રાજીવ કપૂરનું ગઈ કાલે ૫૮ વર્ષની ઉંમરે હાર્ટ-અટૅકને કારણે મૃત્યુ થયું હતું. તેમનું મૃત્યુ બપોરે દોઢ વાગ્યાની આસપાસ હાર્ટ-અટૅકને કારણે થયું હતું. રાજ કપૂરના સૌથી નાના દીકરા રાજીવ કપૂરને ત્રણ બાળકો છે. તેઓ રણધીર કપૂર અને રિશી કપૂરના નાના ભાઈ હતા. રાજીવ કપૂરના નિધનથી બૉલીવુડના સેલેબ્ઝ દુ:ખી થયા છે અને તેમણે શ્રદ્ધાંજલિ પાઠવી છે.