કબીર સિંહ ફેમ વનિતા ખરતે બૉલ્ડ ફોટોશૂટ કરાવ્યા પછી આમ કૉન્ફિડન્સમાં થયો વધારો

Updated: 18th January, 2021 10:43 IST | Shilpa Bhanushali
 • વનિતાના કહેવા પ્રમાણે આ મૂળ વિચાર મરાઠી સ્ક્રિપ્ટરાઇટર અભિજિત પાનસેનો હતો. નારીનો કોઈપણ દેહ સુંદર જ હોય છે, તે થીમ પર એમણે એક કેલેન્ડર તૈયાર કરવાની સલાહ આપી. 

  વનિતાના કહેવા પ્રમાણે આ મૂળ વિચાર મરાઠી સ્ક્રિપ્ટરાઇટર અભિજિત પાનસેનો હતો. નારીનો કોઈપણ દેહ સુંદર જ હોય છે, તે થીમ પર એમણે એક કેલેન્ડર તૈયાર કરવાની સલાહ આપી. 

  1/14
 • અભિજિત પાનસેએ વનિતાને સુંદરતાની વ્યાખ્યા સમજાવી જે કંઇક આ પ્રમાણેની છે... પોતાનું વજન વધારે હોય કે ત્વચાનો રંગ શ્યામ હોય, તો તેનાથી કોઈ પણ સ્ત્રીએ શરમ કે નાનપ અનુભવવાની જરૂર નથી. તે જેવી છે સુંદર છે અને તેનો સ્વીકાર તેણે સૌથી પહેલા પોતે જ કરવાનો છે.

  અભિજિત પાનસેએ વનિતાને સુંદરતાની વ્યાખ્યા સમજાવી જે કંઇક આ પ્રમાણેની છે... પોતાનું વજન વધારે હોય કે ત્વચાનો રંગ શ્યામ હોય, તો તેનાથી કોઈ પણ સ્ત્રીએ શરમ કે નાનપ અનુભવવાની જરૂર નથી. તે જેવી છે સુંદર છે અને તેનો સ્વીકાર તેણે સૌથી પહેલા પોતે જ કરવાનો છે.

  2/14
 • વનિતાએ પહેલાથી જ ધાર્યું હતું કે બૉડી પૉઝિટીવિટી માટે લોકોની માનસિકતા તેમનો દ્રષ્ટિકોણ બદલવા તેમણે કંઇક કરવું છે પણ શું તેની સમજણ તેમને પડતી નહોતી. જો કે, અભિજિત પાનસે દ્વારા મળેલી સલાહ તેમને યોગ્ય લાગી પણ તેમણે ક્યારેય ધાર્યું નહોતું કે તે આ માટે આટલું બૉલ્ડ પગલું લેશે. 

  વનિતાએ પહેલાથી જ ધાર્યું હતું કે બૉડી પૉઝિટીવિટી માટે લોકોની માનસિકતા તેમનો દ્રષ્ટિકોણ બદલવા તેમણે કંઇક કરવું છે પણ શું તેની સમજણ તેમને પડતી નહોતી. જો કે, અભિજિત પાનસે દ્વારા મળેલી સલાહ તેમને યોગ્ય લાગી પણ તેમણે ક્યારેય ધાર્યું નહોતું કે તે આ માટે આટલું બૉલ્ડ પગલું લેશે. 

  3/14
 • ફોટોશૂટ કરાવ્યા પછીની વાત કરતા વનિતા ખરત જણાવે છે કે આનંદની વાત છે કે આ ફોટોશૂટની તસવીર સોશિયલ મીડિયામાં શૅર થયા પછી તેમની ચારેકોરથી પ્રશંસા થઈ રહી છે. એટલે સુધી કે આ ફોટોશૂટ કરાવ્યું ત્યારે એના માતાપિતાને પણ આ વિશે કશી ખબર નહોતી, પરંતુ આ તસવીર એમણે જોઈ ત્યારે તેમણે પણ પોતાની દીકરીના વિચાર પર ગર્વ કર્યો હતો.

  ફોટોશૂટ કરાવ્યા પછીની વાત કરતા વનિતા ખરત જણાવે છે કે આનંદની વાત છે કે આ ફોટોશૂટની તસવીર સોશિયલ મીડિયામાં શૅર થયા પછી તેમની ચારેકોરથી પ્રશંસા થઈ રહી છે. એટલે સુધી કે આ ફોટોશૂટ કરાવ્યું ત્યારે એના માતાપિતાને પણ આ વિશે કશી ખબર નહોતી, પરંતુ આ તસવીર એમણે જોઈ ત્યારે તેમણે પણ પોતાની દીકરીના વિચાર પર ગર્વ કર્યો હતો.

  4/14
 • આ ફોટોશૂટ કરાવ્યા પછી પોતાના આત્મવિશ્વાસમાં વધારો જોતા વનિતાએ જણાવ્યું કે પહેલાં તેમને અમુક પ્રકારના કપડા પહેરવાનો સંકોચ અનુભવાતો હતો જો કે, હવે તેમને જે પસંદ આવે તેવા કપડા તે સંપૂર્ણ આત્મવિશ્વાસથી પહેરી શકે છે અને પોતે જેવા છે તેવો તેમણે સ્વીકાર કર્યો છે. પોતાના શરીરને પોતે પ્રેમ કરશું તો જ લોકો પાસેથી એ આશા કરી શકશું એવો સંદેશ તેમણે આપ્યો છે.

  આ ફોટોશૂટ કરાવ્યા પછી પોતાના આત્મવિશ્વાસમાં વધારો જોતા વનિતાએ જણાવ્યું કે પહેલાં તેમને અમુક પ્રકારના કપડા પહેરવાનો સંકોચ અનુભવાતો હતો જો કે, હવે તેમને જે પસંદ આવે તેવા કપડા તે સંપૂર્ણ આત્મવિશ્વાસથી પહેરી શકે છે અને પોતે જેવા છે તેવો તેમણે સ્વીકાર કર્યો છે. પોતાના શરીરને પોતે પ્રેમ કરશું તો જ લોકો પાસેથી એ આશા કરી શકશું એવો સંદેશ તેમણે આપ્યો છે.

  5/14
 • વનિતા ખરતે જણાવ્યું કે માત્ર બૉલીવુડમાં જ નહીં પણ હવે સમાજમાં પણ આ સુધારો થઈ રહ્યો છે દમ લગા કે હૈસા જેવી ફિલ્મ હોય કે બીજા કેટલાક નાટકો આમાં સીરિયલ અને ફિલ્મની હિરોઇન સ્થૂળ કાયા ધરાવે તેવી છે તો હવે ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે પણ સોશિયલ મીડિયાને કારણે હાલ આ પ્રકારની મૂવમેન્ટને વેગ મળતો જોવા મળે છે.

  વનિતા ખરતે જણાવ્યું કે માત્ર બૉલીવુડમાં જ નહીં પણ હવે સમાજમાં પણ આ સુધારો થઈ રહ્યો છે દમ લગા કે હૈસા જેવી ફિલ્મ હોય કે બીજા કેટલાક નાટકો આમાં સીરિયલ અને ફિલ્મની હિરોઇન સ્થૂળ કાયા ધરાવે તેવી છે તો હવે ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે પણ સોશિયલ મીડિયાને કારણે હાલ આ પ્રકારની મૂવમેન્ટને વેગ મળતો જોવા મળે છે.

  6/14
 • વનિતા ખરતને પોતાના પરિવાર અને નજીકના લોકો તરફથી પણ ખૂબ જ સપોર્ટ મળ્યો છે.

  વનિતા ખરતને પોતાના પરિવાર અને નજીકના લોકો તરફથી પણ ખૂબ જ સપોર્ટ મળ્યો છે.

  7/14
 • પોતાની જર્ની વિશે વાત કરતા વનિતા જણાવે છે કે તેમણે શરૂઆત કૉલેજમાં વન એક્ટ પ્લે દ્વારા કરી. ત્યાર બાદ ધીમે ધીમે નાટક, એકાંકી વગેરે પણ કર્યા.

  પોતાની જર્ની વિશે વાત કરતા વનિતા જણાવે છે કે તેમણે શરૂઆત કૉલેજમાં વન એક્ટ પ્લે દ્વારા કરી. ત્યાર બાદ ધીમે ધીમે નાટક, એકાંકી વગેરે પણ કર્યા.

  8/14
 • મરાઠી સીરિયલ્સમાં, કૉમેડી શૉમાં કામ કર્યું દરમિયાન અનેક અવૉર્ડ્સ પણ મળ્યા છે. આમા મુકેશ છાબરા સાથે મુલાકાત થઈ અને કબીર સિંહ માટે ઑડિશન બાદ સિલેક્શન થયું. ત્યાર બાદ લોકપ્રિયતામાં ખાસ વધારો થયો એક આગવી ઓળખ મળી.

  મરાઠી સીરિયલ્સમાં, કૉમેડી શૉમાં કામ કર્યું દરમિયાન અનેક અવૉર્ડ્સ પણ મળ્યા છે. આમા મુકેશ છાબરા સાથે મુલાકાત થઈ અને કબીર સિંહ માટે ઑડિશન બાદ સિલેક્શન થયું. ત્યાર બાદ લોકપ્રિયતામાં ખાસ વધારો થયો એક આગવી ઓળખ મળી.

  9/14
 • વનિતા પોતાના બાળપણના અનુભવો વિશે વાત કરતા જણાવે છે કે શાળાકીય શિક્ષણ દરમિયાન પણ ઘણી વાર મને લોકોએ મોટી, સ્થૂળ એવું કહીને બોલાવતા તે વખતે પણ મને ખાસ ફેર પડતો નહોતો અને તે પાછળ મારી એક જ માનસિકતા હતી કે આપણે ચીડાઇએ છીએ તેને કારણે લોકો આપણને વધારે ચીડવે છે. જો આપણે જાતનો સ્વીકાર કરી લેશું તો લોકોના કહેવાથી આપણને ફરક નહીં પડે.

  વનિતા પોતાના બાળપણના અનુભવો વિશે વાત કરતા જણાવે છે કે શાળાકીય શિક્ષણ દરમિયાન પણ ઘણી વાર મને લોકોએ મોટી, સ્થૂળ એવું કહીને બોલાવતા તે વખતે પણ મને ખાસ ફેર પડતો નહોતો અને તે પાછળ મારી એક જ માનસિકતા હતી કે આપણે ચીડાઇએ છીએ તેને કારણે લોકો આપણને વધારે ચીડવે છે. જો આપણે જાતનો સ્વીકાર કરી લેશું તો લોકોના કહેવાથી આપણને ફરક નહીં પડે.

  10/14
 • ઓબેસિટી સ્વીકારવા અંગે વનિતાએ કહ્યું કે ઓબેસિટીનો સ્વીકાર કરવો જરૂરી છે પણ તેની સાથે સ્વસ્થ રહેવું પણ એટલું જ જરૂરી છે. વજન ઘટાડવાનો સંપૂર્ણ પ્રયત્ન કરવો પણ તેને કારણે ચિંતાગ્રસ્ત થઈને તબિયત બગાડવી એ કોઇ પણ પ્રકારનો ઉપાય નથી જ.

  ઓબેસિટી સ્વીકારવા અંગે વનિતાએ કહ્યું કે ઓબેસિટીનો સ્વીકાર કરવો જરૂરી છે પણ તેની સાથે સ્વસ્થ રહેવું પણ એટલું જ જરૂરી છે. વજન ઘટાડવાનો સંપૂર્ણ પ્રયત્ન કરવો પણ તેને કારણે ચિંતાગ્રસ્ત થઈને તબિયત બગાડવી એ કોઇ પણ પ્રકારનો ઉપાય નથી જ.

  11/14
 • સ્ત્રીઓ વિશે ફિલ્મ ઈન્સ્ડસ્ટ્રીના એટિટ્યુડ વિશે પણ વનિતા ખરાતે નારાજગી વ્યક્ત કરી છે. એણે સ્વીકાર્યું છે કે પોતાનું વજન વધારે હોવાને કારણે અત્યાર સુધી એને મમ્મી, માસી, કામવાળી ટાઇપના રોલ જ ઑફર થતા આવ્યા છે. એટલે જ આ ઈન્ડસ્ટ્રીને બોડી પોઝિટિવિટી મુવમેન્ટની જરૂર છે.

  સ્ત્રીઓ વિશે ફિલ્મ ઈન્સ્ડસ્ટ્રીના એટિટ્યુડ વિશે પણ વનિતા ખરાતે નારાજગી વ્યક્ત કરી છે. એણે સ્વીકાર્યું છે કે પોતાનું વજન વધારે હોવાને કારણે અત્યાર સુધી એને મમ્મી, માસી, કામવાળી ટાઇપના રોલ જ ઑફર થતા આવ્યા છે. એટલે જ આ ઈન્ડસ્ટ્રીને બોડી પોઝિટિવિટી મુવમેન્ટની જરૂર છે.

  12/14
 • ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત અને નારીના દેહનું શેમિંગ એ બંને વચ્ચે કન્ફ્યુઝન ન થવી જોઈએ. આ કારણસર અભિનેત્રી વનિતા ખરાતે આ ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું.

  ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત અને નારીના દેહનું શેમિંગ એ બંને વચ્ચે કન્ફ્યુઝન ન થવી જોઈએ. આ કારણસર અભિનેત્રી વનિતા ખરાતે આ ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું.

  13/14
 • આ ફોટોશૂટને કારણે સોશિયલ મીડિયા યૂઝર્સ તેમના આ બેબાક અંદાજને ખૂબજ પસંદ કરી રહ્યા છે. સાથે જ કૉમેન્ટ બૉક્સમાં તેમની પૉઝિટીવિટીથી ઇમ્પ્રેસ થયેલા પણ દેખાય છે.

  આ ફોટોશૂટને કારણે સોશિયલ મીડિયા યૂઝર્સ તેમના આ બેબાક અંદાજને ખૂબજ પસંદ કરી રહ્યા છે. સાથે જ કૉમેન્ટ બૉક્સમાં તેમની પૉઝિટીવિટીથી ઇમ્પ્રેસ થયેલા પણ દેખાય છે.

  14/14
 • loading...

ફોટોઝ વિશે

તાજેતરમાં જ કબીર સિંહ ફેમ અભિનેત્રી વનિતા ખરત બૉલ્ડ ફોટોશૂટ કરાવીને બૉડી પૉઝિટીવિટી મૂવમેન્ટને કારણે ચર્ચામાં છવાઇ ગઈ. આ પહેલા પણ બૉલીવુડમાં એવી અનેક મૂવમેન્ટ દ્વારા સુધારા થયા છે. જેમાં હાલ સોશિયલ મીડિયા પર બૉડી પૉઝિટીવિટી મોખરે છે. આ મૂવમેન્ટને સપૉર્ટ કરવા માટે કબીર સિંહ અભિનેત્રી વનીતા ખરતે પણ પોતાની તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરી છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે. (તસવીર સૌજન્ય વનિતા ખરત)

First Published: 18th January, 2021 10:40 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK