Asha Bhosle: બે લગ્ન, સંતાનોનાં મોત પણ સંગીતમાં જીવાતું ખિલખિલાટ જીવન

Updated: Sep 08, 2020, 20:37 IST | Chirantana Bhatt
  • અભી ના જાઓ છોડ કર કે દિલ અભી ભરા નહીં....સાંગલી મહારાષ્ટ્રમાં દિનાનાથ મંગેશકરનાં પરિવારમા જન્મેલાં આશાએ માત્ર 10 વર્ષની વયે ગાવાની શરૂઆત કરી હતી.  તે 9 વર્ષનાં હતાં જ્યારે પિતા ગુજરી ગયા અને પછી મોટી બહેન સાથે તેમણે ગાવાની શરૂઆત કરી. તેણે 20 ભાષાઓમાં 22 હજારથી વધુ ગીતો ગાયાં છે.

    અભી ના જાઓ છોડ કર કે દિલ અભી ભરા નહીં....સાંગલી મહારાષ્ટ્રમાં દિનાનાથ મંગેશકરનાં પરિવારમા જન્મેલાં આશાએ માત્ર 10 વર્ષની વયે ગાવાની શરૂઆત કરી હતી.  તે 9 વર્ષનાં હતાં જ્યારે પિતા ગુજરી ગયા અને પછી મોટી બહેન સાથે તેમણે ગાવાની શરૂઆત કરી. તેણે 20 ભાષાઓમાં 22 હજારથી વધુ ગીતો ગાયાં છે.

    1/32
  • ચુરા લીયા હૈ તુમને જો દિલ કો, નઝર નહીં ચુરાના સનમ....તેમણે જિંદગીમાં બહુ જ ઉતાર ચઢાવ જોયા. સોળ વર્ષની વયે તેમણે પોતાના સેક્રેટરી સાથે લગ્ન કરી લીધાં. ગણપતરરાવ ભોંસલે તેમના કરતાં 16 વર્ષે મોટા હતા પણ અગિયાર વર્ષ ચાલેલું આ લગ્ન જીવન કડવાશ ભર્યું હતું. તેઓએ ઘર છોડ્યું અને પિયર પાછા આવ્યા. જો કે પંચમદા સાથે તેમણે સુખી દિવસો જોયા પણ તેની વાત આગળની તસવીરો સાથે.

    ચુરા લીયા હૈ તુમને જો દિલ કો, નઝર નહીં ચુરાના સનમ....તેમણે જિંદગીમાં બહુ જ ઉતાર ચઢાવ જોયા. સોળ વર્ષની વયે તેમણે પોતાના સેક્રેટરી સાથે લગ્ન કરી લીધાં. ગણપતરરાવ ભોંસલે તેમના કરતાં 16 વર્ષે મોટા હતા પણ અગિયાર વર્ષ ચાલેલું આ લગ્ન જીવન કડવાશ ભર્યું હતું. તેઓએ ઘર છોડ્યું અને પિયર પાછા આવ્યા. જો કે પંચમદા સાથે તેમણે સુખી દિવસો જોયા પણ તેની વાત આગળની તસવીરો સાથે.

    2/32
  • દો લફ્ઝોં કી હૈ દિલ કી કહાની...  ત્યારે તેમને સંતાનો હતાં અને પોતે પ્રેગનેન્ટ પણ હતાં. આ સમયે લતા મંગેશકર,શમશાદ બેગમ અને ગીતા દત્ત મોટાં નામો હતાં. આશાને ભાગે એ ગીતો આવતાં જે આ ગાયિકાઓ ન ગાવાની હોય. તસવીરમાં બહેન લતાદીદી સાથે આશા તાઇ..

    દો લફ્ઝોં કી હૈ દિલ કી કહાની...  ત્યારે તેમને સંતાનો હતાં અને પોતે પ્રેગનેન્ટ પણ હતાં. આ સમયે લતા મંગેશકર,શમશાદ બેગમ અને ગીતા દત્ત મોટાં નામો હતાં. આશાને ભાગે એ ગીતો આવતાં જે આ ગાયિકાઓ ન ગાવાની હોય. તસવીરમાં બહેન લતાદીદી સાથે આશા તાઇ..

    3/32
  • આઇ યે મહેરબાં, બેઠીએ જાને જાં.. શોખ સે લીજીયે ફિર ઇશ્ક કી ઇંતિહા... આશાને ભાગે નકારાત્મક રોલ કરનાર નાયિકા ગાવાની હોય એ બધાં ગીતો આવતાં. આજે આપણે જેને આઇટમ નંબર્સ કહીએ છીએ અથવા તો તે જમાનામાં કેબ્રે ડાન્સ તરીકે રજૂ થવાનાં હોય એ ગીતો તેમને ભાગે આવતા. પણ તેઓ મન દઇને આ ગીતો પણ ગાતાં. પંચમને કારણે તેમના જીવનમાં નવા રંગ ઉમેરાયા, ફોટોગ્રાફ તેની ચાડી ખાય તેવો જ છે...

    આઇ યે મહેરબાં, બેઠીએ જાને જાં.. શોખ સે લીજીયે ફિર ઇશ્ક કી ઇંતિહા... આશાને ભાગે નકારાત્મક રોલ કરનાર નાયિકા ગાવાની હોય એ બધાં ગીતો આવતાં. આજે આપણે જેને આઇટમ નંબર્સ કહીએ છીએ અથવા તો તે જમાનામાં કેબ્રે ડાન્સ તરીકે રજૂ થવાનાં હોય એ ગીતો તેમને ભાગે આવતા. પણ તેઓ મન દઇને આ ગીતો પણ ગાતાં. પંચમને કારણે તેમના જીવનમાં નવા રંગ ઉમેરાયા, ફોટોગ્રાફ તેની ચાડી ખાય તેવો જ છે...

    4/32
  • પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા...  આશા ભોંસલેને આ જર્નીમાં સાથ મળ્યો પંચમદા એટલે કે રાહુલ દેવ બર્મનનો. 47 વર્ષનાં આશાએ પોતાનાંથી છ વર્ષ નાના પંચમ સાથે લગ્ન કર્યાં. 1980માં આ લગ્ન થયા અને 14 વર્ષ આ સંગીત અને સૂરનાં યુગલે જીવન ગીત લલકાર્યું અને પછી પંચમદા ગુજરી ગયા અને આશા ફરી એકલાં પડ્યાં.

    પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા...  આશા ભોંસલેને આ જર્નીમાં સાથ મળ્યો પંચમદા એટલે કે રાહુલ દેવ બર્મનનો. 47 વર્ષનાં આશાએ પોતાનાંથી છ વર્ષ નાના પંચમ સાથે લગ્ન કર્યાં. 1980માં આ લગ્ન થયા અને 14 વર્ષ આ સંગીત અને સૂરનાં યુગલે જીવન ગીત લલકાર્યું અને પછી પંચમદા ગુજરી ગયા અને આશા ફરી એકલાં પડ્યાં.

    5/32
  • દિવાના હુઆ બાદલ, યે દેખ કે દિલ ઝૂમા, લી પ્યાર ને અંગડાઇ... આશા ભોંસલે અને લતા મંગેશકર વચ્ચેના તંગ સંબંધો પણ હંમેશા ચર્ચામાં રહ્યા. ક્યારેક ગાવાની સ્પર્ધાની વાત થાય તો ક્યારેક આશાએ ભાગીને કરેલા પહેલા લગ્નનું કારણ અપાતું. આ બંન્ને બહેનોની જિંદગી પરથી સાઝ નામની ફિલ્મ બની હતી જેમાં ઝાકીર હુસેને સંગીત આપ્યું હતું.

    દિવાના હુઆ બાદલ, યે દેખ કે દિલ ઝૂમા, લી પ્યાર ને અંગડાઇ... આશા ભોંસલે અને લતા મંગેશકર વચ્ચેના તંગ સંબંધો પણ હંમેશા ચર્ચામાં રહ્યા. ક્યારેક ગાવાની સ્પર્ધાની વાત થાય તો ક્યારેક આશાએ ભાગીને કરેલા પહેલા લગ્નનું કારણ અપાતું. આ બંન્ને બહેનોની જિંદગી પરથી સાઝ નામની ફિલ્મ બની હતી જેમાં ઝાકીર હુસેને સંગીત આપ્યું હતું.

    6/32
  • ગુન ગુના રહે હૈં ભંવરે ખીલ રહી હૈ કલી કલી...આશા ભોંસલેને પહેલા લગ્નથી ત્રણ સંતાનો હતા અને તેમની દીકરી વર્ષાએ લગ્ન કરી છૂટા પડીને પોતાની મમ્મી સાથે રહેવાનું શરૂ કરી દીધું. વર્ષાએ 2012માં લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી. આશાજીનાં મોટા દીકરા હેમંતને કેન્સ થયું અને તેઓ 2015માં ગુજરી ગયા.

    ગુન ગુના રહે હૈં ભંવરે ખીલ રહી હૈ કલી કલી...આશા ભોંસલેને પહેલા લગ્નથી ત્રણ સંતાનો હતા અને તેમની દીકરી વર્ષાએ લગ્ન કરી છૂટા પડીને પોતાની મમ્મી સાથે રહેવાનું શરૂ કરી દીધું. વર્ષાએ 2012માં લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી. આશાજીનાં મોટા દીકરા હેમંતને કેન્સ થયું અને તેઓ 2015માં ગુજરી ગયા.

    7/32
  • આજ રપટ જાયે તો હમેં ના ઉઠૈયો, હમેં જો ઉઠૈયો તો ખુદ ભી ફિસ જૈયો....આશા આજકાલનાં એકદમ ઢિંચાક પ્રકારનાં લિરિક્સ હોય છે તો ગીતો ગાવાનું પસંદ નથી કરતા પણ સારા શબ્દો હોય તો તેઓ ચોક્કસ ગાવાનું પસંદ કરશે.

    આજ રપટ જાયે તો હમેં ના ઉઠૈયો, હમેં જો ઉઠૈયો તો ખુદ ભી ફિસ જૈયો....આશા આજકાલનાં એકદમ ઢિંચાક પ્રકારનાં લિરિક્સ હોય છે તો ગીતો ગાવાનું પસંદ નથી કરતા પણ સારા શબ્દો હોય તો તેઓ ચોક્કસ ગાવાનું પસંદ કરશે.

    8/32
  • ઇશારોં ઇશારોં મેં દિલ લેને વાલે બતા યે હુનર તુને સીખા કહાં સે.....જેમણે પિયા તુ અબ તો આજા પ્રકારના ગીતો ગાયાં છે તેવાં આશા ફર્મલી માને છે કે તેઓ ફેવીકૉલ કે શીલા કી જવાની જેવા ગીતો નહીં ગાઇ શકે. તસવીરમાં કિશોર કુમાર અને આશાજી...

    ઇશારોં ઇશારોં મેં દિલ લેને વાલે બતા યે હુનર તુને સીખા કહાં સે.....જેમણે પિયા તુ અબ તો આજા પ્રકારના ગીતો ગાયાં છે તેવાં આશા ફર્મલી માને છે કે તેઓ ફેવીકૉલ કે શીલા કી જવાની જેવા ગીતો નહીં ગાઇ શકે. તસવીરમાં કિશોર કુમાર અને આશાજી...

    9/32
  • ઝરા સા ઝૂમ લૂં મે, અરે ના રે બાબા ના....આશા અને પંચમની લવ સ્ટોરી કોઇ રોમેન્ટિક સોંગથી કમ નથી. તસવીરમાં દીકરા સાથે આશાજી..

    ઝરા સા ઝૂમ લૂં મે, અરે ના રે બાબા ના....આશા અને પંચમની લવ સ્ટોરી કોઇ રોમેન્ટિક સોંગથી કમ નથી. તસવીરમાં દીકરા સાથે આશાજી..

    10/32
  • લે કર હમ દિવાના દિલ, ફિરતે હૈં મંઝિલ મંઝિલ.....તેઓ પહેલીવાર એકબીજાને 1956માં મળ્યા જો કે ત્યારે આશા બહુ જાણીતાં ગાયિકા હતા અને પંચમદા હજી તો એસ ડી બર્મનનાં યંગ દીકરા હતા. તીસરી મંઝિલ ફિલ્મમાં ગાવા માટે તેમણે આશાજીનો સંપર્ક કર્યો.

    લે કર હમ દિવાના દિલ, ફિરતે હૈં મંઝિલ મંઝિલ.....તેઓ પહેલીવાર એકબીજાને 1956માં મળ્યા જો કે ત્યારે આશા બહુ જાણીતાં ગાયિકા હતા અને પંચમદા હજી તો એસ ડી બર્મનનાં યંગ દીકરા હતા. તીસરી મંઝિલ ફિલ્મમાં ગાવા માટે તેમણે આશાજીનો સંપર્ક કર્યો.

    11/32
  • મધુબન મેં કન્હૈયા જો કિસી ગોપી સે મિલે, રાધા કૈસે ના જલે... આશા અને પંચમ બંન્ને એક લગ્ન સંબંધમાંથી બહાર આવેલાં હતા. આશા તેમને માટે નિયમિત રીતે ગીતો ગાતાં. તસવીરમાં મનીષ મલહોત્રા માટે રેમ્પ પર વૉક કરી રહેલા આશા તાઇ...

    મધુબન મેં કન્હૈયા જો કિસી ગોપી સે મિલે, રાધા કૈસે ના જલે... આશા અને પંચમ બંન્ને એક લગ્ન સંબંધમાંથી બહાર આવેલાં હતા. આશા તેમને માટે નિયમિત રીતે ગીતો ગાતાં. તસવીરમાં મનીષ મલહોત્રા માટે રેમ્પ પર વૉક કરી રહેલા આશા તાઇ...

    12/32
  • છોટી સી કહાની સી, બારીશોં કે પાની સી સારી વાદી ઘુલ ગઇ...પંચમની ધુન જાણે આશાના અવાજ માટે જ બનતી એમ લાગતું.

    છોટી સી કહાની સી, બારીશોં કે પાની સી સારી વાદી ઘુલ ગઇ...પંચમની ધુન જાણે આશાના અવાજ માટે જ બનતી એમ લાગતું.

    13/32
  • કતરા કરતા મિલતી હૈ કતરા કતરા જીને દો ઝિંદગી હૈ.....સંગીત આ જોડીને એકબીજાની વધુ નજીક લાવી રહ્યું હતું. તસવીરમાં મેડમ તુસાદ મ્યુઝિયમમાં મુકાયેલી તેમની પ્રતિમા સાથે...

    કતરા કરતા મિલતી હૈ કતરા કતરા જીને દો ઝિંદગી હૈ.....સંગીત આ જોડીને એકબીજાની વધુ નજીક લાવી રહ્યું હતું. તસવીરમાં મેડમ તુસાદ મ્યુઝિયમમાં મુકાયેલી તેમની પ્રતિમા સાથે...

    14/32
  • મુઝકો હુઇ ના ખબર, ચોરી ચોરી છૂપ છૂપ કર દિલ લે ગઇ લે ગઇ....પંચમદાના મમ્મીને તેમના સંબંધ સામે વાંધો હતો કારણકે આશા પંચમ કરતાં મોટાં હતાં. તસવીરમાં બહેન લતા સાથે આશા...

    મુઝકો હુઇ ના ખબર, ચોરી ચોરી છૂપ છૂપ કર દિલ લે ગઇ લે ગઇ....પંચમદાના મમ્મીને તેમના સંબંધ સામે વાંધો હતો કારણકે આશા પંચમ કરતાં મોટાં હતાં. તસવીરમાં બહેન લતા સાથે આશા...

    15/32
  • ઓ હસીના ઝૂલ્ફોં વાલી જાને જહાં, ઢૂંઢતી હૈ કાફિર આંખે કિસકા નિશાન.... લગ્ન માટે બંન્ને જણાએ જાણે લાંબી તપશ્ચર્યા કરી પણ અંતે તેઓ પરણ્યાં. માધુરી દીક્ષિત સાથેની સેલ્ફી મોમેન્ટમાં ક્લિક થયા સ્વર સામ્રાજ્ઞી

    ઓ હસીના ઝૂલ્ફોં વાલી જાને જહાં, ઢૂંઢતી હૈ કાફિર આંખે કિસકા નિશાન.... લગ્ન માટે બંન્ને જણાએ જાણે લાંબી તપશ્ચર્યા કરી પણ અંતે તેઓ પરણ્યાં. માધુરી દીક્ષિત સાથેની સેલ્ફી મોમેન્ટમાં ક્લિક થયા સ્વર સામ્રાજ્ઞી

    16/32
  • મુઝે નૌલખા મંગા દે રે ઔ સૈંયા દિવાને.....તેમના નિધન બાદ આશાએ પંચમ એન્ડ આઇ આલ્બમ બનાવ્યું હતું જે બહુ જ પૉપ્યુલર થયુ હતું.

    મુઝે નૌલખા મંગા દે રે ઔ સૈંયા દિવાને.....તેમના નિધન બાદ આશાએ પંચમ એન્ડ આઇ આલ્બમ બનાવ્યું હતું જે બહુ જ પૉપ્યુલર થયુ હતું.

    17/32
  • રામ શબનમી, ભીગી ચાંદની, તિસરા કોઇ દૂર તક નહીં....આશા ભોંસલેએ કોઇપણ પ્રકારનાં ગીતોને નિમ્ન નથી ગણ્યાં, શબ્દોમાં આછકલાઇ ન હોય તો તેમણે બોલ્ડ ગીતો પણ ગાયા છે પણ છતાં ય આમાન્યા જાળવી છે.

    રામ શબનમી, ભીગી ચાંદની, તિસરા કોઇ દૂર તક નહીં....આશા ભોંસલેએ કોઇપણ પ્રકારનાં ગીતોને નિમ્ન નથી ગણ્યાં, શબ્દોમાં આછકલાઇ ન હોય તો તેમણે બોલ્ડ ગીતો પણ ગાયા છે પણ છતાં ય આમાન્યા જાળવી છે.

    18/32
  • એક મૈં ઔૈર એક તુ, દોનોં મિલે ઇસ તરહા....તેમને જ્યારે ખૈય્યામે ઉમરાવ જાન ફિલ્મ માટે પસંદ કર્યા ત્યારે લોકોમાં ઉત્સુકતા હતી કે હંમેશા ધમાલ ગીતો ગાનારાં આશા આ ગીતો કેવી રીતે ગાશે પણ જેઓ આ ફિલ્મનાં ગીતોનાં ફેન્સ છે તે જાણે જ છે કે આશાએ એ ગીતોને કેટલો સારો ન્યાય આપ્યો છે.

    એક મૈં ઔૈર એક તુ, દોનોં મિલે ઇસ તરહા....તેમને જ્યારે ખૈય્યામે ઉમરાવ જાન ફિલ્મ માટે પસંદ કર્યા ત્યારે લોકોમાં ઉત્સુકતા હતી કે હંમેશા ધમાલ ગીતો ગાનારાં આશા આ ગીતો કેવી રીતે ગાશે પણ જેઓ આ ફિલ્મનાં ગીતોનાં ફેન્સ છે તે જાણે જ છે કે આશાએ એ ગીતોને કેટલો સારો ન્યાય આપ્યો છે.

    19/32
  • ઓ મેરે શોના રે શોના રે શોના રે, દે દૂંગી જાન જુદા મત હોના રે....આશાએ ગાયેલાં ધમાલીયા અને બોલ્ડ ગીતોની વાત કરીએ તો તેઓ જાણે હેલનનો અવાજ હતા. તમને ખબર છે કે આશાજી ગીત રેકોર્ડ કરતા હોય તો હેલન હંમેશા સ્ટુડિયોમાં આવતાં જેથી ગીતનો મૂડ બરાબર સમજીને તેની પર ડાન્સ કરી શકે.

    ઓ મેરે શોના રે શોના રે શોના રે, દે દૂંગી જાન જુદા મત હોના રે....આશાએ ગાયેલાં ધમાલીયા અને બોલ્ડ ગીતોની વાત કરીએ તો તેઓ જાણે હેલનનો અવાજ હતા. તમને ખબર છે કે આશાજી ગીત રેકોર્ડ કરતા હોય તો હેલન હંમેશા સ્ટુડિયોમાં આવતાં જેથી ગીતનો મૂડ બરાબર સમજીને તેની પર ડાન્સ કરી શકે.

    20/32
  • મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ...  ગુલઝારની ફિલ્મ ઇજાઝત માટે તેમણે જે રીતે ગીતો ગાયા તે પણ તેમના અવાજની રેન્જની એક નવી અને વધુ ઊચ્ચ ઓળખાણ બન્યાં.

    મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ...  ગુલઝારની ફિલ્મ ઇજાઝત માટે તેમણે જે રીતે ગીતો ગાયા તે પણ તેમના અવાજની રેન્જની એક નવી અને વધુ ઊચ્ચ ઓળખાણ બન્યાં.

    21/32
  • યે લડકા હાયે અલ્લા કૈસા હૈ દિવાના, કિતના મુશ્કિલ હૈ યારોં ઇસકો સમઝાના...72 વર્ષનાં આશાએ જ્યારે સલમાન ખાનની ફિલ્મ માટે ગાયું કે ‘લક્કી લિપ્સ...’ ત્યારે એ પણ એટલુ જ પૉપ્યુલર થયું.

    યે લડકા હાયે અલ્લા કૈસા હૈ દિવાના, કિતના મુશ્કિલ હૈ યારોં ઇસકો સમઝાના...72 વર્ષનાં આશાએ જ્યારે સલમાન ખાનની ફિલ્મ માટે ગાયું કે ‘લક્કી લિપ્સ...’ ત્યારે એ પણ એટલુ જ પૉપ્યુલર થયું.

    22/32
  • ઇન આંખો કી મસ્તી કે દિવાને હઝારોં હૈ... તેમની કારકિર્દીમાં નયા દૌર, તિસરી મંઝિલ, ઉમરાવ જાન અને રંગીલા જાણે માઇલસ્ટોન સિદ્ધ થયા. આ છે મંગેશકર પરિવારની તસવીર જેમાં બધાં જ ભાઇ બહેન જોઇ શકાય છે.

    ઇન આંખો કી મસ્તી કે દિવાને હઝારોં હૈ... તેમની કારકિર્દીમાં નયા દૌર, તિસરી મંઝિલ, ઉમરાવ જાન અને રંગીલા જાણે માઇલસ્ટોન સિદ્ધ થયા. આ છે મંગેશકર પરિવારની તસવીર જેમાં બધાં જ ભાઇ બહેન જોઇ શકાય છે.

    23/32
  • તનહા તનહા યહાં પે જીના યે કોઇ બાત હૈ.... જી હા ઉર્મિલા માતોંડકર જ્યારે યાઇ રે યાઇ રે ધુમ મચા કે નાચે રે પર ગાય છે ત્યારે પાછળ અવાજ તો આશા ભોસલેનો જ છે. આશાજીએ ઘણાં દિગ્ગજો સાથે કામ કર્યું.

    તનહા તનહા યહાં પે જીના યે કોઇ બાત હૈ.... જી હા ઉર્મિલા માતોંડકર જ્યારે યાઇ રે યાઇ રે ધુમ મચા કે નાચે રે પર ગાય છે ત્યારે પાછળ અવાજ તો આશા ભોસલેનો જ છે. આશાજીએ ઘણાં દિગ્ગજો સાથે કામ કર્યું.

    24/32
  • તુને હોંઠો સે લગાઇ તો હંગામા હો ગયા.... તિસરી મંઝીલનું ગીત આજા આજા મૈં હું પ્યાર તેરા, અલ્હા અલ્હા ઇન્કાર તેરા વાળું ગીત ગાતા પહેલાં તેમણે દસ દિવસ અભ્યાસ કરીને વેસ્ટર્ન સ્ટાઇલના લહેકાને બરાબર પકડ્યા અને ભલભાલનું દિલ જીતી લીધું.  મોહંમદ રફી તેમના દીકરાને આશા તાઇને મળાવી રહ્યા છે.

    તુને હોંઠો સે લગાઇ તો હંગામા હો ગયા.... તિસરી મંઝીલનું ગીત આજા આજા મૈં હું પ્યાર તેરા, અલ્હા અલ્હા ઇન્કાર તેરા વાળું ગીત ગાતા પહેલાં તેમણે દસ દિવસ અભ્યાસ કરીને વેસ્ટર્ન સ્ટાઇલના લહેકાને બરાબર પકડ્યા અને ભલભાલનું દિલ જીતી લીધું.  મોહંમદ રફી તેમના દીકરાને આશા તાઇને મળાવી રહ્યા છે.

    25/32
  • એક હસીના થી એક દિવાના થા, ક્યા ઉમરથી ક્યા સમા થા ક્યા ઝમાના થા... રંગીલા ફિલ્મનું ગીત તન્હા તન્હા યહાં પે જીના યે કોઇ બાત હૈ.... ગીત આશાએ  ગાયું ત્યારે તેઓ 62 વર્ષનાં હતાં. અવાજ અને ઉંમરને કોઇ સંબંધ હોય એવું તેમના મામલે તો લાગતું જ નથી. 

    એક હસીના થી એક દિવાના થા, ક્યા ઉમરથી ક્યા સમા થા ક્યા ઝમાના થા... રંગીલા ફિલ્મનું ગીત તન્હા તન્હા યહાં પે જીના યે કોઇ બાત હૈ.... ગીત આશાએ  ગાયું ત્યારે તેઓ 62 વર્ષનાં હતાં. અવાજ અને ઉંમરને કોઇ સંબંધ હોય એવું તેમના મામલે તો લાગતું જ નથી. 

    26/32
  • જવાની જાને મન હસીન દિલરૂબ, મિલે દો દિલ જવાં નિસાર હો ગયા...ઓપી નૈય્યર અને આશાજીએ પણ સાથે બહુ સરસ કામ કર્યું. જો કે લોકોને એક તબક્કે લાગ્યું હતું કે તેમની વચ્ચે સંબંધ છે પણ એ વાતમાં કોઇ દમ નહોતો.  હાવરા બ્રિજમાં મધુબાલા પર ફિલ્માવાયેલું આઇયે મહેરબાં ગીત આશાજીએ જે રીતે ગાયું છે એ જ પુરાવો છે કે નૈય્યર સાથે આશાજીએ કેટલું સરસ કામ કર્યું હશે.

    જવાની જાને મન હસીન દિલરૂબ, મિલે દો દિલ જવાં નિસાર હો ગયા...ઓપી નૈય્યર અને આશાજીએ પણ સાથે બહુ સરસ કામ કર્યું. જો કે લોકોને એક તબક્કે લાગ્યું હતું કે તેમની વચ્ચે સંબંધ છે પણ એ વાતમાં કોઇ દમ નહોતો.  હાવરા બ્રિજમાં મધુબાલા પર ફિલ્માવાયેલું આઇયે મહેરબાં ગીત આશાજીએ જે રીતે ગાયું છે એ જ પુરાવો છે કે નૈય્યર સાથે આશાજીએ કેટલું સરસ કામ કર્યું હશે.

    27/32
  • યે રાતે યે મોસમ નદી કા કિનારા યે ચંચલ હવા....1972 પછી આશાએ ઓપી નૈય્યર સાથે કામ કરવાનું બંધ કર્યું. ગુલઝાર, પંચમ અને આશાએ તો સંગીત અને ગીતોને મામલે જાણે જાદુઇ વિશ્વ જ ખડું કર્યું હતું.

    યે રાતે યે મોસમ નદી કા કિનારા યે ચંચલ હવા....1972 પછી આશાએ ઓપી નૈય્યર સાથે કામ કરવાનું બંધ કર્યું. ગુલઝાર, પંચમ અને આશાએ તો સંગીત અને ગીતોને મામલે જાણે જાદુઇ વિશ્વ જ ખડું કર્યું હતું.

    28/32
  • ચહેરા ક્યા દેખતે હો, દિલ મેં ઉતર કે દેખો ના... સચીન દેવ બર્મન અને લતા મંગેશકર વચ્ચે સંબંધો તંગ થયા ત્યારે તેમણે આશા સાથે કામ કર્યું અને તેમણે બંદીની અને જ્વેલથીફના યાદગાર ગીતો આપ્યાં.

    ચહેરા ક્યા દેખતે હો, દિલ મેં ઉતર કે દેખો ના... સચીન દેવ બર્મન અને લતા મંગેશકર વચ્ચે સંબંધો તંગ થયા ત્યારે તેમણે આશા સાથે કામ કર્યું અને તેમણે બંદીની અને જ્વેલથીફના યાદગાર ગીતો આપ્યાં.

    29/32
  • દિલ ચીઝ ક્યા હૈ આપ મેરી જાન લીજીયે, બસ એક બાર મેરા કહા માન લીજીએ... તેમણે અનુ મલિક, એ આર રહેમાન, મદન મોહન, ઇલિયા રાજા, શંકર જય કિશન, જય દેવ એવા અનેક સંગીતકારો સાથે કામ કર્યું છે અને અમર ગીતો આપ્યાં છે.

    દિલ ચીઝ ક્યા હૈ આપ મેરી જાન લીજીયે, બસ એક બાર મેરા કહા માન લીજીએ... તેમણે અનુ મલિક, એ આર રહેમાન, મદન મોહન, ઇલિયા રાજા, શંકર જય કિશન, જય દેવ એવા અનેક સંગીતકારો સાથે કામ કર્યું છે અને અમર ગીતો આપ્યાં છે.

    30/32
  • બચ કે રહેના રે બાબા બચ કે રહેના રે, તુઝપે નઝર હૈ...તેમણે અઢળક એવોર્ડઝ અને સન્માન મળ્યાં છે અને તેમાં ભારતીય સ્તરે તેમને પદ્મવિભૂષણ સન્માનથી નવાજવામાં આવ્યાં છે.

    બચ કે રહેના રે બાબા બચ કે રહેના રે, તુઝપે નઝર હૈ...તેમણે અઢળક એવોર્ડઝ અને સન્માન મળ્યાં છે અને તેમાં ભારતીય સ્તરે તેમને પદ્મવિભૂષણ સન્માનથી નવાજવામાં આવ્યાં છે.

    31/32
  • રોઝ રોઝ આંખો તલે, એક હી સપના ચલે....હેપ્પી બર્થ ડે આશાજી... લોટ્સ ઑફ લવ

    રોઝ રોઝ આંખો તલે, એક હી સપના ચલે....હેપ્પી બર્થ ડે આશાજી... લોટ્સ ઑફ લવ

    32/32
  • loading...

ફોટોઝ વિશે

આશા ભોંસલેનો જન્મ દિવસ 8 સપ્ટેમ્બર છે. 1933ની સાલમાં મંગેશકર પરિવારમાં જન્મેલાં આશા ભોંસલે તેમના હકારાત્મક અભિગમ, કોઇપણ ગીતને તેના મિજાજમાં ગાઇ શકવાની તેમની ક્ષમતા અને આજે 87 વર્ષે પણ અઢળક એનર્જી ધરાવતા હોવાને કારણે તેમના ફેન્સની સંખ્યા ઉત્તરો ઉત્તર વધતી જ રહે છે. તેમના જન્મદિવસે જોઇએ તેમની દુર્લભ તસવીરો અને જાણીએ તેમણે જિંદગીમાં કેટલા ઉતાર ચઢાવ જોયા અને સાથે તેમના ગીતો પણ યાદ કરીએ. (ઇન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK