જય છનિયારાઃ જિંદગીની દરેક મુસીબતોનો હસીને કરે છે સામનો

Published: Jun 22, 2019, 13:14 IST | Falguni Lakhani
 • સૌરાષ્ટ્રમાં આવેલા રાજકોટના જાણીતા કૉમેડિયન જય છનિયારાના સંઘર્ષની કહાની એવી છે કે જેનાથી દેશના પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. અબ્દુલ કલામ, રતન ટાટા પણ પ્રભાવિત થયા છે. તસવીરમાંઃ અબ્દુલ કલામ સાથે જય છનિયારા

  સૌરાષ્ટ્રમાં આવેલા રાજકોટના જાણીતા કૉમેડિયન જય છનિયારાના સંઘર્ષની કહાની એવી છે કે જેનાથી દેશના પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. અબ્દુલ કલામ, રતન ટાટા પણ પ્રભાવિત થયા છે.

  તસવીરમાંઃ અબ્દુલ કલામ સાથે જય છનિયારા

  1/15
 • જય છનિયારાનો જન્મ 22 ઑક્ટોબર 1993ના દિવસે રાજકોટમાં થયો હતો. જયનું શરીરના 80 ટકાથી વધારે ભાગ સેરેબ્રલ પાલ્સીથી ગ્રસ્ત હતો. તસવીરમાંઃ ભવ્ય ગાંધી સાથે જય

  જય છનિયારાનો જન્મ 22 ઑક્ટોબર 1993ના દિવસે રાજકોટમાં થયો હતો. જયનું શરીરના 80 ટકાથી વધારે ભાગ સેરેબ્રલ પાલ્સીથી ગ્રસ્ત હતો.

  તસવીરમાંઃ ભવ્ય ગાંધી સાથે જય

  2/15
 • જય 6 વર્ષનો થયો ત્યા સુધીમાં તેના 6 ઑપરેશન કરાવ્યા. એક સમય એવો હતો કે જય બંને પગમાં 50થી વધારે ટાંકા સાથે પથારીમાં પડ્યો હતો. તસવીરમાંઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે જય

  જય 6 વર્ષનો થયો ત્યા સુધીમાં તેના 6 ઑપરેશન કરાવ્યા. એક સમય એવો હતો કે જય બંને પગમાં 50થી વધારે ટાંકા સાથે પથારીમાં પડ્યો હતો.

  તસવીરમાંઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે જય

  3/15
 • નાની ઉંમરે જ્યારે બધા બાળકો રમતા હોય ત્યારે જયને પથારીમાં પડ્યા રહેવું પડતું હતું.

  નાની ઉંમરે જ્યારે બધા બાળકો રમતા હોય ત્યારે જયને પથારીમાં પડ્યા રહેવું પડતું હતું.

  4/15
 • જયનું મન પરોવાયેલું રહે એટલે તેના માતા-પિતાએ તેને વૉકમેન અને જાણીતા હાસ્યકલાકારોની કેસેટ્સ લાવીને આપી.

  જયનું મન પરોવાયેલું રહે એટલે તેના માતા-પિતાએ તેને વૉકમેન અને જાણીતા હાસ્યકલાકારોની કેસેટ્સ લાવીને આપી.

  5/15
 • જ્યારે જય એ કેસેટ્સ સાંભળતો ત્યારે તેનું દર્દ ભૂલી જતો. અને જ્યારે પાડોશીઓ તેની ખબર કાઢવા આવતા ત્યારે તેમને પણ જોકસ સંભળાવી હસાવવા લાગ્યો. તસવીરમાંઃ રાજકોટના રાજવી માંધાતાસિંહજી સાથે જય

  જ્યારે જય એ કેસેટ્સ સાંભળતો ત્યારે તેનું દર્દ ભૂલી જતો. અને જ્યારે પાડોશીઓ તેની ખબર કાઢવા આવતા ત્યારે તેમને પણ જોકસ સંભળાવી હસાવવા લાગ્યો.

  તસવીરમાંઃ રાજકોટના રાજવી માંધાતાસિંહજી સાથે જય

  6/15
 • જય જ્યારે સારવાર માટે મુંબઈ આવ્યો ત્યારે તેને એક હાસ્યની સ્પર્ધા વિશે ખબર પડી અને તેમાં 750 સ્પર્ધકો હતા. આ તમામને પાછળ છોડી જયે આ સ્પર્ધા જીતી. સાથે તેને ઈનામરૂપે રોકડ રકમ અને હોલીવુડ જવાની તક મળી.

  જય જ્યારે સારવાર માટે મુંબઈ આવ્યો ત્યારે તેને એક હાસ્યની સ્પર્ધા વિશે ખબર પડી અને તેમાં 750 સ્પર્ધકો હતા. આ તમામને પાછળ છોડી જયે આ સ્પર્ધા જીતી. સાથે તેને ઈનામરૂપે રોકડ રકમ અને હોલીવુડ જવાની તક મળી.

  7/15
 • જય છનિયારાને વધુ ઓળખ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જથી મળી. અને ત્યાર પછી તેણે પાછું વળીને નથી જોયું. તસવીરમાંઃ નેહા મહેતા સાથે જય

  જય છનિયારાને વધુ ઓળખ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જથી મળી. અને ત્યાર પછી તેણે પાછું વળીને નથી જોયું.

  તસવીરમાંઃ નેહા મહેતા સાથે જય

  8/15
 • લાફ્ટર ચેલેન્જ બાદ તેણે કૉમેડિયન તરીકે શો કરવાનું શરૂ કર્યું. જયે રાજુ શ્રીવાસ્તવ, સુનીલ પાલ, કપિલ શર્મા જેવા કલાકારો સાથે સ્ટેજ શેર કર્યું છે. તસવીરમાંઃ સુનીલ પાલ સાથે જય

  લાફ્ટર ચેલેન્જ બાદ તેણે કૉમેડિયન તરીકે શો કરવાનું શરૂ કર્યું. જયે રાજુ શ્રીવાસ્તવ, સુનીલ પાલ, કપિલ શર્મા જેવા કલાકારો સાથે સ્ટેજ શેર કર્યું છે.

  તસવીરમાંઃ સુનીલ પાલ સાથે જય

  9/15
 • રાજકોટનો જય અત્યાર સુધીમાં દેશ-વિદેશમાં 2000થી વધારે શો કરી ચુક્યો છે. તસવીરમાંઃ રાજકોટના સાંસદ સાથે જય

  રાજકોટનો જય અત્યાર સુધીમાં દેશ-વિદેશમાં 2000થી વધારે શો કરી ચુક્યો છે.

  તસવીરમાંઃ રાજકોટના સાંસદ સાથે જય

  10/15
 • જયના આ સંઘર્ષને પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. અબ્દુલ કલામ, આમિર ખાન, સચિન સહિતના સ્ટાર્સ બિરદાવી ચુક્યા છે.

  જયના આ સંઘર્ષને પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. અબ્દુલ કલામ, આમિર ખાન, સચિન સહિતના સ્ટાર્સ બિરદાવી ચુક્યા છે.

  11/15
 • જયને અત્યાર સુધીમાં 150થી વધુ અવૉર્ડ મળી ચુક્યા છે. તેના નામે લિમ્કા બુક, એશિયા બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ સહિતમાં તેનું નામ નોંધાઈ ચુક્યું છે. તસવીરમાંઃ જય વસાવડા સાથે જય છનિયારા

  જયને અત્યાર સુધીમાં 150થી વધુ અવૉર્ડ મળી ચુક્યા છે. તેના નામે લિમ્કા બુક, એશિયા બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ સહિતમાં તેનું નામ નોંધાઈ ચુક્યું છે.

  તસવીરમાંઃ જય વસાવડા સાથે જય છનિયારા

  12/15
 • જયના સંઘર્ષની આ સ્ટોરી લોકોને ચોક્કસથી પ્રેરણા આપી આવી છે. આવી જ રીતે તેઓ હસતા અને હસાવતા રહે એવી gujaratimidday.comની શુભકામના.

  જયના સંઘર્ષની આ સ્ટોરી લોકોને ચોક્કસથી પ્રેરણા આપી આવી છે. આવી જ રીતે તેઓ હસતા અને હસાવતા રહે એવી gujaratimidday.comની શુભકામના.

  13/15
 • કેરી આવવાનો સમય થાય એટલે આપણને પણ આવું જ યાદ આવે..નહીં?

  કેરી આવવાનો સમય થાય એટલે આપણને પણ આવું જ યાદ આવે..નહીં?

  14/15
 • જુઓ ગરમી પર જયનું શું કહેવું છે?

  જુઓ ગરમી પર જયનું શું કહેવું છે?

  15/15
 • loading...

ફોટોઝ વિશે

જય છનિયારા..એક એવું નામ જેણે તમામ મુશ્કેલીઓને હસતા હસતા પાર કરી છે. પોતાની પીડાઓને ભૂલીને લોકોના ચહેરા પર જે હાસ્ય લાવે છે. ચાલો જાણીએ કેવી રહી છે તેની આ સફર.
(તસવીર સૌજન્યઃ જય છનિયારા ફેસબુક)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK