આ છે 2020ની સૌથી ચર્ચિત ફિલ્મો

Updated: 1st January, 2020 16:15 IST | Sheetal Patel
 • લાલ સિંહ ચઢ્ઢા ‘લાલ સિંહ ચઢ્ઢા’માં આમિર ખાન લીડ રોલમાં જોવા મળવાનો છે. રૉબર્ટ ડાઉની જુનિયરે ‘લગાન’ જોયા બાદ આમિરની સરખામણી ટૉમ હૅન્ક્સ સાથે કરી હતી અને હવે આમિર ખરેખર ટૉમ હૅન્ક્સની જગ્યા લઈ રહ્યો છે. ટૉમ હૅન્ક્સની ૧૯૯૪માં આવેલી હૉલીવુડની ‘ફૉરેસ્ટ ગમ્પ’ની હિન્દી રીમેકમાં આમિર કામ કરી રહ્યો છે. આ ફિલ્મ ૨૦૨૦ની ક્રિસમસ દરમ્યાન રિલીઝ થવાની છે. છેલ્લા એક દાયકાથી આ ફિલ્મ બનાવવાનાં સપનાં જોઈ રહેલા આમિરે એને સાકાર કરવા માટે ‘સીક્રેટ સુપરસ્ટાર’ના ડિરેક્ટર અદ્વૈત ચંદન પર ભરોસો મૂક્યો છે. દુનિયાભરમાં પસંદ કરવામાં આવેલી આ ક્લાસિક ફિલ્મને આમિર સિવાય કોણ સારી રીતે ન્યાય આપી શકે છે?

  લાલ સિંહ ચઢ્ઢા

  ‘લાલ સિંહ ચઢ્ઢા’માં આમિર ખાન લીડ રોલમાં જોવા મળવાનો છે. રૉબર્ટ ડાઉની જુનિયરે ‘લગાન’ જોયા બાદ આમિરની સરખામણી ટૉમ હૅન્ક્સ સાથે કરી હતી અને હવે આમિર ખરેખર ટૉમ હૅન્ક્સની જગ્યા લઈ રહ્યો છે. ટૉમ હૅન્ક્સની ૧૯૯૪માં આવેલી હૉલીવુડની ‘ફૉરેસ્ટ ગમ્પ’ની હિન્દી રીમેકમાં આમિર કામ કરી રહ્યો છે. આ ફિલ્મ ૨૦૨૦ની ક્રિસમસ દરમ્યાન રિલીઝ થવાની છે. છેલ્લા એક દાયકાથી આ ફિલ્મ બનાવવાનાં સપનાં જોઈ રહેલા આમિરે એને સાકાર કરવા માટે ‘સીક્રેટ સુપરસ્ટાર’ના ડિરેક્ટર અદ્વૈત ચંદન પર ભરોસો મૂક્યો છે. દુનિયાભરમાં પસંદ કરવામાં આવેલી આ ક્લાસિક ફિલ્મને આમિર સિવાય કોણ સારી રીતે ન્યાય આપી શકે છે?

  1/8
 • પૃથ્વીરાજ ૨૦૨૦માં અક્ષયકુમારની અનેક ફિલ્મો રિલીઝ થવાની છે. એનામાટે પૃથ્વીરાજ સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. આ ઐતિહાસિક ડ્રામામાં અક્ષયકુમાર ચૌહાણ વંશજના હિમ્મતવાન રાજા પૃથ્વીરાજ ચૌહાણનું પાત્ર ભજવશે. તેમણે ૧૧૯૨માં વિશાળ એવી ઘુરીડ આર્મીનો સામનો કર્યો હતો. આ ફિલ્મ દ્વારા ૨૦૧૭ની મિસ વર્લ્ડ માનુષી છિલ્લર બૉલીવુડમાં એન્ટ્રી કરવાની છે. યશરાજ ફિલ્મ્સની આ ફિલ્મ દિવાળીમાં રિલીઝ થવાની છે. એવું કહી શકાય કે એક દાયકા બાદ યશરાજ ફિલ્મ્સ અને અક્ષયકુમાર એકસાથે કામ કરી રહ્યા છે.

  પૃથ્વીરાજ

  ૨૦૨૦માં અક્ષયકુમારની અનેક ફિલ્મો રિલીઝ થવાની છે. એનામાટે પૃથ્વીરાજ સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. આ ઐતિહાસિક ડ્રામામાં અક્ષયકુમાર ચૌહાણ વંશજના હિમ્મતવાન રાજા પૃથ્વીરાજ ચૌહાણનું પાત્ર ભજવશે. તેમણે ૧૧૯૨માં વિશાળ એવી ઘુરીડ આર્મીનો સામનો કર્યો હતો. આ ફિલ્મ દ્વારા ૨૦૧૭ની મિસ વર્લ્ડ માનુષી છિલ્લર બૉલીવુડમાં એન્ટ્રી કરવાની છે. યશરાજ ફિલ્મ્સની આ ફિલ્મ દિવાળીમાં રિલીઝ થવાની છે. એવું કહી શકાય કે એક દાયકા બાદ યશરાજ ફિલ્મ્સ અને અક્ષયકુમાર એકસાથે કામ કરી રહ્યા છે.

  2/8
 • '83' ભારત એક એવો દેશ છે જ્યાં ક્રિકેટ અને સિનેમાને ધર્મ માનવામાં આવે છે. એવામાં આ બન્નેનો એક જ પ્રોજેક્ટમાં સમાવેશ કરવો એ એક મોટી બાબત છે. ક્રિકેટ વર્લ્ડ કપમાં ૧૯૮૩માં ભારતને અદ્ભુત જીત મળી હતી. એ વિજયગાથાને ફરી એક વાર ફિલ્મ ‘83’ દ્વારા પડદા પર સાકાર કરવામાં આવશે. આ ફિલ્મને કબીર ખાને ડિરેક્ટ કરી છે. આ સ્પોર્ટ્‌‌સ-ડ્રામા માટે એ વખતના રિયલ હીરોઝ પાસેથી ખાસ સહયોગ પણ લેવામાં આવ્યો છે. ફિલ્મમાં ભૂતપૂર્વ ક્રિકેટર કપિલદેવનું પાત્ર રણવીર સિંહ ભજવી રહ્યો છે. તો તેમની વાઇફના રોલમાં દીપિકા પાદુકોણ દેખાશે. પોતાના પાત્રમાં પ્રાણ પૂરવા માટે રણવીરે ન માત્ર તેમના જેવી શારીરિક ક્ષમતા મેળવી, પરંતુ સાથે જ તેણે કપિલદેવના એ શાનદાર નટરાજ શૉટને પણ અપનાવી લીધો હતો.

  '83'

  ભારત એક એવો દેશ છે જ્યાં ક્રિકેટ અને સિનેમાને ધર્મ માનવામાં આવે છે. એવામાં આ બન્નેનો એક જ પ્રોજેક્ટમાં સમાવેશ કરવો એ એક મોટી બાબત છે. ક્રિકેટ વર્લ્ડ કપમાં ૧૯૮૩માં ભારતને અદ્ભુત જીત મળી હતી. એ વિજયગાથાને ફરી એક વાર ફિલ્મ ‘83’ દ્વારા પડદા પર સાકાર કરવામાં આવશે. આ ફિલ્મને કબીર ખાને ડિરેક્ટ કરી છે. આ સ્પોર્ટ્‌‌સ-ડ્રામા માટે એ વખતના રિયલ હીરોઝ પાસેથી ખાસ સહયોગ પણ લેવામાં આવ્યો છે. ફિલ્મમાં ભૂતપૂર્વ ક્રિકેટર કપિલદેવનું પાત્ર રણવીર સિંહ ભજવી રહ્યો છે. તો તેમની વાઇફના રોલમાં દીપિકા પાદુકોણ દેખાશે. પોતાના પાત્રમાં પ્રાણ પૂરવા માટે રણવીરે ન માત્ર તેમના જેવી શારીરિક ક્ષમતા મેળવી, પરંતુ સાથે જ તેણે કપિલદેવના એ શાનદાર નટરાજ શૉટને પણ અપનાવી લીધો હતો.

  3/8
 • છપાક બે વર્ષ સુધી સિલ્વર સ્ક્રીન પરથી ગાયબ રહેનારી દીપિકા પાદુકોણ ૨૦૨૦માં એક શાનદાર રિયલ લાઇફ સ્ટોરી પર આધારિત ફિલ્મ ‘છપાક’ લઈને આવવાની છે. આ ફિલ્મ ઍસિડ-અટૅક સર્વાઇવર લક્ષ્મી અગરવાલના જીવન પર પ્રકાશ પાડશે. દીપિકા આ ફિલ્મમાં માલતીના રોલને પડદા પર સાકાર કરી રહી છે. ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મને મેઘના ગુલઝારે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં એક આશા અને બહાદુરીને દેખાડવામાં આવી છે. સમાજમાં ફેલાયેલી ખોટી માન્યતાઓને ફિલ્મના માધ્યમથી દેખાડવામાં આવશે. એ તમામ પડકારોને લક્ષ્મીએ કેવી રીતે માત આપી હતી એની સ્ટોરી જોવા મળવાની છે. આ જ કારણ છે કે દીપિકાએ આ ફિલ્મને પ્રોડ્યુસ પણ કરી છે.

  છપાક

  બે વર્ષ સુધી સિલ્વર સ્ક્રીન પરથી ગાયબ રહેનારી દીપિકા પાદુકોણ ૨૦૨૦માં એક શાનદાર રિયલ લાઇફ સ્ટોરી પર આધારિત ફિલ્મ ‘છપાક’ લઈને આવવાની છે. આ ફિલ્મ ઍસિડ-અટૅક સર્વાઇવર લક્ષ્મી અગરવાલના જીવન પર પ્રકાશ પાડશે. દીપિકા આ ફિલ્મમાં માલતીના રોલને પડદા પર સાકાર કરી રહી છે. ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મને મેઘના ગુલઝારે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં એક આશા અને બહાદુરીને દેખાડવામાં આવી છે. સમાજમાં ફેલાયેલી ખોટી માન્યતાઓને ફિલ્મના માધ્યમથી દેખાડવામાં આવશે. એ તમામ પડકારોને લક્ષ્મીએ કેવી રીતે માત આપી હતી એની સ્ટોરી જોવા મળવાની છે. આ જ કારણ છે કે દીપિકાએ આ ફિલ્મને પ્રોડ્યુસ પણ કરી છે.

  4/8
 • થલાઇવી તમે જ્યારે દેશની નીડર મહિલા નેતાની સ્ટોરી કહેવા માગતા હો તો તેમનું પાત્ર ભજવવા માટે તમને બૉલીવુડની બિન્દાસ ઍક્ટરનું નામ યાદ આવી જશે. જયલલિતાની લાઇફને મોટા પડદા પર ‘થલાઇવી’ દ્વારા લઈને કંગના રનોટ આવી રહી છે. તેઓ એક પ્રતિભાશાળી વિદ્યાર્થી હતાં, પરંતુ તેમણે અનિચ્છાએ ફિલ્મોમાં જવું પડ્યું હતું. ભારતીય પૉલિટિક્સમાં તેમનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. જયલલિતાની સ્ટોરી કહેવી જરૂરી છે. જોકે સવાલ એ ઊભો થાય છે કે ડિરેક્ટર એ. એલ. વિજય અને કંગના ફિલ્મમાં જયલલિતાનાં જીવનનાં જે જાણીતાં ન હોય એવાં પાસાં દેખાડશે કે નહીં. સાથે જ એના દ્વારા તેઓ જયલલિતાને એક સાહસી શ્રદ્ધાંજલિ અર્પિત કરશે?

  થલાઇવી

  તમે જ્યારે દેશની નીડર મહિલા નેતાની સ્ટોરી કહેવા માગતા હો તો તેમનું પાત્ર ભજવવા માટે તમને બૉલીવુડની બિન્દાસ ઍક્ટરનું નામ યાદ આવી જશે. જયલલિતાની લાઇફને મોટા પડદા પર ‘થલાઇવી’ દ્વારા લઈને કંગના રનોટ આવી રહી છે. તેઓ એક પ્રતિભાશાળી વિદ્યાર્થી હતાં, પરંતુ તેમણે અનિચ્છાએ ફિલ્મોમાં જવું પડ્યું હતું. ભારતીય પૉલિટિક્સમાં તેમનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. જયલલિતાની સ્ટોરી કહેવી જરૂરી છે. જોકે સવાલ એ ઊભો થાય છે કે ડિરેક્ટર એ. એલ. વિજય અને કંગના ફિલ્મમાં જયલલિતાનાં જીવનનાં જે જાણીતાં ન હોય એવાં પાસાં દેખાડશે કે નહીં. સાથે જ એના દ્વારા તેઓ જયલલિતાને એક સાહસી શ્રદ્ધાંજલિ અર્પિત કરશે?

  5/8
 • શમશેરા અને બ્રહ્માસ્ત્ર રણબીર કપૂર છેલ્લા ઘણા વખતથી ‘બ્રહ્માસ્ત્ર’માં કામ કરી રહ્યો છે. એવામાં તે ૨૦૨૦માં ‘શમશેરા’માં પણ જોવા મળવાનો છે. ‘શમશેરા’માં પહેલી વાર તે ડબલ રોલમાં જોવા મળવાનો છે. કરણ મલ્હોત્રાના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં ૧૮૦૦ના દાયકાની સ્ટોરી દેખાડવામાં આવશે. સાથે જ ડાકુઓની જાતિ પર પણ પ્રકાશ પાડવામાં આવશે, જે બ્રિટિશ રાજ સામે દેશને આઝાદી અપાવવા માટે લડાઈ લડે છે. એવું લાગી રહ્યું છે કે અયાન મુખરજીની ‘બ્રહ્માસ્ત્ર’ પહેલાં ‘શમશેરા’ રિલીઝ થવાની છે?

  શમશેરા અને બ્રહ્માસ્ત્ર

  રણબીર કપૂર છેલ્લા ઘણા વખતથી ‘બ્રહ્માસ્ત્ર’માં કામ કરી રહ્યો છે. એવામાં તે ૨૦૨૦માં ‘શમશેરા’માં પણ જોવા મળવાનો છે. ‘શમશેરા’માં પહેલી વાર તે ડબલ રોલમાં જોવા મળવાનો છે. કરણ મલ્હોત્રાના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં ૧૮૦૦ના દાયકાની સ્ટોરી દેખાડવામાં આવશે. સાથે જ ડાકુઓની જાતિ પર પણ પ્રકાશ પાડવામાં આવશે, જે બ્રિટિશ રાજ સામે દેશને આઝાદી અપાવવા માટે લડાઈ લડે છે. એવું લાગી રહ્યું છે કે અયાન મુખરજીની ‘બ્રહ્માસ્ત્ર’ પહેલાં ‘શમશેરા’ રિલીઝ થવાની છે?

  6/8
 •   લક્ષ્મી બૉમ્બ ‘લક્ષ્મી બૉમ્બ’ની જ્યારથી જાહેરાત થઈ છે ત્યારથી લોકોમાં આ ફિલ્મને લઈને તાલાવેલી વધી ગઈ છે. મેમાં એનો ફર્સ્ટ લુક બહાર પાડ્યા બાદ ડિરેક્ટર રાઘવ લૉરેન્સે આ પ્રોજેક્ટમાંથી હાથ પાછળ ખેંચી લીધા હતા. ૨૦૧૧માં આવેલી તામિલ ‘મુની 2: કંચના’ને રાઘવ લૉરેન્સે પ્રોડ્યુસ, ડિરેક્ટ કરવાની સાથે જ એને લખી પણ હતી. જોકે ‘લક્ષ્મી બૉમ્બ’ના પ્રોડ્યુસર્સ સાથે ક્રીએટિવ મતભેદો નિર્માણ થતાં રાઘવે એ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી. આ ફિલ્મમાં લીડ રોલ ભજવનાર અક્ષયકુમારે તમામ અડચણોને દૂર કરતાં રાઘવના હાથમાં આ ફિલ્મની કમાન ફરીથી સોંપી દીધી હતી. આ ફિલ્મ ઈદમાં સલમાન ખાનની ‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’ સાથે રિલીઝ થવાની છે. ‘લક્ષ્મી બૉમ્બ’ અત્યાર સુધીની અનોખી ફિલ્મ ગણવામાં આવે છે, જે એના માટે એક ઍડ્વાન્ટેજ છે. કોણ એવા સુપરસ્ટારને આવા પાત્રમાં જોવાનું પસંદ નહીં કરે જે એક ટ્રાન્સજેન્ડરના આત્માને પોતાના વશમાં કરી લે છે?

   

  લક્ષ્મી બૉમ્બ

  ‘લક્ષ્મી બૉમ્બ’ની જ્યારથી જાહેરાત થઈ છે ત્યારથી લોકોમાં આ ફિલ્મને લઈને તાલાવેલી વધી ગઈ છે. મેમાં એનો ફર્સ્ટ લુક બહાર પાડ્યા બાદ ડિરેક્ટર રાઘવ લૉરેન્સે આ પ્રોજેક્ટમાંથી હાથ પાછળ ખેંચી લીધા હતા. ૨૦૧૧માં આવેલી તામિલ ‘મુની 2: કંચના’ને રાઘવ લૉરેન્સે પ્રોડ્યુસ, ડિરેક્ટ કરવાની સાથે જ એને લખી પણ હતી. જોકે ‘લક્ષ્મી બૉમ્બ’ના પ્રોડ્યુસર્સ સાથે ક્રીએટિવ મતભેદો નિર્માણ થતાં રાઘવે એ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી. આ ફિલ્મમાં લીડ રોલ ભજવનાર અક્ષયકુમારે તમામ અડચણોને દૂર કરતાં રાઘવના હાથમાં આ ફિલ્મની કમાન ફરીથી સોંપી દીધી હતી. આ ફિલ્મ ઈદમાં સલમાન ખાનની ‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’ સાથે રિલીઝ થવાની છે. ‘લક્ષ્મી બૉમ્બ’ અત્યાર સુધીની અનોખી ફિલ્મ ગણવામાં આવે છે, જે એના માટે એક ઍડ્વાન્ટેજ છે. કોણ એવા સુપરસ્ટારને આવા પાત્રમાં જોવાનું પસંદ નહીં કરે જે એક ટ્રાન્સજેન્ડરના આત્માને પોતાના વશમાં કરી લે છે?

  7/8
 • ગંગુબાઈ કાઠિયાવાડી સલમાન ખાન સાથેની ‘ઇન્શાઅલ્લાહ’ અભરાઈએ ચડાવી દીધા બાદ આલિયા ભટ્ટે હવે સંજય લીલા ભણસાલીની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ એસ. હુસૈન ઝૈદીના પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ’ પર આધારિત છે. ગંગુબાઈ દેહવેપારના વિસ્તાર એવા કામાઠીપુરાની માલકણ છે. તેને બળજબરીપૂર્વક તેનો બૉયફ્રેન્ડ દેહવેપારમાં ધકેલી દે છે. આ ફિલ્મ ૧૧ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.

  ગંગુબાઈ કાઠિયાવાડી

  સલમાન ખાન સાથેની ‘ઇન્શાઅલ્લાહ’ અભરાઈએ ચડાવી દીધા બાદ આલિયા ભટ્ટે હવે સંજય લીલા ભણસાલીની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ એસ. હુસૈન ઝૈદીના પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ’ પર આધારિત છે. ગંગુબાઈ દેહવેપારના વિસ્તાર એવા કામાઠીપુરાની માલકણ છે. તેને બળજબરીપૂર્વક તેનો બૉયફ્રેન્ડ દેહવેપારમાં ધકેલી દે છે. આ ફિલ્મ ૧૧ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.

  8/8
 • loading...

ફોટોઝ વિશે

ટૉમ હૅન્ક્સની જગ્યા આમિર ખાન લઈ રહ્યો છે તો રણવીર સિંહ ઇન્ડિયાના પહેલા ક્રિકેટ વર્લ્ડ કપને જીતવાની ક્ષણને સ્ક્રીન પર લઈને આવી રહ્યો છે. આ વર્ષે બૉલીવુડમાં ઘણાબધા મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ બની રહ્યા છે જેના પર એક નજર કરીએ.

First Published: 1st January, 2020 16:04 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK