Maanyata Dutt: સંજય દત્તના આ લાઇફ સપોર્ટની 'આઇટમ ગર્લથી મિસિઝ દત્ત' સુધીની સફર

Updated: Jul 22, 2020, 13:23 IST | Chirantana Bhatt
  • સંજય દત્તની પત્ની માન્યતા દત્તનો જન્મ એક મુસ્લિમ પરિવારમાં 22 જુલાઇ 1979ના રોજ થયો હતો. તેનું સાચું નામ દિલનવાઝ શેખ છે. માન્યતાએ અજય દેવગણ અભિનિત ફિલ્મ ‘ગંગાજલ’માં 2003ની સાલમાં આઇટમ સોંગ કર્યું હતું.

    સંજય દત્તની પત્ની માન્યતા દત્તનો જન્મ એક મુસ્લિમ પરિવારમાં 22 જુલાઇ 1979ના રોજ થયો હતો. તેનું સાચું નામ દિલનવાઝ શેખ છે. માન્યતાએ અજય દેવગણ અભિનિત ફિલ્મ ‘ગંગાજલ’માં 2003ની સાલમાં આઇટમ સોંગ કર્યું હતું.

    1/22
  • બાન્દ્રા પાલી હીલમાં જન્મેલી માન્યતાનાં પેરન્ટ્સ તે નાની હતી ત્યારે જ છુટાં પડી ગયા હતા અને તે બંન્નેની સાથે થોડો થોડો સમય ગાળીને રહી છે. તેણે તુટેલું ઘર જોયું હતું એટલે તેણે નક્કી કર્યુ હતું કે તે પોતાના લગ્ન કોઇપણ ભોગે ટકાવી જ રાખશે.

    બાન્દ્રા પાલી હીલમાં જન્મેલી માન્યતાનાં પેરન્ટ્સ તે નાની હતી ત્યારે જ છુટાં પડી ગયા હતા અને તે બંન્નેની સાથે થોડો થોડો સમય ગાળીને રહી છે. તેણે તુટેલું ઘર જોયું હતું એટલે તેણે નક્કી કર્યુ હતું કે તે પોતાના લગ્ન કોઇપણ ભોગે ટકાવી જ રાખશે.

    2/22
  • માન્યતાએ સંજય દત્ત સાથે 2008માં લગ્ન કર્યા. તેણે પોતાના જીવનનો ઘણો સમય દુબઇમાં પસાર કર્યો છે.

    માન્યતાએ સંજય દત્ત સાથે 2008માં લગ્ન કર્યા. તેણે પોતાના જીવનનો ઘણો સમય દુબઇમાં પસાર કર્યો છે.

    3/22
  • દિલનવાઝે પ્રકાશ ઝાની ફિલ્મમાં આઇટમ સોંગ કર્યું પછી તેણે પ્રકાશ ઝાની સુચનાથી જ પોતાનું નામ બદલીને માન્યતા કર્યું. આ પછી તેણે બી ગ્રેડ ફિલ્મ – ‘લવર્સ લાઇક અસ’માં અભિનય કર્યો હતો.

    દિલનવાઝે પ્રકાશ ઝાની ફિલ્મમાં આઇટમ સોંગ કર્યું પછી તેણે પ્રકાશ ઝાની સુચનાથી જ પોતાનું નામ બદલીને માન્યતા કર્યું. આ પછી તેણે બી ગ્રેડ ફિલ્મ – ‘લવર્સ લાઇક અસ’માં અભિનય કર્યો હતો.

    4/22
  • આ સમયે તે સારા ખાન તરીકે પણ જાણીતી હતી. તેની બી ગ્રેડ ફિલ્મમાં તેનું આ જ નામ વપરાયું હતું. તેણે સંજય દત્ત સાથે સંબંધ શરૂ થતાં જ આ ફિલ્મનાં બધા રાઇટ ખરીદી લઇને તેની એકેએક કૉપી માર્કેટમાંથી બહાર નીકળી જાય તેની તકેદારી રાખી.

    આ સમયે તે સારા ખાન તરીકે પણ જાણીતી હતી. તેની બી ગ્રેડ ફિલ્મમાં તેનું આ જ નામ વપરાયું હતું. તેણે સંજય દત્ત સાથે સંબંધ શરૂ થતાં જ આ ફિલ્મનાં બધા રાઇટ ખરીદી લઇને તેની એકેએક કૉપી માર્કેટમાંથી બહાર નીકળી જાય તેની તકેદારી રાખી.

    5/22
  • માન્યતાને હંમેશાથી અભિનેત્રી બનવું હતું પણ તેના પિતાનું અચાનક જ મૃત્યુ થવાથી તેણે પિતાનો બિઝનેસ સંભાળવાની શરૂઆત કરી.

    માન્યતાને હંમેશાથી અભિનેત્રી બનવું હતું પણ તેના પિતાનું અચાનક જ મૃત્યુ થવાથી તેણે પિતાનો બિઝનેસ સંભાળવાની શરૂઆત કરી.

    6/22
  • સંજય દત્ત સાથે લગ્ન પછી તેણે સંજય દત્તનુ બહુ જ ધ્યાન રાખ્યું અને તેણે એક બોલ્ડ સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે પત્ની તો અંતે પત્ની હોય છે તે વેશ્યા હોય કે રાજકુમારી, તેના પતિના ઘરમાં તેના અધિકારો હોય છે.

    સંજય દત્ત સાથે લગ્ન પછી તેણે સંજય દત્તનુ બહુ જ ધ્યાન રાખ્યું અને તેણે એક બોલ્ડ સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે પત્ની તો અંતે પત્ની હોય છે તે વેશ્યા હોય કે રાજકુમારી, તેના પતિના ઘરમાં તેના અધિકારો હોય છે.

    7/22
  • સંજય દત્તે જ્યારે એવી ટકોર કરી હતી કે છોકરીએ લગ્ન બાદ પિતાની અટક ન વાપરવી જોઇએ અને લોકોએ તેની ટીકા કરી ત્યારે માન્યતાએ તેને ટેકો આપી કહ્યું કે જો હું મારા પિતાની અટક હજી પણ વાપરું તો સંજયને નહીં જ ગમે અને તે તેનો અંગત અભિપ્રાય છે જે મને માન્ય છે.

    સંજય દત્તે જ્યારે એવી ટકોર કરી હતી કે છોકરીએ લગ્ન બાદ પિતાની અટક ન વાપરવી જોઇએ અને લોકોએ તેની ટીકા કરી ત્યારે માન્યતાએ તેને ટેકો આપી કહ્યું કે જો હું મારા પિતાની અટક હજી પણ વાપરું તો સંજયને નહીં જ ગમે અને તે તેનો અંગત અભિપ્રાય છે જે મને માન્ય છે.

    8/22
  • માન્યતાએ એવું કહ્યું હતું કે જે માણસ મારી બધી કાળજી રાખતો હોય તેની અટક સ્વીકારવામાં મને વાંધો શું કામ હોય? જો તમે એટલું ય ન કરી શકતા હો તો લગ્ન શા માટે કરવાનાં? ઇંદિરા ગાંધીએ પણ પોતાના પતિની અટક જ સ્વીકારી તેણે નહેરુ અટકને પકડી નહોતી રાખી.

    માન્યતાએ એવું કહ્યું હતું કે જે માણસ મારી બધી કાળજી રાખતો હોય તેની અટક સ્વીકારવામાં મને વાંધો શું કામ હોય? જો તમે એટલું ય ન કરી શકતા હો તો લગ્ન શા માટે કરવાનાં? ઇંદિરા ગાંધીએ પણ પોતાના પતિની અટક જ સ્વીકારી તેણે નહેરુ અટકને પકડી નહોતી રાખી.

    9/22
  • 2006માં માન્યતા અને સંજયની ઓળખાણ પ્રોડ્યુસર નિતીન મનમોહને કરાવી હતી. તેના અને સંજય દત્તના રિલેશનશીપ હોવાની વત બહાર આવતા લોકોએ તેને બહુ ટાર્ગેટ કરી હતી પણ તો ય તેણે આ આક્ષેપોનો બહુ સલુકાઇથી જવાબ આપ્યો અને જરૂર પડી ત્યાં પ્રતિભાવ ટાળ્યો.

    2006માં માન્યતા અને સંજયની ઓળખાણ પ્રોડ્યુસર નિતીન મનમોહને કરાવી હતી. તેના અને સંજય દત્તના રિલેશનશીપ હોવાની વત બહાર આવતા લોકોએ તેને બહુ ટાર્ગેટ કરી હતી પણ તો ય તેણે આ આક્ષેપોનો બહુ સલુકાઇથી જવાબ આપ્યો અને જરૂર પડી ત્યાં પ્રતિભાવ ટાળ્યો.

    10/22
  • માન્યતાનું કહેવું છે કે લોકો તેના વિષે માને છે કે તે રૂડ છે પણ તે કહે છે કે જ્યાં તેને કમ્ફર્ટ નહીં લાગે ત્યાં તે પોતાની લાગણી વ્યક્ત કરી જ દેશે.

    માન્યતાનું કહેવું છે કે લોકો તેના વિષે માને છે કે તે રૂડ છે પણ તે કહે છે કે જ્યાં તેને કમ્ફર્ટ નહીં લાગે ત્યાં તે પોતાની લાગણી વ્યક્ત કરી જ દેશે.

    11/22
  • માન્યતાએ 21 ઑક્ટોબર 2010માં પોતાનાં જોડિયાં બાળકોને જન્મ આપ્યો. ઇકારા અને શાહરાન દત્ત યુગલનાં દીકરી દીકરો છે.

    માન્યતાએ 21 ઑક્ટોબર 2010માં પોતાનાં જોડિયાં બાળકોને જન્મ આપ્યો. ઇકારા અને શાહરાન દત્ત યુગલનાં દીકરી દીકરો છે.

    12/22
  • સંજય દત્ત ચાહતો હતો કે માન્યતા ચૂંટણી લડે પણ માન્યતાને પરિવાર એક્સટેન્ડ કરવો હતો. તેના મતે રાજકારણી તો ગમે ત્યારે બની શકાય પણ મધરહુડની એક વય હોય છે.

    સંજય દત્ત ચાહતો હતો કે માન્યતા ચૂંટણી લડે પણ માન્યતાને પરિવાર એક્સટેન્ડ કરવો હતો. તેના મતે રાજકારણી તો ગમે ત્યારે બની શકાય પણ મધરહુડની એક વય હોય છે.

    13/22
  • માન્યતા સંજય દત્તનું ડાએટ, ફાઇનાન્સિઝ, ફિટનેસ વગેરે સંભાળે છે અને તેણે કઇ ફિલ્મો કરવી અને કઇ નહીં તેમાં પણ તે પોતાનો અભિપ્રાય આપે છે.

    માન્યતા સંજય દત્તનું ડાએટ, ફાઇનાન્સિઝ, ફિટનેસ વગેરે સંભાળે છે અને તેણે કઇ ફિલ્મો કરવી અને કઇ નહીં તેમાં પણ તે પોતાનો અભિપ્રાય આપે છે.

    14/22
  • તે કહે છે કે સંજય સુપર સ્ટાર છે પણ તે કંઇ અમિતાભ બચ્ચન નથી અને દરેકનાં જીવનમાં એક એવો તબક્કો આવે છે જ્યારે તેનું પતન થાય અને પછી તે ફરી નાના રોલ્સમાં દેખાય. પણ તે સંજય સાથે આવું ન થાય તેની પુરી કાળજી રાખે છે. સંજય દત્તની જિંદગીમાં માન્યતાને કારણે ઘણી સ્થિરતા આવી છે.

    તે કહે છે કે સંજય સુપર સ્ટાર છે પણ તે કંઇ અમિતાભ બચ્ચન નથી અને દરેકનાં જીવનમાં એક એવો તબક્કો આવે છે જ્યારે તેનું પતન થાય અને પછી તે ફરી નાના રોલ્સમાં દેખાય. પણ તે સંજય સાથે આવું ન થાય તેની પુરી કાળજી રાખે છે. સંજય દત્તની જિંદગીમાં માન્યતાને કારણે ઘણી સ્થિરતા આવી છે.

    15/22
  • માન્યતા દુબઇ અને લંડન બિઝનેસ ટ્રીપ્સ માટે જતી હોય છે અને પ્રોડક્શન હાઉસના ફાઇનાન્સિઝનું ધ્યાન રાખે છે.

    માન્યતા દુબઇ અને લંડન બિઝનેસ ટ્રીપ્સ માટે જતી હોય છે અને પ્રોડક્શન હાઉસના ફાઇનાન્સિઝનું ધ્યાન રાખે છે.

    16/22
  • તે સંજય દત્ત પ્રોડક્શન હાઉસની સીઇઓ છે.

    તે સંજય દત્ત પ્રોડક્શન હાઉસની સીઇઓ છે.

    17/22
  • તે સોશ્યલ એક્ટિવિઝમમાં પણ ભાગ લે છે.

    તે સોશ્યલ એક્ટિવિઝમમાં પણ ભાગ લે છે.

    18/22
  • માન્યતા દત્ત ઘણા માટે પ્રેરણારૂપ સાબિત થઇ શકે છે.

    માન્યતા દત્ત ઘણા માટે પ્રેરણારૂપ સાબિત થઇ શકે છે.

    19/22
  • માન્યતાને લખવાનો શોખ પણ છે અને તેણે લખેલું પહેલું પ્રોડક્શન ‘બાબા’ ગોલ્ડન ગ્લોબ્ઝની સ્પર્ધામાં ફોરેન લેંગ્વેજ કેટેગરીમાં પસંદ થયું હતું. તેના હિંદી પ્રોડક્શન પ્રસ્થાનમને પણ ખાસ્સી પ્રસંશા મળી હતી.

    માન્યતાને લખવાનો શોખ પણ છે અને તેણે લખેલું પહેલું પ્રોડક્શન ‘બાબા’ ગોલ્ડન ગ્લોબ્ઝની સ્પર્ધામાં ફોરેન લેંગ્વેજ કેટેગરીમાં પસંદ થયું હતું. તેના હિંદી પ્રોડક્શન પ્રસ્થાનમને પણ ખાસ્સી પ્રસંશા મળી હતી.

    20/22
  • સંજય દત્તની બાયોપિક ‘સંજુ’માં દિયા મિર્ઝાએ માન્યતાનો રોલ કર્યો હતો.

    સંજય દત્તની બાયોપિક ‘સંજુ’માં દિયા મિર્ઝાએ માન્યતાનો રોલ કર્યો હતો.

    21/22
  • Happy Birthday માન્યતા દત્ત.

    Happy Birthday માન્યતા દત્ત.

    22/22
  • loading...

ફોટોઝ વિશે

આજે માન્યતા દત્તનો જન્મદિવસ છે, જોઇએ સંજય દત્તની પત્નીની જર્ની કેવી રહી. વિખેરાયેલા કુટુંબની માન્યતાએ કેટલીવાર બદલ્યાં નામ, શા માટે એક્ટિંગમાં ન બનવી શકી કરિયર અને કેવી રીતે મળી સંજય દત્તને? તસવીરો - ઇન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK