તબુની પહેલી ફિલ્મ 1980માં થઈ હતી રિલીઝ, જાણો આવી અજાણી વાતો

Published: May 18, 2019, 11:44 IST | Bhavin
 • તબુનું આખુ નામ તબસ્સુમ ફાતીમા હાશ્મી છે, પણ તેણે સ્ક્રીન નેમ તરીકે તબુ નામ અપનાવ્યું છે. તબુ અતયાર સુધીમાં બોલીવુડની સાથે સાથે અંગ્રેજી, તમિલ, તેલુગુ, મલયાલી, મરાઠી અને બેંગોલી ફિલ્મમાં એક્ટિંગ કરી ચૂકી છે. 

  તબુનું આખુ નામ તબસ્સુમ ફાતીમા હાશ્મી છે, પણ તેણે સ્ક્રીન નેમ તરીકે તબુ નામ અપનાવ્યું છે. તબુ અતયાર સુધીમાં બોલીવુડની સાથે સાથે અંગ્રેજી, તમિલ, તેલુગુ, મલયાલી, મરાઠી અને બેંગોલી ફિલ્મમાં એક્ટિંગ કરી ચૂકી છે. 

  1/12
 • તબુનો જન્મ હૈદરાબાદી મુસ્લિમ પરિવારમાં થયો છે. તબુના જન્મ બાદ જ તેના માતાપિતાએ છૂટાછેડા લીધા હતા. તબુ પોતાના નાના નાની પાસે મોટી થઈ છે.

  તબુનો જન્મ હૈદરાબાદી મુસ્લિમ પરિવારમાં થયો છે. તબુના જન્મ બાદ જ તેના માતાપિતાએ છૂટાછેડા લીધા હતા. તબુ પોતાના નાના નાની પાસે મોટી થઈ છે.

  2/12
 • તબુએ 1985માં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે બોલીવુડમાં ડેબ્યુ કર્યો હતો. તબુએ હમ નૌજવાન નામની દેવ આનંદની ફિલ્મમાં સૌથી પહેલા કામ કર્યું હતું.

  તબુએ 1985માં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે બોલીવુડમાં ડેબ્યુ કર્યો હતો. તબુએ હમ નૌજવાન નામની દેવ આનંદની ફિલ્મમાં સૌથી પહેલા કામ કર્યું હતું.

  3/12
 • હમ નૌજવાન પહેલા પણ તબુએ 1980માં બાઝાર નામની ફિલ્મમાં નાકડો રોલ કર્યો હતો. તબુના મામા ઈશાન આર્ય આ ફિલ્મના ડીઓપી હતા.

  હમ નૌજવાન પહેલા પણ તબુએ 1980માં બાઝાર નામની ફિલ્મમાં નાકડો રોલ કર્યો હતો. તબુના મામા ઈશાન આર્ય આ ફિલ્મના ડીઓપી હતા.

  4/12
 • 1987માં બોની કપૂરે રૂપ કી રાની, ચોરો કા રાજા અને પ્રેમ નામની બે મોટી ફિલ્મની જાહેરાત કરી હતી. જેમાંથી પ્રેમ ફિલ્મમાં સંજય કપૂર સામે તબુને સાઈન કરવામાં આવી હતી. આ ફિલ્મને બનતા 8 વર્ષ લાગ્યા હતા. અને આ ફિલ્મ બોની કપૂરના પ્રોડક્શન કરિયરની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ હતી.

  1987માં બોની કપૂરે રૂપ કી રાની, ચોરો કા રાજા અને પ્રેમ નામની બે મોટી ફિલ્મની જાહેરાત કરી હતી. જેમાંથી પ્રેમ ફિલ્મમાં સંજય કપૂર સામે તબુને સાઈન કરવામાં આવી હતી. આ ફિલ્મને બનતા 8 વર્ષ લાગ્યા હતા. અને આ ફિલ્મ બોની કપૂરના પ્રોડક્શન કરિયરની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ હતી.

  5/12
 • તબુએ એક્ટ્રેસ તરીકે સિલ્વર સ્ક્રીન પર તેલુગુ ફિલ્મ કૂલી નંબર 1થી ડેબ્યુ કર્યો હતો.જેમાં તેમની સામે સાઉથના સુપરસ્ટાર વેંકટેશ હતા. ફિલ્મ 1991માં રિલીઝ થઈ હતી.

  તબુએ એક્ટ્રેસ તરીકે સિલ્વર સ્ક્રીન પર તેલુગુ ફિલ્મ કૂલી નંબર 1થી ડેબ્યુ કર્યો હતો.જેમાં તેમની સામે સાઉથના સુપરસ્ટાર વેંકટેશ હતા. ફિલ્મ 1991માં રિલીઝ થઈ હતી.

  6/12
 • બોલીવુડમાં તબુએ પહેલા પહેલા પ્યાર નામની ફિલ્મથી ડેબ્યુ કર્યો હતો. જો કે તબુની પહેલી હિટ ફિલ્મ 1994માં આવેલી વિજયપથ હતી. જેમાં તેની સામે અજય દેવગણ હતો. આ ફિલ્મ માટે તબુને ફિલ્મફેર બેસ્ટ ફિમેલ ડેબ્યુ એવોર્ડ મળ્યો હતો.

  બોલીવુડમાં તબુએ પહેલા પહેલા પ્યાર નામની ફિલ્મથી ડેબ્યુ કર્યો હતો. જો કે તબુની પહેલી હિટ ફિલ્મ 1994માં આવેલી વિજયપથ હતી. જેમાં તેની સામે અજય દેવગણ હતો. આ ફિલ્મ માટે તબુને ફિલ્મફેર બેસ્ટ ફિમેલ ડેબ્યુ એવોર્ડ મળ્યો હતો.

  7/12
 • 1996માં એક વર્ષમાં તબુની 8 ફિલ્મો રિલીઝ થઈ હતી. જેમાંથી 'સાજન ચલે સસુરાલ' અને 'જીત' બંને સુપરહિટ રહી હતી. આ ઉપરાંત તબુની ચંદ્રચૂડસિંહ સાથેની ફિલ્મ 'માચીસ'ને પણ ક્રિટિક્સે વખાણી હતી.

  1996માં એક વર્ષમાં તબુની 8 ફિલ્મો રિલીઝ થઈ હતી. જેમાંથી 'સાજન ચલે સસુરાલ' અને 'જીત' બંને સુપરહિટ રહી હતી. આ ઉપરાંત તબુની ચંદ્રચૂડસિંહ સાથેની ફિલ્મ 'માચીસ'ને પણ ક્રિટિક્સે વખાણી હતી.

  8/12
 • 2001માં તબુને નેશનલ એવોર્ડનું સન્માન મળ્યુ હતું. મધુર ભંડારકરની ફિલ્મ ચાંદની બારના પર્ફોમન્સને કારણે તબુને આ એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મમાં તબુએ બાર ડાન્સરનો રોલ કર્યો હતો.

  2001માં તબુને નેશનલ એવોર્ડનું સન્માન મળ્યુ હતું. મધુર ભંડારકરની ફિલ્મ ચાંદની બારના પર્ફોમન્સને કારણે તબુને આ એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મમાં તબુએ બાર ડાન્સરનો રોલ કર્યો હતો.

  9/12
 • બોલીવુડ ઉપરાંત તબુએ તેલુગુમાં પણ સુપરહિટ ફિલ્મો આપી છે. નાગાર્જુન સાથેની તેની ફિલ્મ નિન્ને પેલ્લદતાને પણ નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર બેસ્ટ ફીચર ફિલ્મ ઈન તેલુગુનો એવોર્ડ મળ્યો હતો.

  બોલીવુડ ઉપરાંત તબુએ તેલુગુમાં પણ સુપરહિટ ફિલ્મો આપી છે. નાગાર્જુન સાથેની તેની ફિલ્મ નિન્ને પેલ્લદતાને પણ નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર બેસ્ટ ફીચર ફિલ્મ ઈન તેલુગુનો એવોર્ડ મળ્યો હતો.

  10/12
 • તબુની લેટેસ્ટ ફિલ્મ 'દે દે પ્યાર દે' 17 મેના રોજ રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મમાં તેની સાથે ફરી એકવાર અજય દેવગણ લીડ રોલમાં છે.

  તબુની લેટેસ્ટ ફિલ્મ 'દે દે પ્યાર દે' 17 મેના રોજ રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મમાં તેની સાથે ફરી એકવાર અજય દેવગણ લીડ રોલમાં છે.

  11/12
 • વિજયપથ બાદ લગભગ દોઢ દાયકા બાદ અજય દેવગણ અને તબુ સિલ્વર સ્ક્રીન પર કપલ તરીકે સાથે દેખાઈ રહ્યા છે.

  વિજયપથ બાદ લગભગ દોઢ દાયકા બાદ અજય દેવગણ અને તબુ સિલ્વર સ્ક્રીન પર કપલ તરીકે સાથે દેખાઈ રહ્યા છે.

  12/12
 • loading...

ફોટોઝ વિશે

તબુની ફિલ્મ 'દે દે પ્યાર દે' રિલીઝ થઈ ચૂકી છે. દર્શકો ફિલ્મને વખાણી રહ્યા છે, સાથે જ તબુની બ્યુટી અને ફિટનેસના પણ વખાણ થઈ રહ્યા છે. આટલા વર્ષે પણ તબુ હજી એટલી જ ગ્રેસફુલ અને બ્યુટીફુલ લાગી રહી છે. તબુ બોલીવુડમાં આવી તેને 3 દાયકા કરતા વધુ સમય વીત્યો છે. તબુ દેવ આનંદથી લઈ હાલના એક્ટર્સ સાથે કામ કરી ચૂકી છે. જાણો તબુ વિશેની આવી જ અજાણી વાતો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK