મહેમૂદ, જગદીપ, અસરાની, કેષ્ટોઃ આ છે બોલીવુડના 12 આઈકોનિક કોમેડિયન્સ

Published: Jul 23, 2019, 16:22 IST | Bhavin
  • મહેમૂદ તે નાચી શકે છે, તે ગાઈ શકે અને તે એક્ટિંગ પણ કરતા હતા. પણ એ જે કરે એમાં ઓડિયન્સને ખડખડાટ હસવું આવતું હતું. મહેમૂદ વિશેની રસપ્રદ વાત એ છે કે મહેમૂદ ભાગ્યે જ લીડ રોલ કરતા તેમ છતાંય તેમનું ફેન ફોલોઈંગ સુપરસ્ટાર કરતા ઓછું નહોતું. મહેમૂદના નામથી ફિલ્મો ચાલી હોવાના પણ દાખલા છે.

    મહેમૂદ

    તે નાચી શકે છે, તે ગાઈ શકે અને તે એક્ટિંગ પણ કરતા હતા. પણ એ જે કરે એમાં ઓડિયન્સને ખડખડાટ હસવું આવતું હતું. મહેમૂદ વિશેની રસપ્રદ વાત એ છે કે મહેમૂદ ભાગ્યે જ લીડ રોલ કરતા તેમ છતાંય તેમનું ફેન ફોલોઈંગ સુપરસ્ટાર કરતા ઓછું નહોતું. મહેમૂદના નામથી ફિલ્મો ચાલી હોવાના પણ દાખલા છે.

    1/12
  • જગદીપ શોલેના સુરમા ભોપાલી તો યાદ જ હશે !! જગદીપની બે મિનિટની હાજરી પણ તેમને લેજન્ડ બનાવી ગઈ. સલમાન ખાનના પિતા તરીકે અંદાઝ અપના અપનામાં તેમનો કેમિયો પણ ખૂબ જ વખણાયો હતો.

    જગદીપ

    શોલેના સુરમા ભોપાલી તો યાદ જ હશે !! જગદીપની બે મિનિટની હાજરી પણ તેમને લેજન્ડ બનાવી ગઈ. સલમાન ખાનના પિતા તરીકે અંદાઝ અપના અપનામાં તેમનો કેમિયો પણ ખૂબ જ વખણાયો હતો.

    2/12
  • જ્હોની વૉકર સર જો તેરા ચકરાયે, યા દિલ ડૂબા જાયે આ ગીત આજે પણ લોકો યાદ કરે છે. આ ગીતમાં દેખાયેલા જ્હોની વૉકરે પણ કોમેડિયન તરીકે પોતાનું સ્થાન બનાવ્યું હતું. ખાસ વાત એ હતી કે વલ્ગર બન્યા વિના જ તેઓ લોકોને ખડખડાટ હસાવી શક્તા.

    જ્હોની વૉકર

    સર જો તેરા ચકરાયે, યા દિલ ડૂબા જાયે આ ગીત આજે પણ લોકો યાદ કરે છે. આ ગીતમાં દેખાયેલા જ્હોની વૉકરે પણ કોમેડિયન તરીકે પોતાનું સ્થાન બનાવ્યું હતું. ખાસ વાત એ હતી કે વલ્ગર બન્યા વિના જ તેઓ લોકોને ખડખડાટ હસાવી શક્તા.

    3/12
  • કાદર ખાન આ તો નામ હી કાફી હૈ. 90ના દાયકાના અંત ભાગમાં કાદર ખાને ગોવિંદા સાથે ક્યારે પિતા તો ક્યારેક સસરાના રોલમાં યાદગાર ફિલ્મો આપી છે. કૂલી નંબર 1, હીરો નંબર 1 અને દુલ્હે રાજા જેવી ફિલ્મોમાં કાદર ખાનની કોમેડી યાદગાર છે.

    કાદર ખાન

    આ તો નામ હી કાફી હૈ. 90ના દાયકાના અંત ભાગમાં કાદર ખાને ગોવિંદા સાથે ક્યારે પિતા તો ક્યારેક સસરાના રોલમાં યાદગાર ફિલ્મો આપી છે. કૂલી નંબર 1, હીરો નંબર 1 અને દુલ્હે રાજા જેવી ફિલ્મોમાં કાદર ખાનની કોમેડી યાદગાર છે.

    4/12
  • જ્હોની લીવર બોલીવુડમાં એક સમય એવો પણ હતો, જ્યારે કોમેડીનું બીજું નામ જ્હોની લીવર હતું. ફિલ્મ કોઈ પણ હોય, હીરો કોઈ પણ હોય પણ સેકન્ડ લીડ તરીકે તો જ્હોની લીવર જ હોય. 90ના દાયકાના અંતમાં અને 90ના દાયકા સુધી જ્હોની લીરે હત્યા, ખિલાડી, ચમત્કાર, બાઝીગર જેવી ફિલ્મોમાં કોમેડીથી જીવ પૂરી દીધો હતો.

    જ્હોની લીવર

    બોલીવુડમાં એક સમય એવો પણ હતો, જ્યારે કોમેડીનું બીજું નામ જ્હોની લીવર હતું. ફિલ્મ કોઈ પણ હોય, હીરો કોઈ પણ હોય પણ સેકન્ડ લીડ તરીકે તો જ્હોની લીવર જ હોય. 90ના દાયકાના અંતમાં અને 90ના દાયકા સુધી જ્હોની લીરે હત્યા, ખિલાડી, ચમત્કાર, બાઝીગર જેવી ફિલ્મોમાં કોમેડીથી જીવ પૂરી દીધો હતો.

    5/12
  • પરેશ રાવલ પરેશ રાવલ આમ તો વિલન, કેરેક્ટર રોલ્સ કરી ચૂક્યા છે, અને દરેકમાં તે શાનદાર હોય છે. પરંતુ 2000ની સાલમાં આવેલી હેરા ફેરીમાં બાબુભૈયાનું પાત્ર ભજવ્યા પછી તેમણે કોમેડીને એક નવી જ ઉંચાઈ આપી દીધી.

    પરેશ રાવલ

    પરેશ રાવલ આમ તો વિલન, કેરેક્ટર રોલ્સ કરી ચૂક્યા છે, અને દરેકમાં તે શાનદાર હોય છે. પરંતુ 2000ની સાલમાં આવેલી હેરા ફેરીમાં બાબુભૈયાનું પાત્ર ભજવ્યા પછી તેમણે કોમેડીને એક નવી જ ઉંચાઈ આપી દીધી.

    6/12
  • શક્તિ કપૂર આઉ... શક્તિ કપૂર પોતાના વિલન અવતાર માટે ફેમસ છે. પરંતુ કાદર ખાનની જેમ શક્તિ કપૂર ગોવિંદા સાથે કોમેડી કરીને દર્શકોને જલસો કરાવ્યો છે. એમાંય 1994માં રાજાબાબુનું નંદુનું પાત્ર તો આજે પણ લોકો યાદ કરે છે. તો અંદાઝ અપના અપનામાં ક્રાઈમ માસ્ટર ગોગોનું પાત્ર પણ યાદગાર છે.

    શક્તિ કપૂર

    આઉ... શક્તિ કપૂર પોતાના વિલન અવતાર માટે ફેમસ છે. પરંતુ કાદર ખાનની જેમ શક્તિ કપૂર ગોવિંદા સાથે કોમેડી કરીને દર્શકોને જલસો કરાવ્યો છે. એમાંય 1994માં રાજાબાબુનું નંદુનું પાત્ર તો આજે પણ લોકો યાદ કરે છે. તો અંદાઝ અપના અપનામાં ક્રાઈમ માસ્ટર ગોગોનું પાત્ર પણ યાદગાર છે.

    7/12
  • અસરાની અસરાનીને પણ સફળતા શોલેથી મળી. શોલેમાં અંગ્રેજો કે ઝમાને કે જેલર વાળા ડાઈલોગે અસરાનીને દેશભરમાં જાણીતા કરી દીધા. આજે પણ આ ગુજરાતી એક્ટર જુદી જુદી જુદી ફિલ્મોમાં કોમેડી કરી રહ્યા છે.

    અસરાની

    અસરાનીને પણ સફળતા શોલેથી મળી. શોલેમાં અંગ્રેજો કે ઝમાને કે જેલર વાળા ડાઈલોગે અસરાનીને દેશભરમાં જાણીતા કરી દીધા. આજે પણ આ ગુજરાતી એક્ટર જુદી જુદી જુદી ફિલ્મોમાં કોમેડી કરી રહ્યા છે.

    8/12
  • કિશોર કુમાર કિશોર કુમારને હંમેશા એક લેજન્ડરી સિંગર તરીકે યાદ રખાશે. જો કે કિશોર કુમાર ખૂબ સારી કોમેડી કરી શક્તા હતા. ચલતી કા નામ ગાડી, હાફ ટિકિટ અને પડોશન જેવી ફિલ્મોમાં તેમનું પર્ફોમન્સ યાદગાર છે.

    કિશોર કુમાર

    કિશોર કુમારને હંમેશા એક લેજન્ડરી સિંગર તરીકે યાદ રખાશે. જો કે કિશોર કુમાર ખૂબ સારી કોમેડી કરી શક્તા હતા. ચલતી કા નામ ગાડી, હાફ ટિકિટ અને પડોશન જેવી ફિલ્મોમાં તેમનું પર્ફોમન્સ યાદગાર છે.

    9/12
  • ઉત્પલ દત્ત 1979માં આવેલી ગોલમાલમાં ભવાની શંકરનું પાત્ર ભજવીને ઉત્પલ દત્ત ફેમસ થઈ ગયા. જો કે તેમણે ગુડ્ડુ, શૌકીન્સ, રંગ બિરંગી જેવી અનેક ફિલ્મોમાં કોમેડીથી લોકોને હસાવ્યા છે.

    ઉત્પલ દત્ત

    1979માં આવેલી ગોલમાલમાં ભવાની શંકરનું પાત્ર ભજવીને ઉત્પલ દત્ત ફેમસ થઈ ગયા. જો કે તેમણે ગુડ્ડુ, શૌકીન્સ, રંગ બિરંગી જેવી અનેક ફિલ્મોમાં કોમેડીથી લોકોને હસાવ્યા છે.

    10/12
  • કેષ્ટો મુખર્જી ખૂબ ઓછા લોકો જાણે છે કે ફિલ્મોમાં હંમેશા પીધેલા વ્યક્તિનો રોલ કરનાર કેષ્ટોએ જીવનમાં ક્યારેય દારૂને હાથ લગાવ્યો નથી. બોમ્બે ટુ ગોવા, પડોસન, શોલે જેવી ફિલ્મોમાં કેષ્ટો મુખર્જીની એક્ટિંગ ખૂબ વખણાઈ હતી.

    કેષ્ટો મુખર્જી

    ખૂબ ઓછા લોકો જાણે છે કે ફિલ્મોમાં હંમેશા પીધેલા વ્યક્તિનો રોલ કરનાર કેષ્ટોએ જીવનમાં ક્યારેય દારૂને હાથ લગાવ્યો નથી. બોમ્બે ટુ ગોવા, પડોસન, શોલે જેવી ફિલ્મોમાં કેષ્ટો મુખર્જીની એક્ટિંગ ખૂબ વખણાઈ હતી.

    11/12
  • રાજેન્દ્ર નાથ રાજેન્દ્રનાથનો કોમિક ટાઈમિંગ જબરજસ્ત હતો. તીઝરી મંઝિલ, બહારોં કે સપને, જબ પ્યાર કિસી સે હોતા હૈમાં કોમેડીથી રાજેન્દ્રનાથ લોકપ્રિય થાય. મોટા ભાગે તે ફિલ્મોમાં શમ્મી કપૂરા મિત્રના રોલમાં દેખાતા હતા.

    રાજેન્દ્ર નાથ

    રાજેન્દ્રનાથનો કોમિક ટાઈમિંગ જબરજસ્ત હતો. તીઝરી મંઝિલ, બહારોં કે સપને, જબ પ્યાર કિસી સે હોતા હૈમાં કોમેડીથી રાજેન્દ્રનાથ લોકપ્રિય થાય. મોટા ભાગે તે ફિલ્મોમાં શમ્મી કપૂરા મિત્રના રોલમાં દેખાતા હતા.

    12/12
  • loading...

ફોટોઝ વિશે

બોલીવુડના સૌથી પહેલા જાણીતા થયેલ કોમેડિયન એક્ટર મેહમૂદની આજે 15મી મૃત્યુતિથિ છે. ત્યારે મહેમૂદની પુણ્યતિથિએ ચાલો યાદ કરીએ બોલીવુડના આઈકોનિક કોમેડિયન્સને જેણે એક આખી પેઢીને પોતાની એક્ટિંગ અને કોમિક ટાઈમિંગથી હસાવી છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK