એ કલાકારો જે છોડી ચુક્યા છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

Jun 28, 2019, 13:55 IST
 • દિશા વાકાણી - દયાભાભી દયાભાભીના પાત્રથી ઘર ઘરમાં જાણીતા થયેલા દિશા વાકાણી શોમાં પાછા નથી ફરવાના તેની પુષ્ટિ થઈ ગઈ છે. દિશા લગ્ન પછી માતૃત્વની રજા પર ગયા હતા. જે બાદ તેઓ શોમાં પાછા નથી ફર્યા. અનેક વાર તેમના પાછા ફરવાના અહેવાલો સામે આવ્યા હતા. પરંતુ હવે તેઓ શોમાં પાછા નહીં આવે તે નક્કી થઈ ગયું છે. શો ના મેકર્સે નવા ચહેરાની તલાશ શરૂ કરી દીધી છે.

  દિશા વાકાણી - દયાભાભી
  દયાભાભીના પાત્રથી ઘર ઘરમાં જાણીતા થયેલા દિશા વાકાણી શોમાં પાછા નથી ફરવાના તેની પુષ્ટિ થઈ ગઈ છે. દિશા લગ્ન પછી માતૃત્વની રજા પર ગયા હતા. જે બાદ તેઓ શોમાં પાછા નથી ફર્યા. અનેક વાર તેમના પાછા ફરવાના અહેવાલો સામે આવ્યા હતા. પરંતુ હવે તેઓ શોમાં પાછા નહીં આવે તે નક્કી થઈ ગયું છે. શો ના મેકર્સે નવા ચહેરાની તલાશ શરૂ કરી દીધી છે.

  1/11
 • ભવ્ય ગાંધી - ટપુ જેઠાલાલનું તોફાની ફરજંદ એટલે તે ટપુડો. નવ વર્ષની ઉંમરે ભવ્ય ગાંધીએ આ ભૂમિકા ભજવવાની શરૂઆત કરી હતી. અને તે ઘણી જ લોકપ્રિય બની હતી. લોકોને મનમાં એ શરારતી ટપુડો આજે પણ છે. જો કે બાદમાં ભવ્યએ શો છોડીને ફિલ્મોમાં હાથ અજમાવવાનું નક્કી કર્યું. હાલમાં જ તેની ફિલ્મ બહુ ના વિચાર રિલીઝ થઈ છે.

  ભવ્ય ગાંધી - ટપુ
  જેઠાલાલનું તોફાની ફરજંદ એટલે તે ટપુડો. નવ વર્ષની ઉંમરે ભવ્ય ગાંધીએ આ ભૂમિકા ભજવવાની શરૂઆત કરી હતી. અને તે ઘણી જ લોકપ્રિય બની હતી. લોકોને મનમાં એ શરારતી ટપુડો આજે પણ છે. જો કે બાદમાં ભવ્યએ શો છોડીને ફિલ્મોમાં હાથ અજમાવવાનું નક્કી કર્યું. હાલમાં જ તેની ફિલ્મ બહુ ના વિચાર રિલીઝ થઈ છે.

  2/11
 • ઝીલ મહેતા - સોનુ સોસાયટીના એકમેવ સેક્રેટરીની પુત્રી એટલે કે સોનુનો રોલ શરૂઆતમાં ઝીલ મહેતા ભજવતી હતી. તેણે ઘણા વર્ષો સુધી ટપુ સેનાનો સાથ નિભાવ્યો પરંતુ અંતે તેના માટે શૂટિંગ અને ભણતર બંને મેનેજ કરવું અઘરૂં થઈ જતા તેણે શો છોડી દીધો હતો.

  ઝીલ મહેતા - સોનુ
  સોસાયટીના એકમેવ સેક્રેટરીની પુત્રી એટલે કે સોનુનો રોલ શરૂઆતમાં ઝીલ મહેતા ભજવતી હતી. તેણે ઘણા વર્ષો સુધી ટપુ સેનાનો સાથ નિભાવ્યો પરંતુ અંતે તેના માટે શૂટિંગ અને ભણતર બંને મેનેજ કરવું અઘરૂં થઈ જતા તેણે શો છોડી દીધો હતો.

  3/11
 • નિધિ ભાનુશાળી - સોનુ ઝીલ મહેતા બાદ 2012માં સોનું તરીકે નિધિ ભાનુશાળી આવી અને તેણે જલ્દી જ લોકોમાં પોતાની ઓળખ ઉભી કરી લીધી. જો કે સાત વર્ષ બાદ તેણે પણ શોના બદલે ભણતરને મહત્વ આપવાનું નક્કી કર્યું અને શો છોડી દીધો.

  નિધિ ભાનુશાળી - સોનુ
  ઝીલ મહેતા બાદ 2012માં સોનું તરીકે નિધિ ભાનુશાળી આવી અને તેણે જલ્દી જ લોકોમાં પોતાની ઓળખ ઉભી કરી લીધી. જો કે સાત વર્ષ બાદ તેણે પણ શોના બદલે ભણતરને મહત્વ આપવાનું નક્કી કર્યું અને શો છોડી દીધો.

  4/11
 • કવિ કુમાર આઝાદ - ડૉ. હાથી સદાય હસતા રહેતા અને હસાવતા રહેતા ડૉ. હાથી એટલે કે કવિ કુમાર આઝાદ આજે પણ લોકોના દિલમાં વસે છે. તેમણે 9 વર્ષ સુધી શોમાં ડૉ. હાથીની ભૂમિકા ભજવી હતી. જો કે તેમનું અચાનક અવસાન થઈ ગયું અને તેમના સ્થાને ફરી નિર્મલ સોની આવી ગયા.

  કવિ કુમાર આઝાદ - ડૉ. હાથી
  સદાય હસતા રહેતા અને હસાવતા રહેતા ડૉ. હાથી એટલે કે કવિ કુમાર આઝાદ આજે પણ લોકોના દિલમાં વસે છે. તેમણે 9 વર્ષ સુધી શોમાં ડૉ. હાથીની ભૂમિકા ભજવી હતી. જો કે તેમનું અચાનક અવસાન થઈ ગયું અને તેમના સ્થાને ફરી નિર્મલ સોની આવી ગયા.

  5/11
 • નિર્મલ સોની - ડૉ. હાથી નિર્મલ સોની તારક મહેતા કા ઉલટા ચશ્માના સૌથી પહેલા ડૉક્ટર હાથી હતા. તેમણે લગભગ એક વર્ષ સુધી આ ભૂમિકા ભજવી. જો કે બાદમાં શોના મેકર્સ સાથે મતભેદ થતા તેમણે આ શો છોડી દીધો. જો કે કવિ કુમાર આઝાદના નિધન બાદ તેઓ ફરી શોમાં આવી ગયા છે.

  નિર્મલ સોની - ડૉ. હાથી
  નિર્મલ સોની તારક મહેતા કા ઉલટા ચશ્માના સૌથી પહેલા ડૉક્ટર હાથી હતા. તેમણે લગભગ એક વર્ષ સુધી આ ભૂમિકા ભજવી. જો કે બાદમાં શોના મેકર્સ સાથે મતભેદ થતા તેમણે આ શો છોડી દીધો. જો કે કવિ કુમાર આઝાદના નિધન બાદ તેઓ ફરી શોમાં આવી ગયા છે.

  6/11
 • લાડ સિંહ માન - મિ. રોશન સિંહ સોઢી તારક મહેતાના દિલ ખુશ કરી દેનાર પંજાબી રોશન સિંહ સોઢીના પાત્રમાં થોડા સમય માટે લાડ સિંહ માન નજર આવ્યા હતા. જો કે દર્શકો તેમને સ્વીકારી નહોત શક્યા અને તેની જગ્યાએ ગુરૂચરણ સિંહ પાછા આવી ગયા હતા.

  લાડ સિંહ માન - મિ. રોશન સિંહ સોઢી
  તારક મહેતાના દિલ ખુશ કરી દેનાર પંજાબી રોશન સિંહ સોઢીના પાત્રમાં થોડા સમય માટે લાડ સિંહ માન નજર આવ્યા હતા. જો કે દર્શકો તેમને સ્વીકારી નહોત શક્યા અને તેની જગ્યાએ ગુરૂચરણ સિંહ પાછા આવી ગયા હતા.

  7/11
 • ગુરૂચરણ સિંહ - મિ. રોશન સિંહ સોઢી તારક મહેતાના સોઢીથી ગુરૂચરણ સિંહ જાણીતા બન્યા. તેમની લોકપ્રિયતા એટલી હતી કે જ્યારે તેઓ શોમાંથી નિકળી ગયા અને તેની જગ્યા અન્ય કલાકારને લેવામાં આવ્યા ત્યારે દર્શકોએ તેમનો સ્વીકાર જ ન કર્યો અને અંતે તેઓ શોમાં પાછા આવ્યા.

  ગુરૂચરણ સિંહ - મિ. રોશન સિંહ સોઢી
  તારક મહેતાના સોઢીથી ગુરૂચરણ સિંહ જાણીતા બન્યા. તેમની લોકપ્રિયતા એટલી હતી કે જ્યારે તેઓ શોમાંથી નિકળી ગયા અને તેની જગ્યા અન્ય કલાકારને લેવામાં આવ્યા ત્યારે દર્શકોએ તેમનો સ્વીકાર જ ન કર્યો અને અંતે તેઓ શોમાં પાછા આવ્યા.

  8/11
 • દિલખુશ રીપોર્ટર - મિસિસ રોશન કૌર સોઢી દિલખુશ રીપોર્ટર થોડા સમય માટે મિસિસ રોશન કૌર સોઢીના પાત્રમાં જોવા મળ્યા હતા. જો કે બાદમાં તેમને તેમના પરિવાર પર ધ્યાન આપવું હોવાથી તેમણે શો છોડી દીધો.

  દિલખુશ રીપોર્ટર - મિસિસ રોશન કૌર સોઢી
  દિલખુશ રીપોર્ટર થોડા સમય માટે મિસિસ રોશન કૌર સોઢીના પાત્રમાં જોવા મળ્યા હતા. જો કે બાદમાં તેમને તેમના પરિવાર પર ધ્યાન આપવું હોવાથી તેમણે શો છોડી દીધો.

  9/11
 • જેનિફર મિસ્ત્રી બંસીવાલ - મિસિસ રોશન કૌર સોઢી એકદમ મીઠડા પારસી માનુની જેમના લગ્ન પંજાબી સાથે થયા છે તે એટલે મિસિસ રોશન કૌર સોઢી. જેનું પાત્ર જેનિફર ભજવતા હતા. જો કે વચ્ચે કેટલાક કારણોથી તેમણે આ શોનો સાથે છોડી દીધો હતો. પરંતુ બાદમાં તેઓ ફરી શોમાં પાછા ફર્યા હતા.

  જેનિફર મિસ્ત્રી બંસીવાલ - મિસિસ રોશન કૌર સોઢી
  એકદમ મીઠડા પારસી માનુની જેમના લગ્ન પંજાબી સાથે થયા છે તે એટલે મિસિસ રોશન કૌર સોઢી. જેનું પાત્ર જેનિફર ભજવતા હતા. જો કે વચ્ચે કેટલાક કારણોથી તેમણે આ શોનો સાથે છોડી દીધો હતો. પરંતુ બાદમાં તેઓ ફરી શોમાં પાછા ફર્યા હતા.

  10/11
 • પ્રિયા આહુજા - રીટા રીપોર્ટર કલ તકની તેજ ખબરી એટલે રીટા રીપોર્ટર. શોની શરૂઆતથી પ્રિયા આહુજા આ પાત્ર ભજવતા હતા. જો કે બાદમાં નિધિ સુબ્બૈયાએ તેમની જગ્યા લીધી હતી.

  પ્રિયા આહુજા - રીટા રીપોર્ટર
  કલ તકની તેજ ખબરી એટલે રીટા રીપોર્ટર. શોની શરૂઆતથી પ્રિયા આહુજા આ પાત્ર ભજવતા હતા. જો કે બાદમાં નિધિ સુબ્બૈયાએ તેમની જગ્યા લીધી હતી.

  11/11
 • loading...

ફોટોઝ વિશે

નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી...સૌ કોઈનો માનીતો શો એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. એક દાયકા કરતા વધારે સમયથી ચાલ્યા આવતા આ શોમાં અનેક ફેરફારો થયા છે. સમય સાથે નવા કલાકારો ઉમેરાયા તો કેટલાક કલાકારોએ શો છોડી પણ દીધો. આજે આપણે એવા જ કલાકારોની વાત કરીશું.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK