ધર્મેશ સર: પિતાના ચાના સ્ટૉલથી ડાન્સિંગ રિયાલીટી શૉના જજ સુધીની આવી છે સફર

Updated: 2nd November, 2020 10:56 IST | Rachana Joshi
 • ધર્મેશ યેલાંડેનો જન્મ 31 ઓક્ટોબર 1983માં ગુજરાતના વડોદરાના હિંદૂ પરિવારમાં થયો હતો.

  ધર્મેશ યેલાંડેનો જન્મ 31 ઓક્ટોબર 1983માં ગુજરાતના વડોદરાના હિંદૂ પરિવારમાં થયો હતો.

  1/30
 • આજે ધર્મેશ યેલાંડેનો 37મો જન્મદિવસ છે.

  આજે ધર્મેશ યેલાંડેનો 37મો જન્મદિવસ છે.

  2/30
 • ધર્મેશના પરિવારમાં માતા, પિતા અને બે ભાઈઓ વિકી યેલાંડે અને કલ્પેશ યેલાંડે છે.

  ધર્મેશના પરિવારમાં માતા, પિતા અને બે ભાઈઓ વિકી યેલાંડે અને કલ્પેશ યેલાંડે છે.

  3/30
 • ધર્મેશને નાનપણથી જ ડાન્સનો શોખ હતો અને તે ડાન્સ શીખવા માંગતો હતો.

  ધર્મેશને નાનપણથી જ ડાન્સનો શોખ હતો અને તે ડાન્સ શીખવા માંગતો હતો.

  4/30
 • ડાન્સરના પિતાનો ચાનો સ્ટૉલ હતો. તેમની આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ હતી. બે ટાઈમનું ભોજન મેળવવું પણ તેમના માટે બહુ મુશ્કેલ હતું. જ્યાં શાળાએ મોકલવાના ફાંફાં હતા ત્યાં ધર્મેશના ડાન્સ ક્લાસની ફીસ ભરવી બહુ મુશ્કેલ હતી.

  ડાન્સરના પિતાનો ચાનો સ્ટૉલ હતો. તેમની આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ હતી. બે ટાઈમનું ભોજન મેળવવું પણ તેમના માટે બહુ મુશ્કેલ હતું. જ્યાં શાળાએ મોકલવાના ફાંફાં હતા ત્યાં ધર્મેશના ડાન્સ ક્લાસની ફીસ ભરવી બહુ મુશ્કેલ હતી.

  5/30
 • ધર્મેશના પિતા ચાનો સ્ટૉલ લગાવતા અને ધર્મેશ બાજુમાં ઠેલો લગાવીને બન પાવ વેચતો હતો. સાથે જ તેની ડાન્સ પ્રેક્ટિસ પણ ચાલુ રાખતો.

  ધર્મેશના પિતા ચાનો સ્ટૉલ લગાવતા અને ધર્મેશ બાજુમાં ઠેલો લગાવીને બન પાવ વેચતો હતો. સાથે જ તેની ડાન્સ પ્રેક્ટિસ પણ ચાલુ રાખતો.

  6/30
 • ભલે આર્થિક પરિસ્થિતિ નબળી હતી અને ડાન્સ ક્લાસની ફી ભરવાના પૈસા નહોતા પણ ધર્મેશે નક્કી કર્યું હતું કે, તે કંઈપણ કરીને ડાન્સ શીખવાનું ચાલું જ રાખશે.

  ભલે આર્થિક પરિસ્થિતિ નબળી હતી અને ડાન્સ ક્લાસની ફી ભરવાના પૈસા નહોતા પણ ધર્મેશે નક્કી કર્યું હતું કે, તે કંઈપણ કરીને ડાન્સ શીખવાનું ચાલું જ રાખશે.

  7/30
 • ધર્મેશને સમજણ હતી કે તેનો પરિવાર તેના ડાન્સ ક્લાસની ફી ભરી શકે તેમ નથી એટલે તેણે જાતે જ નાના-મોટા કામ કરીને ફીસ ભરતો અને ડાન્સ શીખતો. તેણે પ્યૂન તરીકે પણ કામ કર્યું હતું.

  ધર્મેશને સમજણ હતી કે તેનો પરિવાર તેના ડાન્સ ક્લાસની ફી ભરી શકે તેમ નથી એટલે તેણે જાતે જ નાના-મોટા કામ કરીને ફીસ ભરતો અને ડાન્સ શીખતો. તેણે પ્યૂન તરીકે પણ કામ કર્યું હતું.

  8/30
 • જ્યારે ધર્મેશને પોતાની ડાન્સિંગ સ્કીલ પર ભરોસો આવ્યો ત્યારે તેણે ડાન્સ કૉમ્પિટીશનમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું.

  જ્યારે ધર્મેશને પોતાની ડાન્સિંગ સ્કીલ પર ભરોસો આવ્યો ત્યારે તેણે ડાન્સ કૉમ્પિટીશનમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું.

  9/30
 • ધર્મેશ યેલાંડે પ્રથમવાર વર્ષ 2007માં ડીડી નેશનલના રિયાલિટી શો ‘એરટેલ ક્રેઝી કિયા રે’માં દેખાયો હતો. જેમાં તે રનર અપ રહ્યો હતો.

  ધર્મેશ યેલાંડે પ્રથમવાર વર્ષ 2007માં ડીડી નેશનલના રિયાલિટી શો ‘એરટેલ ક્રેઝી કિયા રે’માં દેખાયો હતો. જેમાં તે રનર અપ રહ્યો હતો.

  10/30
 • પછીના વર્ષે ડાન્સ રિયાલીટી શો ‘બુગી વુગી’માં ભાગ લીધો હતો. જેમાં તે વિજેતા રહ્યો હતો.

  પછીના વર્ષે ડાન્સ રિયાલીટી શો ‘બુગી વુગી’માં ભાગ લીધો હતો. જેમાં તે વિજેતા રહ્યો હતો.

  11/30
 • ત્યારબાદ વર્ષ 2009માં ધર્મેશ યેલાંડેએ ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ સિઝન 2માં ભાગ લીધો હતો. આ શોમાં પણ તે રનર અપ રહ્યો હતો.

  ત્યારબાદ વર્ષ 2009માં ધર્મેશ યેલાંડેએ ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ સિઝન 2માં ભાગ લીધો હતો. આ શોમાં પણ તે રનર અપ રહ્યો હતો.

  12/30
 • એક ઈન્ટરવ્યૂમાં ધર્મેશે કહ્યું હતું કે, શોમાં ભાગ લીધા પછી મેં કયારે પણ તેના પરિણામ વિશે વિચાર્યું જ નથી. હું જ્યારે પહેલીવાર જીત્યો ત્યારે મારા અંદર ડાન્સ પ્રત્યેનું જુનૂન વધી ગયું હતું. 18 વર્ષ સુધી મેં ફક્ત ડાન્સ જ કર્યો છે.

  એક ઈન્ટરવ્યૂમાં ધર્મેશે કહ્યું હતું કે, શોમાં ભાગ લીધા પછી મેં કયારે પણ તેના પરિણામ વિશે વિચાર્યું જ નથી. હું જ્યારે પહેલીવાર જીત્યો ત્યારે મારા અંદર ડાન્સ પ્રત્યેનું જુનૂન વધી ગયું હતું. 18 વર્ષ સુધી મેં ફક્ત ડાન્સ જ કર્યો છે.

  13/30
 • ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ સિઝન 2 પછી ધર્મેશ યેલાંડે ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ – લિટલ માસ્ટર’ના કૅપ્ટન બન્યો. તે સિવાય તે અનેક ડાન્સ શોના સ્પર્ધક, ગેસ્ટ પર્ફોમર અને માર્ગદર્શક તરીકે જોવા મળ્યો હતો. જેના દ્વારા તેને બુહુ લોકપ્રિયતા મળી હતી.

  ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ સિઝન 2 પછી ધર્મેશ યેલાંડે ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ – લિટલ માસ્ટર’ના કૅપ્ટન બન્યો. તે સિવાય તે અનેક ડાન્સ શોના સ્પર્ધક, ગેસ્ટ પર્ફોમર અને માર્ગદર્શક તરીકે જોવા મળ્યો હતો. જેના દ્વારા તેને બુહુ લોકપ્રિયતા મળી હતી.

  14/30
 • રિયાલિટી શોમાં સતત સારો દેખાવ કરવાને લીધે ફિલ્મ ડાયરેક્ટરોનું ધ્યાન ધર્મેશ તરફ ગયું અને વર્ષ 2013માં તેણે અક્ષય કુમારની ફિલ્મ ‘તીસ માર ખાન’ દ્વારા બૉલીવુડમાં કોરિયોગ્રાફર તરીકે ડેબ્યૂ કર્યું હતું. ત્યારે ફરાહ ખાન પણ ધર્મેશના કામથી બહુ જ પ્રભાવિત થઈ હતી.

  રિયાલિટી શોમાં સતત સારો દેખાવ કરવાને લીધે ફિલ્મ ડાયરેક્ટરોનું ધ્યાન ધર્મેશ તરફ ગયું અને વર્ષ 2013માં તેણે અક્ષય કુમારની ફિલ્મ ‘તીસ માર ખાન’ દ્વારા બૉલીવુડમાં કોરિયોગ્રાફર તરીકે ડેબ્યૂ કર્યું હતું. ત્યારે ફરાહ ખાન પણ ધર્મેશના કામથી બહુ જ પ્રભાવિત થઈ હતી.

  15/30
 • પ્રથમ વાર ધર્મેશ વર્ષ 2013માં ફિલ્મ  ‘ABCD-એની બડી કૅન ડાન્સ‘માં જોવા મળ્યો હતો. આ મુવી સુપર હીટ રહી હતી. ત્યારબાદ ફિલ્મની સિક્વલ ‘ABCD-2‘માં પણ જોવા મળ્યો હતો. તેણે ફક્ત ડાન્સિંગ સ્કિલ્સથી નહીં પણ એક્ટિંગ દ્વારા પણ લોકોને ઈમ્પ્રેસ કર્યા હતા.

  પ્રથમ વાર ધર્મેશ વર્ષ 2013માં ફિલ્મ  ‘ABCD-એની બડી કૅન ડાન્સ‘માં જોવા મળ્યો હતો. આ મુવી સુપર હીટ રહી હતી. ત્યારબાદ ફિલ્મની સિક્વલ ‘ABCD-2‘માં પણ જોવા મળ્યો હતો. તેણે ફક્ત ડાન્સિંગ સ્કિલ્સથી નહીં પણ એક્ટિંગ દ્વારા પણ લોકોને ઈમ્પ્રેસ કર્યા હતા.

  16/30
 • ત્યારપછી વર્ષ 1026માં ધર્મેશ યેલાંડે ફિલ્મ ‘બેન્ઝો’માં ડ્રમર તરીકે જોવા મળ્યો હતો અને વર્ષ 2018માં આવેલી ફિલ્મ ‘નવાબઝાદે’માં સલીમનૂ ભૂમિકા ભજવી હતી.

  ત્યારપછી વર્ષ 1026માં ધર્મેશ યેલાંડે ફિલ્મ ‘બેન્ઝો’માં ડ્રમર તરીકે જોવા મળ્યો હતો અને વર્ષ 2018માં આવેલી ફિલ્મ ‘નવાબઝાદે’માં સલીમનૂ ભૂમિકા ભજવી હતી.

  17/30
 • છેલ્લે ધર્મેશ ચાલુ વર્ષમાં વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર’માં જોવા મળ્યો હતો.

  છેલ્લે ધર્મેશ ચાલુ વર્ષમાં વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર’માં જોવા મળ્યો હતો.

  18/30
 • ધર્મેશ યેલાંડે ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ પ્લસ’ની પાંચેય સિઝનમાં જજ તરીકે જોવા મળ્યો હતો. જેમાંથી સિઝન એક, બે અને પાંચમાં તેની ટીમ વિજેતા રહી હતી.

  ધર્મેશ યેલાંડે ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ પ્લસ’ની પાંચેય સિઝનમાં જજ તરીકે જોવા મળ્યો હતો. જેમાંથી સિઝન એક, બે અને પાંચમાં તેની ટીમ વિજેતા રહી હતી.

  19/30
 • કોરિયોગ્રાફરે કલર્સ ટીવીના રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’ સિઝન 10માં ભાગ લીધો હતો અને તે સેકેન્ડ રનર અપ રહ્યો હતો.

  કોરિયોગ્રાફરે કલર્સ ટીવીના રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’ સિઝન 10માં ભાગ લીધો હતો અને તે સેકેન્ડ રનર અપ રહ્યો હતો.

  20/30
 • કોરિયોગ્રાફર બીચ લવર છે. તેને બીચ એક્સપ્લોર કરવાનો બહુ શોખ છે.

  કોરિયોગ્રાફર બીચ લવર છે. તેને બીચ એક્સપ્લોર કરવાનો બહુ શોખ છે.

  21/30
 • ધર્મેશને બિલાડી અને શ્વાન પાળવાનો શોખ છે અને તે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે.

  ધર્મેશને બિલાડી અને શ્વાન પાળવાનો શોખ છે અને તે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે.

  22/30
 • ધર્મેશ યેલાંડે રેમો ડિસોઝાને પોતાના ભગવાન સમાન માને છે. તસવીરમાં: રેમો ડિસોઝા સાથે ધર્મેશ યેલાંડે

  ધર્મેશ યેલાંડે રેમો ડિસોઝાને પોતાના ભગવાન સમાન માને છે.

  તસવીરમાં: રેમો ડિસોઝા સાથે ધર્મેશ યેલાંડે

  23/30
 • ધર્મેશ કોરિયોગ્રાફર ગીતા કપૂરનો ફૅવરેટ છે. તસવીરમાં: ગીતા કપૂર સાથે ધર્મેશ યેલાંડે

  ધર્મેશ કોરિયોગ્રાફર ગીતા કપૂરનો ફૅવરેટ છે.

  તસવીરમાં: ગીતા કપૂર સાથે ધર્મેશ યેલાંડે

  24/30
 • ધર્મેશે ટૂંક સમયમાં જે મહેનતથી બૉલીવુડમાં સ્થાન બનાવ્યું છે તે જોઈને સેલેબ્ઝ પણ તેની પ્રશંસા કરતા થાકતા નથી. તસવીરમાં: રણવીર સિંહ સાથે ધર્મેશ યેલાંડે

  ધર્મેશે ટૂંક સમયમાં જે મહેનતથી બૉલીવુડમાં સ્થાન બનાવ્યું છે તે જોઈને સેલેબ્ઝ પણ તેની પ્રશંસા કરતા થાકતા નથી.

  તસવીરમાં: રણવીર સિંહ સાથે ધર્મેશ યેલાંડે

  25/30
 • ધર્મેશ યેલાંડેએ બૉલીવુડમાં એક અલગ ફ્રેન્ડ સર્કલ બનાવ્યું છે.

  ધર્મેશ યેલાંડેએ બૉલીવુડમાં એક અલગ ફ્રેન્ડ સર્કલ બનાવ્યું છે.

  26/30
 • અંગત જીવનની વાત કરીએ તો, ધર્મેશ યેલાંડે વર્ષ 2016થી ‘ડબસ્મેશ ક્વીન’ બ્રેશન ખાનને ડેટ કરે છે. તસવીરમાં: બ્રેશન ખાન સાથે ધર્મેશ યેલાંડે

  અંગત જીવનની વાત કરીએ તો, ધર્મેશ યેલાંડે વર્ષ 2016થી ‘ડબસ્મેશ ક્વીન’ બ્રેશન ખાનને ડેટ કરે છે.

  તસવીરમાં: બ્રેશન ખાન સાથે ધર્મેશ યેલાંડે

  27/30
 • અત્યારે ધર્મેશ યેલાંડે વડોદરામાં ‘D’virus Dance Academy’ નામની પોતાની ડાન્સ એકેડમી ચલાવે છે.

  અત્યારે ધર્મેશ યેલાંડે વડોદરામાં ‘D’virus Dance Academy’ નામની પોતાની ડાન્સ એકેડમી ચલાવે છે.

  28/30
 • દરેક ડાન્સર માટે ધર્મેશ યેલાંડે ઈન્સપિરેશન છે.

  દરેક ડાન્સર માટે ધર્મેશ યેલાંડે ઈન્સપિરેશન છે.

  29/30
 • સંઘર્ષ કરીને સપના સાકાર કરનાર ધર્મેશ યેલાંડેને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.

  સંઘર્ષ કરીને સપના સાકાર કરનાર ધર્મેશ યેલાંડેને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.

  30/30
 • loading...

ફોટોઝ વિશે

ડાન્સના શોખીન હોય કે પછી ડાન્સર બનવાનું સ્વપ્ન જોતા હોય તેવા લોકો ધર્મેશ યેલાંડે (Dharmesh Yelande)ના નામથી પરિચિત હશે જ. એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી અને ડાન્સિંગમાં ભાગ્યે જ કોઈ આ યુવા કોરિયોગ્રાફરના નામથી અજાણ હશે. વડોદરના આ યંગ કોરિયોગ્રાફરની સફર લોકોને પ્રેરણા આપે તેવી છે. આજે એટલે કે, 31 ઓક્ટોબરે તેના જન્મદિવસે જાણીએ તેની આ સફર વિશે.

(તસવીર સૌજન્ય: ધર્મેશ યેલાંડે ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

First Published: 31st October, 2020 11:00 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK