75 વર્ષે પણ એક્ટિવ છે તારક મહેતાના 'નટુકાકા', જાણો તેમની સફર તસવીરો સાથે

Published: May 15, 2019, 08:59 IST | Falguni Lakhani
 • તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના આપણા સૌના ફેવરિટ એટલે નટુકાકા.તેમનું સાચું નામ છે ઘનશ્યામ નાયક. જેઓ ગુજરાતી રંગભૂમિ, ફિલ્મો, હિન્દી ફિલ્મો અને ટીવી સીરિયલ્સમાં જાણીતું નામ છે.  

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના આપણા સૌના ફેવરિટ એટલે નટુકાકા.તેમનું સાચું નામ છે ઘનશ્યામ નાયક. જેઓ ગુજરાતી રંગભૂમિ, ફિલ્મો, હિન્દી ફિલ્મો અને ટીવી સીરિયલ્સમાં જાણીતું નામ છે.

   

  1/26
 • તાજેતરમાં જ ઘનશ્યામ નાયક 75 વર્ષના થયા. તારક મહેતાના સેટ પર તેઓ સૌથી વરિષ્ઠ કલાકાર છે..તેમના જન્મદિવની સેટ પર ઉજવણી કરવામાં આવી.

  તાજેતરમાં જ ઘનશ્યામ નાયક 75 વર્ષના થયા. તારક મહેતાના સેટ પર તેઓ સૌથી વરિષ્ઠ કલાકાર છે..તેમના જન્મદિવની સેટ પર ઉજવણી કરવામાં આવી.

  2/26
 • નટુકાકાએ સેટ પર કેક કાપી ત્યારે તારક મહેતાના કલાકારો ત્યાં હાજર હતા. આ ઉંમરે પણ તેમની સ્પિરિટ અકબંધ છે.  

  નટુકાકાએ સેટ પર કેક કાપી ત્યારે તારક મહેતાના કલાકારો ત્યાં હાજર હતા. આ ઉંમરે પણ તેમની સ્પિરિટ અકબંધ છે.

   

  3/26
 • ઘનશ્યામ નાયકનો જન્મ 1945માં મહેસાણાના ઉંધાઈમાં થયો હતો.

  ઘનશ્યામ નાયકનો જન્મ 1945માં મહેસાણાના ઉંધાઈમાં થયો હતો.

  4/26
 • નાયક પરિવાર ત્રણ પેઢીથી રંગભૂમિ સાથે જોડાયેલો છે. સ્વ. કેશવલાલ નાયક અને સ્વ. પ્રભાકર નાયકનું ગુજરાતી રંગભૂમિ ક્ષેત્રે મહત્વનું યોગદાન છે. તેમના વારસાને ઘનશ્યામ નાયક આગળ વધારી રહ્યા છે.

  નાયક પરિવાર ત્રણ પેઢીથી રંગભૂમિ સાથે જોડાયેલો છે. સ્વ. કેશવલાલ નાયક અને સ્વ. પ્રભાકર નાયકનું ગુજરાતી રંગભૂમિ ક્ષેત્રે મહત્વનું યોગદાન છે. તેમના વારસાને ઘનશ્યામ નાયક આગળ વધારી રહ્યા છે.

  5/26
 • આ તસવીર ઘનશ્યામ નાયકના લગ્ન સમયથી છે. તેમના લગ્ન નિર્મલાદેવી સાથે 8 મે 1969માં થયા હતા.

  આ તસવીર ઘનશ્યામ નાયકના લગ્ન સમયથી છે. તેમના લગ્ન નિર્મલાદેવી સાથે 8 મે 1969માં થયા હતા.

  6/26
 • ઘનશ્યામ નાયકે પોતાની અભિનય કારકીર્દિની શરૂઆત 1960માં માસૂમ ફિલ્મથી ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી. તસવીરમાં: પરિવાર સાથે ઘનશ્યામ નાયક

  ઘનશ્યામ નાયકે પોતાની અભિનય કારકીર્દિની શરૂઆત 1960માં માસૂમ ફિલ્મથી ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી.

  તસવીરમાં: પરિવાર સાથે ઘનશ્યામ નાયક

  7/26
 • ઘનશ્યામ નાયકે 200થી વધારે ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. તસવીરમાં ઘનશ્યામ નાયક પૌત્ર હિતાર્થ સાથે તસવીરમાં જોવા મળી રહ્યા છે.

  ઘનશ્યામ નાયકે 200થી વધારે ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે.

  તસવીરમાં ઘનશ્યામ નાયક પૌત્ર હિતાર્થ સાથે તસવીરમાં જોવા મળી રહ્યા છે.

  8/26
 • નાના પડદે પણ ઘનશ્યામ નાયક 350થી વધુ ધારાવાહિકમાં કામ કરી ચુક્યા છે. તસવીરમાંઃ ફિલ્મ હિન્દુસ્તાન કી કસમમાં મહાનાયક અમિતાભ બચ્ચન સાથે ઘનશ્યામ નાયક.

  નાના પડદે પણ ઘનશ્યામ નાયક 350થી વધુ ધારાવાહિકમાં કામ કરી ચુક્યા છે.

  તસવીરમાંઃ ફિલ્મ હિન્દુસ્તાન કી કસમમાં મહાનાયક અમિતાભ બચ્ચન સાથે ઘનશ્યામ નાયક.

  9/26
 • ગુજરાતી રંગભૂમિ પર પણ ઘનશ્યામ નાયક 100થી વધારે નાટકોમાં કામ કરી ચુક્યા છે. તસવીરમાંઃ હિન્દી ફિલ્મ ઈશ્કમાં આમિર ખાન અને અજય દેવગણ સાથે પોલીસના રોલમાં ઘનશ્યામ નાયક.

  ગુજરાતી રંગભૂમિ પર પણ ઘનશ્યામ નાયક 100થી વધારે નાટકોમાં કામ કરી ચુક્યા છે.

  તસવીરમાંઃ હિન્દી ફિલ્મ ઈશ્કમાં આમિર ખાન અને અજય દેવગણ સાથે પોલીસના રોલમાં ઘનશ્યામ નાયક.

  10/26
 • ઘનશ્યામ નાયક 12થી વધુ ગુજરાતી ફિલ્મોમાં પ્લેબેક પણ આપી ચુક્યા છે. તસવીરમાંઃ હમ દિલ દે ચુકે સનમમાં સલમાન ખાન સાથે ઘનશ્યામ નાયક.

  ઘનશ્યામ નાયક 12થી વધુ ગુજરાતી ફિલ્મોમાં પ્લેબેક પણ આપી ચુક્યા છે.

  તસવીરમાંઃ હમ દિલ દે ચુકે સનમમાં સલમાન ખાન સાથે ઘનશ્યામ નાયક.

  11/26
 • એક સમયે ઘનશ્યામ નાયકને એક દિવસ કામ કરવાના માત્ર 3 રૂપિયા મળતા હતા. પોતાની મહેનત અને અદાકારીના દમ પર તેમણે આગવું સ્થાન બનાવ્યું છે. તસવીરમાંઃ હિન્દી ફિલ્મ હમ દિલ દે ચુકે સનમમાં સલમાન ખાન સાથે ઘનશ્યામ નાયક.

  એક સમયે ઘનશ્યામ નાયકને એક દિવસ કામ કરવાના માત્ર 3 રૂપિયા મળતા હતા. પોતાની મહેનત અને અદાકારીના દમ પર તેમણે આગવું સ્થાન બનાવ્યું છે.

  તસવીરમાંઃ હિન્દી ફિલ્મ હમ દિલ દે ચુકે સનમમાં સલમાન ખાન સાથે ઘનશ્યામ નાયક.

  12/26
 • ફિલ્મ ઘાતકમાં સની દેઓલ સાથે જોવા મળી રહ્યા છે આપણા પોતાના નટુકાકા.  

  ફિલ્મ ઘાતકમાં સની દેઓલ સાથે જોવા મળી રહ્યા છે આપણા પોતાના નટુકાકા.

   

  13/26
 • ફિલ્મ  બધાઈ હો બધાઈમાં દિગ્ગજ અભિનેતા અમરીશ પુરી સાથે ઘનશ્યામ નાયક.

  ફિલ્મ  બધાઈ હો બધાઈમાં દિગ્ગજ અભિનેતા અમરીશ પુરી સાથે ઘનશ્યામ નાયક.

  14/26
 • હિન્દી ફિલ્મ બેટામાં માધુરી દીક્ષિત સાથે ઘનશ્યામ નાયક.

  હિન્દી ફિલ્મ બેટામાં માધુરી દીક્ષિત સાથે ઘનશ્યામ નાયક.

  15/26
 • ગુજરાતી ફિલ્મ સંપ ત્યાં જંપની કાસ્ટ અવિનાશ વ્યાસ, મહેમૂદ, રંગલાલ નાયક, મહેશ કુમાર અને નરેશ કુમાર સાથે ઘનશ્યામ નાયક.

  ગુજરાતી ફિલ્મ સંપ ત્યાં જંપની કાસ્ટ અવિનાશ વ્યાસ, મહેમૂદ, રંગલાલ નાયક, મહેશ કુમાર અને નરેશ કુમાર સાથે ઘનશ્યામ નાયક.

  16/26
 • આ તસવીર યાદગાર ગુજરાતી ફિલ્મ માણસાઈના દિવાની છે. જેમાં તેઓ અરવિંદ અને ઉપેન્દ્ર ત્રિવેદી સાથે જોવા મળી રહ્યા છે.

  આ તસવીર યાદગાર ગુજરાતી ફિલ્મ માણસાઈના દિવાની છે. જેમાં તેઓ અરવિંદ અને ઉપેન્દ્ર ત્રિવેદી સાથે જોવા મળી રહ્યા છે.

  17/26
 • પિતા સાથે પુત્ર ઘનશ્યામ નાયક. શંભુમેળો નામના નાટકમાં બંનેએ સાથે કામ કર્યું હતું.

  પિતા સાથે પુત્ર ઘનશ્યામ નાયક. શંભુમેળો નામના નાટકમાં બંનેએ સાથે કામ કર્યું હતું.

  18/26
 • નાટક પૈસો બોલે છેમાં રજની શાંતારામ સાથે ઘનશ્યામ નાયક જોવા મળી રહ્યા છે.

  નાટક પૈસો બોલે છેમાં રજની શાંતારામ સાથે ઘનશ્યામ નાયક જોવા મળી રહ્યા છે.

  19/26
 • ગુજરાતી નાટક વલ્લભી પતિમાં ઘનશ્યામ નાયક.

  ગુજરાતી નાટક વલ્લભી પતિમાં ઘનશ્યામ નાયક.

  20/26
 • ઘનશ્યામ નાયકનું ભવાઈની કલા જે હવે ઘણી ઓછી જોવા મળે છે, તેમાં ઘણું મોટું પ્રદાન છે. તસવીરમાંઃ ડોશીમાના પટારા ભવાઈના એક દ્રશ્યમાં લીલા પટેલ અને ઘનશ્યામ નાયક.

  ઘનશ્યામ નાયકનું ભવાઈની કલા જે હવે ઘણી ઓછી જોવા મળે છે, તેમાં ઘણું મોટું પ્રદાન છે.

  તસવીરમાંઃ ડોશીમાના પટારા ભવાઈના એક દ્રશ્યમાં લીલા પટેલ અને ઘનશ્યામ નાયક.

  21/26
 • ઘનશ્યામ નાયક મુંબઈના રંગલા તરીકે પણ ઓળખાય છે. તેમને દાદા સાહેબ ફાળકે અવૉર્ડ પણ મળી ચુક્યો છે.

  ઘનશ્યામ નાયક મુંબઈના રંગલા તરીકે પણ ઓળખાય છે. તેમને દાદા સાહેબ ફાળકે અવૉર્ડ પણ મળી ચુક્યો છે.

  22/26
 • વર્ષ 2018માં તલગાજરડામાં આશા પારેખની હાજરીમાં ઘનશ્યામ નાયકનું મોરારીબાપુએ સન્માન કર્યું હતું.

  વર્ષ 2018માં તલગાજરડામાં આશા પારેખની હાજરીમાં ઘનશ્યામ નાયકનું મોરારીબાપુએ સન્માન કર્યું હતું.

  23/26
 • અમદાવાદના એક કાર્યક્રમ દરમિયા વડાપ્રધાન મોદી સાથે ઘનશ્યામ નાયક જોવા મળી રહ્યા છે.

  અમદાવાદના એક કાર્યક્રમ દરમિયા વડાપ્રધાન મોદી સાથે ઘનશ્યામ નાયક જોવા મળી રહ્યા છે.

  24/26
 • ગુજરાતી મિડ-ડેના કાર્યક્રમમાં હેમા ગાંધી, ગૌરી સિંહ સાથે ઘનશ્યામ નાયક.

  ગુજરાતી મિડ-ડેના કાર્યક્રમમાં હેમા ગાંધી, ગૌરી સિંહ સાથે ઘનશ્યામ નાયક.

  25/26
 • 75 વર્ષની વયે પણ ઘનશ્યામ નાયક એટલા જ એક્ટિવ છે. અને લોકોને હસાવતા રહે છે. સ્વ. પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ લેતા ઘનશ્યામ નાયક.

  75 વર્ષની વયે પણ ઘનશ્યામ નાયક એટલા જ એક્ટિવ છે. અને લોકોને હસાવતા રહે છે.

  સ્વ. પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ લેતા ઘનશ્યામ નાયક.

  26/26
 • loading...

ફોટોઝ વિશે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નટુકાકા...સારાભાઈ વર્સિસ સારાભાઈના વિઠ્ઠલકાકા...ગુજરાતી રંગભૂમિના ઉમદા કલાકાર એટલસે ઘનશ્યામ નાયક..ચાલો જાણીએ કેવી છે તેમની લાઈફ, તસવીરો સાથે...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK