Daggubatti Venkatesh Birthday: 'અનાડી' અને 'તકદીરવાલા' ફેમ અભિનેતાનો જુઓ આ રૂપ
Published: 13th December, 2020 15:26 IST | Shilpa Bhanushali
અભિનેતા વેન્કટેશએ અનેક હિટ ફિલ્મો આપી છે તેથી તેમને 'વિક્ટ્રી વેન્કટેશ'ના નામે પણ ઓળખવામાં આવે છે. વેન્કટેશનો જન્મ 13 ડિસેમ્બર 1960માં આંધ્રપ્રદેશમાં થયો. બાળ કલાકાર તરીકે તેમણે પહેલી ફિલ્મ પ્રેમ નગરમાં કામ કર્યું હતું. તે સમયે તે 11 વર્ષના હતા. વેન્કટેશના પિતા ડૉ. રામાનાયડૂ દગ્ગૂબાતી ફેમસ ફિલ્મમેકર અને પૂર્વ સાંસદ હતા.
1/5
સુરેશ પ્રૉડક્શન ચલાવનારા સુરેશ બાબુ દગ્ગૂબાતીના મોટા ભાઇ છે. વેન્કટેશે પોતાનું ગ્રેજ્યુએશન ચેન્નઇના લૉયેલા કૉલેજમાંથી કર્યું છે. જેના પછી તેમણે યૂએસના મોનીટરી ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ટરનેશનલ સ્ટડીઝમાં એમબીએ કર્યું. 32 વર્ષના ફિલ્મી કરિઅરમાં તેમણે 80થી વધારે ફીચર ફિલ્મો કરવાની તક મળી.
2/5
આ ખૂબ જ ઓછા લોકો જાણે કે વેન્કટેશ ફિલ્મ પ્રૉડક્શનમાં જવા માગતા હતા પણ પછી તે તેલુગુ ફિલ્મના અભિનેતા બન્યા. વેન્કટેશે પોતાના ફિલ્મી કરિઅરની શરૂઆત 1986માં આવેલી ફિલ્મ 'કલિયુગા પાંડાવુલુ' સાથે કરી. આ ફિલ્મ માટે તેમને પ્રતિષ્ઠિત પુરસ્કાર નંદી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
3/5
વેન્કટેશે બોલીવુડમાં પોતાના કરિઅરની શરૂઆત કરિશ્મા કપૂર સાથે ફિલ્મ 'અનાડી' દ્વારા કરી. આ ફિલ્મ ત્યારની સૌથી મોટી સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી અને ત્યાર પછી બોલીવુડમાં પણ તેમની ઓળખ બની. અનાડી પછી તેમણે 1995માં આવેલી ફિલ્મ 'તકદીરવાલા'માં કામ કરવાની તક મળી ફિલ્મોમાં બહેતરીન અભિનયને કારણે પાંચ વાર ફિલ્મફૅર અને સાતવાર નંદી અવૉર્ડથી સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે.
4/5
1985માં તેમણે નીરજા સાથે લગ્ન કર્યા. તેમને ત્રણ દીકરીઓ અને એક દીકરો છે. દીકરાનું નામ અર્જુન રામનાથ દગ્ગુબાતી છે. દીકરીઓ આશ્રિતા, હયાવાહિની અને ભાવના હંમેશાં લાઇમલાઇટથી દૂર રહી છે. વેન્કટેશ લગ્ઝરી લાઇફસ્ટારઇલ માટે જાણીતા છે.
5/5
ફોટોઝ વિશે
સાઉથની ફિલ્મોના જાણીતા અભિનેતા દગ્ગુબાતી વેન્કટેશનો આજે જન્મદિવસ છે ત્યારે જાણો તેમના વિશે કેટલીક અજાણી વાતો... (તસવીર સૌજન્ય ઇન્સ્ટાગ્રામ)
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK