મોસ્ટ લવેબલ ટીવી કપલ હિતેન તેજવાની અને ગૌરી પ્રધાનની લવ સ્ટોરી છે બ્યુટીફુલ, જાણો અહીં

Updated: Sep 16, 2020, 19:17 IST | Rachana Joshi
 • ગૌરી પ્રધાન જમ્મુની છે અને તે એક આર્મી ઓફિસરની દીકરી છે. જ્યારે હિતેન તેજવાની સિંધી પરિવારનો છે.

  ગૌરી પ્રધાન જમ્મુની છે અને તે એક આર્મી ઓફિસરની દીકરી છે. જ્યારે હિતેન તેજવાની સિંધી પરિવારનો છે.

  1/22
 • વર્ષ 1999માં હિતેન તેજવાની એક એડ ફિલ્મના શૂટિંગ માટે બેન્ગલોર જઈ રહ્યો હતો. ત્યારે તેની પ્રથમ મુલાકાત ગૌરી પ્રધાન સાથે એરપોર્ટ પર થઈ હતી.

  વર્ષ 1999માં હિતેન તેજવાની એક એડ ફિલ્મના શૂટિંગ માટે બેન્ગલોર જઈ રહ્યો હતો. ત્યારે તેની પ્રથમ મુલાકાત ગૌરી પ્રધાન સાથે એરપોર્ટ પર થઈ હતી.

  2/22
 • બન્નેની પ્રથમ મુલાકાત સાબુની એડવર્ટાઈઝના શૂટિંગ વખતે થઈ હતી. પ્રથમ મુલાકાતમાં હિતેન, ગૌરીની સાદગી પર ફિદા થઈ ગયો હતો. જોકે, સેટ પર ગૌરી બહુ સિરિયસ રહેતી હતી એટલે હિતેનની તેની સાથે વાર કરવાની ક્યારેય હિંમત જ નહોતી થઈ.

  બન્નેની પ્રથમ મુલાકાત સાબુની એડવર્ટાઈઝના શૂટિંગ વખતે થઈ હતી. પ્રથમ મુલાકાતમાં હિતેન, ગૌરીની સાદગી પર ફિદા થઈ ગયો હતો. જોકે, સેટ પર ગૌરી બહુ સિરિયસ રહેતી હતી એટલે હિતેનની તેની સાથે વાર કરવાની ક્યારેય હિંમત જ નહોતી થઈ.

  3/22
 • એડ ફિલ્મનું શૂટિંગ પતી ગયા પછી બન્ને જણ પોતપોતાના કામે પાછા ફરી ગયા હતા. ત્યારપછી બન્નેની મુલાકાત સિરિયલ 'કુટુંબ'ના સેટ પર થઈ હતી. એડ ફિલ્મમાં બન્નેની જોડી લોકોને ખુબ પસંદ આવતા આ સિરિયલમાં બન્નેને કાસ્ટ કરવામાં આવ્યા હતા.

  એડ ફિલ્મનું શૂટિંગ પતી ગયા પછી બન્ને જણ પોતપોતાના કામે પાછા ફરી ગયા હતા. ત્યારપછી બન્નેની મુલાકાત સિરિયલ 'કુટુંબ'ના સેટ પર થઈ હતી. એડ ફિલ્મમાં બન્નેની જોડી લોકોને ખુબ પસંદ આવતા આ સિરિયલમાં બન્નેને કાસ્ટ કરવામાં આવ્યા હતા.

  4/22
 • 'કુટુંબ' શોમાં બન્નેની કેમેસ્ટ્રી ફૅન્સને બહુ પસંદ પડી હતી. ત્યાર પછી એકતા કપૂરે ગૌરી અને હિતેનને અનેક સિરિયલોમાં કાસ્ટ કર્યા હતા.

  'કુટુંબ' શોમાં બન્નેની કેમેસ્ટ્રી ફૅન્સને બહુ પસંદ પડી હતી. ત્યાર પછી એકતા કપૂરે ગૌરી અને હિતેનને અનેક સિરિયલોમાં કાસ્ટ કર્યા હતા.

  5/22
 • 'કુટુંબ' પછી 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી' અને 'ઘર એક મંદિર' સિરિયલમાં ગૌરી પ્રધાન અને હિતેન તેજવાની સાથે દેખાયા હતા અને અહીંથી જ તેમના પ્રેમની શરૂઆત થઈ હતી.

  'કુટુંબ' પછી 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી' અને 'ઘર એક મંદિર' સિરિયલમાં ગૌરી પ્રધાન અને હિતેન તેજવાની સાથે દેખાયા હતા અને અહીંથી જ તેમના પ્રેમની શરૂઆત થઈ હતી.

  6/22
 • શરૂઆતમાં ગૌરીને હિતેન ગમતો નહોતો. પરંતુ ધીમે ધીમે બન્ને એકબીજા તરફ આકર્ષાતા ગયા અને પછી એકબીજાને ગમવા લાગ્યા. ત્યારબાદ પ્રેમ અને લગ્નમાં આ સંબંધ પરિણમ્યો હતો.

  શરૂઆતમાં ગૌરીને હિતેન ગમતો નહોતો. પરંતુ ધીમે ધીમે બન્ને એકબીજા તરફ આકર્ષાતા ગયા અને પછી એકબીજાને ગમવા લાગ્યા. ત્યારબાદ પ્રેમ અને લગ્નમાં આ સંબંધ પરિણમ્યો હતો.

  7/22
 • ગૌરી પ્રધાને 29 એપ્રિલ 2004ના રોજ હિતેન તેજવાની સાથે લગ્ન કર્યા હતા. ત્યારે હિતેનની ઉંમર 30 વર્ષની હતી અને ગૌરી તેના કરતા ઉંમરમાં ચાર વર્ષ મોટી હતી. આ વર્ષે તેમના સફળ લગ્નજીવનને 16 વર્ષ પુરા થયા છે.

  ગૌરી પ્રધાને 29 એપ્રિલ 2004ના રોજ હિતેન તેજવાની સાથે લગ્ન કર્યા હતા. ત્યારે હિતેનની ઉંમર 30 વર્ષની હતી અને ગૌરી તેના કરતા ઉંમરમાં ચાર વર્ષ મોટી હતી. આ વર્ષે તેમના સફળ લગ્નજીવનને 16 વર્ષ પુરા થયા છે.

  8/22
 • એવું કહેવાય છે કે, ગૌરી પ્રધાન અને હિતેન તેજવાનીએ વર્ષ 2002માં જ રજિર્સ્ટડ કોર્ટ મેરેજ કરી લીધા હતા અને પછી બે વર્ષ બાદ પરિવારની હાજરીમાં લગ્ન કર્યા હતા.

  એવું કહેવાય છે કે, ગૌરી પ્રધાન અને હિતેન તેજવાનીએ વર્ષ 2002માં જ રજિર્સ્ટડ કોર્ટ મેરેજ કરી લીધા હતા અને પછી બે વર્ષ બાદ પરિવારની હાજરીમાં લગ્ન કર્યા હતા.

  9/22
 • 2004માં લગ્ન કર્યા ત્યારે ગૌરી પ્રધાન અને હિતેન તેજવાનીએ રિસેપ્શન રાખ્યું હતું. જેને ટેલિવિઝનના લગભગ બધા જ સેલેબ્ઝે અટેન્ડ કર્યું હતું.

  2004માં લગ્ન કર્યા ત્યારે ગૌરી પ્રધાન અને હિતેન તેજવાનીએ રિસેપ્શન રાખ્યું હતું. જેને ટેલિવિઝનના લગભગ બધા જ સેલેબ્ઝે અટેન્ડ કર્યું હતું.

  10/22
 • ગૌરી પ્રધાન સાથે લગ્ન કરતા પહેલા હિતેન તેજવાનીએ લગ્ન કર્યા હતા. પરંતુ તેના પહેલા લગ્ન માત્ર 11 મહિના જ ટક્યા હતા.

  ગૌરી પ્રધાન સાથે લગ્ન કરતા પહેલા હિતેન તેજવાનીએ લગ્ન કર્યા હતા. પરંતુ તેના પહેલા લગ્ન માત્ર 11 મહિના જ ટક્યા હતા.

  11/22
 • ફરીથી લગ્ન કરવા વિશે વાત કરતાં હિતેન તેજવાણીએ મિડ-ડેને કહ્યું હતું કે, યોગ્ય ઉંમરે લગ્ન કરવા કરતા ભાવનાત્મક પરિપક્વતા અને નાણાકીય રીતે સ્વતંત્ર હોવ ત્યારે લગ્ન કરવા વધુ યોગ્ય છે. તમાર જીવનસાથીની જવાબદારી ઉપાડવા તૈયાર રહેવું પડે છે. કોઈપણ વસ્તુના અંત સુધી પહોંચવા પહેલા વિચાર કરવો જરૂરી છે. લાંબા ગાળાનું આયોજન બહુ જરૂરી છે.

  ફરીથી લગ્ન કરવા વિશે વાત કરતાં હિતેન તેજવાણીએ મિડ-ડેને કહ્યું હતું કે, યોગ્ય ઉંમરે લગ્ન કરવા કરતા ભાવનાત્મક પરિપક્વતા અને નાણાકીય રીતે સ્વતંત્ર હોવ ત્યારે લગ્ન કરવા વધુ યોગ્ય છે. તમાર જીવનસાથીની જવાબદારી ઉપાડવા તૈયાર રહેવું પડે છે. કોઈપણ વસ્તુના અંત સુધી પહોંચવા પહેલા વિચાર કરવો જરૂરી છે. લાંબા ગાળાનું આયોજન બહુ જરૂરી છે.

  12/22
 • 11 નવેમ્બર 2009ના રોજ ગૌરી પ્રધાને ટ્વીન્સને જન્મ આપ્યો હતો. ગૌરી અને હિતેન અવારનવાર દીકરા નિવાન અને દીકરી કાત્યા સાથેની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરતા હોય છે.

  11 નવેમ્બર 2009ના રોજ ગૌરી પ્રધાને ટ્વીન્સને જન્મ આપ્યો હતો. ગૌરી અને હિતેન અવારનવાર દીકરા નિવાન અને દીકરી કાત્યા સાથેની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરતા હોય છે.

  13/22
 • 2009માં બાળકોને જન્મ આપ્યા પછી ગૌરી પ્રધાને કામમાંથી પાંચ વર્ષનો લાંબો બ્રેક લીધો હતો.

  2009માં બાળકોને જન્મ આપ્યા પછી ગૌરી પ્રધાને કામમાંથી પાંચ વર્ષનો લાંબો બ્રેક લીધો હતો.

  14/22
 • ગૌરી પ્રધાન અને હિતેન તેજવાનીએ 'નચ બલિયે 2', 'જોડી કમાલ કી', 'કભી કભી પ્યાર, કભી કભી યાર' અને 'નચ બલિયે 4' જેવા અનેક રિયાલીટી શોમાં ભાગ લીધો છે.

  ગૌરી પ્રધાન અને હિતેન તેજવાનીએ 'નચ બલિયે 2', 'જોડી કમાલ કી', 'કભી કભી પ્યાર, કભી કભી યાર' અને 'નચ બલિયે 4' જેવા અનેક રિયાલીટી શોમાં ભાગ લીધો છે.

  15/22
 • ગૌરી અને હિતેન એકસાથે ટેલિવિઝન પર છેલ્લે વર્ષ 2009માં 'કુમકુમ'માં દેખાયા હતા.

  ગૌરી અને હિતેન એકસાથે ટેલિવિઝન પર છેલ્લે વર્ષ 2009માં 'કુમકુમ'માં દેખાયા હતા.

  16/22
 • ટેલિવિઝ ન પર ગૌરી અને હિતેન સાથે પાછા ક્યારે દેખાશે એ બાબતે એક ઈન્ટરવ્યૂમાં ગૌરી પ્રધાને કહ્યું હતું કે, બધાની ઈચ્છા છે કે હું અને હિતેન સાથે કામ કરીએ. પરંતુ હજી સુધી અમને એવી કોઈ ઓફર આવી નથી. પણ અમે જલ્દી સાથે કામ કરીશું.

  ટેલિવિઝ ન પર ગૌરી અને હિતેન સાથે પાછા ક્યારે દેખાશે એ બાબતે એક ઈન્ટરવ્યૂમાં ગૌરી પ્રધાને કહ્યું હતું કે, બધાની ઈચ્છા છે કે હું અને હિતેન સાથે કામ કરીએ. પરંતુ હજી સુધી અમને એવી કોઈ ઓફર આવી નથી. પણ અમે જલ્દી સાથે કામ કરીશું.

  17/22
 • ગૌરી અને હિતેન જાહેરમાં હોય કે પછી સોશ્યલ મીડિયામાં હંમેશા પોતાનો પ્રેમ વ્યક્ત કરતા હોય છે.

  ગૌરી અને હિતેન જાહેરમાં હોય કે પછી સોશ્યલ મીડિયામાં હંમેશા પોતાનો પ્રેમ વ્યક્ત કરતા હોય છે.

  18/22
 • બન્ને જણને ટ્રાવેલિંગનો અને ફરવાનો બહુ જ શોખ છે અને તેઓ હંમેશા સાથે ક્યાંકને ક્યાંક ફરવા જતા હોય છે.

  બન્ને જણને ટ્રાવેલિંગનો અને ફરવાનો બહુ જ શોખ છે અને તેઓ હંમેશા સાથે ક્યાંકને ક્યાંક ફરવા જતા હોય છે.

  19/22
 • ગૌરી પ્રધાન અને હિતેન તેજવાનીને ટીવીના મોસ્ટ લવેબલ કપલમાંથી એક ગણવામાં આવે છે. ટીવી સેલેબ્ઝ પણ તેમના વિશે આ જ કહે છે.

  ગૌરી પ્રધાન અને હિતેન તેજવાનીને ટીવીના મોસ્ટ લવેબલ કપલમાંથી એક ગણવામાં આવે છે. ટીવી સેલેબ્ઝ પણ તેમના વિશે આ જ કહે છે.

  20/22
 • ગૌરી પ્રધાન અને હિતેન તેજવાનીના સંબંધો મોટા ભાગ સેલિબ્રિટીથી વિપરીત છે. તેમણે એક મજબુત લગ્નજીવનનું ઉદાહરણ આપ્યું છે.

  ગૌરી પ્રધાન અને હિતેન તેજવાનીના સંબંધો મોટા ભાગ સેલિબ્રિટીથી વિપરીત છે. તેમણે એક મજબુત લગ્નજીવનનું ઉદાહરણ આપ્યું છે.

  21/22
 • આ લવેબલ કપલને ફરી ટીવી પર જોવા માટે સહુ કોઈ ઉત્સુક છે. તમે પણ છો ને?

  આ લવેબલ કપલને ફરી ટીવી પર જોવા માટે સહુ કોઈ ઉત્સુક છે. તમે પણ છો ને?

  22/22
 • loading...

ફોટોઝ વિશે

ટેલિવિઝન અભિનેત્રી ગૌરી પ્રધાનનો આજે એટલે કે 16 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. ગૌરી પ્રધાન (Gauri Pradhan) અને હિતેન તેજવાની (Hiten Tejwani) ટીવીના મોસ્ટ લવેબલ કપલમાંથી એક છે. આ તસવીરો પણ કહી આપે છે કે, શા માટે તેમને મોસ્ટ લવેબલ કપલ કહેવામાં આવે છે. આજના આ અવસરે જાણીએ ગૌરી પ્રધાન અને હિતેન તેજવાનીની લવસ્ટોરી.

(તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK