Happy Birthday: નવાઝુદ્દીન સિદ્દીકી, નાના ગામડાંનો માણસ આમ બન્યો પાવરહાઉસ એક્ટર

Updated: May 19, 2020, 16:57 IST | Rachana Joshi
  • નવાઝુદ્દીન સિદ્દીકીનો જન્મ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં થયો છે.

    નવાઝુદ્દીન સિદ્દીકીનો જન્મ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં થયો છે.

    1/21
  • અભિનેતાના પરિવારમાં આઠ ભાઈ-બહેન હતા અને પિતા ખેતી કરતા હોવાથી આખા ઘરનો ખર્ચ ઉપાડી નહોતા શકતા એટલે નવાઝે નાની ઊંમરમાં જ નોકરી કરવાનું શરૂ કરી દીધું હતું.

    અભિનેતાના પરિવારમાં આઠ ભાઈ-બહેન હતા અને પિતા ખેતી કરતા હોવાથી આખા ઘરનો ખર્ચ ઉપાડી નહોતા શકતા એટલે નવાઝે નાની ઊંમરમાં જ નોકરી કરવાનું શરૂ કરી દીધું હતું.

    2/21
  • નવાઝે હરિદ્રારની 'ગુરૂકુલ કાંગરી વિશ્વવિદ્યાલય'માંથી સાયન્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી હતી. 

    નવાઝે હરિદ્રારની 'ગુરૂકુલ કાંગરી વિશ્વવિદ્યાલય'માંથી સાયન્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી હતી. 

    3/21
  • ગ્રેજ્યુએશન પુરું કર્યા બાદ નવાઝે એક વર્ષ વડોદરામાં કેમિસ્ટ તરીકે કામ કર્યું હતું. 

    ગ્રેજ્યુએશન પુરું કર્યા બાદ નવાઝે એક વર્ષ વડોદરામાં કેમિસ્ટ તરીકે કામ કર્યું હતું. 

    4/21
  • પરંતુ, નવાઝની ઈચ્છા કંઈક વિશેષ કરવાની હતી અને નાના ગામડામાં કંઈ મોટું નહીં થઈ શકે તેવું માનીને તે દિલ્હી આવ્યો અને નેશનલ સકુલ ઓફ ડ્રામા (NSD)મા એડમિશન લીધું હતું. 

    પરંતુ, નવાઝની ઈચ્છા કંઈક વિશેષ કરવાની હતી અને નાના ગામડામાં કંઈ મોટું નહીં થઈ શકે તેવું માનીને તે દિલ્હી આવ્યો અને નેશનલ સકુલ ઓફ ડ્રામા (NSD)મા એડમિશન લીધું હતું. 

    5/21
  • 1996માં NSDમાંથી ગ્રેજ્યુએટ થયા બાદ એક્ટિંગ ક્ષેત્રે કરિયર બનાવવા માટે નવાઝ મુંબઈ આવી પહોચ્યો હતો.

    1996માં NSDમાંથી ગ્રેજ્યુએટ થયા બાદ એક્ટિંગ ક્ષેત્રે કરિયર બનાવવા માટે નવાઝ મુંબઈ આવી પહોચ્યો હતો.

    6/21
  • મુંબઈ આવ્યા બાદ નવાઝ પાસે દૈનિક ખર્ચ ચલાવવા માટે કોઈ આવક નહોતી એટલે બહુ મુશ્કેલી બાદ તેને વોચમેનની નોકરી મળી હતી. નવાઈની વાત એ છે કે, આ નોકરી મેળવવા માટે સિક્યોરી ડિપોઝીટ તરીકે નવાઝે 2,000 રૂપિયા જમા કરાવ્યા હતા. જેની માટે નવાઝની માતાએ થોડાક ઘરેણા ગીરવે મુક્યા હતા. પરંતુ નોકરી છોડયા બાદ નવાઝને એ પૈસા પાછા મળ્યા નહોતા.

    મુંબઈ આવ્યા બાદ નવાઝ પાસે દૈનિક ખર્ચ ચલાવવા માટે કોઈ આવક નહોતી એટલે બહુ મુશ્કેલી બાદ તેને વોચમેનની નોકરી મળી હતી. નવાઈની વાત એ છે કે, આ નોકરી મેળવવા માટે સિક્યોરી ડિપોઝીટ તરીકે નવાઝે 2,000 રૂપિયા જમા કરાવ્યા હતા. જેની માટે નવાઝની માતાએ થોડાક ઘરેણા ગીરવે મુક્યા હતા. પરંતુ નોકરી છોડયા બાદ નવાઝને એ પૈસા પાછા મળ્યા નહોતા.

    7/21
  • વોચમેનની નોકરી વિશે નવાઝે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, દરેક ક્ષણે સજાગ રહેવું પડતું હતું. થોડીક વાર આળસ મરડવાનો પણ સમય નહોતો મળતો. એક દિવસ હું બહુ જ થાકી ગયો હતો અને જમીન પર બેસીને થોડોક આરામ કરતો હતો ત્યાં જ સિક્યોરિટી કંપનીના સુપરવાઈઝર મને જોઈ ગયો અને નોકરીમાંથી કાઢી મુક્યો હતો.

    વોચમેનની નોકરી વિશે નવાઝે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, દરેક ક્ષણે સજાગ રહેવું પડતું હતું. થોડીક વાર આળસ મરડવાનો પણ સમય નહોતો મળતો. એક દિવસ હું બહુ જ થાકી ગયો હતો અને જમીન પર બેસીને થોડોક આરામ કરતો હતો ત્યાં જ સિક્યોરિટી કંપનીના સુપરવાઈઝર મને જોઈ ગયો અને નોકરીમાંથી કાઢી મુક્યો હતો.

    8/21
  • આજના સુપરસ્ટાર નવાઝ એ સમયમાં ફક્ત વોચમેનની જ નહીં પણ શાકભાજીવાળાની નોકરી પણ કરી ચુક્યો છે. અભિનેતાએ અન્ય એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, એકવાર એક શાકભાજી વાળા પાસેથી 200 રૂપિયાની કોથમીર લઈને વેચવા નીકળ્યો હતો. પરંતુ કોથમીર વેચાઈ નહોતી અને અંતે વધુ નુકસાન થયું હતું. 

    આજના સુપરસ્ટાર નવાઝ એ સમયમાં ફક્ત વોચમેનની જ નહીં પણ શાકભાજીવાળાની નોકરી પણ કરી ચુક્યો છે. અભિનેતાએ અન્ય એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, એકવાર એક શાકભાજી વાળા પાસેથી 200 રૂપિયાની કોથમીર લઈને વેચવા નીકળ્યો હતો. પરંતુ કોથમીર વેચાઈ નહોતી અને અંતે વધુ નુકસાન થયું હતું. 

    9/21
  • 1999માં નવાઝને આમિર ખાનની ફિલ્મ 'સરફરોશ'માં અને મનોજ બાજપાઈની ફિલ્મ 'શૂલ'માં નાનકડી ભૂમિકા ભજવી હતી. પરંતુ ત્યારબાદ 2007 સુધી તે બોલીવુડમાં પોતાનો પગપેસારો નહોતો કરી શક્યો.

    1999માં નવાઝને આમિર ખાનની ફિલ્મ 'સરફરોશ'માં અને મનોજ બાજપાઈની ફિલ્મ 'શૂલ'માં નાનકડી ભૂમિકા ભજવી હતી. પરંતુ ત્યારબાદ 2007 સુધી તે બોલીવુડમાં પોતાનો પગપેસારો નહોતો કરી શક્યો.

    10/21
  • વર્ષ 2002 થી 2005 દરમ્યાન નવાઝ પાસે કંઈજ કામ નહોતું. ત્યારે તે ગમે તેમ નાના મોટા એક્ટિંગના વર્કશોપ અટેન્ડ કરીને ગુજરાન ચલાવતો અને ચાર મિત્રો સાથે એક ફ્લેટમાં રહેતો હતો.

    વર્ષ 2002 થી 2005 દરમ્યાન નવાઝ પાસે કંઈજ કામ નહોતું. ત્યારે તે ગમે તેમ નાના મોટા એક્ટિંગના વર્કશોપ અટેન્ડ કરીને ગુજરાન ચલાવતો અને ચાર મિત્રો સાથે એક ફ્લેટમાં રહેતો હતો.

    11/21
  • સંઘર્ષના સમયનું કોઈ ખરાબ વર્ષ હોય તો તે હતું 2004. નવાઝ પાસે રહેવા માટે ઘર નહોતુ અને ભાડું ભરી શકે એટલા પૈસા પણ નહોતા. એટલે તેણે ગોરેગાવમાં રહેતા NSDના સિનિયર પાસે મદદ માંગી ત્યારે સિનિયરે કહ્યું હતું કે, જો તે ખાવાનું બનાવશે તો જ તેને સાથે રાખશે.

    સંઘર્ષના સમયનું કોઈ ખરાબ વર્ષ હોય તો તે હતું 2004. નવાઝ પાસે રહેવા માટે ઘર નહોતુ અને ભાડું ભરી શકે એટલા પૈસા પણ નહોતા. એટલે તેણે ગોરેગાવમાં રહેતા NSDના સિનિયર પાસે મદદ માંગી ત્યારે સિનિયરે કહ્યું હતું કે, જો તે ખાવાનું બનાવશે તો જ તેને સાથે રાખશે.

    12/21
  • અભિનેતા તરીકે નવાઝને પહેલી સફળતા મળી તો તે 2007મા આવેલી અનુરાગ કશ્યપની ફિલ્મ 'બ્લેક ફ્રાઈડે' દ્વારા. આ ફિલ્મને 'ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ લોસ એન્જલસ'માં ગ્રાન્ડ જ્યુરી પ્રાઈઝ મળ્યું હતું. 

    અભિનેતા તરીકે નવાઝને પહેલી સફળતા મળી તો તે 2007મા આવેલી અનુરાગ કશ્યપની ફિલ્મ 'બ્લેક ફ્રાઈડે' દ્વારા. આ ફિલ્મને 'ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ લોસ એન્જલસ'માં ગ્રાન્ડ જ્યુરી પ્રાઈઝ મળ્યું હતું. 

    13/21
  • ત્યારબાદ નવાઝે 'ફિરાક', 'ન્યૂયોર્ક' અને 'દેવ ડી' જેવી ફિલ્મોમાં કામ કર્યું.

    ત્યારબાદ નવાઝે 'ફિરાક', 'ન્યૂયોર્ક' અને 'દેવ ડી' જેવી ફિલ્મોમાં કામ કર્યું.

    14/21
  • વર્ષ 2010માં આવેલી અનુષા રિઝવીની ફિલ્મ 'પિપલી લાઈવ'એ નવાઝને અભિનેતા તરીકેની ખરી ઓળખ આપી અને ત્યારથી લઈને આજ સુધી લગભગ દાયકાથી ક્યારેય તેણે પાછળ વળીને નથી જોયું.

    વર્ષ 2010માં આવેલી અનુષા રિઝવીની ફિલ્મ 'પિપલી લાઈવ'એ નવાઝને અભિનેતા તરીકેની ખરી ઓળખ આપી અને ત્યારથી લઈને આજ સુધી લગભગ દાયકાથી ક્યારેય તેણે પાછળ વળીને નથી જોયું.

    15/21
  • 'પિપલી લાઈવ' બાદ નવાઝ ફિલ્મમેકરોની નજરમાં આવી ગયા અને તેની પાસે ફિલ્મોની લાઈન લાગી ગઈ અને બોલીવુડમા તેણે પોતાનુ સ્થાન જમાવી દીધું. 

    'પિપલી લાઈવ' બાદ નવાઝ ફિલ્મમેકરોની નજરમાં આવી ગયા અને તેની પાસે ફિલ્મોની લાઈન લાગી ગઈ અને બોલીવુડમા તેણે પોતાનુ સ્થાન જમાવી દીધું. 

    16/21
  • વર્ષ 2012માં આવેલી ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર' (1 અને 2) દ્વારા નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાની જાતને પીઢ અભિનેતા તરીકે ઓળખ આપી હતી. આ ફિલ્મમાં નવાઝે ફૈઝલ ખાનની ભૂમિકા ભજવી હતી.

    વર્ષ 2012માં આવેલી ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર' (1 અને 2) દ્વારા નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાની જાતને પીઢ અભિનેતા તરીકે ઓળખ આપી હતી. આ ફિલ્મમાં નવાઝે ફૈઝલ ખાનની ભૂમિકા ભજવી હતી.

    17/21
  • 2012માં અભિનેતાને ચાર નેશનલ અવોર્ડસ મળ્યાં હતા. ફિલ્મ 'તલાશ', 'કહાની', 'ગેંગ્સ ઓફ વાસેપુર' અને 'દેખ ઈન્ડિયન સર્કસ' માટે. 

    2012માં અભિનેતાને ચાર નેશનલ અવોર્ડસ મળ્યાં હતા. ફિલ્મ 'તલાશ', 'કહાની', 'ગેંગ્સ ઓફ વાસેપુર' અને 'દેખ ઈન્ડિયન સર્કસ' માટે. 

    18/21
  • ત્યારબાદ અભિનેતા 'લંચબોક્સ', 'બદલાપુર', 'બજરંગી ભાઈજાન' વગેરે વગેરે એક પછી એક બ્લોકબસ્ટર ફિલ્મો આપી રહ્યો છે.

    ત્યારબાદ અભિનેતા 'લંચબોક્સ', 'બદલાપુર', 'બજરંગી ભાઈજાન' વગેરે વગેરે એક પછી એક બ્લોકબસ્ટર ફિલ્મો આપી રહ્યો છે.

    19/21
  • નવાઝે ફક્ત ફિલ્મોમાં જ નહીં પણ OTT પ્લેટફોર્મ પર 'મૅક માફિયા' અને 'સેક્રેડ ગેમ્સ' (સીઝન 1 અને 2) વૅબસિરીઝ દ્વારા પણ ઘણી લોકપ્રિયતા મેળવી છે.

    નવાઝે ફક્ત ફિલ્મોમાં જ નહીં પણ OTT પ્લેટફોર્મ પર 'મૅક માફિયા' અને 'સેક્રેડ ગેમ્સ' (સીઝન 1 અને 2) વૅબસિરીઝ દ્વારા પણ ઘણી લોકપ્રિયતા મેળવી છે.

    20/21
  • એકવાર એક ઈન્ટરવ્યુમાં નવાઝે કહ્યું હતું કે, હું મુંબઈ બોલીવુડ હીરો બનવા માટે નહોતો આવ્યો. હું તો ટીવીમાં કામ કરવા માંગતો હતો. પરંતુ કોઈએ મને ટીવીમાં કામ કરવાનો મોકો જ ન આપ્યો. એટલે મેં પાચ-છ વર્ષ સુધી સી-ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું હતું.

    એકવાર એક ઈન્ટરવ્યુમાં નવાઝે કહ્યું હતું કે, હું મુંબઈ બોલીવુડ હીરો બનવા માટે નહોતો આવ્યો. હું તો ટીવીમાં કામ કરવા માંગતો હતો. પરંતુ કોઈએ મને ટીવીમાં કામ કરવાનો મોકો જ ન આપ્યો. એટલે મેં પાચ-છ વર્ષ સુધી સી-ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું હતું.

    21/21
  • loading...

ફોટોઝ વિશે

અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ તેના શાનદાર અભિનયથી પ્રેક્ષકોના દિલમાં પોતાનું એક આગવુ સ્થાન બનાવ્યું છે. નવાઝુદ્દીન આજે પોતાનો 46મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. આવો જાણીએ અભિનેતાના જીવન, બોલીવુડમાં કરેલો સંઘર્ષ અને બેસ્ટ ફિલ્મો વિષે.

(તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK