Happy Birthday: પંકજ ત્રિપાઠી ખેડૂપુત્રથી લઈને બોલીવુડના વર્સેટાઇલ એક્ટર સુધીની સફર

Updated: Sep 05, 2020, 15:54 IST | Shilpa Bhanushali
  • બોલીવુડના દિગ્ગજ અભિનેતા પંકજ ત્રિપાઠીનો જન્મ પાંચ સપ્ટેમ્બર 1976ના રોજ થયો. 

    બોલીવુડના દિગ્ગજ અભિનેતા પંકજ ત્રિપાઠીનો જન્મ પાંચ સપ્ટેમ્બર 1976ના રોજ થયો. 

    1/19
  • પંકજ ત્રિપાઠીએ બોલીવુડની ઘણી શાનદાર ફિલ્મોમાં અને વેબસીરિઝમાં કામ કર્યું છે. પંકજ ફિલ્મી પડદે અત્યાર સુધી અનેક એવા પાત્રો ભજવ્યા છે જે ખૂબ જ લોકપ્રિય થયા છે.

    પંકજ ત્રિપાઠીએ બોલીવુડની ઘણી શાનદાર ફિલ્મોમાં અને વેબસીરિઝમાં કામ કર્યું છે. પંકજ ફિલ્મી પડદે અત્યાર સુધી અનેક એવા પાત્રો ભજવ્યા છે જે ખૂબ જ લોકપ્રિય થયા છે.

    2/19
  • આજે બોલીવુડના જાણીતા એક્ટર્સમાં પંકજ ત્રિપાઠીનું નામ આવે છે, પણ એક સમય એવો પણ હતો જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવવા માટે તેમને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.

    આજે બોલીવુડના જાણીતા એક્ટર્સમાં પંકજ ત્રિપાઠીનું નામ આવે છે, પણ એક સમય એવો પણ હતો જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવવા માટે તેમને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.

    3/19
  • પંકજ ત્રિપાઠીનો જન્મ બિહારના ગોપાલગંજ જિલ્લાના બેલસંદ ગામમાં થયો હતો. તેમણે પોતાના અભિનયની શરૂઆત ગામડાંના નાના નાટકો દ્વારા કરી હતી.

    પંકજ ત્રિપાઠીનો જન્મ બિહારના ગોપાલગંજ જિલ્લાના બેલસંદ ગામમાં થયો હતો. તેમણે પોતાના અભિનયની શરૂઆત ગામડાંના નાના નાટકો દ્વારા કરી હતી.

    4/19
  • પંકજ ત્રિપાઠીએ પોતાના ગામડાંમાં અનેક નાટકોમાં છોકરીનું પાત્ર ભજવ્યું હતું. લોકોને પંકજનું પાત્ર ખૂબ જ ગમતું. 

    પંકજ ત્રિપાઠીએ પોતાના ગામડાંમાં અનેક નાટકોમાં છોકરીનું પાત્ર ભજવ્યું હતું. લોકોને પંકજનું પાત્ર ખૂબ જ ગમતું. 

    5/19
  • મોટાં થયા પછી પણ થિયેટર સાથે જોડાઇ રહેવા માટે પંકજ ત્રિપાઠી રાતે હોટેલમાં કામ કરતા હતા અને સવારે થિયેટર કરતા હતા.

    મોટાં થયા પછી પણ થિયેટર સાથે જોડાઇ રહેવા માટે પંકજ ત્રિપાઠી રાતે હોટેલમાં કામ કરતા હતા અને સવારે થિયેટર કરતા હતા.

    6/19
  • આમ લગભગ 2 વર્ષ સુધી તેમણે કર્યું. પંકજ ત્રિપાઠીના પિતા તેમને ક્યારેય અભિનય શીખવા માટે પૈસા આપતાં નહોતા.

    આમ લગભગ 2 વર્ષ સુધી તેમણે કર્યું. પંકજ ત્રિપાઠીના પિતા તેમને ક્યારેય અભિનય શીખવા માટે પૈસા આપતાં નહોતા.

    7/19
  • પંકજ ત્રિપાઠીએ પોતાનું ગ્રેજ્યુએશન હિન્દી વિષય સાથે પૂરું કર્યું. કૉલેજકાળ દરમિયાન જ તે રાજકારણમાં ઘણાં સક્રિય હતા. 

    પંકજ ત્રિપાઠીએ પોતાનું ગ્રેજ્યુએશન હિન્દી વિષય સાથે પૂરું કર્યું. કૉલેજકાળ દરમિયાન જ તે રાજકારણમાં ઘણાં સક્રિય હતા. 

    8/19
  • પંકજ ત્રિપાઠી ભાજપના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યા પરિષદ (ABVP)નો ભાગ હતા. કૉલેજમાં ભણતી વખતે પંકજને જેલ પણ જવું પડ્યું હતું.

    પંકજ ત્રિપાઠી ભાજપના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યા પરિષદ (ABVP)નો ભાગ હતા. કૉલેજમાં ભણતી વખતે પંકજને જેલ પણ જવું પડ્યું હતું.

    9/19
  • એકવાર તેઓ પોતાની કૉલેજના વિદ્યાર્થીઓના આંદોલનનો ભાગ હતા, જેને કારણે તેમને લગભગ એક અઠવાડિયા સુધી જેલમાં રહેવું પડ્યું હતું.

    એકવાર તેઓ પોતાની કૉલેજના વિદ્યાર્થીઓના આંદોલનનો ભાગ હતા, જેને કારણે તેમને લગભગ એક અઠવાડિયા સુધી જેલમાં રહેવું પડ્યું હતું.

    10/19
  • પંકજ ત્રિપાઠીએ પોતાના અભિનયની સફર ખાસ તો નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા (એનએસડી)માંથી શરૂ કરી.

    પંકજ ત્રિપાઠીએ પોતાના અભિનયની સફર ખાસ તો નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા (એનએસડી)માંથી શરૂ કરી.

    11/19
  • પંકજ ત્રિપાઠીએ વર્ષ 2004માં એનએસડીમાંથી પોતાના અભિનયની સ્ટડી પૂરી કરી અને મુંબઇ તરફ વળવાનો નિર્ણય કર્યો. પોતાના એક ઇન્ટરવ્યૂમાં પંકજ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે તે 16 ઑક્ટોબર વર્ષ 2004ના 46,000 રૂપિયા લઈને મુંબઇ આવ્યા હતા, અને 25 ડિસેમ્બર 2004સુધી તેમના ખિસ્સામાં કુલ 10,000 રૂપિયા બાકી રહ્યા.

    પંકજ ત્રિપાઠીએ વર્ષ 2004માં એનએસડીમાંથી પોતાના અભિનયની સ્ટડી પૂરી કરી અને મુંબઇ તરફ વળવાનો નિર્ણય કર્યો. પોતાના એક ઇન્ટરવ્યૂમાં પંકજ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે તે 16 ઑક્ટોબર વર્ષ 2004ના 46,000 રૂપિયા લઈને મુંબઇ આવ્યા હતા, અને 25 ડિસેમ્બર 2004સુધી તેમના ખિસ્સામાં કુલ 10,000 રૂપિયા બાકી રહ્યા.

    12/19
  • તે દિવસોને યાદ કરતાં પંકજ ત્રિપાઠીએ કહ્યું કે આ તારીખ તે ક્યારેય નહીં ભૂલે કારણકે આ દિવસે તેમની પત્નીનો જન્મદિવસ હોય છે અને તેમની પાસે પત્ની માટે ભેટ તો શું કેક લેવાના પણ પૈસા નહોતા.

    તે દિવસોને યાદ કરતાં પંકજ ત્રિપાઠીએ કહ્યું કે આ તારીખ તે ક્યારેય નહીં ભૂલે કારણકે આ દિવસે તેમની પત્નીનો જન્મદિવસ હોય છે અને તેમની પાસે પત્ની માટે ભેટ તો શું કેક લેવાના પણ પૈસા નહોતા.

    13/19
  • પંકજ ત્રિપાઠીને પહેલી તક 2004માં આવેલી ફિલ્મ રનમાં મળી. આ ફિલ્મમાં તે ખૂબ જ નાના પાત્રમાં હતા.

    પંકજ ત્રિપાઠીને પહેલી તક 2004માં આવેલી ફિલ્મ રનમાં મળી. આ ફિલ્મમાં તે ખૂબ જ નાના પાત્રમાં હતા.

    14/19
  • રન ફિલ્મમાં નાનકડું પાત્ર ભજવ્યા પછી પંકજ ત્રિપાઠીએ અનેક ફિલ્મોમાં નાનાં નાનાં પાક્ષો ભજવ્યા, પણ તેમના કરિઅરનો મોટો બ્રેક 2012માં આવ્યો. વર્ષ 2012માં અનુરાગ કશ્યપની ફિલ્મ ગૅંગ્સ ઑફ વાસેપુરમાં એક્ટિંગ કરી.  આ ફિલ્મમાં તેમના પાત્રનું નામ સુલ્તાન કુરૈશી હતું, જે દર્શકોમાં ખૂબ જ પ્રિય થયું. 

    રન ફિલ્મમાં નાનકડું પાત્ર ભજવ્યા પછી પંકજ ત્રિપાઠીએ અનેક ફિલ્મોમાં નાનાં નાનાં પાક્ષો ભજવ્યા, પણ તેમના કરિઅરનો મોટો બ્રેક 2012માં આવ્યો. વર્ષ 2012માં અનુરાગ કશ્યપની ફિલ્મ ગૅંગ્સ ઑફ વાસેપુરમાં એક્ટિંગ કરી.  આ ફિલ્મમાં તેમના પાત્રનું નામ સુલ્તાન કુરૈશી હતું, જે દર્શકોમાં ખૂબ જ પ્રિય થયું. 

    15/19
  • ફિલ્મ ગૅંગ્સ ઑફ વાસેપુર પથી પંકજ ત્રિપાઠી રાતો-રાતો જાણીતા થયા. ત્યાર બાદ તેમણે અનેક વેબ સીરિઝમાં કામ કર્યું. 

    ફિલ્મ ગૅંગ્સ ઑફ વાસેપુર પથી પંકજ ત્રિપાઠી રાતો-રાતો જાણીતા થયા. ત્યાર બાદ તેમણે અનેક વેબ સીરિઝમાં કામ કર્યું. 

    16/19
  • હિન્દી ભાષાની બે સુપરહિટ વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સ અને મિર્ઝાપુરમાં પંકજ ત્રિપાઠીનો અભિનય ખરેખર વખાણવા યોગ્ય છે.

    હિન્દી ભાષાની બે સુપરહિટ વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સ અને મિર્ઝાપુરમાં પંકજ ત્રિપાઠીનો અભિનય ખરેખર વખાણવા યોગ્ય છે.

    17/19
  • તાજેતરમાં જ મિર્ઝાપુર 2નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું અને સાથે જ તારીખની જાહેરાત પણ કરવામાં આવી. આ વેબસીરિધ 23 ઑક્ટોબર 2020ના રોજ એમેઝૉન પ્રાઇમ પર રિલીઝ કરવામાં આવશે.

    તાજેતરમાં જ મિર્ઝાપુર 2નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું અને સાથે જ તારીખની જાહેરાત પણ કરવામાં આવી. આ વેબસીરિધ 23 ઑક્ટોબર 2020ના રોજ એમેઝૉન પ્રાઇમ પર રિલીઝ કરવામાં આવશે.

    18/19
  • આજે પંકજ ત્રિપાઠીના જન્મદિવસે તેમને ગુજરાતી મિડ-ડે તરફથી શુભેચ્છાઓ.

    આજે પંકજ ત્રિપાઠીના જન્મદિવસે તેમને ગુજરાતી મિડ-ડે તરફથી શુભેચ્છાઓ.

    19/19
  • loading...

ફોટોઝ વિશે

શિક્ષક દિને જન્મેલા પંકજ ત્રિપાઠી વિશે જાણો એવું જેના વિશે ખૂબ જ ઓછા લોકોને ખબર છે, શું તમને ખબર છે કે બોલીવુડ અભિનેતા પંકજ ત્રિપાઠી શિક્ષણ માટે શું કહે છે?

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK