સબ ટીવીનો સૌથી પોપ્યુલર અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ આજે ઘર-ઘરમાં સૌનો પ્રિય બની ગયો છે. આ શૉએ 13 વર્ષથી દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના ચાહકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે. જોકે શૉના ઘણા કલાકારોએ આ શૉ છોડી દીધો છે. પણ છતાં આ શૉની ટીઆરપી નંબર વન પર રહી છે. આજે અમે તમને જણાવીશું તારક મહેતામાં જોવા મળેલી રોશન ભાભી ઉર્ફે જેનિફર મિસ્ત્રી બંસીવાલ વિશે. તેઓ આજે પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને એમનો જન્મ 27 નવેમ્બર 1978ના રોજ જબલપુરમાં થયો છે.
તસવીર સૌજન્ય - જેનિફર મિસ્ત્રી બંસીવાલ ઈન્સ્ટાગ્રામ