આ આંખો, આ સ્મિત અને એ અવાજ..હવે તસવીરોમાં કેદ

Updated: Apr 29, 2020, 14:43 IST | Shilpa Bhanushali
 • ઇરફાનનનો જન્મ 7મી જાન્યુઆરી 1966માં થયો હતો. ઇરફાન ખાનનું આખું નામ છે સાહબઝાદે ઇરફાન અલી ખાન.

  ઇરફાનનનો જન્મ 7મી જાન્યુઆરી 1966માં થયો હતો. ઇરફાન ખાનનું આખું નામ છે સાહબઝાદે ઇરફાન અલી ખાન.

  1/19
 • આપણે સૌ ઇરફાન ખાનને તેમની એક્ટિંગ થકી ઓળખીએ છીએ પણ જ્યારે તે વિદ્યાર્થી હતા ત્યારે તેઓ ખૂબ જ શરમાળ હોવાથી તેમની હાજરી પણ નોંધનીય નહોતી.

  આપણે સૌ ઇરફાન ખાનને તેમની એક્ટિંગ થકી ઓળખીએ છીએ પણ જ્યારે તે વિદ્યાર્થી હતા ત્યારે તેઓ ખૂબ જ શરમાળ હોવાથી તેમની હાજરી પણ નોંધનીય નહોતી.

  2/19
 • આ વિશે ઇરફાન ખાને જણાવ્યું હતું કે મારા ક્લાસમેટને યાદ પણ નહોતું કે હું તેમની સાથે ભણ્યો છું.

  આ વિશે ઇરફાન ખાને જણાવ્યું હતું કે મારા ક્લાસમેટને યાદ પણ નહોતું કે હું તેમની સાથે ભણ્યો છું.

  3/19
 • જ્યારે ક્લાસમાં શિક્ષક મારું નામ લે ત્યારે હું ઊભો થઈને જવાબ આપું તે પણ કોઇને સંભળાતું નહીં.

  જ્યારે ક્લાસમાં શિક્ષક મારું નામ લે ત્યારે હું ઊભો થઈને જવાબ આપું તે પણ કોઇને સંભળાતું નહીં.

  4/19
 • મારા શિક્ષક ઘણીવાર મને મોટા અવાજે બોલવા માટે વઢ્યા હતા.

  મારા શિક્ષક ઘણીવાર મને મોટા અવાજે બોલવા માટે વઢ્યા હતા.

  5/19
 • પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ ઇરફાન ખાને તેમના એક્ટિંગ કરિઅરની શરૂઆત ટેલિવિઝન દ્વારા કરી. ઇરફાન ખાને ઓસ્કર માટે નોમિનેટેડ ફિલ્મ 'સલામ બોમ્બે'માં નાનકડો રોલ પ્લે કર્યો હતો.

  પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ ઇરફાન ખાને તેમના એક્ટિંગ કરિઅરની શરૂઆત ટેલિવિઝન દ્વારા કરી. ઇરફાન ખાને ઓસ્કર માટે નોમિનેટેડ ફિલ્મ 'સલામ બોમ્બે'માં નાનકડો રોલ પ્લે કર્યો હતો.

  6/19
 • 2001માં બ્રિટીશ ડાયરેક્ટર આસિફ કપાડિયાએ બ્રિટિશ ફિલ્મ 'ધ વૉરિયર'માં લીડ રોલ આપ્યો હતો જેના દ્વારા તેમણે લોકપ્રિયતા મેળવી.

  2001માં બ્રિટીશ ડાયરેક્ટર આસિફ કપાડિયાએ બ્રિટિશ ફિલ્મ 'ધ વૉરિયર'માં લીડ રોલ આપ્યો હતો જેના દ્વારા તેમણે લોકપ્રિયતા મેળવી.

  7/19
 • હિન્દી સિનેમાજગતમાં પાછાં ફરતાં ઇરફાન ખાનને રોગ, મકબૂલ, હાસિલ, લાઇફ ઇન અ મેટ્રો અને પાન સિંહ તોમર જેવી ફિલ્મોમાં નોંધનીય કામ કર્યું.

  હિન્દી સિનેમાજગતમાં પાછાં ફરતાં ઇરફાન ખાનને રોગ, મકબૂલ, હાસિલ, લાઇફ ઇન અ મેટ્રો અને પાન સિંહ તોમર જેવી ફિલ્મોમાં નોંધનીય કામ કર્યું.

  8/19
 • એક સમયે મીરા નાયરે તેમને ફિલ્મમાંથી કાઢી મૂક્યા હતા અને પછીથી તેમની પાસેથી કામ કરાવવા તેમને રિક્વેસ્ટ કરતાં આ શબ્દો કહ્યા હતા..."ઇરફાન ભાઈ, એક હી સીન બચા હૈ... યે કર દીજીયે અભી."

  એક સમયે મીરા નાયરે તેમને ફિલ્મમાંથી કાઢી મૂક્યા હતા અને પછીથી તેમની પાસેથી કામ કરાવવા તેમને રિક્વેસ્ટ કરતાં આ શબ્દો કહ્યા હતા..."ઇરફાન ભાઈ, એક હી સીન બચા હૈ... યે કર દીજીયે અભી."

  9/19
 • ઇરફાન ખાનનું નામ બોલીવુડના તે કલાકારોમાં સસામેલ છે, જેમણે પોતાની એક્ટિંગના બળે પોતાની ફેન ફૉલોઇંગ વધારી છે. 

  ઇરફાન ખાનનું નામ બોલીવુડના તે કલાકારોમાં સસામેલ છે, જેમણે પોતાની એક્ટિંગના બળે પોતાની ફેન ફૉલોઇંગ વધારી છે. 

  10/19
 • ઇરફાન ખાને પોતે જણાવ્યું હતું કે તેમને રાજકારણમાં ક્યારેય ભવિષ્ય દેખાયું નહોતું "હું એક અભિનેતા છું અને અહીં ચૂંટણી જીતવા આવ્યો નથી." તેમના આ શબ્દોમાં ઉમેરો કરવો યોગ્ય લાગે છે ખરેખર એ ચૂંટણી નહીં પણ લોકોના મન જીતવા આવ્યા હતાં.

  ઇરફાન ખાને પોતે જણાવ્યું હતું કે તેમને રાજકારણમાં ક્યારેય ભવિષ્ય દેખાયું નહોતું "હું એક અભિનેતા છું અને અહીં ચૂંટણી જીતવા આવ્યો નથી." તેમના આ શબ્દોમાં ઉમેરો કરવો યોગ્ય લાગે છે ખરેખર એ ચૂંટણી નહીં પણ લોકોના મન જીતવા આવ્યા હતાં.

  11/19
 • ઇરફાન ખાને જણાવ્યું કે તેઓ મનોરંજન માટે કામ કરે છે. તેઓ પોતાની વાર્તાની પસંદગી જે પોતાને કહેવું છે તે પ્રમાણે કરતા હતા. 

  ઇરફાન ખાને જણાવ્યું કે તેઓ મનોરંજન માટે કામ કરે છે. તેઓ પોતાની વાર્તાની પસંદગી જે પોતાને કહેવું છે તે પ્રમાણે કરતા હતા. 

  12/19
 • ઇરફાન ખાનના લગ્ન સુતાપા સાથે થયા હતા. હૉસ્પિટલમાં નિધન સમયે સુતાપા ઇરફાન ખાન સાથે જ હતાં.

  ઇરફાન ખાનના લગ્ન સુતાપા સાથે થયા હતા. હૉસ્પિટલમાં નિધન સમયે સુતાપા ઇરફાન ખાન સાથે જ હતાં.

  13/19
 • ઇરફાન ખાન અને સુતાપાએ 1995માં લગ્ન કર્યા બન્નેને બે પુત્રો છે બાબિલ અને અયાન.

  ઇરફાન ખાન અને સુતાપાએ 1995માં લગ્ન કર્યા બન્નેને બે પુત્રો છે બાબિલ અને અયાન.

  14/19
 • ઇરફાન ખાન પત્ની સુતાપાને પોતાની ફિલ્મોની બેસ્ટ ક્રિટિક માનતા હતા.

  ઇરફાન ખાન પત્ની સુતાપાને પોતાની ફિલ્મોની બેસ્ટ ક્રિટિક માનતા હતા.

  15/19
 • બોલીવુડ અભિનેતા ઇરફાન ખાનના નિધનના સમાચારથી આખા બોલીવુડમાં ઉદાસીનો માહોલ છે તેમજ અરવિંદ કેજરીવાલે પણ તેમના નિધનના સમાચાર સાંભળીને દુઃખ વ્યક્ત કર્યું છે.

  બોલીવુડ અભિનેતા ઇરફાન ખાનના નિધનના સમાચારથી આખા બોલીવુડમાં ઉદાસીનો માહોલ છે તેમજ અરવિંદ કેજરીવાલે પણ તેમના નિધનના સમાચાર સાંભળીને દુઃખ વ્યક્ત કર્યું છે.

  16/19
 • ઇરફાન ખાનની નોંધપાત્ર ફિલ્મોમાં તેમની ડેબ્યૂ ફિલ્મ 'સલામ બૉમ્બે' જેમાં તેમનો ખૂબ જ નાનો રોલ હતો. ત્યાર બાદ તેમની હિટ ફિલ્મોની વાત કરીએ તો 'પાન સિંહ તોમર', 'ધ લન્ચ બૉક્સ', 'તલવાર', 'લાઇફ ઑફ પાઇ', 'મુંબઇ મેરી જાન', સાહેબ બીવી ઔર ગૈંગસ્ટર રિટર્ન્સ', 'હિન્દી મીડિયમ', 'મકબૂલ' જેવી ફિલ્મો દ્વારા લોકપ્રિયતા મેળવી છે. 

  ઇરફાન ખાનની નોંધપાત્ર ફિલ્મોમાં તેમની ડેબ્યૂ ફિલ્મ 'સલામ બૉમ્બે' જેમાં તેમનો ખૂબ જ નાનો રોલ હતો. ત્યાર બાદ તેમની હિટ ફિલ્મોની વાત કરીએ તો 'પાન સિંહ તોમર', 'ધ લન્ચ બૉક્સ', 'તલવાર', 'લાઇફ ઑફ પાઇ', 'મુંબઇ મેરી જાન', સાહેબ બીવી ઔર ગૈંગસ્ટર રિટર્ન્સ', 'હિન્દી મીડિયમ', 'મકબૂલ' જેવી ફિલ્મો દ્વારા લોકપ્રિયતા મેળવી છે. 

  17/19
 • અભિનેતા ઇરફાન ખાને એક નેશનલ અને ત્રણ ફિલ્મફૅર એવૉર્ડ જીત્યા. આ સિવાય તેમને 2011માં પદ્મશ્રીનો એવૉર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

  અભિનેતા ઇરફાન ખાને એક નેશનલ અને ત્રણ ફિલ્મફૅર એવૉર્ડ જીત્યા. આ સિવાય તેમને 2011માં પદ્મશ્રીનો એવૉર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

  18/19
 • હવે આ ચહેરો માત્ર તસવીરોમાં જ દેખાશે એવું સાંભળતા તેમના ચાહકોને જ નહીં પણ હોલીવુડ તેમજ બોલીવુડ જગતને ખૂબ જ દુઃખ થયું છે. ત્યારે ગુજરાતી મિડ-ડે તરફથી ઇશ્વર ઇરફાન ખાનની આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. 

  હવે આ ચહેરો માત્ર તસવીરોમાં જ દેખાશે એવું સાંભળતા તેમના ચાહકોને જ નહીં પણ હોલીવુડ તેમજ બોલીવુડ જગતને ખૂબ જ દુઃખ થયું છે. ત્યારે ગુજરાતી મિડ-ડે તરફથી ઇશ્વર ઇરફાન ખાનની આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. 

  19/19
 • loading...

ફોટોઝ વિશે

બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઇરફાન ખાનનું આજે નિધન થયું છે ત્યારે તેમના જીવનની યાદગાર પળોને વાગોળીએ. ઇરફાન ખાનની જીવનગાથા...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK