એક કે બે નહીં પણ ચારેય દીકરીઓએ ઉજાળ્યું નામ, પિતાને થયો ગર્વ

Updated: 17th November, 2020 14:21 IST | Shilpa Bhanushali
 • આ ચાર મોહન સિસ્ટર્સમાંની સૌથી મોટી એટલે કે નીતિ મોહનનો જન્મદિવસ છે ત્યારે જણાવવાનું કે, મોહન પરિવાર ચાર દીકરીઓના જન્મને કારણે પરેશાન હતો. નીતિ મોહનના પિતાનું નામ બૃજમોહન શર્મા છે. બૃજમોહન શર્માએ છેલ્લા કેટલાક દિવસ પહેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે શરૂઆતમાં તેમને ચાર દીકરીઓ હોવાનું દુઃખ હતું. પણ આજની સ્થિતિમાં ચારેય છોકરીઓએ ખૂબ જ કામ કર્યું છે અને સારું નામ કમાવ્યું છે. આથી મને તેમના પર ગર્વ છે. તેમણે જણાવ્યું કે તેમને દીકરો ન હોવાનું કોઇ દુઃખ નથી. જાણો મોહન સિસ્ટર્સના બોલીવુડ કરિઅર વિશે.

  આ ચાર મોહન સિસ્ટર્સમાંની સૌથી મોટી એટલે કે નીતિ મોહનનો જન્મદિવસ છે ત્યારે જણાવવાનું કે, મોહન પરિવાર ચાર દીકરીઓના જન્મને કારણે પરેશાન હતો. નીતિ મોહનના પિતાનું નામ બૃજમોહન શર્મા છે. બૃજમોહન શર્માએ છેલ્લા કેટલાક દિવસ પહેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે શરૂઆતમાં તેમને ચાર દીકરીઓ હોવાનું દુઃખ હતું. પણ આજની સ્થિતિમાં ચારેય છોકરીઓએ ખૂબ જ કામ કર્યું છે અને સારું નામ કમાવ્યું છે. આથી મને તેમના પર ગર્વ છે. તેમણે જણાવ્યું કે તેમને દીકરો ન હોવાનું કોઇ દુઃખ નથી. જાણો મોહન સિસ્ટર્સના બોલીવુડ કરિઅર વિશે.

  1/5
 • નિતી મોહન નિતી મોહન બહેનોમાં સૌથી મોટી છે અને તે એક સિંગર છે. તેને ફિલ્મ 'સ્ટૂડેન્ટ ઑફ ધ યર'માં 'ઇશ્ક વાલા લવ' ગીત ગાયું હતું. આ ગીત એટલું હિટ થયું હતું કે લોકોને આ ગીત ખૂબ જ ગમ્યું હતું. આજે નીતિ મોહન એક પ્રમુખ ગાયિકા તરીકે બોલીવુડ પર રાજ કરે છે.

  નિતી મોહન
  નિતી મોહન બહેનોમાં સૌથી મોટી છે અને તે એક સિંગર છે. તેને ફિલ્મ 'સ્ટૂડેન્ટ ઑફ ધ યર'માં 'ઇશ્ક વાલા લવ' ગીત ગાયું હતું. આ ગીત એટલું હિટ થયું હતું કે લોકોને આ ગીત ખૂબ જ ગમ્યું હતું. આજે નીતિ મોહન એક પ્રમુખ ગાયિકા તરીકે બોલીવુડ પર રાજ કરે છે.

  2/5
 • શક્તિ મોહન શક્તિ મોહન પણ પોતાની મોટી બહેનની જેમ જ બોલીવુડમાં કામ કરી રહી છે અને તે એક જાણીતી કોરિયોગ્રાફર છે. તેણે 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ'માં કામ કર્યું છે અને હાલ તે અનેક પ્રૉજેક્ટ્સમાં કામ કરી રહી છે. તે પોતાની કાબેલિયતથી કેટલાય રિયાલિટી શૉમાં જજ તરીકે પણ કામ કરી ચૂકી છે.

  શક્તિ મોહન
  શક્તિ મોહન પણ પોતાની મોટી બહેનની જેમ જ બોલીવુડમાં કામ કરી રહી છે અને તે એક જાણીતી કોરિયોગ્રાફર છે. તેણે 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ'માં કામ કર્યું છે અને હાલ તે અનેક પ્રૉજેક્ટ્સમાં કામ કરી રહી છે. તે પોતાની કાબેલિયતથી કેટલાય રિયાલિટી શૉમાં જજ તરીકે પણ કામ કરી ચૂકી છે.

  3/5
 • મુક્તિ મોહન મુક્તિ મોહન પણ પોતાની મોટી બહેનો સાથે બોલીવુડમાં નામ કમાઇ રહી છે. તે મોટી બહેનની જેમ ડાન્સ ક્લાસ લે છે અને કેટલીય ફિલ્મો માટે કોરિયાગ્રાફર તરીકે પણ કામ કરી ચૂકી છે.

  મુક્તિ મોહન
  મુક્તિ મોહન પણ પોતાની મોટી બહેનો સાથે બોલીવુડમાં નામ કમાઇ રહી છે. તે મોટી બહેનની જેમ ડાન્સ ક્લાસ લે છે અને કેટલીય ફિલ્મો માટે કોરિયાગ્રાફર તરીકે પણ કામ કરી ચૂકી છે.

  4/5
 • કીર્તિ મોહન કીર્તિ મોહન પોતાની મોટી બહેનોની જેમમ બોલીવુડમાં નથી પણ તે એક સૉફ્ટવેર ઇન્જિનિયર છે અને તેણે આ ક્ષેત્રમાં પોતાનું નામ બનાવ્યું છે. સૌથી નાની હોવાને કારણે કીર્તિ પોતાના પિતાની સૌથી વ્હાલી દીકરી છે.

  કીર્તિ મોહન
  કીર્તિ મોહન પોતાની મોટી બહેનોની જેમમ બોલીવુડમાં નથી પણ તે એક સૉફ્ટવેર ઇન્જિનિયર છે અને તેણે આ ક્ષેત્રમાં પોતાનું નામ બનાવ્યું છે. સૌથી નાની હોવાને કારણે કીર્તિ પોતાના પિતાની સૌથી વ્હાલી દીકરી છે.

  5/5
 • loading...

ફોટોઝ વિશે

મોહન સિસ્ટર્સ એટલે કે નીતિ મોહન, શક્તિ મોહન, મુક્તિ મોહન અને કીર્તિ મોહન. આ ચાર બહેનો છે જેમના ગુણગાન કરતા તેમના પરિવારજનો થાકતા નથી. આ ચારેય બહેનોએ પોતાના પેરેન્ટ્સને જે ગર્વનો અનુભવ કરાવ્યો છે, તેનાથી લોકોની વિચારધારા પણ બદલાઇ ગઈ છે જે છોકરીઓને સાપનો ભારો સમજતા હતા. મોહન સિસ્ટર્સે પોતાની કળાના બળે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક આગવી ઓળખ બનાવી છે. આમાં કોઇક સિંગિંગ તો કોઇક ડાન્સિંગ જગતમાં ધમાલ મચાવી રહી છે.

First Published: 17th November, 2020 13:41 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK