HBD રેખા: 66ની ઉંમરે પણ છે 26 જેવો ઠાઠ, જુઓ તસવીરો

Published: 10th October, 2020 15:58 IST | Rachana Joshi
  • રેખાનો જન્મ 10 ઓક્ટોબર 1954ના રોજ ચેન્નઈ (ત્યારના મદ્રાસ)માં થયો હતો. રેખાનું મુળ નામ ભાનુરેખા ગણેશન છે.

    રેખાનો જન્મ 10 ઓક્ટોબર 1954ના રોજ ચેન્નઈ (ત્યારના મદ્રાસ)માં થયો હતો. રેખાનું મુળ નામ ભાનુરેખા ગણેશન છે.

    1/31
  • રેખા તામિળ અભિનેતા જેમિની ગણેશન અને તેલુગુ અભિનેત્રી પુષ્પવલ્લીની દીકરી છે. પરંતુ ગણેશન અને પુષ્પવલ્લી બન્નેએ લગ્ન નહોતા કર્યા અને તેઓ અંત સુધી મિત્રો રહ્યાં હતાં.

    રેખા તામિળ અભિનેતા જેમિની ગણેશન અને તેલુગુ અભિનેત્રી પુષ્પવલ્લીની દીકરી છે. પરંતુ ગણેશન અને પુષ્પવલ્લી બન્નેએ લગ્ન નહોતા કર્યા અને તેઓ અંત સુધી મિત્રો રહ્યાં હતાં.

    2/31
  • રેખાના માતા-પિતાએ લગ્ન નોહતા કર્યા. રેખા તેના લગ્નની બહાર રાખેલા સંબંધોથી કરવામાં આવેલ બાળક હતું. રેખાના પિતાએ અનેક વર્ષો સુધી તે વાતનો અસ્વીકાર કર્યો હતો કે રેખા તેમનું જ બાળક છે. તે રેખાને અભિનેત્રી તરીકે પણ નોહતા જોવા માંગતા.

    રેખાના માતા-પિતાએ લગ્ન નોહતા કર્યા. રેખા તેના લગ્નની બહાર રાખેલા સંબંધોથી કરવામાં આવેલ બાળક હતું. રેખાના પિતાએ અનેક વર્ષો સુધી તે વાતનો અસ્વીકાર કર્યો હતો કે રેખા તેમનું જ બાળક છે. તે રેખાને અભિનેત્રી તરીકે પણ નોહતા જોવા માંગતા.

    3/31
  • સ્ટારડમ મેળવ્યા પછી રેખાએ એકવાર જાહેરમાં કહ્યું હતું કે, પિતાની ગેરહાજરી હંમેશા તેને વર્તાઈ છે. પરંતુ તેને ક્યારેય પિતા સાથે સમાધાન નહોતું કર્યું.

    સ્ટારડમ મેળવ્યા પછી રેખાએ એકવાર જાહેરમાં કહ્યું હતું કે, પિતાની ગેરહાજરી હંમેશા તેને વર્તાઈ છે. પરંતુ તેને ક્યારેય પિતા સાથે સમાધાન નહોતું કર્યું.

    4/31
  • રેખાની માતા પુષ્પવલ્લીએ તેને અને તેના ભાઈ-બહેનોને એકલા ઉછેર્યા હતા. પણ રેખા જ્યારે કિશોરાવસ્થામાં હતી ત્યારે તેની માતા બીમાર પડી અને તેને કામ છોડી દીધું. એટલે પરિવારને આર્થિક સહાય કરવા માટે રેખાને ભણતર છોડીને અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યું હતું.

    રેખાની માતા પુષ્પવલ્લીએ તેને અને તેના ભાઈ-બહેનોને એકલા ઉછેર્યા હતા. પણ રેખા જ્યારે કિશોરાવસ્થામાં હતી ત્યારે તેની માતા બીમાર પડી અને તેને કામ છોડી દીધું. એટલે પરિવારને આર્થિક સહાય કરવા માટે રેખાને ભણતર છોડીને અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યું હતું.

    5/31
  • રેખાએ વર્ષ 1996માં તેલુગુ ફિલ્મ 'રંગુલા રત્નામા'માં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. જેમાં તેની ઓળખ બેબી ભાનુરેખા તરીકે થઈ હતી. ત્યારે તે માત્ર 11 વર્ષની હતી.

    રેખાએ વર્ષ 1996માં તેલુગુ ફિલ્મ 'રંગુલા રત્નામા'માં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. જેમાં તેની ઓળખ બેબી ભાનુરેખા તરીકે થઈ હતી. ત્યારે તે માત્ર 11 વર્ષની હતી.

    6/31
  • રેખાએ 15 વર્ષની ઉંમરમાં વર્ષ 1969માં સુપરસ્ટાર રાજકુમાર અભિનીત કન્નડ ફિલ્મ 'ગોવા દલ્લી સીઆઈડી 999' દ્વારા હિરોઈન તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી.

    રેખાએ 15 વર્ષની ઉંમરમાં વર્ષ 1969માં સુપરસ્ટાર રાજકુમાર અભિનીત કન્નડ ફિલ્મ 'ગોવા દલ્લી સીઆઈડી 999' દ્વારા હિરોઈન તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી.

    7/31
  • હિન્દી ફિલ્મમાં રેખાએ સૌપ્રથમ 'અંજાના સફર'માં અભિનય કર્યો હતો. પણ આ ફિલ્મ મોડી રિલીઝ થઈ હતી. પરંતુ આ પહેલાં 1970માં રેખાની મોહન સેગલ દિગ્દર્શિત ફિલ્મ 'સાવન ભાદો' રિલીઝ થઈ હતી.

    હિન્દી ફિલ્મમાં રેખાએ સૌપ્રથમ 'અંજાના સફર'માં અભિનય કર્યો હતો. પણ આ ફિલ્મ મોડી રિલીઝ થઈ હતી. પરંતુ આ પહેલાં 1970માં રેખાની મોહન સેગલ દિગ્દર્શિત ફિલ્મ 'સાવન ભાદો' રિલીઝ થઈ હતી.

    8/31
  • 1969માં શૂટ થયેલી 'અંજાના સફર'માં રેખાએ બિસ્વજિત સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં કિસિંગ સીન કરવા માટે તેની સાથે દગો કરવામાં આવ્યો હોવાનું રેખાએ જણાવ્યું હતું. જોકે, ફિલ્મ શૂટિંગ પછી સેન્સરશીપના ચક્કરમાં અટવાઈ ગઈ હતી. પછી ફિલ્મ વર્ષ 1979માં રિલીઝ થઈ હતી. ત્યારે તેનું નામ 'દો શિકારી' રાખવામાં આવ્યું હતું.

    1969માં શૂટ થયેલી 'અંજાના સફર'માં રેખાએ બિસ્વજિત સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં કિસિંગ સીન કરવા માટે તેની સાથે દગો કરવામાં આવ્યો હોવાનું રેખાએ જણાવ્યું હતું. જોકે, ફિલ્મ શૂટિંગ પછી સેન્સરશીપના ચક્કરમાં અટવાઈ ગઈ હતી. પછી ફિલ્મ વર્ષ 1979માં રિલીઝ થઈ હતી. ત્યારે તેનું નામ 'દો શિકારી' રાખવામાં આવ્યું હતું.

    9/31
  • બૉલીવુડમાં રેખાના શરૂઆતના દિવસો સંઘર્ષભર્યા રહ્યાં હતા. કારણકે તેને હિન્દી બોલતા નહોતુ ફાવતુ. સાથી કલાકારો સાથે તેને વાતચીત કરવામાં પણ તકલીફ થતી હતી.

    બૉલીવુડમાં રેખાના શરૂઆતના દિવસો સંઘર્ષભર્યા રહ્યાં હતા. કારણકે તેને હિન્દી બોલતા નહોતુ ફાવતુ. સાથી કલાકારો સાથે તેને વાતચીત કરવામાં પણ તકલીફ થતી હતી.

    10/31
  • રેખાએ શરૂઆતમાં ફિલ્મોમાં બહુ સારું કામ કર્યું હતું. પણ તેનો લુક ગ્લેમરસ ન હોવાથી લોકો બહુ ટીકા કરતા હતા. એક ઈન્ટરવ્યૂમાં રેકાએ કહ્યું હતું કે, ચહેરાના રંગને લીધે લોકો બૉલીવુડમાં તેમને કદરૂપી કહેતા.

    રેખાએ શરૂઆતમાં ફિલ્મોમાં બહુ સારું કામ કર્યું હતું. પણ તેનો લુક ગ્લેમરસ ન હોવાથી લોકો બહુ ટીકા કરતા હતા. એક ઈન્ટરવ્યૂમાં રેકાએ કહ્યું હતું કે, ચહેરાના રંગને લીધે લોકો બૉલીવુડમાં તેમને કદરૂપી કહેતા.

    11/31
  • ત્યારબાદ રેખાએ તેના દેખાવ પર સતત મહેનત કરી હતી અને પછી સેક્સ સિમ્બોલ તરીકે ઓળખ બનાવી હતી.

    ત્યારબાદ રેખાએ તેના દેખાવ પર સતત મહેનત કરી હતી અને પછી સેક્સ સિમ્બોલ તરીકે ઓળખ બનાવી હતી.

    12/31
  • રેખા બૉલીવુડની સર્વતોમુખી અભિનેત્રીઓમાંની એક છે. તેણે ગંભીર, હાસ્ય અને વેરભાવનાના પાત્રો સરળતાથી ભજવ્યા છે.

    રેખા બૉલીવુડની સર્વતોમુખી અભિનેત્રીઓમાંની એક છે. તેણે ગંભીર, હાસ્ય અને વેરભાવનાના પાત્રો સરળતાથી ભજવ્યા છે.

    13/31
  • 1978માં આવેલી ફિલ્મ 'ઘર'માં રેખાએ બળત્કાર પીડિતાનું પાત્ર ભજવીને લોકોના દિલ જીતી લીધા હતા.

    1978માં આવેલી ફિલ્મ 'ઘર'માં રેખાએ બળત્કાર પીડિતાનું પાત્ર ભજવીને લોકોના દિલ જીતી લીધા હતા.

    14/31
  • જોકે, રેખાની આજ સુધીની સૌથી શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ફિલ્મ હોય તો તે છે વર્ષ 1981માં આવેલી 'ઉમરાવ જાન'. જેમાં તેણે ગણિકાનું પાત્ર ભજવ્યું હતું. આ માટે તેને રાષ્ટ્રીય એવૉર્ડ પણ મળ્યો હતો.

    જોકે, રેખાની આજ સુધીની સૌથી શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ફિલ્મ હોય તો તે છે વર્ષ 1981માં આવેલી 'ઉમરાવ જાન'. જેમાં તેણે ગણિકાનું પાત્ર ભજવ્યું હતું. આ માટે તેને રાષ્ટ્રીય એવૉર્ડ પણ મળ્યો હતો.

    15/31
  • 1981માં આવેલી ફિલ્મ 'કલયુગ'મહાભારતનું આધુનિક એડાપ્શન હતું. જેમાં રેખાએ દ્રૌપદી પર આધારિત એક પાત્ર ભજવ્યું હતું. સુપ્રિયાના આ પાત્રને લોકોએ ખુબ વખાણ્યું હતું અને રેખાના અભિનયના પણ વખાણ થયા હતા.

    1981માં આવેલી ફિલ્મ 'કલયુગ'મહાભારતનું આધુનિક એડાપ્શન હતું. જેમાં રેખાએ દ્રૌપદી પર આધારિત એક પાત્ર ભજવ્યું હતું. સુપ્રિયાના આ પાત્રને લોકોએ ખુબ વખાણ્યું હતું અને રેખાના અભિનયના પણ વખાણ થયા હતા.

    16/31
  • રેખાએ 'ખુબસુરત' (1980), 'ખુન ભારી માંગ' (1988) અને 'ખિલાડીયો કા ખિલાડી' (1996) જેવી ફિલ્મોમાં પણ પ્રશંનીય અભિનય કર્યો છે.

    રેખાએ 'ખુબસુરત' (1980), 'ખુન ભારી માંગ' (1988) અને 'ખિલાડીયો કા ખિલાડી' (1996) જેવી ફિલ્મોમાં પણ પ્રશંનીય અભિનય કર્યો છે.

    17/31
  • રેખાના અંગત જીવનની વાત કરીએ તો તેણે બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે 1990માં લગ્ન કર્યા હતા. જોકે, લગ્નના આઠ મહિના બાદ જ મુકેશ અગ્રવાલે આત્મહત્યા કરી હતી. મુકેશ અગ્રવાલે જે દુપટ્ટાથી આત્મહત્યા કરી તે દુપટ્ટો રેખાનો હતો. મુકેશ અગ્રવાલ ડિપ્રેશનમાં હતો. પતિના નિધન બાદ પણ રેખાએ સિંદૂર લગાવવાનું બંધ કર્યું નથી. તસવીરમાં: પતિ મુકેશ અગ્રવાલ સાથે રેખા 

    રેખાના અંગત જીવનની વાત કરીએ તો તેણે બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે 1990માં લગ્ન કર્યા હતા. જોકે, લગ્નના આઠ મહિના બાદ જ મુકેશ અગ્રવાલે આત્મહત્યા કરી હતી. મુકેશ અગ્રવાલે જે દુપટ્ટાથી આત્મહત્યા કરી તે દુપટ્ટો રેખાનો હતો. મુકેશ અગ્રવાલ ડિપ્રેશનમાં હતો. પતિના નિધન બાદ પણ રેખાએ સિંદૂર લગાવવાનું બંધ કર્યું નથી.

    તસવીરમાં: પતિ મુકેશ અગ્રવાલ સાથે રેખા 

    18/31
  • સિંદૂર અને રેખા હંમેશા ચર્ચાનો વિષય રહ્યાં છે. જૂન 1982માં છપાયેલા એક અહેવાલ પ્રમાણે, નેશનલ અવોર્ડ ફંક્શનમાં જ્યારે રેખાને ફિલ્મ 'ઉમરાવ જાન' (1981) માટે બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો ત્યારે રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીએ તેને પૂછ્યું હતું કે, 'તમે કેમ સિંદૂર લગાવો છો?' ત્યારે રેખાએ માઈકમાં જવાબ આપ્યો હતો કે, 'તે જે શહેરમાંથી આવે છે ત્યાં સિંદૂર લગાવવું એક ફેશન છે'. તસવીરમાં: રેખા ફારુક શેખ સાથે

    સિંદૂર અને રેખા હંમેશા ચર્ચાનો વિષય રહ્યાં છે. જૂન 1982માં છપાયેલા એક અહેવાલ પ્રમાણે, નેશનલ અવોર્ડ ફંક્શનમાં જ્યારે રેખાને ફિલ્મ 'ઉમરાવ જાન' (1981) માટે બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો ત્યારે રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીએ તેને પૂછ્યું હતું કે, 'તમે કેમ સિંદૂર લગાવો છો?' ત્યારે રેખાએ માઈકમાં જવાબ આપ્યો હતો કે, 'તે જે શહેરમાંથી આવે છે ત્યાં સિંદૂર લગાવવું એક ફેશન છે'.

    તસવીરમાં: રેખા ફારુક શેખ સાથે

    19/31
  • રેખાના સેંથાનું સિંદૂર હંમેશાં ચર્ચાનો વિષય રહ્યો છે. 1980માં નીતુના લગ્ન જ્યારે આર કે સ્ટૂડિયોમાં યોજાયા ત્યારે રેખા સફેદ સાડીમાં આવી હતી. જોકે, તેના ગળામાં રહેલું મંગળસૂત્ર તથા સેંથાનું સિંદૂર જોઈને અનેક લોકોને નવાઈ લાગી હતી. રેખાના સિંદૂર અંગે મીડિયામાં અનેક વાતો વહેતી થઈ પરંતુ અભિનેત્રી હંમેશાં ચૂપ રહી હતી. જોકે, વર્ષો પછી રેખાએ કહ્યું હતું, 'હું ફિલ્મનું શૂટિંગ પતાવીને સીધી લગ્નમાં આવી હતી અને લોકોની પ્રતિક્રિયાની મને ક્યારેય પરવા નથી. આમ પણ મને સિંદૂર ગમે છે અને તે મારા પર સારું લાગે છે.' તસવીરમાં: ફિલ્મના એક દ્રશ્યમાં કાદર ખાન સાથે રેખા 

    રેખાના સેંથાનું સિંદૂર હંમેશાં ચર્ચાનો વિષય રહ્યો છે. 1980માં નીતુના લગ્ન જ્યારે આર કે સ્ટૂડિયોમાં યોજાયા ત્યારે રેખા સફેદ સાડીમાં આવી હતી. જોકે, તેના ગળામાં રહેલું મંગળસૂત્ર તથા સેંથાનું સિંદૂર જોઈને અનેક લોકોને નવાઈ લાગી હતી. રેખાના સિંદૂર અંગે મીડિયામાં અનેક વાતો વહેતી થઈ પરંતુ અભિનેત્રી હંમેશાં ચૂપ રહી હતી. જોકે, વર્ષો પછી રેખાએ કહ્યું હતું, 'હું ફિલ્મનું શૂટિંગ પતાવીને સીધી લગ્નમાં આવી હતી અને લોકોની પ્રતિક્રિયાની મને ક્યારેય પરવા નથી. આમ પણ મને સિંદૂર ગમે છે અને તે મારા પર સારું લાગે છે.'

    તસવીરમાં: ફિલ્મના એક દ્રશ્યમાં કાદર ખાન સાથે રેખા 

    20/31
  • રેખા આજે પણ માથામાં સિંદૂર લગાવે છે. પણ તે કોના નામનું છે એ સૌથી મોટું રહસ્ય છે. તસવીરમાં: ફિલ્મના એક દ્રશ્યમાં રાકેશ રોશન સાથે રેખા 

    રેખા આજે પણ માથામાં સિંદૂર લગાવે છે. પણ તે કોના નામનું છે એ સૌથી મોટું રહસ્ય છે.

    તસવીરમાં: ફિલ્મના એક દ્રશ્યમાં રાકેશ રોશન સાથે રેખા 

    21/31
  • એક સમયે એવી ચર્ચા થઈ રહી હતી કે, રેખાએ અભિનેતા વિનોદ મહેરા સાથે લગ્ન કરી લીધા છે. પરંતુ સિમી ગેરેવાલના ટૉક શોમાં અભિનેત્રીએ આ વાતનો ઇનકાર કર્યો હતો. તસવીરમાં: અમિતાભ બચ્ચન અને રેખા 

    એક સમયે એવી ચર્ચા થઈ રહી હતી કે, રેખાએ અભિનેતા વિનોદ મહેરા સાથે લગ્ન કરી લીધા છે. પરંતુ સિમી ગેરેવાલના ટૉક શોમાં અભિનેત્રીએ આ વાતનો ઇનકાર કર્યો હતો.

    તસવીરમાં: અમિતાભ બચ્ચન અને રેખા 

    22/31
  • અમિતાભ બચ્ચન અને રેખાના પ્રયણ સંબંધોની ચર્ચા બહુ સામાન્ય છે. આ પ્રેમ સંબંધ વિશે સહુ કોઈ જાણતું હતું પણ સંબંધની હકીકત શું છે તે આજ સુધી કોઈ નથી જાણી શક્યું. પરંતુ રેખાએ કહ્યું હતું કે, આ બધી વાતો ખોટી અને બેકાર છે. 80ના દાયકામાં આ ચર્ચાએ બહુ જોર પકડયું હતું. તસવીરમાં: રાખી ગુલઝાર સાથે રેખા 

    અમિતાભ બચ્ચન અને રેખાના પ્રયણ સંબંધોની ચર્ચા બહુ સામાન્ય છે. આ પ્રેમ સંબંધ વિશે સહુ કોઈ જાણતું હતું પણ સંબંધની હકીકત શું છે તે આજ સુધી કોઈ નથી જાણી શક્યું. પરંતુ રેખાએ કહ્યું હતું કે, આ બધી વાતો ખોટી અને બેકાર છે. 80ના દાયકામાં આ ચર્ચાએ બહુ જોર પકડયું હતું.

    તસવીરમાં: રાખી ગુલઝાર સાથે રેખા 

    23/31
  • 1981માં આવેલી યશ ચોપડાની ફિલ્મ 'સિલસિલા'માં અમિતાભ બચ્ચન અને રેખાના લગ્નોત્તર સંબંધ દર્શાવવામાં આવ્યા હતા. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે જ બન્નેના સંબંધોની અને પ્રેમની ચર્ચાઓએ જોર પકડયું હતું. જોકે, ત્યારબાદ રેખા અને અમિતાભ બચ્ચને ક્યારેય સાથે કામ નથી કર્યું.

    1981માં આવેલી યશ ચોપડાની ફિલ્મ 'સિલસિલા'માં અમિતાભ બચ્ચન અને રેખાના લગ્નોત્તર સંબંધ દર્શાવવામાં આવ્યા હતા. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે જ બન્નેના સંબંધોની અને પ્રેમની ચર્ચાઓએ જોર પકડયું હતું. જોકે, ત્યારબાદ રેખા અને અમિતાભ બચ્ચને ક્યારેય સાથે કામ નથી કર્યું.

    24/31
  • 'સિલસિલા' પહેલાં રેખા અને અમિતાભ બચ્ચને 'દો અંજાને' (1976), 'મુકદ્દર કા સિકંદર' (1978), 'સુહાગ' (1979) અને 'મિસ્ટર નટવરલાલ' (1979) જેવી અનેક હીટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તસવીરમાં: ઉત્પલ દત્ત સાથે રેખા 

    'સિલસિલા' પહેલાં રેખા અને અમિતાભ બચ્ચને 'દો અંજાને' (1976), 'મુકદ્દર કા સિકંદર' (1978), 'સુહાગ' (1979) અને 'મિસ્ટર નટવરલાલ' (1979) જેવી અનેક હીટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

    તસવીરમાં: ઉત્પલ દત્ત સાથે રેખા 

    25/31
  • બૉલીવુડની ફિલ્મોમાં રેખાએ અનેક જુદા-જુદા પાત્રો ભજવ્યા હોવાથી તેને 'લેડી અમિતાભ'ની ઉપમા આપવામાં આવી હતી. તસવીરમાં: એક કાર્યક્રમમાં લતા મંગેશકર સાથે રેખા

    બૉલીવુડની ફિલ્મોમાં રેખાએ અનેક જુદા-જુદા પાત્રો ભજવ્યા હોવાથી તેને 'લેડી અમિતાભ'ની ઉપમા આપવામાં આવી હતી.

    તસવીરમાં: એક કાર્યક્રમમાં લતા મંગેશકર સાથે રેખા

    26/31
  • રેખાના અભિનયની વાત કરીએ તો અભિનય ક્ષેત્રના યોગદાનને લીધે ભારત સરકારે વર્ષ 2010માં તેને પ્રતિષ્ઠિત 'પદ્મ શ્રી' એવોર્ડથી સન્માનિત કરી હતી. તસવીરમાં: શશી કપૂર સાથે રેખા 

    રેખાના અભિનયની વાત કરીએ તો અભિનય ક્ષેત્રના યોગદાનને લીધે ભારત સરકારે વર્ષ 2010માં તેને પ્રતિષ્ઠિત 'પદ્મ શ્રી' એવોર્ડથી સન્માનિત કરી હતી.

    તસવીરમાં: શશી કપૂર સાથે રેખા 

    27/31
  • ચાર દાયકાની સફળ કારકિર્દીમાં રેખાએ લગભગ 180 ફિલ્મોમાં અભિનય કર્યો છે. તસવીરમાં: રોહીણી હટ્ટંગડી સાથે રેખા 

    ચાર દાયકાની સફળ કારકિર્દીમાં રેખાએ લગભગ 180 ફિલ્મોમાં અભિનય કર્યો છે.

    તસવીરમાં: રોહીણી હટ્ટંગડી સાથે રેખા 

    28/31
  • રેખા છેલ્લે વર્ષ 2015માં આવેલી આર બાલ્કીની ફિલ્મ 'શમિતાભ'માં જોવા મળી હતી. જ્યાં તેણે પોતાનું જ પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં માત્ર કેમિયો હતો. તસવીરમાં: 'કોઈ...મિલ ગયા' ફિલ્મમાં હૃતિક રોશન સાથે રેખા 

    રેખા છેલ્લે વર્ષ 2015માં આવેલી આર બાલ્કીની ફિલ્મ 'શમિતાભ'માં જોવા મળી હતી. જ્યાં તેણે પોતાનું જ પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં માત્ર કેમિયો હતો.

    તસવીરમાં: 'કોઈ...મિલ ગયા' ફિલ્મમાં હૃતિક રોશન સાથે રેખા 

    29/31
  • રેખા અભિનયને લીધે જેટલી જાણીતી છે તેટલી જ તેની સ્ટાયલ અને અદાઓ માટે પણ જાણીતી છે.

    રેખા અભિનયને લીધે જેટલી જાણીતી છે તેટલી જ તેની સ્ટાયલ અને અદાઓ માટે પણ જાણીતી છે.

    30/31
  • 66ની ઉંમરે પણ છે 26 જેવો ઠાઠ ધરાવતી એવરગ્રીન અભિનેત્રી રેખાને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.

    66ની ઉંમરે પણ છે 26 જેવો ઠાઠ ધરાવતી એવરગ્રીન અભિનેત્રી રેખાને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.

    31/31
  • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડની એવરગ્રીન અભિનેત્રી રેખાનિ આજે એટલે કે 10 ઓક્ટોબરના રોજ 66મો જન્મદિવસ છે. 66 વર્ષે પણ તેનો ચાર્મ જરાય ઓછો નથી થયો. જાણે એવું લાગે કે, વધતી ઉંમર સાથે જાણે તેની સુંદરતા પણ વધી રહી છે. રેખા માટે આ ફિલ્મી સફર સહેજ પણ સરળ રહી નહોતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રેખાને 54 વર્ષ થયા છે. આજે રેખાના જન્મદિવસે જોઈએ તેની સુંદર તસવીરો અને જાણીએ તેના જીવનની જાણી-અજાણી વાતો.

(તસવીર સૌજન્ય: મિડ-ડે આર્કાઈવ્સ, ઈન્સ્ટાગ્રામ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK