Manisha Koirala: નિષ્ફળ અફેર્સથી લઈને કેન્સર ફાઇટર સુધીની જર્ની

Updated: Aug 17, 2020, 09:15 IST | Shilpa Bhanushali
  • મનીષા કોઇરાલાનો જન્મ નેપાળના રાજકારણી પરિવારમાં 16 ઑગસ્ટ 1970માં થયો. પરિવારમાં અનેક લોકો રાજકારણમાં સક્રીય હોવા છતાં મનીષા કોઇરાલાને રાજકારણમાં જોડાવાનું યોગ્ય ન લાગ્યું. 

    મનીષા કોઇરાલાનો જન્મ નેપાળના રાજકારણી પરિવારમાં 16 ઑગસ્ટ 1970માં થયો. પરિવારમાં અનેક લોકો રાજકારણમાં સક્રીય હોવા છતાં મનીષા કોઇરાલાને રાજકારણમાં જોડાવાનું યોગ્ય ન લાગ્યું. 

    1/17
  • મનીષા કોઇરાલાએ પોતાનું બાળપણ નાના-નાનીના ઘરે રહીને પસાર કર્યું. ત્યાર બાધ અભિનેત્રી દિલ્હી અને મુંબઇ શિફ્ટ થઈ.

    મનીષા કોઇરાલાએ પોતાનું બાળપણ નાના-નાનીના ઘરે રહીને પસાર કર્યું. ત્યાર બાધ અભિનેત્રી દિલ્હી અને મુંબઇ શિફ્ટ થઈ.

    2/17
  • મનીષા કોઈરાલાએ મોડલિંગ દ્વારા શરૂઆત કરી અને 1991માં આવેલી ફિલ્મ સૌદાગર દ્વારા બોલીવુડમાં ડેબ્યૂ કર્યો.

    મનીષા કોઈરાલાએ મોડલિંગ દ્વારા શરૂઆત કરી અને 1991માં આવેલી ફિલ્મ સૌદાગર દ્વારા બોલીવુડમાં ડેબ્યૂ કર્યો.

    3/17
  • ખૂબ જ ઓછા લોકો જાણે છે કે મનીષા કોઇરાલાએ પોતાનું  એક્ટિંગ ડેબ્યૂ 1989માં ફેરી ભેટુલા, નેપાલી ફિલ્મ દ્વારા કર્યું.

    ખૂબ જ ઓછા લોકો જાણે છે કે મનીષા કોઇરાલાએ પોતાનું  એક્ટિંગ ડેબ્યૂ 1989માં ફેરી ભેટુલા, નેપાલી ફિલ્મ દ્વારા કર્યું.

    4/17
  • સૌદાગર બાદ મનીષા કોઇરાલાએ અનેક હિન્દી ફિલ્મો કરી. જો કે, તેને ઓળખ 1994માં આવેલી વિધુ વિનોદ ચોપડાની લવ સાગા 1942: અ લવ સ્ટોરી દ્વારા મળી.

    સૌદાગર બાદ મનીષા કોઇરાલાએ અનેક હિન્દી ફિલ્મો કરી. જો કે, તેને ઓળખ 1994માં આવેલી વિધુ વિનોદ ચોપડાની લવ સાગા 1942: અ લવ સ્ટોરી દ્વારા મળી.

    5/17
  • 1995માં મનીષા કોઈરાલાએ મની રત્નમની તામિલ ડ્રામામાં મુખ્ય પાત્ર ભજવ્યું. આ ફિલ્મ ખરેખર તેની કારકિર્દીને આગળ વધારવામાં સફળ નીવડી. 

    1995માં મનીષા કોઈરાલાએ મની રત્નમની તામિલ ડ્રામામાં મુખ્ય પાત્ર ભજવ્યું. આ ફિલ્મ ખરેખર તેની કારકિર્દીને આગળ વધારવામાં સફળ નીવડી. 

    6/17
  • ધીમે ધીમે અન્ય અભિનેત્રીઓની જેમ મનીષા કોઇરાલા પણ યલગાર, અકેલે હમ અકેલે તુમ, અગ્નિ, સાક્ષી, ગુપ્ત, કચ્ચે ધાગે અને મન જેવી ફિલ્મો દ્વારા પોતાનું નામ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધારતી ગઈ.

    ધીમે ધીમે અન્ય અભિનેત્રીઓની જેમ મનીષા કોઇરાલા પણ યલગાર, અકેલે હમ અકેલે તુમ, અગ્નિ, સાક્ષી, ગુપ્ત, કચ્ચે ધાગે અને મન જેવી ફિલ્મો દ્વારા પોતાનું નામ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધારતી ગઈ.

    7/17
  • મનીષા કોઇરાલાની ફિલ્મ ખામોશીઃ ધ મ્યૂઝિકલ, દિલ સે, લજ્જા, કંપની અને એસ્કેપ ફ્રોમ તાલિબાન દ્વારા તેણે પોતાના પર્ફોર્મન્સ વધુ યાદગાર બનાવી.

    મનીષા કોઇરાલાની ફિલ્મ ખામોશીઃ ધ મ્યૂઝિકલ, દિલ સે, લજ્જા, કંપની અને એસ્કેપ ફ્રોમ તાલિબાન દ્વારા તેણે પોતાના પર્ફોર્મન્સ વધુ યાદગાર બનાવી.

    8/17
  • 2010માં મનીષા કોઇરાલાએ નેપાળી બિઝઝનેસ મેન સમ્રાટ દહલ સાથે લગ્ન કર્યા. બન્ને એકબીજાને ફેસબુક પર મળ્યા હતા. જો કે તેમના લગ્ન લાંબા ન ટક્યા અને 2012માં તેમણે ડિવૉર્સ લઈ લીધા.

    2010માં મનીષા કોઇરાલાએ નેપાળી બિઝઝનેસ મેન સમ્રાટ દહલ સાથે લગ્ન કર્યા. બન્ને એકબીજાને ફેસબુક પર મળ્યા હતા. જો કે તેમના લગ્ન લાંબા ન ટક્યા અને 2012માં તેમણે ડિવૉર્સ લઈ લીધા.

    9/17
  • એક ઇન્ટરવ્યૂ દરમિયાન મનીષા કોઇરાલાએ જણાવ્યું કે તેણે લગ્ન વિશે કેટલીક ધારણાઓ બાંધી હતી અને તે દહલ સાથે લાંબા ન ટકેલા લગ્નની જવાબદાર પોતાની જાતને જ ઠેરવે છે.

    એક ઇન્ટરવ્યૂ દરમિયાન મનીષા કોઇરાલાએ જણાવ્યું કે તેણે લગ્ન વિશે કેટલીક ધારણાઓ બાંધી હતી અને તે દહલ સાથે લાંબા ન ટકેલા લગ્નની જવાબદાર પોતાની જાતને જ ઠેરવે છે.

    10/17
  • ઇન્ટરવ્યૂ દરમિયાન મનીષાએ જણાવ્યું કે મારી લગ્ન વિશેની કેટલીક ધારણાઓ હતી. જો તમે કોઇક અયોગ્ય સંબંધમાં છો તો બહેતર છે કે તમે છૂટ્ટા થઈ જાઓ. એમાં કંઇ જ ખોટું નથી. હું સંપૂર્ણ જવાબદારી લઉં છું કે મેં લગ્ન કરવામાં ઉતાવળ કરી અને રાહ ન જોઇ પછીથી મને ખ્યાલ આવ્યો કે હું આ પ્રકારના સંબંધો માટે તૈયાર નથી. તેમાં અન્ય કોઇનો વાંક નથી વાંક છે તો મારો....

    ઇન્ટરવ્યૂ દરમિયાન મનીષાએ જણાવ્યું કે મારી લગ્ન વિશેની કેટલીક ધારણાઓ હતી. જો તમે કોઇક અયોગ્ય સંબંધમાં છો તો બહેતર છે કે તમે છૂટ્ટા થઈ જાઓ. એમાં કંઇ જ ખોટું નથી. હું સંપૂર્ણ જવાબદારી લઉં છું કે મેં લગ્ન કરવામાં ઉતાવળ કરી અને રાહ ન જોઇ પછીથી મને ખ્યાલ આવ્યો કે હું આ પ્રકારના સંબંધો માટે તૈયાર નથી. તેમાં અન્ય કોઇનો વાંક નથી વાંક છે તો મારો....

    11/17
  • ડિવૉર્સ બાદ મનીષા કોઇરાલા ત્યારે ડઘાઇ ગઈ જ્યારે તેને ખબર પડી કે તેને ગર્ભાશયનું કેન્સર થયું છે.

    ડિવૉર્સ બાદ મનીષા કોઇરાલા ત્યારે ડઘાઇ ગઈ જ્યારે તેને ખબર પડી કે તેને ગર્ભાશયનું કેન્સર થયું છે.

    12/17
  • કેટલાક વર્ષોની અમેરિકામાં અને ભારતમાં ટ્રીટમેન્ટ લીધા બાદ તેણે કેન્સરને માત આપી.

    કેટલાક વર્ષોની અમેરિકામાં અને ભારતમાં ટ્રીટમેન્ટ લીધા બાદ તેણે કેન્સરને માત આપી.

    13/17
  • મનીષાના જીવનના નવા ચરણ વિશે વાત કરીએ તો તેણે મિડ-ડે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "હું મારા જીવનના આ નવા તબક્કા માટે ગ્રેટફુલ છું. કેન્સરે મારી આંખો ઉઘાડી દીધી છે. છેલ્લા પાંચ વર્ષમાં સમયે મને ઘણું બધું શીખવી દીધું છે. હવે હું મારી જાત સાથે વધુ સમય પસાર કરી શકું છું અને મને ગમે છે. હું પાછળ વળીને નહીં જોઉં. મેં મારો ખરાબ સમય પસાર કરી લીધો છે."

    મનીષાના જીવનના નવા ચરણ વિશે વાત કરીએ તો તેણે મિડ-ડે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "હું મારા જીવનના આ નવા તબક્કા માટે ગ્રેટફુલ છું. કેન્સરે મારી આંખો ઉઘાડી દીધી છે. છેલ્લા પાંચ વર્ષમાં સમયે મને ઘણું બધું શીખવી દીધું છે. હવે હું મારી જાત સાથે વધુ સમય પસાર કરી શકું છું અને મને ગમે છે. હું પાછળ વળીને નહીં જોઉં. મેં મારો ખરાબ સમય પસાર કરી લીધો છે."

    14/17
  • કેન્સરને માત આપ્યા બાદ અભિનેત્રીએ રામ ગોપાલ વર્માની ભૂત રિટર્ન્સ 2012 અને સાઇકોલોજીકલ થ્રિલર ચહેરેઃ અ મોડર્ન ડે જેકી શ્રૉૉફ સાથેની જે 2015માં રિલીઝ થઈ તેના દ્વારા કમબૅક કર્યું.

    કેન્સરને માત આપ્યા બાદ અભિનેત્રીએ રામ ગોપાલ વર્માની ભૂત રિટર્ન્સ 2012 અને સાઇકોલોજીકલ થ્રિલર ચહેરેઃ અ મોડર્ન ડે જેકી શ્રૉૉફ સાથેની જે 2015માં રિલીઝ થઈ તેના દ્વારા કમબૅક કર્યું.

    15/17
  • મનીષા કોઇરાલાએ જણાવ્યું કે સ્ત્રી-પુરુષનો પ્રેમ કદાચ મારા જીવનમાં નથી. જ્યારે પણ વસ્તુઓ બગડે ત્યારે મનીષા ક્વીટ કરી દે છે. તે વિશે તે કહે છે કે રોમેન્ટિક લવ મારી માટે નથી. જો કે મનીષાએ કહ્યું કે ફરી કોઇ ખોટા સંબંધમાં બંધાવા કરતાં હવે મારે આ સત્ય માની લેવું જોઇએ.

    મનીષા કોઇરાલાએ જણાવ્યું કે સ્ત્રી-પુરુષનો પ્રેમ કદાચ મારા જીવનમાં નથી. જ્યારે પણ વસ્તુઓ બગડે ત્યારે મનીષા ક્વીટ કરી દે છે. તે વિશે તે કહે છે કે રોમેન્ટિક લવ મારી માટે નથી. જો કે મનીષાએ કહ્યું કે ફરી કોઇ ખોટા સંબંધમાં બંધાવા કરતાં હવે મારે આ સત્ય માની લેવું જોઇએ.

    16/17
  • અભિનેત્રી તરીકે મનીષાને કીમોથેરેપી બાદ તેના લૂકની ચિંતા થઈ અને તેને ખબર હતી તેના વાળ ખરવા વિશે. તેણે જણાવ્યું કે તેણે પોતાની જાતને માનસિક રીતે પણ આ ટ્રીટમેન્ટ માટે તૈયાર કરી. અને આમ અભિનેત્રીએ અસફળ સંબંધો છતાં કેન્સરનો મક્કમતાથી સામનો કર્યો ત્યારે આજે તેમના જન્મદિવસે તેમને ગુજરાતી મિડડે તરફથી શુભેચ્છાઓ...

    અભિનેત્રી તરીકે મનીષાને કીમોથેરેપી બાદ તેના લૂકની ચિંતા થઈ અને તેને ખબર હતી તેના વાળ ખરવા વિશે. તેણે જણાવ્યું કે તેણે પોતાની જાતને માનસિક રીતે પણ આ ટ્રીટમેન્ટ માટે તૈયાર કરી. અને આમ અભિનેત્રીએ અસફળ સંબંધો છતાં કેન્સરનો મક્કમતાથી સામનો કર્યો ત્યારે આજે તેમના જન્મદિવસે તેમને ગુજરાતી મિડડે તરફથી શુભેચ્છાઓ...

    17/17
  • loading...

ફોટોઝ વિશે

અભિનેત્રી મનીષા કોઇરાલાએ નેપાળી ફિલ્મ દ્વારા એક્ટિંગ ડેબ્યૂ કર્યા બાદ બોલીવુડમાં પોતાની એક્ટિંગનું ટેલેન્ટ દર્શાવ્યું અને તેમ છતાં જીવનમાં આવેલી અનેક સંઘર્ષની ક્ષણોને માત આપી આજે બોલીવુડની જાણીતી અભિનેત્રીઓમાં સ્થાન ધરાવે છે ત્યારે જાણો તેના જીવન વિશે વધુ....

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK