂઆત કરી હતી અને પછી માતાની ભૂમિકા ભજવી હતી. 

    13/16
  • સુપ્રિયા પાઠક બોલીવુડની ઓન સ્ક્રિન મમ્મીઓમાં ક્રૂર માતા તરીકે હંમેશા સુપ્રિયા પાઠકને યાદ કરવામાં આવશે. 'રામ-લીલા' ફિલ્મમાં તેણે દીપિકા પાદુકોણની માતાની ભુમિકા ભજવી હતી. 

    સુપ્રિયા પાઠક

    બોલીવુડની ઓન સ્ક્રિન મમ્મીઓમાં ક્રૂર માતા તરીકે હંમેશા સુપ્રિયા પાઠકને યાદ કરવામાં આવશે. 'રામ-લીલા' ફિલ્મમાં તેણે દીપિકા પાદુકોણની માતાની ભુમિકા ભજવી હતી. 

    14/16
  • લીલા મિશ્રા બોલીવુડના સુવર્ણ યુગમાં કુશળ કલાકારોમાંના એક એટલે લીલા મિશ્રા. ભલે તેમણે માતા કરતા વધુ કાકી કે માસીની ભૂમિકાઓ ભજવી છે છતા તેઓ ભારતીય માતાના વ્યક્તિત્વનું ચિત્રણ કરવામાં સફળ રહ્યાં છે. 'ખામોશી', 'ચિત્રલેખા', 'ગુંઘટ', 'બહાર', 'આવારા', 'દાગ' જેવી 150 ફિલ્મોમાં તેમણે ભૂમિકાઓ ભજવી છે. પરંતુ 'શોલે'માં ભજવેલું મૌસીજીનું કૅરેક્ટર સૌથી લોકપ્રિય છે.

    લીલા મિશ્રા

    બોલીવુડના સુવર્ણ યુગમાં કુશળ કલાકારોમાંના એક એટલે લીલા મિશ્રા. ભલે તેમણે માતા કરતા વધુ કાકી કે માસીની ભૂમિકાઓ ભજવી છે છતા તેઓ ભારતીય માતાના વ્યક્તિત્વનું ચિત્રણ કરવામાં સફળ રહ્યાં છે. 'ખામોશી', 'ચિત્રલેખા', 'ગુંઘટ', 'બહાર', 'આવારા', 'દાગ' જેવી 150 ફિલ્મોમાં તેમણે ભૂમિકાઓ ભજવી છે. પરંતુ 'શોલે'માં ભજવેલું મૌસીજીનું કૅરેક્ટર સૌથી લોકપ્રિય છે.

    15/16
  • સીમા પાહવા 'બરેલી કી બરફી', 'આંખો દેખી', ''શુભ મંગલ સાવધાન' જેવી ફિલ્મોમાં માતાનો રોલ ભજવીને અને 'બાલા' ફિલ્મમાં માસીની ભૂમિકા ભજવીને તેઓએ પોતાનું નામ બોલીવુડની Forever Mothersની યાદીમાં નામ ઉમેરી લીધું છે.

    સીમા પાહવા

    'બરેલી કી બરફી', 'આંખો દેખી', ''શુભ મંગલ સાવધાન' જેવી ફિલ્મોમાં માતાનો રોલ ભજવીને અને 'બાલા' ફિલ્મમાં માસીની ભૂમિકા ભજવીને તેઓએ પોતાનું નામ બોલીવુડની Forever Mothersની યાદીમાં નામ ઉમેરી લીધું છે.

    16/16
  • loading...

ફોટોઝ વિશે

જ્યારે બોલીવુડ અને બોલીવુડની ફિલ્મોની વાત કરીએ તો તે માતા વિના અધુરી હોય છે. કૌટુંબિક ફિલ્મ હોય કે થ્રિલર બોલીવુડની ફિલ્મ માતા વિના જાણે અધુરી લાગે. બોલીવુડમાં કેટલીક અભિનેત્રીઓ છે જેમણે માતાનું પાત્ર ભજવીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. આ અભિનેત્રીઓને જોઈને દરેક સામાન્ય માણસને એવું લાગે છે કે તેમની માતા પણ આવી હોવી જોઈએ અભિનેત્રીઓ ફિલ્મોમાં ભજવેલા પાત્ર માટે તેમને હંમેશા યાદ રાખવામાં આવે છે. આવો જોઈએ બોલીવુડની એ અભિનેત્રીઓને જે 'Forever Mothers' છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK