કૉમેડી કિંગ: જૉની લીવર એક સમયે રસ્તા પર પેન વેચતા હતા

Updated: Aug 18, 2020, 00:20 IST | Rachana Joshi
 • જૉની લીવરનો જન્મ 14 ઓગસ્ટ 1957ના રોજ આંધ્રપ્રદેશમાં થયો છે.

  જૉની લીવરનો જન્મ 14 ઓગસ્ટ 1957ના રોજ આંધ્રપ્રદેશમાં થયો છે.

  1/15
 • જૉની પરિવારમાં સહુથી મોટા છે. તેમને બે ભાઈ અને ત્રણ બહેન છે.

  જૉની પરિવારમાં સહુથી મોટા છે. તેમને બે ભાઈ અને ત્રણ બહેન છે.

  2/15
 • અભિનેતાનો પરીવાર આર્થિક રીતે બહુ ગરીબ હતો. આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી જૉનીએ સાતમાં ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ ભણવાનું છોડી દીધું હતું. સાતમા ધોરણ સુધીનો અભ્યાસ તેમણે આંધ્રપ્રદેશની તેલુગૂ શાળામાં કર્યો હતો.

  અભિનેતાનો પરીવાર આર્થિક રીતે બહુ ગરીબ હતો. આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી જૉનીએ સાતમાં ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ ભણવાનું છોડી દીધું હતું. સાતમા ધોરણ સુધીનો અભ્યાસ તેમણે આંધ્રપ્રદેશની તેલુગૂ શાળામાં કર્યો હતો.

  3/15
 • ભણવાનું છોડીને જૉનીએ પરિવારની મદદ કરવાનું નક્કી કર્યું અને તેઓ પોતાના વિસ્તારમાં બૉલીવુડ સ્ટાર્સની નકલ કરીને પેન વેચવા લાગ્યા હતાં.

  ભણવાનું છોડીને જૉનીએ પરિવારની મદદ કરવાનું નક્કી કર્યું અને તેઓ પોતાના વિસ્તારમાં બૉલીવુડ સ્ટાર્સની નકલ કરીને પેન વેચવા લાગ્યા હતાં.

  4/15
 • પેન વેચતી વખતે જૉની લીવર નકલની સાથે-સાથે ડાન્સ પણ કરતા હતાં. એ સમયે તેઓ પાંચ રૂપિયા કમાતા. તે સમયમાં પાંચ રૂપિયા પણ બહુ હતાં. પછી તેઓ મુંબઈ આવી ગયા.

  પેન વેચતી વખતે જૉની લીવર નકલની સાથે-સાથે ડાન્સ પણ કરતા હતાં. એ સમયે તેઓ પાંચ રૂપિયા કમાતા. તે સમયમાં પાંચ રૂપિયા પણ બહુ હતાં. પછી તેઓ મુંબઈ આવી ગયા.

  5/15
 • ફક્ત આંધ્રપ્રદેશમાં જ નહીં પણ જૉની લીવરે મુંબઈ આવીને પણ પેન વેચતા હતાં.

  ફક્ત આંધ્રપ્રદેશમાં જ નહીં પણ જૉની લીવરે મુંબઈ આવીને પણ પેન વેચતા હતાં.

  6/15
 • આમ તો જૉની લીવરનું સાચ્ચું નામ જૉન પ્રકાશ રાવ જનુમાલા છે. જૉનીના પિતા પ્રકાશ રાવ જનુમાલા મુંબઈની હિન્દુસ્તાન લીવર ફૅક્ટરીમાં કામ કરતાં હતાં. પછી તેમની સાથે જૉની પણ કામ કરતાં અને અહીં તે પોતાની કૉમેડી ટેલેન્ટને લીધે લોકોને હસાવતા એટલે ફૅક્ટરીના કર્મચારીઓ વચ્ચે તે બહુ લોકપ્રિય હતાં. ત્યાંથી જ તેમને નામ મળ્યું 'જૉની લીવર'.

  આમ તો જૉની લીવરનું સાચ્ચું નામ જૉન પ્રકાશ રાવ જનુમાલા છે. જૉનીના પિતા પ્રકાશ રાવ જનુમાલા મુંબઈની હિન્દુસ્તાન લીવર ફૅક્ટરીમાં કામ કરતાં હતાં. પછી તેમની સાથે જૉની પણ કામ કરતાં અને અહીં તે પોતાની કૉમેડી ટેલેન્ટને લીધે લોકોને હસાવતા એટલે ફૅક્ટરીના કર્મચારીઓ વચ્ચે તે બહુ લોકપ્રિય હતાં. ત્યાંથી જ તેમને નામ મળ્યું 'જૉની લીવર'.

  7/15
 • જૉની મિમિક્રી કરવામાં બહુ જ હોશિયાર હતા. તેઓ સ્ટેજ શો પણ કરતાં.

  જૉની મિમિક્રી કરવામાં બહુ જ હોશિયાર હતા. તેઓ સ્ટેજ શો પણ કરતાં.

  8/15
 • લગન અને મહેનતને લીધે જૉનીએ મિમિક્રીની ટેલેન્ટ વિકસિત કરી. આ કામમાં તેમનો સાથ મિમિક્રી આર્ટિસ્ટ પ્રતાપ જૈન અને રાજકુમારે આપ્યો હતો.

  લગન અને મહેનતને લીધે જૉનીએ મિમિક્રીની ટેલેન્ટ વિકસિત કરી. આ કામમાં તેમનો સાથ મિમિક્રી આર્ટિસ્ટ પ્રતાપ જૈન અને રાજકુમારે આપ્યો હતો.

  9/15
 • જૉની ફૅક્ટરીમાં કામ કરવાની સાથે સાથે સ્ટેજ શો પણ કરતાં. આવા જ એક સ્ટેજ શોમાં અભિનેતા સુનીલ દત્તની તેમના પર નજર પડી અને તેમણે જૉની લીવરને 1984માં આવેલી ફિલ્મ 'દર્દ કા રિશ્તા'માં બ્રેક આપ્યો.

  જૉની ફૅક્ટરીમાં કામ કરવાની સાથે સાથે સ્ટેજ શો પણ કરતાં. આવા જ એક સ્ટેજ શોમાં અભિનેતા સુનીલ દત્તની તેમના પર નજર પડી અને તેમણે જૉની લીવરને 1984માં આવેલી ફિલ્મ 'દર્દ કા રિશ્તા'માં બ્રેક આપ્યો.

  10/15
 • પછી શરૂ થઈ જૉનીની બૉલીવુડ સફર. જે આજ સુધી ચાલી રહી છે. અનેક ફિલ્મોમાં તે સહ-અભિનેતા તરીકે દેખાયા. જ્યાં હીરો કરતાં પણ જૉનીની કૉમેડીને વધુ પસંદ કરવામાં આવતી.

  પછી શરૂ થઈ જૉનીની બૉલીવુડ સફર. જે આજ સુધી ચાલી રહી છે. અનેક ફિલ્મોમાં તે સહ-અભિનેતા તરીકે દેખાયા. જ્યાં હીરો કરતાં પણ જૉનીની કૉમેડીને વધુ પસંદ કરવામાં આવતી.

  11/15
 • જૉની લીવરની મુખ્ય ફિલ્મોમાં 'ચાલબાઝ', 'ચમત્કાર', 'બાઝીગર', 'રાજા હિન્દુસ્તાની', 'જુદાઈ', 'યસ બૉસ', 'ઈશ્ક', 'આંટી નંબર 1', 'દુલ્હે રાજા', 'કુછ કુછ હોતા હૈ', 'અનાડી નંબર 1', 'કહો ના પ્યાર હૈ', 'નાયક', 'કભી ખુશી કભી ગમ', 'ફિર હેરા ફેરી', 'ગોલમાલ 3', 'ગોલમાલ અગેન' અને 'હાઉસફુલ' 4 સહિત અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે.

  જૉની લીવરની મુખ્ય ફિલ્મોમાં 'ચાલબાઝ', 'ચમત્કાર', 'બાઝીગર', 'રાજા હિન્દુસ્તાની', 'જુદાઈ', 'યસ બૉસ', 'ઈશ્ક', 'આંટી નંબર 1', 'દુલ્હે રાજા', 'કુછ કુછ હોતા હૈ', 'અનાડી નંબર 1', 'કહો ના પ્યાર હૈ', 'નાયક', 'કભી ખુશી કભી ગમ', 'ફિર હેરા ફેરી', 'ગોલમાલ 3', 'ગોલમાલ અગેન' અને 'હાઉસફુલ' 4 સહિત અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે.

  12/15
 • અત્યાર સુધી જૉની લીવરે 350થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.

  અત્યાર સુધી જૉની લીવરે 350થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.

  13/15
 • જૉની લીવરને બેસ્ટ કૉમેડિયનની શ્રેણીમાં 13 ફિલ્મફૅર એવૉર્ડ મળ્યાં છે.

  જૉની લીવરને બેસ્ટ કૉમેડિયનની શ્રેણીમાં 13 ફિલ્મફૅર એવૉર્ડ મળ્યાં છે.

  14/15
 • 'કૉમેડી કિંગ'ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા.

  'કૉમેડી કિંગ'ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડમાં 'કૉમેડી કિંગ' તરીકે ઓળખાતા અભિનેતા જૉની લીવર (Johnny Lever)નો આજે 63મો જન્મદિવસ છે. બહુ ઓછા લોકોને ખબર છે કે, જૉની લીવર એક સમયે રસ્તા પર પેન વેચતા હતા. આજે તેમના જન્મદિવસે અમે તમને તેમના જીવનની કેટલીક રસપ્રદ વાતો જણાવીએ છીએ.

(તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK