Amol Palekar: 70ના દાયકાનો એ 'કૉમન મેન' જેની સાદગીને પણ મળ્યો ચાહકોનો અઢળક પ્રેમ
Published: 24th November, 2020 16:02 IST | Shilpa Bhanushali
70ના દાયકામાં જ્યાં એક તરફ બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચને એન્ગ્રી યંગ મેનની છબિ જજાળવી અને લોકપ્રિયતા મેળવી. તો બીજી તરફ કૉમન મેનનું પાત્ર ભજવતા અમોલ પાલેકર પણ સામાન્ય જનતાના રિયલ હીરો બન્યા.
1/20
સિમ્પલ લૂક, વાત કરવાનો સામાન્ય અંદાજ, ફિલ્મની સ્ટોરી સરળ અને અભિનયમાં પણ ચોખ્ખાઇ.
2/20
જેટલી સરળતાથી અમોલ પાલેકર ફિલ્મોમાં પોતાના પાત્ર ભજવતા તે પાત્ર અમુક જ મિનિટોમાં જીવંત લાગતા હતા.
3/20
જાણે કોઇ ફિલ્મ નહીં પણ સામે રિયલ જીવન ચાલી રહ્યું છે. તો આજે અમોલ પાલેકરના જન્મદિવસે જાણો તેમના જીવન વિશેની કેટલીક અજાણી વાતો...
4/20
અમોલ પાલેકરે પોતાના સંપૂર્ણ કરિઅર દરમિયાન એક સામાન્ય નાગરિકનું પાત્ર ભજવ્યું હતું.
5/20
પોતાના આ સામાન્ય વ્યક્તિ 'કૉમન મેન'ના પાત્ર માટે જ તે આજે પણ જાણીતા છે.
6/20
છોટી સી બાત, ઘરૌંદા, ગોલમાલ, ચિતચોર, બાતો બાતો મેં, અપને પરાયે, આદમી ઔર ઔરત, રંગ બિરંગી અને બાત બન જાએ જેવી ફિલ્મોમાં તેમણે 'કૉમન મેન'નું પાત્ર ભજવ્યું.
7/20
આ ફિલ્મો દ્વારા અમોલ પાલેકરે દર્શકોના મનમાં પોતાનું એક આગવું સ્થાન ઊભું કર્યું.
8/20
આ કૉમન મેનના પાત્રો દ્વારા દર્શકોના અંતરમનમાં એક અમીટ છાપ છોડી.
9/20
અમોલ પાલેકર જુદાં જુદાં પાત્રમાં પણ જોવા મળ્યા.
10/20
ભૂમિકા, આદમી ઔર ઔરત, ગોલમાલ અને બાત બન જાએમાં તેમની એક્ટિંગના જુદાં જુદાં શેડ્સ પણ જોવા મળ્યા.
11/20
ચોંકાવનારી વાત એ છે કે એક સમયે જ્યારે તેમની લોકપ્રિયતા ચાહકોમાં વધી રહી હતી, ફેન ફૉલોઇંગ પણ ટૉપ લેવલે હતી અને તેમની ફિલ્મો પણ ફુલ ફોર્મમાં ચાલતી હતી તે સમયે જ તેમણે એક્ટિંગ લગભગ છોડી દીધી.
12/20
એક્ટિંગ જ્યારે લગભગ લોકપ્રિયતાના શિખરે હતી તેવામાં અભિનેતાએ ડિરેક્શન તરફ વળાંક લઈ લીધો.
13/20
ઘણાં લોકો અમોલ પાલેકરના આ નિર્ણયને સમજી શક્યા નહીં.
14/20
પરંતુ અમોલ પાલેકર એક્ટર કરતા નિર્દેશક તરીકે વધારે સક્સેસફુલ રહ્યા છે.
15/20
તેમને જબરજસ્ત નિર્દેશન માટે 5 વાર નેશનલ એવૉર્ડથી પણ નવાજવામાં આવ્યા છે.
16/20
અમોલ પાલેકરે વર્ષ 1985માં આંખે ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. તેઓ ફિલ્મમાં અભિનેતા પણ હતા.
17/20
આંખે સિવાય તેમણે થોડા રુમાની હો જાએ. દાયરા, બાંગરવાડી, ધ્યાસ પરવા, પહેલી, ક્વેસ્ટ, સમાનાંતર, એન્ડ વન્સ અગેન જેવી ફિલ્મો પણ સામે છે.
18/20
એક્ટિંગ હોય કે ડિરેક્શન, અમોલ પાલેકરે પોતાના કામ દ્વારા લોકોનું મનોરંજન તો કર્યું જ છે પણ સાથે સાથે તેમણે કેટલાક ગંભીર વિષયોને પણ લોકો સામે એક જુદાં અંદાજમાં રજૂ કર્યા છે.
19/20
આજે 24 નવેમ્બરના રોજ અમોલ પાલેકરના જન્મિદવસે તેમને ગુજરાતી મિડ-ડે તરફથી શુભેચ્છાઓ...
20/20
ફોટોઝ વિશે
અમોલ પાલેકર પોતાના સંપૂર્ણ કરિઅર દરમિયાન એક સામાન્ય નાગરિકનું પાત્ર ભજવવા માટે જાણીતા છે. છોટી સી બાત, ઘરૌંદા, ગોલમાલ, ચિતચોર, બાતો બાતો મેં, અપને પરાયે, આદમી ઔર ઔરત, રંગ બિરંગી અને બાત બન જાએ જેવી ફિલ્મો સામેલ છે. (તસવીર સૌજન્ય ઇન્સ્ટાગ્રામ)
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK