HBD Kainnat Arora: અસલી પોલીસ અધિકારી સમજતા હતા લોકો આ અભિનેત્રીને
Published: 2nd December, 2020 18:33 IST | Keval Trivedi
કૈનત અરોરાનો જન્મ 2 ડિસેમ્બર, 1982ના રોજ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં થયો હતો. નવી દિલ્હીમાં તે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફૅશન ટેકનોલોજીમાં ભણી હતી. જોકે બાદમાં તેણે એક્ટિંગમાં કારકિર્દી ઘડી હતી.
1/16
અમૂક જ લોકોને ખબર હશે કે કૈનત અરોરાએ બૉલીવુડ અભિનેત્રી દિવ્યા ભારતીની બહેન છે. દિવ્યા ભારતીનું નિધન નાની વયે થયુ હતું.
2/16
કૈનતને હંમેશા અભિનેત્રી બનવાની જ ઈચ્છા હતી. તેણે કહ્યું કે, મને છ વર્ષની ઉંમરથી ખબર હતી કે મને અભિનેત્રી બનવું છે. કોલેજ બાદ મને જાહેરાતો માટે ઓફર્સ આવતી હતી. ઘણા ડિઝાઈનર્સ માટે મે રેમ્પ વોક કર્યું છે. પોર્ટફોલિયો વગર મે કામ કર્યું છે.
3/16
વર્ષ 2010માં કૈનત અરોરાને તેની ડેબ્યુ ફિલ્મ ખટ્ટા મીઠા માટે સિલ્વર સ્ક્રિન એવોર્ડ મળ્યો હતો. તેણે આઈલા રે ટ્રેકમાં અક્ષય સાથે ડાન્સ કર્યો હતો. ઉપરાંત અભિનેત્રીએ તામિલ ફિલ્મ મનકથ્થામાં કેમિયો પણ કર્યુ છે.
4/16
કૈનતે બૉલીવુડમાં લો પ્રોફાઈલ રાખ્યુ છે. છેલ્લા ત્રણ વર્ષમાં તેણે ફક્ત ગ્રાન્ડ મસ્તીમાં કામ કર્યું છે.
5/16
કૈનતને કોમેડી ઉપરાંત રોમેન્ટિક ફિલ્મ પણ ગમે છે.
6/16
કૈનત અરોરા જ્યારે ગ્રાન્ડ મસ્તી માટે સાઈન કરવા ગઈ ત્યારે દિવ્યા ભારતીના પેરેન્ટ્સને પણ સાથે લઈ ગઈ હતી.
7/16
ગ્રાન્ડ મસ્તીના બે વર્ષ બાદ કૈનતે મલ્યાલમ ફિલ્મ લૈલા ઓ લૈલામાં અને તે પછી તેલુગુ ફિલ્મ મોગાલી પુવુ અને પંજાબી ફિલ્મ ફરારમાં કામ કર્યું છે.
8/16
વર્ષ 2015માં ત્રણ રિજનલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યુ હોવા છતાં કૈનતનું એક્ટિંગ કરિયર એટલુ ચાલ્યુ નથી. મલ્યાલમ ફિલ્મમાં પણ તેને ખાસ કઈ સફળતા મળી નહોતી.
9/16
ઘણા ઓછો લોકોને ખબર હશે કે કૈનતે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફેશનમાંથી મર્ચેન્ડાઈઝીંગનો કોર્સ કર્યો છે.
10/16
મિસ કેરેલા પેજન્ટમાં તે જજ પણ હતી, તે પોતાને ફેશન ઈન્ડસ્ટ્રીમાં અપડેટ રાખે છે.
11/16
વર્ષ 2017માં કૈનતે તેની પંજાબી ફિલ્મનો એક ફોટો શૅર કર્યો જેમાં તેણે પોલીસનો યુનિફોર્મ પહેર્યો હતો. બધાને એમ જ લાગતુ હતુ કે કૈનત સાચેમાં પોલીસ અધિકારી છે.
12/16
સોશ્યલ મીડિયામાં કૈનત અપડેટ રહે છે અને પોતાની સુંદર તસવીરો અપલોડ કરતી રહેતી હોય છે.
13/16
વર્ષ 2017ના પોલીસના વાયરલ પીક બાદ તેણે એક પોસ્ટ મૂકી, પ્રિય લોકો, હર્લિન માન એ મારુ પાત્ર છે, આ એક ફક્ત ફિલ્મ છે. લોકો છેલ્લા ત્રણ દિવસથી પોલીસ અધિકારી સમજી રહ્યા છે પરંતુ વાસ્તવિક જીવનમાં હુ માત્ર એક અભિનેત્રી છે.
14/16
હૉલીવુડ મુવી હેન્ગઓવરની હિંદી રિમેક ટિપ્સીમાં કૈનત જોવા મળશે.
15/16
હૅપ્પી બર્થ ડે કૈનત અરોરા!
16/16
ફોટોઝ વિશે
આજે ગ્રાન્ડ મસ્તી મુવીમાં કામ કરનારી એક્ટ્રેસ કૈનત અરોરાનો જન્મદિવસ છે. આજે તેના ખાસ દિવસે જાણીએ આ અભિનેત્રી વિશે વધુ. (તસવીર સૌજન્યઃ કૈનત અરોરાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK