કિશોર કુમારે 2905 ગાયા,તે આમલીના ઝાડ નીચે યૂડલિંગની પ્રેક્ટીસ કરતા,જાણો વધુ

Updated: Aug 04, 2020, 23:34 IST | Chirantana Bhatt
 • કિશોર કુમારનું મુળ નામ હતું આભાસ કુમાર ગાંગુલી અને તેમનો જન્મ 4 ઑગસ્ટના રોજ 1929માં ખંડવા, મધ્યપ્રદેશમાં થયો હતો. કિશોર કુમારે એક્ટિંગની શરૂઆત શિકારી ફિલ્મથી 1946માં કરી હતી. તેમના પિતા કુંજલાલ ગાંગુલી બહુ મોટા વકીલ હતા. તસવીરમા કિશોર કુમાર સાથે દારા સિંઘ, અમિતાભ બચ્ચન અને કિશોર કુમારની પત્ની લીના ચંદાવર્કર અને તેમનો દીકરો.

  કિશોર કુમારનું મુળ નામ હતું આભાસ કુમાર ગાંગુલી અને તેમનો જન્મ 4 ઑગસ્ટના રોજ 1929માં ખંડવા, મધ્યપ્રદેશમાં થયો હતો. કિશોર કુમારે એક્ટિંગની શરૂઆત શિકારી ફિલ્મથી 1946માં કરી હતી. તેમના પિતા કુંજલાલ ગાંગુલી બહુ મોટા વકીલ હતા. તસવીરમા કિશોર કુમાર સાથે દારા સિંઘ, અમિતાભ બચ્ચન અને કિશોર કુમારની પત્ની લીના ચંદાવર્કર અને તેમનો દીકરો.

  1/30
 • કિશોર દાના હુલામણા નામે જાણીતા કિશોર કુમારે ઇન્ડસ્ટ્રીને બેસ્ટ સોંગ્સ આપ્યા છે. જેમ કે ‘ચલતે ચલતે મેરે યે ગીત યાદ રખના’,  ‘ઓ હંસીની, મેરી હંસીની’,  ‘છુ કર મેરે મન કો કિયા તુને ક્યા ઇશારા’,  ‘હવા કે સાથ સાથ, ઘટા કે સંગ સંગ’. કિશોર કુમાર પત્ની રૂમા તથા દીકરા અમિત સાથે.

  કિશોર દાના હુલામણા નામે જાણીતા કિશોર કુમારે ઇન્ડસ્ટ્રીને બેસ્ટ સોંગ્સ આપ્યા છે. જેમ કે ‘ચલતે ચલતે મેરે યે ગીત યાદ રખના’,  ‘ઓ હંસીની, મેરી હંસીની’,  ‘છુ કર મેરે મન કો કિયા તુને ક્યા ઇશારા’,  ‘હવા કે સાથ સાથ, ઘટા કે સંગ સંગ’. કિશોર કુમાર પત્ની રૂમા તથા દીકરા અમિત સાથે.

  2/30
 • કિશોર કુમાર ઇંદોરમાં ક્રિશ્ચન કૉલેજમાં ભણ્યા અને અધવચ્ચે ભણતર મુકીને મુંબઇ આવી ગયા. તે પ્લેબેક સિંગર, ગીતકાર, એક્ટર, કંપોઝર, પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને સ્ક્રિન રાઇટર બધા જ પ્રકારનું કામ કરી ચૂક્યા હતા.

  કિશોર કુમાર ઇંદોરમાં ક્રિશ્ચન કૉલેજમાં ભણ્યા અને અધવચ્ચે ભણતર મુકીને મુંબઇ આવી ગયા. તે પ્લેબેક સિંગર, ગીતકાર, એક્ટર, કંપોઝર, પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને સ્ક્રિન રાઇટર બધા જ પ્રકારનું કામ કરી ચૂક્યા હતા.

  3/30
 • તેમને દૂધ અને જલેબીનો શોખ હતો અને તેમની સમાધી પર લોકોએ આ ચીજો ધરાવી હતી. ગીતા દત્ત અને ગીતકાર ભરત વ્યાસ સાથે કિશોર કુમાર

  તેમને દૂધ અને જલેબીનો શોખ હતો અને તેમની સમાધી પર લોકોએ આ ચીજો ધરાવી હતી. ગીતા દત્ત અને ગીતકાર ભરત વ્યાસ સાથે કિશોર કુમાર

  4/30
 • તે હંમેશા કહેતા કે તેમની અંતિમ ક્રિયા તેમના વતનમાં થવી જોઇએ અને તેમ જ કરાયું. તેઓ 13 ઑક્ટોબરના રોજ 1987માં ગુજરી ગયા હતા.

  તે હંમેશા કહેતા કે તેમની અંતિમ ક્રિયા તેમના વતનમાં થવી જોઇએ અને તેમ જ કરાયું. તેઓ 13 ઑક્ટોબરના રોજ 1987માં ગુજરી ગયા હતા.

  5/30
 • કિશોર કુમાર તેમના અતરંગી સ્વભાવ માટે જાણીતા હતા પણ તેમનો દીકરો અમિત કુમાર કહે છે કે તે અતરંગી નહોતા તે મીડિયાએ ઘડેલી છબી છે. તેઓ એક આર્ટિસ્ટ હતા અને સીધા સાદા માણસ હતા.  અને લોકોને તે પાગલ લાગતા તો એમને કંઇ ફેર ન પડતો, તે કહેતા ‘દુનિયા કહેતી મેં પાગલ ઔર મૈં બોલતા દુનિયા પાગલ.’ ઝૂમરુ ફિલ્મમાં કિશોર કુમાર

  કિશોર કુમાર તેમના અતરંગી સ્વભાવ માટે જાણીતા હતા પણ તેમનો દીકરો અમિત કુમાર કહે છે કે તે અતરંગી નહોતા તે મીડિયાએ ઘડેલી છબી છે. તેઓ એક આર્ટિસ્ટ હતા અને સીધા સાદા માણસ હતા.  અને લોકોને તે પાગલ લાગતા તો એમને કંઇ ફેર ન પડતો, તે કહેતા ‘દુનિયા કહેતી મેં પાગલ ઔર મૈં બોલતા દુનિયા પાગલ.’ ઝૂમરુ ફિલ્મમાં કિશોર કુમાર

  6/30
 • તેમણે પડોસન, હાફ ટીકિટ, ચલતી કા નામ ગાડી, મિસ્ટર એક્સ ઇન બોમ્બે જેવી ફિલ્મોમાં અભિનય કર્યો.

  તેમણે પડોસન, હાફ ટીકિટ, ચલતી કા નામ ગાડી, મિસ્ટર એક્સ ઇન બોમ્બે જેવી ફિલ્મોમાં અભિનય કર્યો.

  7/30
 • કિશોર કુમારે આર ડી બર્મન માટે પણ બહુ સરસ ગીતો ગાયા. કિશોર કુમારે તેમની કારકિર્દીમાં 2905 ગીતો ગાયા છે.  એક સમયે લોકોને લાગતું કે કિશોર કુમાર સાઇગલની નકલ કરે છે પણ દેવાનંદ માટે ગીતો ગાવાનું શરૂ કર્યું પછી ઘણું બદલાઇ ગયું.

  કિશોર કુમારે આર ડી બર્મન માટે પણ બહુ સરસ ગીતો ગાયા. કિશોર કુમારે તેમની કારકિર્દીમાં 2905 ગીતો ગાયા છે.  એક સમયે લોકોને લાગતું કે કિશોર કુમાર સાઇગલની નકલ કરે છે પણ દેવાનંદ માટે ગીતો ગાવાનું શરૂ કર્યું પછી ઘણું બદલાઇ ગયું.

  8/30
 • પંડિત ભીમસેન જોશી એક વાર અમરપ્રેમનું ગીત ‘કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હૈ કહેના’ સાંભળી રહ્યા હતા અને એક પત્રકાર તેમને મળવા પહોંચ્યા ત્યારે તેમને નવાઇ લાગી કે આ ગીત તેઓ કેમ સાંભળે છે. ભીમસેન જોશીએ કહ્યું હતું કે આ ગીતમાં કિશોરદા બહુ જ આસાનીથી એક રાગમાંથી બીજા રાગમાં ગાય છે અને સાંભળનારાને જરાય ધક્કો કે ખટકો નથી લાગતો. આ વાત એ સમયની છે જ્યારે ફિલ્મી ગીતો સાંભળવા નિમ્ન સ્તરનું ગણાતું. આ જ્યારે પંડિતજીને પુછાયું તો તેમણે કહ્યું કે સંગીત તો સંગીત છે અને સારું છે કે કિશોર કુમાર શાસ્ત્રીય ગાયક નથી નહીંતર તો અમારી જ આવી બનત. જેની આવડતથી લેજન્ડ્ઝ પણ પ્રભાવિત હતા તેવા કિશોર કુમારને સલામ

  પંડિત ભીમસેન જોશી એક વાર અમરપ્રેમનું ગીત ‘કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હૈ કહેના’ સાંભળી રહ્યા હતા અને એક પત્રકાર તેમને મળવા પહોંચ્યા ત્યારે તેમને નવાઇ લાગી કે આ ગીત તેઓ કેમ સાંભળે છે. ભીમસેન જોશીએ કહ્યું હતું કે આ ગીતમાં કિશોરદા બહુ જ આસાનીથી એક રાગમાંથી બીજા રાગમાં ગાય છે અને સાંભળનારાને જરાય ધક્કો કે ખટકો નથી લાગતો. આ વાત એ સમયની છે જ્યારે ફિલ્મી ગીતો સાંભળવા નિમ્ન સ્તરનું ગણાતું. આ જ્યારે પંડિતજીને પુછાયું તો તેમણે કહ્યું કે સંગીત તો સંગીત છે અને સારું છે કે કિશોર કુમાર શાસ્ત્રીય ગાયક નથી નહીંતર તો અમારી જ આવી બનત. જેની આવડતથી લેજન્ડ્ઝ પણ પ્રભાવિત હતા તેવા કિશોર કુમારને સલામ

  9/30
 • કિશોર કુમારે રૂમા ઘોષ સાથે આઠ વર્ષ સુધી લગ્નજીવન યથાવત્ રાખ્યું.તસવીરમાં અનુપ જલોટા અને કિશોર કુમાર

  કિશોર કુમારે રૂમા ઘોષ સાથે આઠ વર્ષ સુધી લગ્નજીવન યથાવત્ રાખ્યું.તસવીરમાં અનુપ જલોટા અને કિશોર કુમાર

  10/30
 • આશા ભોંસલેએ કિશોર કુમાર સાથે અનેક ગીતો ગાયા છે જેમ કે ‘છોડ દો આંચલ ઝમાના ક્યા કહેગા’,  ‘આંખો મેં ક્યા જી રૂપહેલા બાદલ’,  ‘હાલ કૈસા હૈ જનાબ કા’, ‘પાંચ રૂપૈયા બારા આના’ જેવા મજાના ગીતો ગાયા છે. સંગીતકાર જયકિશન અને આશા ભોંસલે સાથે કિશોરદા

  આશા ભોંસલેએ કિશોર કુમાર સાથે અનેક ગીતો ગાયા છે જેમ કે ‘છોડ દો આંચલ ઝમાના ક્યા કહેગા’,  ‘આંખો મેં ક્યા જી રૂપહેલા બાદલ’,  ‘હાલ કૈસા હૈ જનાબ કા’, ‘પાંચ રૂપૈયા બારા આના’ જેવા મજાના ગીતો ગાયા છે. સંગીતકાર જયકિશન અને આશા ભોંસલે સાથે કિશોરદા

  11/30
 • 1958માં રૂમા ઘોષથી છૂટા પડેલા કિશોર કુમારે મધુબાલા સાથે 1960માં લગ્ન કર્યા જે 1969માં ગુજરી ગયા કારણકે તેમને હ્રદયની બિમારી હતી, કિશોર કુમાર ઘેરા શોકમાં ડુબી ગયા હતા.

  1958માં રૂમા ઘોષથી છૂટા પડેલા કિશોર કુમારે મધુબાલા સાથે 1960માં લગ્ન કર્યા જે 1969માં ગુજરી ગયા કારણકે તેમને હ્રદયની બિમારી હતી, કિશોર કુમાર ઘેરા શોકમાં ડુબી ગયા હતા.

  12/30
 • 1980માં કિશોર કુમારે લીના ચંદાવર્કર સાથે લગ્ન કર્યા અને લગ્નનાં સાત વર્ષમાં કિશોર કુમારનું નિધન થઇ ગયું. બપ્પી લાહરી સાથે કિશોર કુમાર.

  1980માં કિશોર કુમારે લીના ચંદાવર્કર સાથે લગ્ન કર્યા અને લગ્નનાં સાત વર્ષમાં કિશોર કુમારનું નિધન થઇ ગયું. બપ્પી લાહરી સાથે કિશોર કુમાર.

  13/30
 • 1976માં કિશોર કુમારે યોગીતા બાલી સાથે લગ્ન કર્યા પણ આ લગ્ન પણ બે વર્ષ ચાલ્યું અને 1978માં તેઓ છૂટા પડી ગયા. પરિવાર સાથેની તસવીરમાં દાદા મુની એટલ કે અશોક કુમાર પણ દેખાય છે.

  1976માં કિશોર કુમારે યોગીતા બાલી સાથે લગ્ન કર્યા પણ આ લગ્ન પણ બે વર્ષ ચાલ્યું અને 1978માં તેઓ છૂટા પડી ગયા. પરિવાર સાથેની તસવીરમાં દાદા મુની એટલ કે અશોક કુમાર પણ દેખાય છે.

  14/30
 • કિશોર કુમારે ગીત ગાવાની શરૂઆત કરી પછી દેવાનંદ માટે બહુ ગીતો ગાયા. તેમણે જ્યારે ઋષિ કપૂરની ફિલ્મ કર્ઝ માટે ‘મેરી ઉમર કે નૌજવાનો, દિલ ન લગાના ઓ દિવાનો’ ગીત  ગાયું ત્યારે તેઓ પોતે સાંઇઠ વર્ષથી વધુ વયના હતા, તેમના અવાજનું જોશ શબ્દોમાં વર્ણવવું શક્ય જ નથી.

  કિશોર કુમારે ગીત ગાવાની શરૂઆત કરી પછી દેવાનંદ માટે બહુ ગીતો ગાયા. તેમણે જ્યારે ઋષિ કપૂરની ફિલ્મ કર્ઝ માટે ‘મેરી ઉમર કે નૌજવાનો, દિલ ન લગાના ઓ દિવાનો’ ગીત  ગાયું ત્યારે તેઓ પોતે સાંઇઠ વર્ષથી વધુ વયના હતા, તેમના અવાજનું જોશ શબ્દોમાં વર્ણવવું શક્ય જ નથી.

  15/30
 • કિશોર કુમારે ચાર લગ્ન કર્યા હતા, તસવીરમાં લીના ચંદાવર્કર સાથે.

  કિશોર કુમારે ચાર લગ્ન કર્યા હતા, તસવીરમાં લીના ચંદાવર્કર સાથે.

  16/30
 • ડાયરેક્ટર ખેમચંદ પ્રકાશે કિશોર કુમારને ‘મરને કી દુઆએં ક્યું માંગુ’ ગીત ગાવાનો મોકો આપ્યો,  આ ગીત ઝીદ્દી ફિલ્મમાં હતું. ઝૂમરૂ ફિલ્મમાં મધુબાલા સાથે કિશોર કુમાર. આ બંન્ને કલાકારો થોડો સમય માટે એકબીજાનાં સાથીદાર હતા.

  ડાયરેક્ટર ખેમચંદ પ્રકાશે કિશોર કુમારને ‘મરને કી દુઆએં ક્યું માંગુ’ ગીત ગાવાનો મોકો આપ્યો,  આ ગીત ઝીદ્દી ફિલ્મમાં હતું. ઝૂમરૂ ફિલ્મમાં મધુબાલા સાથે કિશોર કુમાર. આ બંન્ને કલાકારો થોડો સમય માટે એકબીજાનાં સાથીદાર હતા.

  17/30
 • તમે માનશો કિશોર કુમાર પોતે અભિનય કરતા હતા તો મહોંમદ રફીએ એમને માટે ગીત ગાયું છે કારણકે કિશોરને ગાવાનો સમય નહોતો અને તે અભિનય પર ધ્યાન આપી રહ્યા હતા.

  તમે માનશો કિશોર કુમાર પોતે અભિનય કરતા હતા તો મહોંમદ રફીએ એમને માટે ગીત ગાયું છે કારણકે કિશોરને ગાવાનો સમય નહોતો અને તે અભિનય પર ધ્યાન આપી રહ્યા હતા.

  18/30
 •  ‘માના જનાબને પુકારા નહીં, ક્યા મેરા સાથ ભી ગંવારા નહી’ , ‘યે જો મોહબ્બત હૈ, યે ઉનકા હૈ કામ’, ‘ઓ મેરી ઓ મેરી ઓ મેરી શર્મીલી’, ‘નીલે નીલે અંબર પર ચાંદ જબ છાયે’, ‘ઐસે ના મુઝે તુમ દેખો’  આવા મસ્ત મજાના ગીતો તેમણે ગાયા છે. મોહંમદ રફી સાથે કિશોર કુમાર.

   ‘માના જનાબને પુકારા નહીં, ક્યા મેરા સાથ ભી ગંવારા નહી’ , ‘યે જો મોહબ્બત હૈ, યે ઉનકા હૈ કામ’, ‘ઓ મેરી ઓ મેરી ઓ મેરી શર્મીલી’, ‘નીલે નીલે અંબર પર ચાંદ જબ છાયે’, ‘ઐસે ના મુઝે તુમ દેખો’  આવા મસ્ત મજાના ગીતો તેમણે ગાયા છે. મોહંમદ રફી સાથે કિશોર કુમાર.

  19/30
 • કિશોર કુમાર તેમની એક્ટિંગમાં તદ્દન ઘેલાં કાઢતા અને તે જ તેમની ખાસિયત બની ગઇ હતી.

  કિશોર કુમાર તેમની એક્ટિંગમાં તદ્દન ઘેલાં કાઢતા અને તે જ તેમની ખાસિયત બની ગઇ હતી.

  20/30
 • ગુજરાતી ફિલ્મ કૂળવધુ માટે તેમણે ચાલતો રહેજે ગીત ગાયું હતું.આ તસવીર તેમના દીકરા સાથે ઇન્સ્ટાગ્રામ પર જોઇ શકાય છે.

  ગુજરાતી ફિલ્મ કૂળવધુ માટે તેમણે ચાલતો રહેજે ગીત ગાયું હતું.આ તસવીર તેમના દીકરા સાથે ઇન્સ્ટાગ્રામ પર જોઇ શકાય છે.

  21/30
 • તેમને પોતાનું વતન બહુ ગમતું અને ત્યાં તે અવારનવાર જતા. તસવીરમાં ભૂપેન હઝારિકા અને કિશોર કુમાર

  તેમને પોતાનું વતન બહુ ગમતું અને ત્યાં તે અવારનવાર જતા. તસવીરમાં ભૂપેન હઝારિકા અને કિશોર કુમાર

  22/30
 • અહિં તેઓ પોતાના દીકરા અમિત કુમાર સાથે રેકોર્ડિંગ  સ્ટૂડિયોમાં જોઇ શકાય છે. 

  અહિં તેઓ પોતાના દીકરા અમિત કુમાર સાથે રેકોર્ડિંગ  સ્ટૂડિયોમાં જોઇ શકાય છે. 

  23/30
 • એમ મનાય છે કે ફિલ્મ ચલતી કા નામ ગાડીનું ગીત પાંચ રૂપૈયા બારા આના ગીતનું મૂળ કૉલેજના દિવસોમાં કિશોર કુમારની કડકીને કારણે બન્યું હતું. યોગીતા બાલી અને કિશોર કુમાર તેમના લગ્ન સમયે, આ લગ્ન જીવન થોડો સમય જ ટક્યું હતું.

  એમ મનાય છે કે ફિલ્મ ચલતી કા નામ ગાડીનું ગીત પાંચ રૂપૈયા બારા આના ગીતનું મૂળ કૉલેજના દિવસોમાં કિશોર કુમારની કડકીને કારણે બન્યું હતું. યોગીતા બાલી અને કિશોર કુમાર તેમના લગ્ન સમયે, આ લગ્ન જીવન થોડો સમય જ ટક્યું હતું.

  24/30
 • કિશોર કુમાર તેમના યૂડલિંગ અને ગાવાની પ્રેક્ટિસ કરવા માટે ક્લાસિઝ બંક કરતા અને આમલીના ઝાડ નીચે ઉભા રહી લોકોની પરવા કર્યા વિના પોતાનાં ગીતો ગાતા. 

  કિશોર કુમાર તેમના યૂડલિંગ અને ગાવાની પ્રેક્ટિસ કરવા માટે ક્લાસિઝ બંક કરતા અને આમલીના ઝાડ નીચે ઉભા રહી લોકોની પરવા કર્યા વિના પોતાનાં ગીતો ગાતા. 

  25/30
 • કિશોર કુમારનું નિધન 13 ઑક્ટોબર 1987ના રોજ થયું અને તેમના અંતિમ સંસ્કાર ખંડવા કરાયા. આ તસવીરમાં તેઓ પોતાનો જન્મ દિવસ ઉજવી રહ્યા છે.કિશોર કુમારે માત્ર હિન્દી ગીતો નહોતા ગાયા પણ મરાઠી, તામીલ, ગુજરાતી, ઉડિયા, ભોજપુરી, કન્નડ, મલયાલ જેવી ભાષાઓમાં પણ ગીતો ગાયા છે. તેમને આઠ ફિલ્મ ફેર એવોર્ડ મળ્યા છે અને સૌથી પહેલો એવોર્ડ તેમને “રૂપ તેરા મસ્તાના, પ્યાર મેરા દિવાના” ગીત માટે મળ્યો હતો જે તેમણે આરાધના ફિલ્મ માટે ગાયું હતું.

  કિશોર કુમારનું નિધન 13 ઑક્ટોબર 1987ના રોજ થયું અને તેમના અંતિમ સંસ્કાર ખંડવા કરાયા. આ તસવીરમાં તેઓ પોતાનો જન્મ દિવસ ઉજવી રહ્યા છે.કિશોર કુમારે માત્ર હિન્દી ગીતો નહોતા ગાયા પણ મરાઠી, તામીલ, ગુજરાતી, ઉડિયા, ભોજપુરી, કન્નડ, મલયાલ જેવી ભાષાઓમાં પણ ગીતો ગાયા છે. તેમને આઠ ફિલ્મ ફેર એવોર્ડ મળ્યા છે અને સૌથી પહેલો એવોર્ડ તેમને “રૂપ તેરા મસ્તાના, પ્યાર મેરા દિવાના” ગીત માટે મળ્યો હતો જે તેમણે આરાધના ફિલ્મ માટે ગાયું હતું.

  26/30
 • લાખો ફૂલાણી ફિલ્મમાં તેમણે ગાઓ સૌ સાથે ગીત ગાયું હતું. આ દ્રશ્ય દિલ્હી કા ઠગ ફિલ્મનું છે જેમાં તેઓ નુતન સાથે દેખાયા હતા. 

  લાખો ફૂલાણી ફિલ્મમાં તેમણે ગાઓ સૌ સાથે ગીત ગાયું હતું. આ દ્રશ્ય દિલ્હી કા ઠગ ફિલ્મનું છે જેમાં તેઓ નુતન સાથે દેખાયા હતા. 

  27/30
 • મુંબઇની કમાણી મુંબઇમાં સમાણી ગીત તેમણે સંતુ રંગીલી ફિલ્મ માટે ગાયું છે.

  મુંબઇની કમાણી મુંબઇમાં સમાણી ગીત તેમણે સંતુ રંગીલી ફિલ્મ માટે ગાયું છે.

  28/30
 • કિશોર કુમાર અને અશોક કુમારની આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર તેમના નામના ઓફિશ્યલ એકાઉન્ટ પર શૅર કરાઇ છે.

  કિશોર કુમાર અને અશોક કુમારની આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર તેમના નામના ઓફિશ્યલ એકાઉન્ટ પર શૅર કરાઇ છે.

  29/30
 • લીના ચંદાવર્કર, દીકરા સુમિત સાથે કિશોર કુમાર.

  લીના ચંદાવર્કર, દીકરા સુમિત સાથે કિશોર કુમાર.

  30/30
 • loading...

ફોટોઝ વિશે

કિશોર કુમારની (Kishore Kumar) જન્મજયંતી નિમિત્તે આ વર્સેટાઇલ અભિનેતા અને ગાયકમાં રહેલા જિનીયસ વિશે જેટલું જાણીએ એટલું ઓછું છે. તેમણે જીવનમાં કેટલા ગીતો ગાયા અન ગુજરાતીમાં કયા ગીતો ગાયા તે જણવા માટે જુઓ તસવીરો. જાણો તેમની જિંદગીની કેટલી મજાની ઘટનાઓ. (તસવીરો મિડ ડે આર્કાઇવ્ઝ અને ઇન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK