Happy Birthday:પહેલી જ ફિલ્મથી જાણીતી થયેલી અભિનેત્રી પ્રીતિ જાંગિયાની,જાણો વધુ

Updated: Aug 18, 2020, 15:26 IST | Shilpa Bhanushali
  • પ્રીતિ જાંગિયાનીનો જન્મ 18 ઑગસ્ટ 1980માં થયો હતો. તેમણે મલયાલમ ફિલ્મ મજ્હાવિલ્લૂ દ્વારા અભિનયની શરૂઆત કરી.

    પ્રીતિ જાંગિયાનીનો જન્મ 18 ઑગસ્ટ 1980માં થયો હતો. તેમણે મલયાલમ ફિલ્મ મજ્હાવિલ્લૂ દ્વારા અભિનયની શરૂઆત કરી.

    1/18
  • અભિનેત્રીની પહેલી બોલીવુડ ફિલ્મ મોહબ્બતે હતી. આ ફિલ્મ 2000ની સાલમાં રિલીઝ થઈ હતી.

    અભિનેત્રીની પહેલી બોલીવુડ ફિલ્મ મોહબ્બતે હતી. આ ફિલ્મ 2000ની સાલમાં રિલીઝ થઈ હતી.

    2/18
  • ફિલ્મ મોહબ્બતેમાં પ્રીતિ જાંગિયાનીનું પાત્ર દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય થયું. મોહબ્બતેંની સફળતા બાદ દર્શકો વચ્ચે પ્રીતિ જાંગિયાનીની ખૂબ જ ચર્ચા થવા લાગી હતી, પણ તે ધીમે ધીમે હિન્દી સિનેમામાંથી ગાયબ થતી ગઈ.

    ફિલ્મ મોહબ્બતેમાં પ્રીતિ જાંગિયાનીનું પાત્ર દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય થયું. મોહબ્બતેંની સફળતા બાદ દર્શકો વચ્ચે પ્રીતિ જાંગિયાનીની ખૂબ જ ચર્ચા થવા લાગી હતી, પણ તે ધીમે ધીમે હિન્દી સિનેમામાંથી ગાયબ થતી ગઈ.

    3/18
  • ફિલ્મ મોહબ્તે બાદ પ્રીતિ જાંગિયાની ન તુમ જાનો ન હમ, અનર્થ, બાજ, આવારા પાગલ દીવાના અને એલઓસી કારગિલ સહિત ઘણી અન્ય ફિલ્મોમાં જોવા મળી. પણ આ બધી ફિલ્મોમાં તે પોતાની પહેલી ફિલ્મ જેવી ખ્યાતિ મેળવી શકી નહીં.

    ફિલ્મ મોહબ્તે બાદ પ્રીતિ જાંગિયાની ન તુમ જાનો ન હમ, અનર્થ, બાજ, આવારા પાગલ દીવાના અને એલઓસી કારગિલ સહિત ઘણી અન્ય ફિલ્મોમાં જોવા મળી. પણ આ બધી ફિલ્મોમાં તે પોતાની પહેલી ફિલ્મ જેવી ખ્યાતિ મેળવી શકી નહીં.

    4/18
  • બોલીવુડમાં ખાસ સફળતા ન મળતાં પ્રીતિ જાંગિયાનીએ ફરી સાઉથ સિનેમા તરફ વળવાનો નિર્ણય લીધો.

    બોલીવુડમાં ખાસ સફળતા ન મળતાં પ્રીતિ જાંગિયાનીએ ફરી સાઉથ સિનેમા તરફ વળવાનો નિર્ણય લીધો.

    5/18
  • બોલીવુડ બાદ પ્રીતિ જાંગિયાનીએ તામિલ, તેલુગૂ, પંજાબી અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું. 

    બોલીવુડ બાદ પ્રીતિ જાંગિયાનીએ તામિલ, તેલુગૂ, પંજાબી અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું. 

    6/18
  • પ્રીતિ જાંગિયાનીએ વર્ષ 2008માં મૉડલ અને અભિનેતા પરવીન ડબાસ સાથે લગ્ન કર્યા હતા. 

    પ્રીતિ જાંગિયાનીએ વર્ષ 2008માં મૉડલ અને અભિનેતા પરવીન ડબાસ સાથે લગ્ન કર્યા હતા. 

    7/18
  • 11 એપ્રિલ 2011ના રોજ પ્રીતિએ દીકરાને જન્મ આપ્યો. 

    11 એપ્રિલ 2011ના રોજ પ્રીતિએ દીકરાને જન્મ આપ્યો. 

    8/18
  • 27 સપ્ટેમ્બર 2016ના રોજ અભિનેત્રીએ બીજા દીકરાને જન્મ આપ્યો.

    27 સપ્ટેમ્બર 2016ના રોજ અભિનેત્રીએ બીજા દીકરાને જન્મ આપ્યો.

    9/18
  • ફિલ્મોથી ભલે દૂર હોય પણ પ્રીતિ સોશિયલ મીડિયા પર હજી પણ એટલી જ સક્રીય છે. અને પોતાની તસવીર શૅર કરતી રહે છે.

    ફિલ્મોથી ભલે દૂર હોય પણ પ્રીતિ સોશિયલ મીડિયા પર હજી પણ એટલી જ સક્રીય છે. અને પોતાની તસવીર શૅર કરતી રહે છે.

    10/18
  • 40 વર્ષની વયે પણ પ્રીતિ જાંગિયાની પોતાને ફીટ રાખે છે. જો કે સમય પ્રમાણે તેમના લૂક્સમાં ઘણાં ફેરફાર જોવા મળ્યા છે.

    40 વર્ષની વયે પણ પ્રીતિ જાંગિયાની પોતાને ફીટ રાખે છે. જો કે સમય પ્રમાણે તેમના લૂક્સમાં ઘણાં ફેરફાર જોવા મળ્યા છે.

    11/18
  • છેલ્લે અભિનેત્રી 2017માં આવેલી રાજસ્થાની ફિલ્મ તાવડો ધ સનલાઇટમાં જોવા મળી હતી. આ ફિલ્મ ખૂબ જ લોકપ્રિય બની હતી.

    છેલ્લે અભિનેત્રી 2017માં આવેલી રાજસ્થાની ફિલ્મ તાવડો ધ સનલાઇટમાં જોવા મળી હતી. આ ફિલ્મ ખૂબ જ લોકપ્રિય બની હતી.

    12/18
  • ફિલ્મોથી દૂર રહેતી પ્રીતિ ગયા વર્ષે ફરી એક વાર ચર્ચામાં છવાઇ હતી જ્યારે તેમના પતિ સાથે તે પોલીસ સ્ટેશનમાં જોવા મળી હતી.

    ફિલ્મોથી દૂર રહેતી પ્રીતિ ગયા વર્ષે ફરી એક વાર ચર્ચામાં છવાઇ હતી જ્યારે તેમના પતિ સાથે તે પોલીસ સ્ટેશનમાં જોવા મળી હતી.

    13/18
  • હકીકતે પ્રીતિના 7 વર્ષના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

    હકીકતે પ્રીતિના 7 વર્ષના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

    14/18
  • એક ઇન્ટરવ્યૂમાં પ્રીતિએ જણાવ્યું કે, "મારો દીકરો જયવીર પાર્કમાં મિત્રો સાથે ફૂટબૉલ રમતો હતો, ત્યારે ત્યાં બીદી બિલ્ડિંગના બાળકો પર હાજર હતા. રમત રમતમાં બાળકો વચ્ચે કોઇક વાતે ઝગડો થયો અને આ દરમિયાન એક છોકરાએ મારા છોકરાનો લાફો મારી દીધો."

    એક ઇન્ટરવ્યૂમાં પ્રીતિએ જણાવ્યું કે, "મારો દીકરો જયવીર પાર્કમાં મિત્રો સાથે ફૂટબૉલ રમતો હતો, ત્યારે ત્યાં બીદી બિલ્ડિંગના બાળકો પર હાજર હતા. રમત રમતમાં બાળકો વચ્ચે કોઇક વાતે ઝગડો થયો અને આ દરમિયાન એક છોકરાએ મારા છોકરાનો લાફો મારી દીધો."

    15/18
  • ઘટના સમયે પ્રીતિ ત્યાં નહોતી પણ બીજા બાળકોના પેરેન્ટ્સ ત્યાં હાજર હતા. પ્રીતિએ જણાવ્યું કે, "જેણે મારા છોકરાને માર્યું તેણે પોતાના ઘરમાં આ ઘટના જણાવી. તે છોકરાના દાદા આરિફ સિદ્દીકી પાર્કમાં આવ્યા અને મારા છોકરાને ખરી ખોટી સંભળાવવા લાગ્યા. એટલું જ નહીં તેમણે મારા છોકરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી." નોંધનીય છે કે આ ઘટના દરમિયાન ઐશ્વર્યા રાયની ભાભી પણ ત્યાં હાજર હતી.

    ઘટના સમયે પ્રીતિ ત્યાં નહોતી પણ બીજા બાળકોના પેરેન્ટ્સ ત્યાં હાજર હતા. પ્રીતિએ જણાવ્યું કે, "જેણે મારા છોકરાને માર્યું તેણે પોતાના ઘરમાં આ ઘટના જણાવી. તે છોકરાના દાદા આરિફ સિદ્દીકી પાર્કમાં આવ્યા અને મારા છોકરાને ખરી ખોટી સંભળાવવા લાગ્યા. એટલું જ નહીં તેમણે મારા છોકરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી." નોંધનીય છે કે આ ઘટના દરમિયાન ઐશ્વર્યા રાયની ભાભી પણ ત્યાં હાજર હતી.

    16/18
  • આવી કેટલીક ઘટનાઓથી ખ્યાલ આવે છે પ્રીતિ જાંગિયાની સંપૂર્ણ રીતે ફેમિલી પર્સન છે. તેની માટે પરિવાર સૌથી મોખરે આવે છે.

    આવી કેટલીક ઘટનાઓથી ખ્યાલ આવે છે પ્રીતિ જાંગિયાની સંપૂર્ણ રીતે ફેમિલી પર્સન છે. તેની માટે પરિવાર સૌથી મોખરે આવે છે.

    17/18
  • આજે પ્રીતિ જાંગિયાનીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતી મિડડે તરફથી તેમને જન્મદિવસની શુભેચ્છાઓ.

    આજે પ્રીતિ જાંગિયાનીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતી મિડડે તરફથી તેમને જન્મદિવસની શુભેચ્છાઓ.

    18/18
  • loading...

ફોટોઝ વિશે

બોલીવુડ અભિનેત્રી પ્રીતિ જાંગિયાની પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહી છે. તેણે બોલીવુડની ઘણી શાનદાર ફિલ્મોમાં અભિનય કર્યું અને દર્શકોમાં લોકપ્રિય બની. પ્રીતિ જાંગિયાનીએ પોતાના અભિનયની શરૂઆત સાઉથની ફિલ્મો દ્વારા કરી હતી. ત્યાર બાદ તેણે બોલીવુડમાં એન્ટ્રી લીધી અને પોતાની પહેલી જ ફિલ્મથી તે લોકપ્રિય બની. હાલ અભિનેત્રી ઘણાં સમયથી ફિલ્મોથી દૂર છે. ત્યારે જાણીએ તેના વિશે વધુ...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK