Suzanne Bernert: હેલેનાના પાત્રથી લોકપ્રિય થઈ આ અભિનેત્રી

Updated: 26th September, 2020 23:35 IST | Shilpa Bhanushali
  • સુઝાન બર્નેર્ટ આજે પોતાનો 38મો જન્મિદવસ ઉજવી રહી છે ત્યારે જુઓ સુઝાનની લાઇફ જર્ની વિશેની કેટલીક રસપ્રદ વાતો...

    સુઝાન બર્નેર્ટ આજે પોતાનો 38મો જન્મિદવસ ઉજવી રહી છે ત્યારે જુઓ સુઝાનની લાઇફ જર્ની વિશેની કેટલીક રસપ્રદ વાતો...

    1/36
  • કોરોના મહામારીને કારણે સુઝાન આજે પોતાનો જન્મદિવસ ધામધૂમથી નથી ઉજવી શકતાં પણ સુઝાને જણાવ્યું છે કે આજે તેમના મમ્મી-પપ્પાની એનિવર્સરી પણ છે ત્યારે હંમેશાં તેઓ પોતાનો જન્મદિવસ અને પેરેન્ટ્સની એનિવર્સરી સાથે ઉજવતાં હોય છે પણ આ વખતે કોરોના લૉકડાઉનને કારણે તેઓ આ જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠ ઉજવી શક્યાં નથી તે બદલ તેમને અફસોસ રહેશે.

    કોરોના મહામારીને કારણે સુઝાન આજે પોતાનો જન્મદિવસ ધામધૂમથી નથી ઉજવી શકતાં પણ સુઝાને જણાવ્યું છે કે આજે તેમના મમ્મી-પપ્પાની એનિવર્સરી પણ છે ત્યારે હંમેશાં તેઓ પોતાનો જન્મદિવસ અને પેરેન્ટ્સની એનિવર્સરી સાથે ઉજવતાં હોય છે પણ આ વખતે કોરોના લૉકડાઉનને કારણે તેઓ આ જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠ ઉજવી શક્યાં નથી તે બદલ તેમને અફસોસ રહેશે.

    2/36
  • સુઝાનનો જન્મ 26 સપ્ટેમ્બર 1982ના રોજ જર્મનીમાં પિતા માઇકલ અને માતા મોનિકાને ત્યાં થયો.

    સુઝાનનો જન્મ 26 સપ્ટેમ્બર 1982ના રોજ જર્મનીમાં પિતા માઇકલ અને માતા મોનિકાને ત્યાં થયો.

    3/36
  • સુઝાને જર્મનીમાં પોતાનું સ્કૂલિંગ પૂરું કર્યું છે. સુઝાને ત્રણ વર્ષ એક્ટિંગમાં સ્ટડી કર્યું.

    સુઝાને જર્મનીમાં પોતાનું સ્કૂલિંગ પૂરું કર્યું છે. સુઝાને ત્રણ વર્ષ એક્ટિંગમાં સ્ટડી કર્યું.

    4/36
  • ડેસ્ટિન્ડ હાર્ટ્સ ફિલ્મ દુબઈમાં કામ કર્યું જે ફિલ્મનું શૂટિંગ ઘણાં વર્ષો પહેલા કર્યું અને આ ફિલ્મ આ વર્ષે એટલે કે 2020માં રિલીઝ થઈ રહી છે.

    ડેસ્ટિન્ડ હાર્ટ્સ ફિલ્મ દુબઈમાં કામ કર્યું જે ફિલ્મનું શૂટિંગ ઘણાં વર્ષો પહેલા કર્યું અને આ ફિલ્મ આ વર્ષે એટલે કે 2020માં રિલીઝ થઈ રહી છે.

    5/36
  • સુઝાને જર્મનીમાં એક નાટકમાં ભાગ લીધો હતો આ નાટક ખૂબ જ પૉપ્યુલર થયું હતું, આ નાટક દ્વારા જ તેમણે એક્ટિંગ ડેબ્યૂ કર્યો કહેવાય. આ પહેલા સુઝાને અનેક ઑડિશન્સ આપ્યા પણ તેમને ક્યાંય પણ એક્ટિંગ માટે તક મળી નહોતી.

    સુઝાને જર્મનીમાં એક નાટકમાં ભાગ લીધો હતો આ નાટક ખૂબ જ પૉપ્યુલર થયું હતું, આ નાટક દ્વારા જ તેમણે એક્ટિંગ ડેબ્યૂ કર્યો કહેવાય. આ પહેલા સુઝાને અનેક ઑડિશન્સ આપ્યા પણ તેમને ક્યાંય પણ એક્ટિંગ માટે તક મળી નહોતી.

    6/36
  • જર્મનીમાં સુઝાને બ્લોન બ્લૂ નામનું નાટક કર્યું આ નાટક માટેના સિલેક્શન વિશે સુઝાન જણાવે છે કે "હું જ્યાં પણ ઑડિશન માટે જતી ત્યારે મને અનેક પ્રકારના બહાનાઓ આપી ના પાડી દેવામાં આવતી કોઇક કહેતું કે તમારું નાક નાનું છે તમે જર્મન નથી લાગતાં, તો કોઇક કહેતું તમે વધુ પડતાં જર્મન લાગો છો એટલે તેમને અનેક બહાનાઓ દ્વારા અનેક રિજેક્શન મળ્યા ત્યારે બાદ આ નાટક માટે તેમને હીરોઇનની જરૂર હતી અને મને કામની એટલે હું ત્યાં પહોંચી."

    જર્મનીમાં સુઝાને બ્લોન બ્લૂ નામનું નાટક કર્યું આ નાટક માટેના સિલેક્શન વિશે સુઝાન જણાવે છે કે "હું જ્યાં પણ ઑડિશન માટે જતી ત્યારે મને અનેક પ્રકારના બહાનાઓ આપી ના પાડી દેવામાં આવતી કોઇક કહેતું કે તમારું નાક નાનું છે તમે જર્મન નથી લાગતાં, તો કોઇક કહેતું તમે વધુ પડતાં જર્મન લાગો છો એટલે તેમને અનેક બહાનાઓ દ્વારા અનેક રિજેક્શન મળ્યા ત્યારે બાદ આ નાટક માટે તેમને હીરોઇનની જરૂર હતી અને મને કામની એટલે હું ત્યાં પહોંચી."

    7/36
  • આમ આ નાટક બ્લોન બ્લૂ માટે સુઝાનનું સિલેક્શન થયું. આ નાટક જર્મનીમાં ખૂબ જ હિટ રહ્યું.

    આમ આ નાટક બ્લોન બ્લૂ માટે સુઝાનનું સિલેક્શન થયું. આ નાટક જર્મનીમાં ખૂબ જ હિટ રહ્યું.

    8/36
  • સુઝાને આ નાટક બાદ એક ફિલ્મ કરી આ ફિલ્મ માટે લંડનમાં શૂટ કર્યું છે. ત્યાર બાદ સુઝાન 2004માં પોતાના એક નાટક માટે ભારત આવ્યા અહીં તેમની મુલાકાત અખિલ મિશ્રા સાથે થઈ.

    સુઝાને આ નાટક બાદ એક ફિલ્મ કરી આ ફિલ્મ માટે લંડનમાં શૂટ કર્યું છે. ત્યાર બાદ સુઝાન 2004માં પોતાના એક નાટક માટે ભારત આવ્યા અહીં તેમની મુલાકાત અખિલ મિશ્રા સાથે થઈ.

    9/36
  • અખિલ મિશ્રા આ નાટકના પ્રૉડ્યુસર હતા અને તેમના કૉમન ફ્રેન્ડે તેમની ઓળખ સુઝાન સાથે કરાવી. સુઝાન ધીમે ધીમે નાટકમાં લીડ એક્ટ્રેસ બાદ સુઝાને કૉસ્ચ્યુમ ડિઝાઇનિંગ, ડાયરેક્ટિંગ અને એવા ઘણાં નાના નાના કામો કર્યા. આમ ધીમે ધીમે સુઝાન બર્નર્ટ અને અખિલ મિશ્રા વચ્ચે મિત્રતા થઈ. ધીમે ધીમે પ્રેમ પાંગર્યો.

    અખિલ મિશ્રા આ નાટકના પ્રૉડ્યુસર હતા અને તેમના કૉમન ફ્રેન્ડે તેમની ઓળખ સુઝાન સાથે કરાવી. સુઝાન ધીમે ધીમે નાટકમાં લીડ એક્ટ્રેસ બાદ સુઝાને કૉસ્ચ્યુમ ડિઝાઇનિંગ, ડાયરેક્ટિંગ અને એવા ઘણાં નાના નાના કામો કર્યા. આમ ધીમે ધીમે સુઝાન બર્નર્ટ અને અખિલ મિશ્રા વચ્ચે મિત્રતા થઈ. ધીમે ધીમે પ્રેમ પાંગર્યો.

    10/36
  • 2009માં સુઝાન અને અખિલ મિશ્રાએ એકબીજા સાથે લગ્ન કર્યા અને સુઝાન મુંબઇ શિફ્ટ થયા.

    2009માં સુઝાન અને અખિલ મિશ્રાએ એકબીજા સાથે લગ્ન કર્યા અને સુઝાન મુંબઇ શિફ્ટ થયા.

    11/36
  • 1998માં સુઝાને ટીવી સીરિઝ સીઆઇડીમાં રોમાનું પાત્ર ભજવ્યું હતું. 2002માં ચેમ્પિયનમાં ફોરેન જર્નાલિસ્ટનું પાત્ર ભજવ્યું હતું.

    1998માં સુઝાને ટીવી સીરિઝ સીઆઇડીમાં રોમાનું પાત્ર ભજવ્યું હતું. 2002માં ચેમ્પિયનમાં ફોરેન જર્નાલિસ્ટનું પાત્ર ભજવ્યું હતું.

    12/36
  • સુઝાને ટેલિવીઝનમાં ઘણાં બધાં રોલ પ્લે કર્યા છે જેમ કે તેમણે 2004માં સ્ટોપમાં કામ કર્યું છે. 2005માં આવેલી ટીવી સીરિઝ અસ્તિત્વ એક પ્રેમ કહાની જે ખૂબ જ સીરિયલ રહી તેમાં પણ સુઝાને કેથરિનનું પાત્ર ભજવ્યું હતું.

    સુઝાને ટેલિવીઝનમાં ઘણાં બધાં રોલ પ્લે કર્યા છે જેમ કે તેમણે 2004માં સ્ટોપમાં કામ કર્યું છે. 2005માં આવેલી ટીવી સીરિઝ અસ્તિત્વ એક પ્રેમ કહાની જે ખૂબ જ સીરિયલ રહી તેમાં પણ સુઝાને કેથરિનનું પાત્ર ભજવ્યું હતું.

    13/36
  • એસા દેશ હે મેરા (2006) ટીવી સીરિઝમાં હેમિલ્ટનનું પાત્ર ભજવ્યું હતું.

    એસા દેશ હે મેરા (2006) ટીવી સીરિઝમાં હેમિલ્ટનનું પાત્ર ભજવ્યું હતું.

    14/36
  • કસોટી ઝીંદગી કી (2006-2008 સુધી) ટીવી સીરિઝમાં પણ અભિનેત્રીએ સતત 2 વર્ષ સુધી ડોરીઝ બજાજનું પાત્ર ભજવ્યું હતું

    કસોટી ઝીંદગી કી (2006-2008 સુધી) ટીવી સીરિઝમાં પણ અભિનેત્રીએ સતત 2 વર્ષ સુધી ડોરીઝ બજાજનું પાત્ર ભજવ્યું હતું

    15/36
  • અભિનેત્રીએ 2011માં સંસ્કાર લક્ષ્મીમાં જેનિફરનું પાત્ર ભજવ્યું હતું.

    અભિનેત્રીએ 2011માં સંસ્કાર લક્ષ્મીમાં જેનિફરનું પાત્ર ભજવ્યું હતું.

    16/36
  • અભિનેત્રી સુઝાન બર્નર્ટે પતિ અખિલ મિશ્રા સાથે એક ફિલ્મ ક્રમમાં સાથે કામ કર્યું છે.

    અભિનેત્રી સુઝાન બર્નર્ટે પતિ અખિલ મિશ્રા સાથે એક ફિલ્મ ક્રમમાં સાથે કામ કર્યું છે.

    17/36
  • ત્યાર બાદ અભિનેત્રીએ અખિલ મિશ્રા સાથે એક શૉર્ટ ફિલ્મ મજનુ કી જૂલિયેટ પણ કરી છે. આ શૉર્ટ ફિલ્મમાં અભિનેત્રીએ પતિ અખિલ મિશ્રા સાથે એક્ટિંગની સાથે પ્રૉડ્યુસ કરી છે.

    ત્યાર બાદ અભિનેત્રીએ અખિલ મિશ્રા સાથે એક શૉર્ટ ફિલ્મ મજનુ કી જૂલિયેટ પણ કરી છે. આ શૉર્ટ ફિલ્મમાં અભિનેત્રીએ પતિ અખિલ મિશ્રા સાથે એક્ટિંગની સાથે પ્રૉડ્યુસ કરી છે.

    18/36
  • સુઝાને પ્રધાનમંત્રી (2013માં) ટીવી સિરીઝમાં સોનિયા ગાંધીનું પાત્ર પણ ભજવ્યું છે જ્યારે રાજીવ ગાંધી પ્રધાનમંત્રી બન્યા હતા.

    સુઝાને પ્રધાનમંત્રી (2013માં) ટીવી સિરીઝમાં સોનિયા ગાંધીનું પાત્ર પણ ભજવ્યું છે જ્યારે રાજીવ ગાંધી પ્રધાનમંત્રી બન્યા હતા.

    19/36
  • ટીવી સીરિયલ એક હઝારો મેં મેરી બહેના હૈ (2013)માં પણ કામ કર્યું હતું.

    ટીવી સીરિયલ એક હઝારો મેં મેરી બહેના હૈ (2013)માં પણ કામ કર્યું હતું.

    20/36
  • 2015માં આવેલી સીરિયલ ચક્રવર્તી અશોક સમ્રાટમાં અભિનેત્રી સુઝાન બર્નર્ટે મહારાણી હેલેનાનું પાત્ર ભજવ્યું હતું.

    2015માં આવેલી સીરિયલ ચક્રવર્તી અશોક સમ્રાટમાં અભિનેત્રી સુઝાન બર્નર્ટે મહારાણી હેલેનાનું પાત્ર ભજવ્યું હતું.

    21/36
  • હેલેનાના પાત્ર દ્વારા અભિનેત્રીને એક આગવી ઓળખ મળી હતી.

    હેલેનાના પાત્ર દ્વારા અભિનેત્રીને એક આગવી ઓળખ મળી હતી.

    22/36
  • હેલેનાના પાત્ર વિશે અભિનેત્રી જણાવે છે આ સીરિયલ સુધી તેમણે ખૂબ જ સોફ્ટ પાત્રો ભજવ્યા હતા જેમાં તેમને સામાન્ય હિન્દી બોલવાના ડાયલૉગ્સ આવતા હતા.

    હેલેનાના પાત્ર વિશે અભિનેત્રી જણાવે છે આ સીરિયલ સુધી તેમણે ખૂબ જ સોફ્ટ પાત્રો ભજવ્યા હતા જેમાં તેમને સામાન્ય હિન્દી બોલવાના ડાયલૉગ્સ આવતા હતા.

    23/36
  • હેલેનાના પાત્ર માટે તેમને સ્પષ્ટ હિન્દી ભાષા બોલવાની હતી.

    હેલેનાના પાત્ર માટે તેમને સ્પષ્ટ હિન્દી ભાષા બોલવાની હતી.

    24/36
  • હેલેનાના પાત્ર માટે અભિનેત્રી સુઝાને હિન્દી ભાષાના ઉચ્ચારણનો વર્કશોપ પણ કર્યો હતો.

    હેલેનાના પાત્ર માટે અભિનેત્રી સુઝાને હિન્દી ભાષાના ઉચ્ચારણનો વર્કશોપ પણ કર્યો હતો.

    25/36
  • ત્યાર બાદ અભિનેત્રીના નોંધપાત્ર કામ વિશે વાત કરીએ તો સુઝાને 2019માં આવેલી ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરમાં સોનિયા ગાંધીનું પાત્ર ભજવ્યું હતું.

    ત્યાર બાદ અભિનેત્રીના નોંધપાત્ર કામ વિશે વાત કરીએ તો સુઝાને 2019માં આવેલી ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરમાં સોનિયા ગાંધીનું પાત્ર ભજવ્યું હતું.

    26/36
  • સોનિયા ગાંધીનું પાત્ર ભજવતી વખતે તેમને સૌથી વધુ શું ગમ્યું તે વિશે વાત કરતાં સુઝાન જણાવે છે કે તેમને સોનિયા ગાંધીની સાડી તેમજ તેમની સાડી પહેરવાની રીત ખૂબ જ મુશ્કેલ હોવા છતાં ખૂબ જ ગમી.

    સોનિયા ગાંધીનું પાત્ર ભજવતી વખતે તેમને સૌથી વધુ શું ગમ્યું તે વિશે વાત કરતાં સુઝાન જણાવે છે કે તેમને સોનિયા ગાંધીની સાડી તેમજ તેમની સાડી પહેરવાની રીત ખૂબ જ મુશ્કેલ હોવા છતાં ખૂબ જ ગમી.

    27/36
  • એટલું જ નહીં અભિનેત્રીએ જણાવ્યું કે જ્યાં સુધી તેમને ખ્યાલ છે સોનિયા ગાંધી પોતાની સાડીની ડ્રેપિંગ જાતે કરી લે છે તે તેમની માટે આશ્ચર્યજનક છે કારણકે અભિનેત્રીને સાડી પહેરવી ખૂબ જ ગમે છે પણ અભિનેત્રીને સાડી પહેરવા માટે મદદ કરનાર એક વ્યક્તિની જરૂર રહે છે.

    એટલું જ નહીં અભિનેત્રીએ જણાવ્યું કે જ્યાં સુધી તેમને ખ્યાલ છે સોનિયા ગાંધી પોતાની સાડીની ડ્રેપિંગ જાતે કરી લે છે તે તેમની માટે આશ્ચર્યજનક છે કારણકે અભિનેત્રીને સાડી પહેરવી ખૂબ જ ગમે છે પણ અભિનેત્રીને સાડી પહેરવા માટે મદદ કરનાર એક વ્યક્તિની જરૂર રહે છે.

    28/36
  • આ અંગે વાત કરતાં અભિનેત્રીએ એક રસપ્રદ વાત શૅર કરી છે કે તેઓ આમ તો ડ્રેસ અને વેસ્ટર્ન વેર પહેરે છે પણ જ્યારે કોઇક ખાસ શૂટ માટે તેમને સાડી પહેરવી પડે ત્યારે સ્ટાઇલિશ મદદ કરે છે.

    આ અંગે વાત કરતાં અભિનેત્રીએ એક રસપ્રદ વાત શૅર કરી છે કે તેઓ આમ તો ડ્રેસ અને વેસ્ટર્ન વેર પહેરે છે પણ જ્યારે કોઇક ખાસ શૂટ માટે તેમને સાડી પહેરવી પડે ત્યારે સ્ટાઇલિશ મદદ કરે છે.

    29/36
  • અભિનેત્રી હાલ લૉકડાઉનમાં શૂટ વિશે વાત કરતાં જણાવે છે કે તેમને ઘણી ઑફર્સ આવી છે પણ કોરોના વાયરસને કારણે તેમણે ગમતી વેબસિરીઝ માટે ના પાડી દીધી છે.

    અભિનેત્રી હાલ લૉકડાઉનમાં શૂટ વિશે વાત કરતાં જણાવે છે કે તેમને ઘણી ઑફર્સ આવી છે પણ કોરોના વાયરસને કારણે તેમણે ગમતી વેબસિરીઝ માટે ના પાડી દીધી છે.

    30/36
  • અભિનેત્રી લૉકડાઉનમાં કંઇક નવું કરી રહ્યા છે અને તે છે તેમણે પતિ અખિલ મિશ્રા સાથે મળીને યૂટ્યૂબ પર એક કુકિંગ સીરિઝ શરૂ કરી છે.

    અભિનેત્રી લૉકડાઉનમાં કંઇક નવું કરી રહ્યા છે અને તે છે તેમણે પતિ અખિલ મિશ્રા સાથે મળીને યૂટ્યૂબ પર એક કુકિંગ સીરિઝ શરૂ કરી છે.

    31/36
  • અભિનેત્રી કુકિંગ વિશે વાત કરતાં જણાવે છે કે તેમને ખિચડી બનાવવી અને ખાવી ખૂબ જ ગમે છે.

    અભિનેત્રી કુકિંગ વિશે વાત કરતાં જણાવે છે કે તેમને ખિચડી બનાવવી અને ખાવી ખૂબ જ ગમે છે.

    32/36
  • ખિચડી માટે તેઓ હંમેશાં તૈયાર હોય છે. તેઓ ખિચડીની ખાસિયત જણાવતાં કહે છે કે "ખિચડી તો હું જર્મનીમાં પણ ખાઇ શકું છું, ખિચડી ખૂબ જ સૂથિંગ ફૂડ છે."

    ખિચડી માટે તેઓ હંમેશાં તૈયાર હોય છે. તેઓ ખિચડીની ખાસિયત જણાવતાં કહે છે કે "ખિચડી તો હું જર્મનીમાં પણ ખાઇ શકું છું, ખિચડી ખૂબ જ સૂથિંગ ફૂડ છે."

    33/36
  • અભિનેત્રીએ જણાવ્યું કે તેમને સાડી ખૂબ જ પસંદ છે.

    અભિનેત્રીએ જણાવ્યું કે તેમને સાડી ખૂબ જ પસંદ છે.

    34/36
  • અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને તે સતત પોતાની તસવીરો શૅર કરતાં રહે છે.

    અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને તે સતત પોતાની તસવીરો શૅર કરતાં રહે છે.

    35/36
  • અભિનેત્રી પોતાનો સાડી પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ જોવા મળે છે.

    અભિનેત્રી પોતાનો સાડી પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ જોવા મળે છે.

    36/36
  • loading...

ફોટોઝ વિશે

સુઝાન બર્નેર્ટ આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે ત્યારે જણાવવાનું કે આજે સુઝાનના માતા-પિતાની વેડિંગ એનિવર્સરી પણ છે. આમ તો સુઝાન પોતાનો જન્મદિવસ અને પેરેન્ટ્સની વેડિંગ એનિવર્સરી સાથે જ ઉજવતાં હોય છે પણ આ વખતે લૉકડાઉન અને કોરોના મહામારીને કારણે તેઓ પોતાનો જન્મદિવસ મમ્મી-પપ્પા સાથે ઉજવી શક્યાં નથી. સુઝાનની બોલીવુડ સફર વિશે વાત કરીએ તો, સુઝાન બર્નર્ટે ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરમાં અનુપમ ખેર સાથે સોનિયા ગાંધીનું પાત્ર ભજવ્યું હતું. આ પહેલા સુઝાને એક ન્યૂઝ ચેનલ માટે પણ સોનિયા ગાંધીના પાત્ર તરીકે નાની નાની શોર્ટફિલ્મ એક્ટ કરી છે, સુઝાન બોલીવુડમાં આ ફિલ્મમાં તો જોવા મળ્યા જ સાથે જ તેઓ અનેક હિન્દી, મરાઠી સિરીયલ્સમાં પણ જોવા મળ્યા છે. એટલું જ નહીં સુઝાને ટેલીવિઝન સીરિયલ ચક્રવર્તી અશોક સમ્રાટમાં મહારાણી હેલેનાનું પાત્ર ભજવ્યું હતું. અહીં જાણો તેમના વિશે વધુ.

First Published: 26th September, 2020 07:00 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK