Sanjana Sanghi: રૉકસ્ટાર ફિલ્મથી કરી શરૂઆત અને પછી સુશાંત સાથે કરી 'દિલ બેચારા'

Updated: Sep 02, 2020, 17:30 IST | Shilpa Bhanushali
  • સંજના સાંઘીનો જન્મ 2 સપ્ટેમ્બર 1996ના રોજ દિલ્હીમાં થયો. પિતા સંદીપ સાંઘી બિઝનેસમેન છે જ્યારે માતા શગુન સાંઘી હોમમેકર છે.

    સંજના સાંઘીનો જન્મ 2 સપ્ટેમ્બર 1996ના રોજ દિલ્હીમાં થયો. પિતા સંદીપ સાંઘી બિઝનેસમેન છે જ્યારે માતા શગુન સાંઘી હોમમેકર છે.

    1/21
  • સંજનાએ પોતાની જર્નાલિઝ્મની ડિગ્રી મેળવી તેમજ તેણે માસ કોમ્યુનિકેશનમાં પણ ડિગ્રી મેળવી એટલું જ નહીં તેણે એક મીડિયા હાઉસમાં ઇન્ટર્ન તરીકે કામ પણ કર્યું.

    સંજનાએ પોતાની જર્નાલિઝ્મની ડિગ્રી મેળવી તેમજ તેણે માસ કોમ્યુનિકેશનમાં પણ ડિગ્રી મેળવી એટલું જ નહીં તેણે એક મીડિયા હાઉસમાં ઇન્ટર્ન તરીકે કામ પણ કર્યું.

    2/21
  • સંજના સાંઘી ફિલ્મ દિલ બેચારા દ્વારા પોતાના ડેબ્યૂ માટે તૈયાર છે જે ધ ફૉલ્ટની ઇન અવર સ્ટાર્સની બોલીવુડ એડપ્ટેશન છે. આ ફિલ્મ સ્વર્ગીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ છે. 

    સંજના સાંઘી ફિલ્મ દિલ બેચારા દ્વારા પોતાના ડેબ્યૂ માટે તૈયાર છે જે ધ ફૉલ્ટની ઇન અવર સ્ટાર્સની બોલીવુડ એડપ્ટેશન છે. આ ફિલ્મ સ્વર્ગીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ છે. 

    3/21
  • દિલ બેચારા ફિલ્મ સંજના સાંઘીની પહેલી એવી ફિલ્મ છે જેમાં તે લીડ અભિનેત્રી તરીકે જોવા મળશે. જો કે આ પહેલા પણ અભિનેત્રીએ ઘણી ફિલ્મો અને ટીવીની જાહેરાતોમાં કામ કર્યું છે જે ઘણાં ઓછા લોકોને ખ્યાલ હશે.

    દિલ બેચારા ફિલ્મ સંજના સાંઘીની પહેલી એવી ફિલ્મ છે જેમાં તે લીડ અભિનેત્રી તરીકે જોવા મળશે. જો કે આ પહેલા પણ અભિનેત્રીએ ઘણી ફિલ્મો અને ટીવીની જાહેરાતોમાં કામ કર્યું છે જે ઘણાં ઓછા લોકોને ખ્યાલ હશે.

    4/21
  • પોતાના શાળાકીય સમય વિશે યાદ કરતાં સંજના જણાવે છે કે મને ડર હતો જેણે મને વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવા માટે ધકેલી.

    પોતાના શાળાકીય સમય વિશે યાદ કરતાં સંજના જણાવે છે કે મને ડર હતો જેણે મને વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવા માટે ધકેલી.

    5/21
  • સંજનાએ જણાવ્યું કે તે બાળપણમાં ખૂબ જ શરમાળ અને અન્ડરકૉન્ફિડેન્ટ છોકરી રહી.

    સંજનાએ જણાવ્યું કે તે બાળપણમાં ખૂબ જ શરમાળ અને અન્ડરકૉન્ફિડેન્ટ છોકરી રહી.

    6/21
  • 14 વર્ષની વયે સંજના સાંઘીએ પોતાનું ઍક્ટિંગ ડેબ્યૂ ઇમ્તિયાઝ અલીની ફિલ્મ રૉકસ્ટાર દ્વારા કર્યું. આ ફિલ્મમાં સંજનાએ નરગીસ ફખ્રીની નાની બહેનનું પાત્ર ભજવ્યું હતું.

    14 વર્ષની વયે સંજના સાંઘીએ પોતાનું ઍક્ટિંગ ડેબ્યૂ ઇમ્તિયાઝ અલીની ફિલ્મ રૉકસ્ટાર દ્વારા કર્યું. આ ફિલ્મમાં સંજનાએ નરગીસ ફખ્રીની નાની બહેનનું પાત્ર ભજવ્યું હતું.

    7/21
  • "રૉકસ્ટાર હંમેશાં ફિલ્મ કરતા વધારે રહેશે, તે બધાં માટે, જેમણે તે બનાવી અને જેમણે આ ફિલ્મ જોઈ. 14 વર્ષની વિદ્યાર્થીની જે સ્કૂલમાં ભણે છે તેને નથી ખ્યાલ કે તેની આસપાસ એવું કયું તત્વ છે જે કામ કરી રહ્યું છે. મને તે ફિલ્મ વિશે બધું યાદ નથી પણ હા, અમુક ફેરફાર, અમુક બાબતો, અમુક ભાવનાઓ, અને કાશમીરની તે ગલીઓ, ધર્મશાળા, અને દિલ્હી બધું ખૂબ જ સારી રીતે યાદ છે." આવું સાંજના સાંઘીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે.

    "રૉકસ્ટાર હંમેશાં ફિલ્મ કરતા વધારે રહેશે, તે બધાં માટે, જેમણે તે બનાવી અને જેમણે આ ફિલ્મ જોઈ. 14 વર્ષની વિદ્યાર્થીની જે સ્કૂલમાં ભણે છે તેને નથી ખ્યાલ કે તેની આસપાસ એવું કયું તત્વ છે જે કામ કરી રહ્યું છે. મને તે ફિલ્મ વિશે બધું યાદ નથી પણ હા, અમુક ફેરફાર, અમુક બાબતો, અમુક ભાવનાઓ, અને કાશમીરની તે ગલીઓ, ધર્મશાળા, અને દિલ્હી બધું ખૂબ જ સારી રીતે યાદ છે." આવું સાંજના સાંઘીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે.

    8/21
  • 11 નવેમ્બર, 2019માં તેણે કૅપ્શન સાથે એક તસવીર શૅર કરી જેમાં તેણે લખ્યું કે, "8 years of the magic that’ll cease to ever exist again, 8 years of start of something so beautiful, 8 years of undying gratitude."

    11 નવેમ્બર, 2019માં તેણે કૅપ્શન સાથે એક તસવીર શૅર કરી જેમાં તેણે લખ્યું કે, "8 years of the magic that’ll cease to ever exist again, 8 years of start of something so beautiful, 8 years of undying gratitude."

    9/21
  • રૉકસ્ટારને કારણે તેને ઘણી ટીવી કમર્શિયલ્સમાંથી ઑફર મળવા લાગી અને ધીમે ધીમે સંજનાએ પોતાનો રસ્તો બનાવ્યો.

    રૉકસ્ટારને કારણે તેને ઘણી ટીવી કમર્શિયલ્સમાંથી ઑફર મળવા લાગી અને ધીમે ધીમે સંજનાએ પોતાનો રસ્તો બનાવ્યો.

    10/21
  • લેડી શ્રી રામ કૉલેજ ઑફ કૉમર્સમાં ભણતી વખતે જ તેને કમર્શિયલ ઑફર્સ મળવા લાગી અને તેણે હૅર ઑઇલ, જ્વેલરી અને ફૂડ પ્રૉડક્ટ્સના પ્રમોશન માટે કામ પણ કર્યું.

    લેડી શ્રી રામ કૉલેજ ઑફ કૉમર્સમાં ભણતી વખતે જ તેને કમર્શિયલ ઑફર્સ મળવા લાગી અને તેણે હૅર ઑઇલ, જ્વેલરી અને ફૂડ પ્રૉડક્ટ્સના પ્રમોશન માટે કામ પણ કર્યું.

    11/21
  • ખૂબ જ ઓછા લોકોને ખબર છે કે શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત કૉલેજ દરમિયાન સંજના સાંઘીની સીનિયર રહી ચૂકી છે. તે બન્નેએ એક જ કૉલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. મીરા રાજપૂતે 2015માં ગ્રેજ્યુએશન કર્યું જ્યારે સંજના સાંઘીએ 2017માં પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું.

    ખૂબ જ ઓછા લોકોને ખબર છે કે શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત કૉલેજ દરમિયાન સંજના સાંઘીની સીનિયર રહી ચૂકી છે. તે બન્નેએ એક જ કૉલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. મીરા રાજપૂતે 2015માં ગ્રેજ્યુએશન કર્યું જ્યારે સંજના સાંઘીએ 2017માં પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું.

    12/21
  • સંજના સ્કૂલના સમયથી જ ખૂબ જ હોંશિયાર વિદ્યાર્થિની રહી. સંજનાને શાળાકાળ દરમિયાન LK Advani દ્વારા અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પછી તે દિલ્હી યુનિવર્સિટીમાંથી ટૉપર તરીકે પણ ઝળકી આવી.

    સંજના સ્કૂલના સમયથી જ ખૂબ જ હોંશિયાર વિદ્યાર્થિની રહી. સંજનાને શાળાકાળ દરમિયાન LK Advani દ્વારા અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પછી તે દિલ્હી યુનિવર્સિટીમાંથી ટૉપર તરીકે પણ ઝળકી આવી.

    13/21
  • જર્નાલિઝ્મ કરતી વખતે સંજનાએ જાણીતી ચેનલ બીબીસીમાં પોતાની ઇન્ટર્નશિપ પણ કરી.

    જર્નાલિઝ્મ કરતી વખતે સંજનાએ જાણીતી ચેનલ બીબીસીમાં પોતાની ઇન્ટર્નશિપ પણ કરી.

    14/21
  • સંજના જો અભિનેત્રી ન બની હોત તો ચોક્કસ તે જર્નાલિસ્ટ હોત.

    સંજના જો અભિનેત્રી ન બની હોત તો ચોક્કસ તે જર્નાલિસ્ટ હોત.

    15/21
  • સંજનાએ જાણીતાં ભારતીય પ્લેટફૉર્મ 'યુથ કી આવાઝ' માટે ફીચર રાઇટિંગ પણ કર્યું છે. તેણે માર્કેટિંગ ટ્રેઇની તરીકે વાયાકૉમ મોશન પિક્ચર્સ માટે પણ કામ કર્યું.

    સંજનાએ જાણીતાં ભારતીય પ્લેટફૉર્મ 'યુથ કી આવાઝ' માટે ફીચર રાઇટિંગ પણ કર્યું છે. તેણે માર્કેટિંગ ટ્રેઇની તરીકે વાયાકૉમ મોશન પિક્ચર્સ માટે પણ કામ કર્યું.

    16/21
  • સંજના ફુકરે રિટર્ન્સમાં પણ જોવા મળી. તેણે ફિલ્મમાં Kattyનું પાત્ર ભજવ્યું હતું.

    સંજના ફુકરે રિટર્ન્સમાં પણ જોવા મળી. તેણે ફિલ્મમાં Kattyનું પાત્ર ભજવ્યું હતું.

    17/21
  • 2018માં ફોક્સ સ્ટાર સ્ટુડિયો દ્વારા જાહેરાત કરવામાં આવી કે સંજના તેમની ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકેનું પાત્ર ભજવશે. જે પછીથી ફિલ્મનું નામ દિલ બેચારા પાડવામાં આવ્યું.

    2018માં ફોક્સ સ્ટાર સ્ટુડિયો દ્વારા જાહેરાત કરવામાં આવી કે સંજના તેમની ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકેનું પાત્ર ભજવશે. જે પછીથી ફિલ્મનું નામ દિલ બેચારા પાડવામાં આવ્યું.

    18/21
  • આ ફિલ્મ સંજનાની મુખ્ય અભિનેત્રી તરીકેની પહેલી ફિલ્મ છે જે તેણે સુશાંત સિંહ રાજપૂત સાથે કરી છે. આ ફિલ્મનું દિગ્દર્શન મુકેશ છાબરાએ કર્યું છે.

    આ ફિલ્મ સંજનાની મુખ્ય અભિનેત્રી તરીકેની પહેલી ફિલ્મ છે જે તેણે સુશાંત સિંહ રાજપૂત સાથે કરી છે. આ ફિલ્મનું દિગ્દર્શન મુકેશ છાબરાએ કર્યું છે.

    19/21
  • દિલ બેચારા ફિલ્મ ઓટીટી પ્લેટફૉર્મ ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પર 24 જુલાઇના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મ માટે અભિનેત્રીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

    દિલ બેચારા ફિલ્મ ઓટીટી પ્લેટફૉર્મ ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પર 24 જુલાઇના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મ માટે અભિનેત્રીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

    20/21
  • હોલીવુડ ફિલ્મ ધ ફૉલ્ટ ઇન અવર સ્ટાર જે જૉન ગ્રીનની બેસ્ટ સેલિંગ નવલકથા પરથી બનાવવામાં આવી છે તેનું બોલીવુડ અડાપ્ટેશન છે સુશાંત અને સંજનાની ફિલ્મ દિલ બેચારા.

    હોલીવુડ ફિલ્મ ધ ફૉલ્ટ ઇન અવર સ્ટાર જે જૉન ગ્રીનની બેસ્ટ સેલિંગ નવલકથા પરથી બનાવવામાં આવી છે તેનું બોલીવુડ અડાપ્ટેશન છે સુશાંત અને સંજનાની ફિલ્મ દિલ બેચારા.

    21/21
  • loading...

ફોટોઝ વિશે

2 સપ્ટેમ્બર સંજના સાંઘીનો (Sanjana Sanghi) જન્મદિવસ છે. સંજના સાંઘીએ રણબીર કપૂર સાથે રૉકસ્ટાર અને ઇરફાન ખાન સાથે હિન્દી મીડિયમ જેવી ફિલ્મો દ્વારા બોલીવુડમાં પોતાના કરિઅરની શરૂઆત કરી. દિલ બેચારામાં સુશાંત સિંહ રાજપૂતની (Sushant Singh Rajput) સામેનું પાત્ર ભજવનારી સંજના સાંઘી આ ફિલ્મ દ્વારા પોતાનું લીડીંગ ડેબ્યૂ કરી ચૂકી છે. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK