HBD સૌમ્યા ટંડન: ટીવીની ‘ગોરી મેમ’નો જુઓ ગ્લેમરસ અંદાજ

Published: 3rd November, 2020 16:35 IST | Rachana Joshi
  • સૌમ્યા ટંડનનો જન્મ ત્રણ નવેમ્બર 1984ના રોજ મધ્ય પ્રદેશના ભોપાલમાં થયો હતો. આજે તેનો 34મો જન્મદિવસ છે.

    સૌમ્યા ટંડનનો જન્મ ત્રણ નવેમ્બર 1984ના રોજ મધ્ય પ્રદેશના ભોપાલમાં થયો હતો. આજે તેનો 34મો જન્મદિવસ છે.

    1/20
  • ભલે જન્મ ભોપાલમાં થયો પણ પરિવાર ઉજ્જૈન શિફ્ટ થતા તેનો સંપુર્ણ અભ્યાસ ઉજ્જૈનમાં થયો હતો. સૌમ્યાના પિતા એક પ્રસિદ્ધ લેખક અને પ્રોફેસર હતા.

    ભલે જન્મ ભોપાલમાં થયો પણ પરિવાર ઉજ્જૈન શિફ્ટ થતા તેનો સંપુર્ણ અભ્યાસ ઉજ્જૈનમાં થયો હતો. સૌમ્યાના પિતા એક પ્રસિદ્ધ લેખક અને પ્રોફેસર હતા.

    2/20
  • સૌમ્યા ટંડને તેની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી.

    સૌમ્યા ટંડને તેની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી.

    3/20
  • વર્ષ 2006માં સૌમ્યા ‘ફેમિના કવર ગર્લ’ની પ્રથમ રનર-અપ હતી. આ જ વર્ષથી તેણે અભિનયની પણ શરૂઆત કરી હતી.

    વર્ષ 2006માં સૌમ્યા ‘ફેમિના કવર ગર્લ’ની પ્રથમ રનર-અપ હતી. આ જ વર્ષથી તેણે અભિનયની પણ શરૂઆત કરી હતી.

    4/20
  • સૌમ્યા ટંડન પહેલી વાર ટીવી સીરિયલ ‘એસા દેશ હૈં મેરા’માં જોવા મળી હતી.

    સૌમ્યા ટંડન પહેલી વાર ટીવી સીરિયલ ‘એસા દેશ હૈં મેરા’માં જોવા મળી હતી.

    5/20
  • ત્યારબાદ તેણે સીરિયલ 'મેરી આવાઝ કો મિલ ગઈ રોશની'માં પણ કામ કર્યું હતું.

    ત્યારબાદ તેણે સીરિયલ 'મેરી આવાઝ કો મિલ ગઈ રોશની'માં પણ કામ કર્યું હતું.

    6/20
  • વર્ષ 2007માં સૌમ્યા ટંડનની પહેલી ફિલ્મ ‘જબ વી મેટ’એ સિલ્વર સ્ક્રીન પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મમાં સૌમ્યાએ કરીના કપૂર ખાનની બહેનનું પાત્ર ભજવ્યું હતું.

    વર્ષ 2007માં સૌમ્યા ટંડનની પહેલી ફિલ્મ ‘જબ વી મેટ’એ સિલ્વર સ્ક્રીન પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મમાં સૌમ્યાએ કરીના કપૂર ખાનની બહેનનું પાત્ર ભજવ્યું હતું.

    7/20
  • સૌમ્યા ટંડને ફખ્ત કરીના કપૂર સાથે જ નહીં બૉલીવુડના કિંગ ખાન સાથે પણ કામ કર્યું છે.

    સૌમ્યા ટંડને ફખ્ત કરીના કપૂર સાથે જ નહીં બૉલીવુડના કિંગ ખાન સાથે પણ કામ કર્યું છે.

    8/20
  • વર્ષ 2011માં રિયાલીટી શો ‘ઝોર કા ઝટકા’માં સૌમ્યા ટંડને શાહરુખ ખાન સાથે કામ કર્યું હતું.

    વર્ષ 2011માં રિયાલીટી શો ‘ઝોર કા ઝટકા’માં સૌમ્યા ટંડને શાહરુખ ખાન સાથે કામ કર્યું હતું.

    9/20
  • અભિનેત્રીએ 'બોર્નવિટા ક્વિઝ'ના હોસ્ટ તરીકે ત્રણ સીઝનમાં ડેરેક ઓ બ્રાયન સાથે હોસ્ટ તરીકે પણ કામ કર્યું છે.

    અભિનેત્રીએ 'બોર્નવિટા ક્વિઝ'ના હોસ્ટ તરીકે ત્રણ સીઝનમાં ડેરેક ઓ બ્રાયન સાથે હોસ્ટ તરીકે પણ કામ કર્યું છે.

    10/20
  • તે સિવાય સૌમ્યા ટંડને 'મલ્લિકા-એ-કિચન', 'કોમેડી સર્કસ કે તાનસેન' અને 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ' જેવા રિયાલીટી શો પણ હોસ્ટ કર્યા છે.

    તે સિવાય સૌમ્યા ટંડને 'મલ્લિકા-એ-કિચન', 'કોમેડી સર્કસ કે તાનસેન' અને 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ' જેવા રિયાલીટી શો પણ હોસ્ટ કર્યા છે.

    11/20
  • જોકે આ બધુ કરવા છતા સૌમ્યા ટંડનને જોઈએ તેટલી લોકપ્રિયતા નહોતી મળી. આ લોકપ્રિયતા તેને મળી સીરિયલ 'ભાભી જી ઘર પર હૈ'ને લીધે.

    જોકે આ બધુ કરવા છતા સૌમ્યા ટંડનને જોઈએ તેટલી લોકપ્રિયતા નહોતી મળી. આ લોકપ્રિયતા તેને મળી સીરિયલ 'ભાભી જી ઘર પર હૈ'ને લીધે.

    12/20
  • 'ભાભી જી ઘર પર હૈ'માં સૌમ્યા ટંડનના પાત્ર અનીતા ભાભીને લોકોએ ખુબ પસંદ કર્યું. આ પાત્ર ‘ગોરી મેમ’ના નામે પ્રખ્યાત થયું અને અભિનેત્રીને પણ લોકો આ જ નામથી ઓળખવા લાગ્યા.  આ પાત્ર માટે અભિનેત્રીને અનેક એવૉર્ડ પણ મળ્યા છે.

    'ભાભી જી ઘર પર હૈ'માં સૌમ્યા ટંડનના પાત્ર અનીતા ભાભીને લોકોએ ખુબ પસંદ કર્યું. આ પાત્ર ‘ગોરી મેમ’ના નામે પ્રખ્યાત થયું અને અભિનેત્રીને પણ લોકો આ જ નામથી ઓળખવા લાગ્યા.  આ પાત્ર માટે અભિનેત્રીને અનેક એવૉર્ડ પણ મળ્યા છે.

    13/20
  • જોકે, કોરોના મહામારીને કારણે સૌમ્યા ટંડને 'ભાભી જી ઘર પર હૈ' સીરિયલ છોડી દીધી છે. લૉકડાઉન બાદ શૂટિંગ શરૂ થયું ત્યારે જ અભિનેત્રીએ સિરીયલ છોડી દીધી હતી.

    જોકે, કોરોના મહામારીને કારણે સૌમ્યા ટંડને 'ભાભી જી ઘર પર હૈ' સીરિયલ છોડી દીધી છે. લૉકડાઉન બાદ શૂટિંગ શરૂ થયું ત્યારે જ અભિનેત્રીએ સિરીયલ છોડી દીધી હતી.

    14/20
  • 'ભાભી જી ઘર પર હૈ'માં સૌમ્યા ટંડને ફક્ત અભિનય જ નથી કર્યો પણ આ શોમાં તે કૉસ્ચ્યૂમ ડિઝાઈનર પણ રહી છે. અનીતા ભાભીના કૉસ્ચ્યૂમ સૌમ્યા પોતે જ ડિઝાઈન કરતી. એટલું જ નહીં તે મેકઅપ પણ જાતે જ કરતી.

    'ભાભી જી ઘર પર હૈ'માં સૌમ્યા ટંડને ફક્ત અભિનય જ નથી કર્યો પણ આ શોમાં તે કૉસ્ચ્યૂમ ડિઝાઈનર પણ રહી છે. અનીતા ભાભીના કૉસ્ચ્યૂમ સૌમ્યા પોતે જ ડિઝાઈન કરતી. એટલું જ નહીં તે મેકઅપ પણ જાતે જ કરતી.

    15/20
  • અંગત જીવનની વાત કરીએ તો, સૌમ્યા જીવનને અંગત જીવન વિશે વાત કરવાનું બહુ ગમતું નથી.

    અંગત જીવનની વાત કરીએ તો, સૌમ્યા જીવનને અંગત જીવન વિશે વાત કરવાનું બહુ ગમતું નથી.

    16/20
  • વર્ષ 2016ના ડિસેમ્બર મહિનામાં સૌમ્યા ટંડને તેના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ બેન્કર સૌરભ દેવેન્દ્ર સિંહ સાથે લગ્ન કર્યા છે.

    વર્ષ 2016ના ડિસેમ્બર મહિનામાં સૌમ્યા ટંડને તેના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ બેન્કર સૌરભ દેવેન્દ્ર સિંહ સાથે લગ્ન કર્યા છે.

    17/20
  • સૌમ્યા અને સૌરભ એકબીજાને કોલેજના સમયથી ઓળખતા હતા. બન્ને ત્યારથી જ એક બીજાને ડેટ કરતા હતા. 10 વર્ષની રિલેશનશીપ અને લિવ ઈન પછી બન્ને લગ્ન બંધનમાં બંધાયા હતા.

    સૌમ્યા અને સૌરભ એકબીજાને કોલેજના સમયથી ઓળખતા હતા. બન્ને ત્યારથી જ એક બીજાને ડેટ કરતા હતા. 10 વર્ષની રિલેશનશીપ અને લિવ ઈન પછી બન્ને લગ્ન બંધનમાં બંધાયા હતા.

    18/20
  • સૌમ્યાએ 14 જાન્યુઆરી 2019ના રોજ એક બાળકને જન્મ આપ્યો છે.

    સૌમ્યાએ 14 જાન્યુઆરી 2019ના રોજ એક બાળકને જન્મ આપ્યો છે.

    19/20
  • હૉટ, બ્યુટીફુલ અને ગ્લેમરસ અંદાજ ધરાવતી સૌમ્યા ટંડનને જન્મદિવસની શુભેચ્છાઓ.

    હૉટ, બ્યુટીફુલ અને ગ્લેમરસ અંદાજ ધરાવતી સૌમ્યા ટંડનને જન્મદિવસની શુભેચ્છાઓ.

    20/20
  • loading...

ફોટોઝ વિશે

ટીવીની લોકપ્રિય સીરિયલ 'ભાભી જી ઘર પર હૈ' ની 'ગોરી મેમ'નું દર્શકોના દિલમાં વીશેષ સ્થાન છે. આ પાત્રને યાદગાર બનાવનાર અભિનેત્રી સૌમ્યા ટંડન (Saumya Tandon)નો આજે એટલે કે 3 નવેમ્બરે જન્મદિવસ છે. ભલે સૌમ્યા ટંડન હવે શોનો ભાગ નથી, પણ તેની અદા અને અભિનયના લોકો દિવાના છે. આજે તેના જન્મદિવસે જાણીએ તેના જીવનની કેટલીક રસપ્રદ વાતો અને સાથે જ જોઈએ ગ્લેમરસ તસવીરો.

(તસવીર સૌજન્ય: સૌમ્યા ટંડન ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK