દીકરી વ્હાલનો દરિયોમાં સેજલના રોલમાં દેખાતી નેહા રિયલ લાઇફમાં છે આટલી પૉઝિટીવ

Updated: Sep 12, 2020, 07:08 IST | Shilpa Bhanushali
 • નેહાનો જન્મ જામનગરમાં 13 માર્ચના રોજ સુધીરભાઇ અને પ્રવીણાબેનને ત્યાં થયો.

  નેહાનો જન્મ જામનગરમાં 13 માર્ચના રોજ સુધીરભાઇ અને પ્રવીણાબેનને ત્યાં થયો.

  1/24
 • નેહાએ પોતાનું પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સત્યસાંઇ સ્કૂલમાંથી પૂરું કર્યું છે.

  નેહાએ પોતાનું પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સત્યસાંઇ સ્કૂલમાંથી પૂરું કર્યું છે.

  2/24
 • ગ્રેજ્યુએશન વિસે વાત કરતાં નેહા જણાવે છે કે તેણે એમપી શાહ કૉમર્સ કૉલેજમાંથી પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે.

  ગ્રેજ્યુએશન વિસે વાત કરતાં નેહા જણાવે છે કે તેણે એમપી શાહ કૉમર્સ કૉલેજમાંથી પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે.

  3/24
 • નેહાને આમ તો સ્કૂલ દરમિયાન જ ડાન્સનો શોખ હતો. 

  નેહાને આમ તો સ્કૂલ દરમિયાન જ ડાન્સનો શોખ હતો. 

  4/24
 • નેહાએ 10મા ધોરણથી ડાન્સ શીખવવાનું શરૂ કરી દીધું હતું.

  નેહાએ 10મા ધોરણથી ડાન્સ શીખવવાનું શરૂ કરી દીધું હતું.

  5/24
 • એક્ટિંગની શરૂઆત વિશે વાત કરતાં નેહા કહે છે કે મને ખબર જ નહોતી કે હું એક્ટિંગ કરી શકું છું પણ હા મને ડાન્સનો ઘણો શોખ છે અને હું જ્યાં ઑડિશન આપવા ગઇ ત્યાં પણ મેં ડાન્સ માટે ઑડિશન આપ્યા હતા. 

  એક્ટિંગની શરૂઆત વિશે વાત કરતાં નેહા કહે છે કે મને ખબર જ નહોતી કે હું એક્ટિંગ કરી શકું છું પણ હા મને ડાન્સનો ઘણો શોખ છે અને હું જ્યાં ઑડિશન આપવા ગઇ ત્યાં પણ મેં ડાન્સ માટે ઑડિશન આપ્યા હતા. 

  6/24
 • નેહા પોતાની એક્ટિંગ જર્ની વિશે વાત કરતાં જણાવે છે કે કૉલેજમાં થિયેટર પીપલ જામનગર નામના ગ્રપ સાથે કામ કર્યું.

  નેહા પોતાની એક્ટિંગ જર્ની વિશે વાત કરતાં જણાવે છે કે કૉલેજમાં થિયેટર પીપલ જામનગર નામના ગ્રપ સાથે કામ કર્યું.

  7/24
 • પહેલા જ નાટકમાં બેસ્ટએક્ટ્રેસનો એવૉર્ડ મળ્યો આથી ખૂબ જ આનંદ થયો. આ અંગે વધુ જણાવતાં નેહા કહે છે કે એ પાત્રના ડાયલૉગ્સ કદાચ નગણ્ય હતા પણ તેમાં એક્ટિંગ સ્કીલ્સ બતાવવાની હતી અને મને આ પાત્ર ભજવવા માટે બેસ્ટ એક્ટ્રેસનો અવૉર્ડ પણ મળ્યો.

  પહેલા જ નાટકમાં બેસ્ટએક્ટ્રેસનો એવૉર્ડ મળ્યો આથી ખૂબ જ આનંદ થયો. આ અંગે વધુ જણાવતાં નેહા કહે છે કે એ પાત્રના ડાયલૉગ્સ કદાચ નગણ્ય હતા પણ તેમાં એક્ટિંગ સ્કીલ્સ બતાવવાની હતી અને મને આ પાત્ર ભજવવા માટે બેસ્ટ એક્ટ્રેસનો અવૉર્ડ પણ મળ્યો.

  8/24
 • લગભગ 2010થી 2017 સુધી નેહાએ થિયેટર પીપલ ડ્રામા ગુપ સાથે કામ કર્યું. આ થિયેટર પીપલ જામનગર ગ્રુપ કોઇ કોમર્શિયલ પ્લે કરતું નહોતું પણ કૉમ્પિટીશનમાં ભાગ લેતાં.

  લગભગ 2010થી 2017 સુધી નેહાએ થિયેટર પીપલ ડ્રામા ગુપ સાથે કામ કર્યું. આ થિયેટર પીપલ જામનગર ગ્રુપ કોઇ કોમર્શિયલ પ્લે કરતું નહોતું પણ કૉમ્પિટીશનમાં ભાગ લેતાં.

  9/24
 • ગુજરાતની ખૂબ જ ઓછી એવી એક્ટ્રેસ છે જેમને ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય એકેડમીમાંથી સતત 4 વર્ષ બેસ્ટ એક્ટ્રેસનો એવૉર્ડડ મળ્યો જેમાંથી નેહા પણ એક છે. 2011થી 2014 સતત ચાર વર્ષ આ એવૉર્ડ મેળવવાનો ગર્વ પણ છે અને આનંદ પણ છે.

  ગુજરાતની ખૂબ જ ઓછી એવી એક્ટ્રેસ છે જેમને ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય એકેડમીમાંથી સતત 4 વર્ષ બેસ્ટ એક્ટ્રેસનો એવૉર્ડડ મળ્યો જેમાંથી નેહા પણ એક છે. 2011થી 2014 સતત ચાર વર્ષ આ એવૉર્ડ મેળવવાનો ગર્વ પણ છે અને આનંદ પણ છે.

  10/24
 • ચિત્રલેખામાં સતત ચાર વર્ષ સુધી ડ્રામા કર્યા છે. તેમાં પણ નેહાને બેસ્ટ એક્ટ્રેસ અને સપોર્ટિંગ એક્ટ્રેસના એવૉર્ડ મળ્યા છે.

  ચિત્રલેખામાં સતત ચાર વર્ષ સુધી ડ્રામા કર્યા છે. તેમાં પણ નેહાને બેસ્ટ એક્ટ્રેસ અને સપોર્ટિંગ એક્ટ્રેસના એવૉર્ડ મળ્યા છે.

  11/24
 • પોતાની પર્સનલ લાઇફ વિશે વાત કરતાં નેહા જણાવે છે કે તેમના લગ્ન થઈ ગયા છે અને પોતે પોતાના લાઇફ પાર્ટનરને ક્યાં અને કેવી રીતે મળ્યા અને આ પ્રેમકથા કેવી રીતે રચાઇ તેની વિગતે વાત કરી છે.

  પોતાની પર્સનલ લાઇફ વિશે વાત કરતાં નેહા જણાવે છે કે તેમના લગ્ન થઈ ગયા છે અને પોતે પોતાના લાઇફ પાર્ટનરને ક્યાં અને કેવી રીતે મળ્યા અને આ પ્રેમકથા કેવી રીતે રચાઇ તેની વિગતે વાત કરી છે.

  12/24
 • નેહા ડાન્સ શીખવતાં અને તેમને 2013માં પણ એક એવા ગ્રુપને ડાન્સ શીખવવાનું હતું જે ગ્રુપને ડાન્સ શીખવ્યા બાદ પોતે પણ ધીમે ધીમે તે ગ્રુપમાં જોડાયા. આ ગ્રુપમાં જ તેમને પોતાના જીવનસાથી નીરજ ઉદાની પણ મળ્યા. ધીમે ધીમે મિત્રતા પ્રેમમાં પરિણમી.

  નેહા ડાન્સ શીખવતાં અને તેમને 2013માં પણ એક એવા ગ્રુપને ડાન્સ શીખવવાનું હતું જે ગ્રુપને ડાન્સ શીખવ્યા બાદ પોતે પણ ધીમે ધીમે તે ગ્રુપમાં જોડાયા. આ ગ્રુપમાં જ તેમને પોતાના જીવનસાથી નીરજ ઉદાની પણ મળ્યા. ધીમે ધીમે મિત્રતા પ્રેમમાં પરિણમી.

  13/24
 • વર્ષ 2015માં નેહાએ નીરજ ઉદાની સાથે લગ્ન કર્યા. નેહા અને નીરજ બન્નેએ નવરાત્રી કૉમ્પિટીશનમાં સાથે ભાગ લઈને અનેક સ્પર્ધાઓ જીતી છે. ઘણીવાર એવું પણ બન્યું હોય કે અન્ય પાર્ટિસિપેન્ટ્સ નેહા અને નીરજને રિક્વેસ્ટ કરતાં કે પ્લીઝ તમે આ કૉમ્પિટીશનમાં ભાગ ન લ્યો જેથી તેમને પણ જીતવાની તક મળે.

  વર્ષ 2015માં નેહાએ નીરજ ઉદાની સાથે લગ્ન કર્યા. નેહા અને નીરજ બન્નેએ નવરાત્રી કૉમ્પિટીશનમાં સાથે ભાગ લઈને અનેક સ્પર્ધાઓ જીતી છે. ઘણીવાર એવું પણ બન્યું હોય કે અન્ય પાર્ટિસિપેન્ટ્સ નેહા અને નીરજને રિક્વેસ્ટ કરતાં કે પ્લીઝ તમે આ કૉમ્પિટીશનમાં ભાગ ન લ્યો જેથી તેમને પણ જીતવાની તક મળે.

  14/24
 • નેહાને ચિત્રલેખામાં કામ કરવાથી જ કમર્શિયલ પ્લેમાં કામ કરવાની તક મળી.

  નેહાને ચિત્રલેખામાં કામ કરવાથી જ કમર્શિયલ પ્લેમાં કામ કરવાની તક મળી.

  15/24
 • આ વિશે નેહા જણાવે છે કે તેમનું પહેલું કમર્શિયલ નાટક હતું કમલેશ મોતાનું વિરાર ફાસ્ટ. આ નાટક તેમણે 2017માં કર્યું અને આ નાટક દ્વારા તેમજ નાટક માટે જ તેઓ પહેલીવાર મુંબઇ આવ્યા.

  આ વિશે નેહા જણાવે છે કે તેમનું પહેલું કમર્શિયલ નાટક હતું કમલેશ મોતાનું વિરાર ફાસ્ટ. આ નાટક તેમણે 2017માં કર્યું અને આ નાટક દ્વારા તેમજ નાટક માટે જ તેઓ પહેલીવાર મુંબઇ આવ્યા.

  16/24
 • ધીમે ધીમે તેમને નાટકની ફિલ્ડમાં વધારે કામ મળવા લાગ્યું અને નેહાની બહેન તેમજ પતિ નીરજના સપોર્ટથી તેમણે મુંબઇ શિફ્ટ થવાનું નક્કી કર્યું.

  ધીમે ધીમે તેમને નાટકની ફિલ્ડમાં વધારે કામ મળવા લાગ્યું અને નેહાની બહેન તેમજ પતિ નીરજના સપોર્ટથી તેમણે મુંબઇ શિફ્ટ થવાનું નક્કી કર્યું.

  17/24
 • હાલ નેહા મુંબઇમાં જ રહે છે અને અહીંથી જ પોતાના શૂટ કરી રહ્યા છે. નેહા પોતાની એક્ટિંગ કરિઅર વિશે વાત કરતાં ખુલાસો કરે છે કે તેમનાં મમ્મીને ક્યારેય નેહાનું એક્ટિંગ કરવું પસંદ નહોતું. કૉલેજ દરમિયાન તો કૉલેજના પ્રિન્સીપાલ નેહાની જવાબદારી લેતાં અને નેહાને પ્લે કરવાની પરવાનગી મળતી.

  હાલ નેહા મુંબઇમાં જ રહે છે અને અહીંથી જ પોતાના શૂટ કરી રહ્યા છે. નેહા પોતાની એક્ટિંગ કરિઅર વિશે વાત કરતાં ખુલાસો કરે છે કે તેમનાં મમ્મીને ક્યારેય નેહાનું એક્ટિંગ કરવું પસંદ નહોતું. કૉલેજ દરમિયાન તો કૉલેજના પ્રિન્સીપાલ નેહાની જવાબદારી લેતાં અને નેહાને પ્લે કરવાની પરવાનગી મળતી.

  18/24
 • ધીમે ધીમે નેહાનાં મમ્મીને ખ્યાલ આવ્યો અને તેમને પણ નેહાનું એક્ટિંગ કરવું ગમવા લાગ્યું. નેહાએ અનેક ટીવી સિરીયલ્સમાં નાના નાના રોલ્સ ભજવ્યા છે. પોતાના પહેલા ઑડિશન વિશે વાત કરતાં નેહા જણાવે છે કે જે સમયે તેમને ખ્યાલ જ નહોતો કે પ્રિન્ટ શૂટ શું હોય દરમિયાન તેમણે પ્રિન્ટશૂટ માટે સૌથી પહેલું ઑડિશન આપ્યું. જેમાં ભલે તે નિષ્ફળ રહ્યાં પણ ધીમે ધીમે તે આગળ વધ્યાં અને સફળતા મેળવી.

  ધીમે ધીમે નેહાનાં મમ્મીને ખ્યાલ આવ્યો અને તેમને પણ નેહાનું એક્ટિંગ કરવું ગમવા લાગ્યું. નેહાએ અનેક ટીવી સિરીયલ્સમાં નાના નાના રોલ્સ ભજવ્યા છે. પોતાના પહેલા ઑડિશન વિશે વાત કરતાં નેહા જણાવે છે કે જે સમયે તેમને ખ્યાલ જ નહોતો કે પ્રિન્ટ શૂટ શું હોય દરમિયાન તેમણે પ્રિન્ટશૂટ માટે સૌથી પહેલું ઑડિશન આપ્યું. જેમાં ભલે તે નિષ્ફળ રહ્યાં પણ ધીમે ધીમે તે આગળ વધ્યાં અને સફળતા મેળવી.

  19/24
 • એપ્રિલ 2020માં નેહાએ દીકરી વ્હાલનો દરિયોમાં લીપ આવ્યા બાદ સેજલ ભટ્ટનું પાત્ર ભજવ્યું. નેહા પોતાના સેટ પરના અનુભવ વિશે જણાવે છે કે અત્યાર સુધી મેં જેટલા પણ શૂટ કર્યા છે ત્યારે મોટાભાગે એવું બન્યું છે કે સેટ પર હું સૌથી નાની હોઉં એટલે લગભગ બધાં મને પેમ્પર કરે સાચવે એટલે મને ખૂબ જ મજા આવે છે. 

  એપ્રિલ 2020માં નેહાએ દીકરી વ્હાલનો દરિયોમાં લીપ આવ્યા બાદ સેજલ ભટ્ટનું પાત્ર ભજવ્યું. નેહા પોતાના સેટ પરના અનુભવ વિશે જણાવે છે કે અત્યાર સુધી મેં જેટલા પણ શૂટ કર્યા છે ત્યારે મોટાભાગે એવું બન્યું છે કે સેટ પર હું સૌથી નાની હોઉં એટલે લગભગ બધાં મને પેમ્પર કરે સાચવે એટલે મને ખૂબ જ મજા આવે છે. 

  20/24
 • નેહા પોતાના પાત્ર વિશે કહે છે કે દીકરી વ્હાલનો દરિયોમાં એવું પાત્ર ભજવવાનું આવ્યું જે હું હકીકતે છું જ નહીં. સાવ જુદાં પ્રકારનું પાત્ર પણ હા આ પાત્રમાં અને નેહામાં એક સામ્યતા તો છે કે નેહા પણ એક નાનકડાં ગામડામાંથી આવે છે અને તેમનું પાત્ર એટલે કે સેજલ ભટ્ટ પણ નાના ગામમાંથી મોટા શહેરમાં નોકરી મળતાં આવ્યાં છે.

  નેહા પોતાના પાત્ર વિશે કહે છે કે દીકરી વ્હાલનો દરિયોમાં એવું પાત્ર ભજવવાનું આવ્યું જે હું હકીકતે છું જ નહીં. સાવ જુદાં પ્રકારનું પાત્ર પણ હા આ પાત્રમાં અને નેહામાં એક સામ્યતા તો છે કે નેહા પણ એક નાનકડાં ગામડામાંથી આવે છે અને તેમનું પાત્ર એટલે કે સેજલ ભટ્ટ પણ નાના ગામમાંથી મોટા શહેરમાં નોકરી મળતાં આવ્યાં છે.

  21/24
 • નેહા પોતાના પોસ્ટ લૉકડાઉન પરના સેટના અનુભવ વિશે જણાવે છે કે માસ્કને કારણે લોકોના ચહેરા જોઇ શકાતા નહીં અને તેને કારણે તે લોકો પણ પોતાનો અવાજ સામી વ્યક્તિને સંભળાય તેથી મોટેથી બોલતાં ત્યારે નેહાને એવું લાગતું કે કેમ બધાં મને વઢે છે પણ તેમ છતાં શરૂઆતમાં ચહેરા ન દેખાવાને કારણે, એક્સપ્રેશન ન જોઇ શકવાને કારણે જે અકળામણ થતી તે હવે શૂટને બે મહિના થયા પછી ટેવ પડી ગઈ છે. 

  નેહા પોતાના પોસ્ટ લૉકડાઉન પરના સેટના અનુભવ વિશે જણાવે છે કે માસ્કને કારણે લોકોના ચહેરા જોઇ શકાતા નહીં અને તેને કારણે તે લોકો પણ પોતાનો અવાજ સામી વ્યક્તિને સંભળાય તેથી મોટેથી બોલતાં ત્યારે નેહાને એવું લાગતું કે કેમ બધાં મને વઢે છે પણ તેમ છતાં શરૂઆતમાં ચહેરા ન દેખાવાને કારણે, એક્સપ્રેશન ન જોઇ શકવાને કારણે જે અકળામણ થતી તે હવે શૂટને બે મહિના થયા પછી ટેવ પડી ગઈ છે. 

  22/24
 • નેહાએ દીકરી વ્હાલનો દરિયો શૂટિંગ કરતાં પહેલા નેશનલ એવૉર્ડ વિનિંગ ફિલ્મ હેલ્લારો માટે પોતાનું ઑડિશન આપ્યું હતું પણ શૂટ પર જવાની તૈયારી થાય તે પહેલા નેહાના હાથમાં ફ્રેક્ચર આવ્યું અને સંજોગોવશાત તે આ ફિલ્મ કરી શક્યા નહીં.

  નેહાએ દીકરી વ્હાલનો દરિયો શૂટિંગ કરતાં પહેલા નેશનલ એવૉર્ડ વિનિંગ ફિલ્મ હેલ્લારો માટે પોતાનું ઑડિશન આપ્યું હતું પણ શૂટ પર જવાની તૈયારી થાય તે પહેલા નેહાના હાથમાં ફ્રેક્ચર આવ્યું અને સંજોગોવશાત તે આ ફિલ્મ કરી શક્યા નહીં.

  23/24
 • આ ઑડિશનની ક્લિપ તેમણે યશરાજ ફિલ્મ્સમાં જ્યાં ઑડિશન હતાં ત્યાં મોકલી. અને યશરાજની ફિલ્મમાં નેહાને એક નાનકડો રોલ મળ્યો છે જો કે આ ફિલ્મ અને તેના પાત્ર વિશે વધું માહિતી નથી. પણ નેહાને આનંદ છે કે ભલે તેમણે હેલ્લારો કદાચ મિસ કરી દીધી પણ તેમને એક સારા બેનર સાથે કામ કરવાની તક મળી છે.

  આ ઑડિશનની ક્લિપ તેમણે યશરાજ ફિલ્મ્સમાં જ્યાં ઑડિશન હતાં ત્યાં મોકલી. અને યશરાજની ફિલ્મમાં નેહાને એક નાનકડો રોલ મળ્યો છે જો કે આ ફિલ્મ અને તેના પાત્ર વિશે વધું માહિતી નથી. પણ નેહાને આનંદ છે કે ભલે તેમણે હેલ્લારો કદાચ મિસ કરી દીધી પણ તેમને એક સારા બેનર સાથે કામ કરવાની તક મળી છે.

  24/24
 • loading...

ફોટોઝ વિશે

નેહાનો જન્મ 13 માર્ચ 1993ના રોજ પિતા સુધીરભાઇ અને માતા પ્રવીણાબેનના ઘરે જામનગરમાં થયો. દીકરી વ્હાલનો દરિયો સીરિયલ ટૂંક સમયમાં જ ઑફ ઍર થવાની છે ત્યારે આ સિરીયલના એવા કલાકારો સાથે થયેલી ખાસ વાતચીતમાં જાણીએ તેમના વિશે વધુ...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK