વર્ષ 2019માં આ ફિલ્મો પર રહેશે નજર

Dec 28, 2018, 15:04 IST
 • 2019ની શરૂઆત દેશભક્તિની ફિલ્મ 'ઉરી' સાથે થશે. નવા વર્ષની આ પહેલી ફિલ્મ હશે. જે દર્શકોના હ્રદયમાં દેશભક્તિની ભાવના જગવવા તૈયાર છે. RSVPની ફિલ્મ 'ઉરી' 11 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આદિત્ય ધરે ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં વિકી કૌશલ, યામી ગૌતમ, મોહિત રૈના, પરેશ રાવલ અને કીર્તિ કુલ્હારી જેવા દમદાર કલાકારો દેખાશે.

  2019ની શરૂઆત દેશભક્તિની ફિલ્મ 'ઉરી' સાથે થશે. નવા વર્ષની આ પહેલી ફિલ્મ હશે. જે દર્શકોના હ્રદયમાં દેશભક્તિની ભાવના જગવવા તૈયાર છે. RSVPની ફિલ્મ 'ઉરી' 11 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આદિત્ય ધરે ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં વિકી કૌશલ, યામી ગૌતમ, મોહિત રૈના, પરેશ રાવલ અને કીર્તિ કુલ્હારી જેવા દમદાર કલાકારો દેખાશે.

  1/16
 • નવા વર્ષે ઋતિક રોશન પણ પોતાની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'સુપર 30' સાથે સિલ્વર સ્ક્રીન પર એન્ટ્રી કરશે. ફિલ્મનું પોસ્ટર અને ટીઝર રિલીઝ થઈ ચૂક્યા છે, જે બાદ ફિલ્મ પ્રત્યે લોકોની ઉત્સુક્તા વધી છે. રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ અને સાજીદ નડિયાડવાલાના નડિયાદવાલા ગ્રાન્ડ સન એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શન હાઉસના બેનર અંતર્ગત બની રહેલી 'સુપર 30'માં ઋતિક રોશન, મૃણાલ ઠાકુર, વીરેન્દ્ર સક્સેના અને પંકજ ત્રિપાઠી મહત્વની ભૂમિકામાં દેખાશે.

  નવા વર્ષે ઋતિક રોશન પણ પોતાની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'સુપર 30' સાથે સિલ્વર સ્ક્રીન પર એન્ટ્રી કરશે. ફિલ્મનું પોસ્ટર અને ટીઝર રિલીઝ થઈ ચૂક્યા છે, જે બાદ ફિલ્મ પ્રત્યે લોકોની ઉત્સુક્તા વધી છે. રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ અને સાજીદ નડિયાડવાલાના નડિયાદવાલા ગ્રાન્ડ સન એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શન હાઉસના બેનર અંતર્ગત બની રહેલી 'સુપર 30'માં ઋતિક રોશન, મૃણાલ ઠાકુર, વીરેન્દ્ર સક્સેના અને પંકજ ત્રિપાઠી મહત્વની ભૂમિકામાં દેખાશે.

  2/16
 • પિતા પુત્રી અનિલ કપૂર અને સોનમ કપૂર પણ 2019માં પહેલી વખત પડદા પર એક સાથે દેખાશે. 'એક લડકી કો દેખા તો એસા લગા'માં રિયલ લાઈફના પિતા પુત્રી રીલ લાઈફમાં પણ આ જ રોલમાં દેખાશે. સિલ્વર સ્ક્રીન પર બાપ-દીકરીને સાથે જોવા માટે દર્શકો તૈયાર છે. તાજેતરમાં જ રિલીઝ થયેલા ટ્રેલરને દર્શકો પસંદ કરી રહ્યા છે. નવોદિત ડિરેક્ટર શૈલી ચોપડાએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં સોનમ અને અનિલ કપૂરની સાથે સાથે રાજકુમાર રાવ અને જૂહી ચાવલા પણ દેખાશે. ફોક્સ સ્ટાર સ્ટુડિયોની ફિલ્મ વિધુ વિનોદ ચોપરા અને રાજકુમાર હિરાનીએ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ 1 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

  પિતા પુત્રી અનિલ કપૂર અને સોનમ કપૂર પણ 2019માં પહેલી વખત પડદા પર એક સાથે દેખાશે. 'એક લડકી કો દેખા તો એસા લગા'માં રિયલ લાઈફના પિતા પુત્રી રીલ લાઈફમાં પણ આ જ રોલમાં દેખાશે. સિલ્વર સ્ક્રીન પર બાપ-દીકરીને સાથે જોવા માટે દર્શકો તૈયાર છે. તાજેતરમાં જ રિલીઝ થયેલા ટ્રેલરને દર્શકો પસંદ કરી રહ્યા છે. નવોદિત ડિરેક્ટર શૈલી ચોપડાએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં સોનમ અને અનિલ કપૂરની સાથે સાથે રાજકુમાર રાવ અને જૂહી ચાવલા પણ દેખાશે. ફોક્સ સ્ટાર સ્ટુડિયોની ફિલ્મ વિધુ વિનોદ ચોપરા અને રાજકુમાર હિરાનીએ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ 1 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

  3/16
 •  'ઉરી' બાદ RSVP પ્રોડક્શનની વધુ એક ફિલ્મ 'સોન ચિરૈયા' બોક્સ ઓફિસ પર રિલીઝ થશે. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત અને ભૂમિ પેડનેકર પહેલી વખત એક સાથે દેખાશે. સાથે જ મનોજ વાજપેયી, રણવી શૌરી, આશુતોષ રાણા પણ આ ફિલ્મમાં દમદાર રોલમાં દેખાશે. 'સોન ચિરૈયા' ડાકુ યુગ પર આધારિત એક ગામની સ્ટોરી છે. 8 ફેબ્રુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મને અભિષેક ચૌબેએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં મધ્ય ભારતના ડાકુઓના ગૌરવની ઝલક દેખાશે.

   'ઉરી' બાદ RSVP પ્રોડક્શનની વધુ એક ફિલ્મ 'સોન ચિરૈયા' બોક્સ ઓફિસ પર રિલીઝ થશે. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત અને ભૂમિ પેડનેકર પહેલી વખત એક સાથે દેખાશે. સાથે જ મનોજ વાજપેયી, રણવી શૌરી, આશુતોષ રાણા પણ આ ફિલ્મમાં દમદાર રોલમાં દેખાશે. 'સોન ચિરૈયા' ડાકુ યુગ પર આધારિત એક ગામની સ્ટોરી છે. 8 ફેબ્રુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મને અભિષેક ચૌબેએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં મધ્ય ભારતના ડાકુઓના ગૌરવની ઝલક દેખાશે.

  4/16
 • સિમ્બા સાથે 2018નો ધમાકેદાર અંત કર્યા બાદ રણવીર સિંહ 2019માં પણ ધૂમ મચાવવા તૈયાર છે. એક્સલ એન્ટરટેઈનમેન્ટની 'ગલી બૉય'માં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ પહેલીવાર એક સાથે દેખાશે. મુંબઈના અંડરગ્રાઉન્ડ રૅપના બેક ડ્રોપ પર આધારિત 'ગલી બોય'માં રણવીર સિંહ ધારાવીની ઝૂંપડપટ્ટીમાં રહેતા વ્યક્તિની ભૂમિકામાં દેખાશે. તો આલિયા ભટ્ટ અપરંપરાગત લવ ઈન્ટરેસ્ટના રોલમાં દેખાશે. એક્સલ એન્ટરટેઈનમેન્ટ અને ટાઈગર બેબી દ્વારા નિર્મિત ફિલ્મને ઝોયા અખ્તરે ડિરેક્ટ કરી છે. ફિલ્મ 'ગલી બૉય' 14 ફેબ્રુઆરી 2019ના રોજ રિલીઝ થશે.

  સિમ્બા સાથે 2018નો ધમાકેદાર અંત કર્યા બાદ રણવીર સિંહ 2019માં પણ ધૂમ મચાવવા તૈયાર છે. એક્સલ એન્ટરટેઈનમેન્ટની 'ગલી બૉય'માં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ પહેલીવાર એક સાથે દેખાશે. મુંબઈના અંડરગ્રાઉન્ડ રૅપના બેક ડ્રોપ પર આધારિત 'ગલી બોય'માં રણવીર સિંહ ધારાવીની ઝૂંપડપટ્ટીમાં રહેતા વ્યક્તિની ભૂમિકામાં દેખાશે. તો આલિયા ભટ્ટ અપરંપરાગત લવ ઈન્ટરેસ્ટના રોલમાં દેખાશે. એક્સલ એન્ટરટેઈનમેન્ટ અને ટાઈગર બેબી દ્વારા નિર્મિત ફિલ્મને ઝોયા અખ્તરે ડિરેક્ટ કરી છે. ફિલ્મ 'ગલી બૉય' 14 ફેબ્રુઆરી 2019ના રોજ રિલીઝ થશે.

  5/16
 • રાકેશ ઓમપ્રકાશ મેહરાની ફિલ્મ 'મેરે પ્યારે પ્રાઈમ મિનિસ્ટર' પણ 2019માં રિલીઝ થશે. આ ફિલ્મમાં મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહેતા ચાર બાળકોની સ્ટોરી છે. જેમાંથી એક બાળક પોતાની માતા માટે શૌચાલય બનાવવા ઈચ્છે છે, આ માટે વડાપ્રધાનને અપીલ પણ કરે છે. સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવતી આ ફિલ્મમાં નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી અંજલિ પાટિલ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ 8 માર્ચે રિલીઝ થશે.

  રાકેશ ઓમપ્રકાશ મેહરાની ફિલ્મ 'મેરે પ્યારે પ્રાઈમ મિનિસ્ટર' પણ 2019માં રિલીઝ થશે. આ ફિલ્મમાં મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહેતા ચાર બાળકોની સ્ટોરી છે. જેમાંથી એક બાળક પોતાની માતા માટે શૌચાલય બનાવવા ઈચ્છે છે, આ માટે વડાપ્રધાનને અપીલ પણ કરે છે. સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવતી આ ફિલ્મમાં નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી અંજલિ પાટિલ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ 8 માર્ચે રિલીઝ થશે.

  6/16
 • વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ 'લવ લેટર્સ' માર્ચ મહિનામાં રિલીઝ થશે. વિધુ વિનોદ ચોપડા ફિલ્મ્સ અને ફોક્સ સ્ટાર સ્ટુડિયોઝના બેનર અંતર્ગત બની રહેલી ફિલ્મમાં નવોદિત કલાકાર નસર ખાન અને સાદિયા દેખાશે.

  વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ 'લવ લેટર્સ' માર્ચ મહિનામાં રિલીઝ થશે. વિધુ વિનોદ ચોપડા ફિલ્મ્સ અને ફોક્સ સ્ટાર સ્ટુડિયોઝના બેનર અંતર્ગત બની રહેલી ફિલ્મમાં નવોદિત કલાકાર નસર ખાન અને સાદિયા દેખાશે.

  7/16
 • સોનમ કપૂર અને દુલકર સલમાનની ફિલ્મ 'ધ ઝોયા ફેક્ટર' 5 એપ્રિલે રિલીઝ થશે. અભિષેક શર્માએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મને ફૉક્સ સ્ટાર સ્ટુડિયોઝના બેનર અંતર્ગત તૈયાર કરાઈ છે. આ વર્ષે નજર સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપરાની અપકમિંગ ફિલ્મ 'જબરિયા જોડી' પર પણ રહેશે. જબરિયા જોડી 17 મે, 2019ના રોજ દેશભરમાં રિલીઝ થશે. જબરિયા જોડી બિહારની પરંપરા 'પકડવા વિવાહ' એટલે કે લગ્ન માટે વરરાજાનું અપહરણ કરવાની સ્ટોરી પર આધારિત છે. બાલાજી મોશન પિક્ચર્સ અને શૈલેષ સિંહની કર્મા મીડિયા નેટના બેનર અંતર્ગત બની રહેલી ફિલ્મને એક્તા કપૂર પ્રોડ્યુસ કરી રહ્યા છે.

  સોનમ કપૂર અને દુલકર સલમાનની ફિલ્મ 'ધ ઝોયા ફેક્ટર' 5 એપ્રિલે રિલીઝ થશે. અભિષેક શર્માએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મને ફૉક્સ સ્ટાર સ્ટુડિયોઝના બેનર અંતર્ગત તૈયાર કરાઈ છે. આ વર્ષે નજર સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપરાની અપકમિંગ ફિલ્મ 'જબરિયા જોડી' પર પણ રહેશે. જબરિયા જોડી 17 મે, 2019ના રોજ દેશભરમાં રિલીઝ થશે. જબરિયા જોડી બિહારની પરંપરા 'પકડવા વિવાહ' એટલે કે લગ્ન માટે વરરાજાનું અપહરણ કરવાની સ્ટોરી પર આધારિત છે. બાલાજી મોશન પિક્ચર્સ અને શૈલેષ સિંહની કર્મા મીડિયા નેટના બેનર અંતર્ગત બની રહેલી ફિલ્મને એક્તા કપૂર પ્રોડ્યુસ કરી રહ્યા છે.

  8/16
 • બાલાજી મોશન પિક્ચર્સની 'ડ્રીમ ગર્લ' પણ 2019ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મોમાંની એક છે. 'ડ્રીમ ગર્લ' નવોદિ ડિરેક્ટર રાજ શાંડિલિયા ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાનાની સાથે સાથે નુશરત ભરૂચા મહત્વની ભૂમિકામાં દેખાશે.

  બાલાજી મોશન પિક્ચર્સની 'ડ્રીમ ગર્લ' પણ 2019ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મોમાંની એક છે. 'ડ્રીમ ગર્લ' નવોદિ ડિરેક્ટર રાજ શાંડિલિયા ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાનાની સાથે સાથે નુશરત ભરૂચા મહત્વની ભૂમિકામાં દેખાશે.

  9/16
 • બોલીવુડના દંગલ ખાન એટલે કે સલમાન ખાન 2019માં 'ભારત' સાથે પોતાના ફેન્સને ઈદી આપવા તૈયાર છે. 'ભારત'ની સ્ટોરી 1947ના ભારત પાકિસ્તાનના ભાગલા દરમિયાન એક દીકરાએ પિતાને કરેલા વાયદા પર આધારિત છે. ફિલ્મમાં સલમાન ખાન અને કેટરીનાની સાથે સાથે તબ્બૂ, જૈકી શ્રોફ, દિશા પટણી, નોરા ફતેહી અને સુનીલ ગ્રોવર જેવા કલાકારો સામેલ છે. અલી અબ્બાસ ઝફરે ડિરેક્ટ કરેલી આ ફિલ્મ અતુલ અગ્નિહોત્રીની રીલ લાઈફ પ્રોડક્શન પ્રાઈવેટ લિમિટેડ અને ટી સિરીઝ દ્વારા પ્રોડ્યુસ કરાઈ છે.

  બોલીવુડના દંગલ ખાન એટલે કે સલમાન ખાન 2019માં 'ભારત' સાથે પોતાના ફેન્સને ઈદી આપવા તૈયાર છે. 'ભારત'ની સ્ટોરી 1947ના ભારત પાકિસ્તાનના ભાગલા દરમિયાન એક દીકરાએ પિતાને કરેલા વાયદા પર આધારિત છે. ફિલ્મમાં સલમાન ખાન અને કેટરીનાની સાથે સાથે તબ્બૂ, જૈકી શ્રોફ, દિશા પટણી, નોરા ફતેહી અને સુનીલ ગ્રોવર જેવા કલાકારો સામેલ છે. અલી અબ્બાસ ઝફરે ડિરેક્ટ કરેલી આ ફિલ્મ અતુલ અગ્નિહોત્રીની રીલ લાઈફ પ્રોડક્શન પ્રાઈવેટ લિમિટેડ અને ટી સિરીઝ દ્વારા પ્રોડ્યુસ કરાઈ છે.

  10/16
 • 2019માં ફરી એકવાર સુશાંતસિંહ રાજપૂત 'છિછોરા'થી થિયેટરમાં એન્ટ્રી કરશે. આ ફિલ્મ નીતેશ તિવારીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર, સુશાંત સિંહ રાજપૂતની સાથે સાથે વરુણ શર્મા, તાહિર રાજ ભસીન અને પ્રતીક બબ્બર મુખ્ય ભૂમિકામાં છે. નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શન હાઉસના બેનર અંતર્ગત બનેલી ફિલ્મ 30 ઓગસ્ટે રિલીઝ થશે.

  2019માં ફરી એકવાર સુશાંતસિંહ રાજપૂત 'છિછોરા'થી થિયેટરમાં એન્ટ્રી કરશે. આ ફિલ્મ નીતેશ તિવારીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર, સુશાંત સિંહ રાજપૂતની સાથે સાથે વરુણ શર્મા, તાહિર રાજ ભસીન અને પ્રતીક બબ્બર મુખ્ય ભૂમિકામાં છે. નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શન હાઉસના બેનર અંતર્ગત બનેલી ફિલ્મ 30 ઓગસ્ટે રિલીઝ થશે.

  11/16
 • સાઉથના સુપરસ્ટાર પ્રભાર હવે 'સાહો' સાથે બોલીવુડમાં ડેબ્યુ કરવા તૈયાર છે. ફિલ્મમાં પ્રભાસની સાથે શ્રદ્ધા કપૂર સ્ક્રીન શૅર કરશે. યુવી ક્રિએશન પ્રોડક્શન અને ટી સિરીઝ દ્વારા પ્રસ્તુત એક્શન થ્રિલર 'સાહો' વામસી, પ્રમોદ, વિક્રમ દ્વારા પ્રોડ્યુસ કરાઈ છે, તો ફિલ્મને સુજીત ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થશે.

  સાઉથના સુપરસ્ટાર પ્રભાર હવે 'સાહો' સાથે બોલીવુડમાં ડેબ્યુ કરવા તૈયાર છે. ફિલ્મમાં પ્રભાસની સાથે શ્રદ્ધા કપૂર સ્ક્રીન શૅર કરશે. યુવી ક્રિએશન પ્રોડક્શન અને ટી સિરીઝ દ્વારા પ્રસ્તુત એક્શન થ્રિલર 'સાહો' વામસી, પ્રમોદ, વિક્રમ દ્વારા પ્રોડ્યુસ કરાઈ છે, તો ફિલ્મને સુજીત ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થશે.

  12/16
 • વર્ષ 2019માં સાયના નેહવાલની બાયોપિક 'સાયના' પણ રિલીઝ થશે. બોલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર બાયોપિકમાં બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલની ભૂમિકામાં દેખાશે. સાયના નેહવાલની લાઈફ પર આધારિત આ ફિલ્મ માટે શ્રદ્ધા કપૂર લાંબા સમયથી તૈયારી કરી રહ્યા છે. ભૂષણ કુમારની ટી સિરીઝ દ્વારા પ્રોડ્યુસ કરાયેલી ફિલ્મ 'સાયના' અમોલ ગુપ્તે ડિરેક્ટ કરી રહ્યા છે.

  વર્ષ 2019માં સાયના નેહવાલની બાયોપિક 'સાયના' પણ રિલીઝ થશે. બોલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર બાયોપિકમાં બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલની ભૂમિકામાં દેખાશે. સાયના નેહવાલની લાઈફ પર આધારિત આ ફિલ્મ માટે શ્રદ્ધા કપૂર લાંબા સમયથી તૈયારી કરી રહ્યા છે. ભૂષણ કુમારની ટી સિરીઝ દ્વારા પ્રોડ્યુસ કરાયેલી ફિલ્મ 'સાયના' અમોલ ગુપ્તે ડિરેક્ટ કરી રહ્યા છે.

  13/16
 •  2019માં નવાઝુદ્દીન સિદ્દીકી પણ પોતાની હાજરી દર્શાવશે. સાન્યા મલ્હોત્રા સાથે 'ફોટોગ્રાફ'માં નવાઝુદ્દીન સિદ્દીકી દેખાશે. રિતેશ બત્રાએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મ એમેઝોન પ્રોડક્શન હાઉસના બેનર અંતર્ગત બની છે.

   2019માં નવાઝુદ્દીન સિદ્દીકી પણ પોતાની હાજરી દર્શાવશે. સાન્યા મલ્હોત્રા સાથે 'ફોટોગ્રાફ'માં નવાઝુદ્દીન સિદ્દીકી દેખાશે. રિતેશ બત્રાએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મ એમેઝોન પ્રોડક્શન હાઉસના બેનર અંતર્ગત બની છે.

  14/16
 • સાથે જ આ વર્ષે સ્ટાર કિડ તરીકે સુનીલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટી ડેબ્યુ કરશે. નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટના બેનર અંતર્ગત બની રહેલી આ ફિલ્મને હજી ટાઈટલ નથી અપાયું. ફિલ્મ 2019માં રિલીઝ થશે.

  સાથે જ આ વર્ષે સ્ટાર કિડ તરીકે સુનીલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટી ડેબ્યુ કરશે. નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટના બેનર અંતર્ગત બની રહેલી આ ફિલ્મને હજી ટાઈટલ નથી અપાયું. ફિલ્મ 2019માં રિલીઝ થશે.

  15/16
 • હાઉસફુલ ફ્રેન્ચાઈઝીની સિક્વલ 'હાઉસફૂલ 4' પણ 2019માં દિવાળી દર્શકોને હસાવવા તૈયાર છે. 'હાઉસ ફૂલ 4'માં અક્ષયકુમાર, કૃતિ સેનન, રિતેશ દેશમુખ, કૃતિ ખરબંદા, બૉબી દેઓલ, પૂજા હેગડે જેવા સ્ટારકાસ્ટની લિસ્ટ છે. તો ચંકી પાંડે, જૉની લિવર, બોમન ઈરાની અને રાણા દગ્ગુબાટી પણ ફિલ્મમાં દેખાશે. પુનર્જન્મના વિષય પર આધારિત આ ફિલ્મ ફરહાદ સમજી ડિરેક્ટ કરી રહ્યા છે.

  હાઉસફુલ ફ્રેન્ચાઈઝીની સિક્વલ 'હાઉસફૂલ 4' પણ 2019માં દિવાળી દર્શકોને હસાવવા તૈયાર છે. 'હાઉસ ફૂલ 4'માં અક્ષયકુમાર, કૃતિ સેનન, રિતેશ દેશમુખ, કૃતિ ખરબંદા, બૉબી દેઓલ, પૂજા હેગડે જેવા સ્ટારકાસ્ટની લિસ્ટ છે. તો ચંકી પાંડે, જૉની લિવર, બોમન ઈરાની અને રાણા દગ્ગુબાટી પણ ફિલ્મમાં દેખાશે. પુનર્જન્મના વિષય પર આધારિત આ ફિલ્મ ફરહાદ સમજી ડિરેક્ટ કરી રહ્યા છે.

  16/16
 • loading...

ફોટોઝ વિશે

2018નું વર્ષ બોલીવુડમાં લો બજેટ ફિલ્મો માટે યાદગાર રહ્યું છે. આ વર્ષે ત્રણેય ખાનની ફિલ્મો ફ્લોપ સાબિત થઈ તો કેટલીક ફિલ્મો અંડરડોગ સાબિત થઈ. જો કે બોલીવુડ હવે 2018 બાદ 2019 માટે તૈયાર છે. ચાલો જોઈએ કઈ ફિલ્મો 2019માં રિલીઝ થવા તૈયાર છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK